Home Blog Page 487

સ્ટેન્ડ-અપ કુણાલ કામરાએ પોતાની સામે નોંધાયેલ FIR રદ કરવાની માંગ કરી

0

સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાને પોલીસે પાઠવેલા સમન્સ બાદ મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં હવે કુણાલ કામરાએ બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. કામરાએ કોર્ટને ખાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ રદ કરવાની વિનંતી કરી છે. કુણાલ કામરાએ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી.આ અંગે કુણાલ કામરાના વકીલ નવરોઝ સીરવઈ અને એડવોકેટ અશ્વિન થૂલ દ્વારા આજે બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ સારંગ કોટવાલ અને એસએમ મોડકની બેન્ચ સમક્ષ આ અરજી દાખલ કરવામા આવશે.

કુણાલ કામરા અને એકનાથ શિંદે વચ્ચેનો વિવાદ ગયા મહિને શરૂ થયો હતો, જ્યારે સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ તેમના શોમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કટાક્ષ કર્યો હતો. કામરાએ બોલિવૂડના એક ગીતનું પેરોડી કરીને શિંદેના રાજકીય કારકિર્દી પર વ્યંગ કર્યો હતો. કામરાની ટિપ્પણી 2022 માં ઉદ્ધવ ઠાકરે સામે શિંદેના બળવો અને મહા વિકાસ આઘાડી સરકારના પતન સાથે સંબંધિત હતી.

23 માર્ચ, 2025 ના રોજ કામરાએ આ વિડિઓ તેની યુટ્યુબ ચેનલ અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો, જે ઝડપથી વાયરલ થયો. આ પછી 24 માર્ચે, શિંદે જૂથના શિવસૈનિકોએ મુંબઈના ખાર વિસ્તારમાં હેબિટેટ કોમેડી ક્લબ અને હોટેલ યુનિકોન્ટિનેન્ટલમાં તોડફોડ કરી, જ્યાં આ શો રેકોર્ડ કરવામાં આવ્યો હતો.

શિવસેનાના કાર્યકરોએ દાવો કર્યો હતો કે કામરાએ શિંદેનું અપમાન કર્યું હતું, અને તેમની ધરપકડની માંગ કરી હતી. મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં FIR પણ દાખલ કરવામાં આવી હતી.

પોલીસે કામરાને સમન્સ પાઠવ્યું
ખાર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 356(2) (માનહાનિ) હેઠળ કેસ નોંધ્યો અને તેમને ત્રણ સમન્સ જારી કર્યા. કામરા 5 એપ્રિલે પૂછપરછ માટે હાજર થયા ન હતા. આ ઉપરાંત જલગાંવના મેયર, નાસિકના એક હોટેલિયર અને એક ઉદ્યોગપતિએ પણ તેમની વિરુદ્ધ ફરિયાદો નોંધાવી હતી.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હિટવેવનું રેડ એલર્ટ, કંડલા 45 ડિગ્રીએ ધખધખ્યું

ગુજરાતમાં આ દિવસોમાં કાળઝાળ ગરમીએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. એપ્રિલની શરૂઆતમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડયો હતો. પરંતુ ત્યારથી રાજ્ય આકરી ગરમીનો સામનો કરી રહ્યું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચી ગયું છે. આમાંના કેટલાક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પણ છે. દરમિયાન, હવામાન વિભાગે રાજ્યમાં 7 થી 10 એપ્રિલ દરમિયાન તીવ્ર ગરમીનું મોજું રહેવાની આગાડી કરી છે. આ ઉપરાંત વિભાગે રાજ્યના કેટલાક શહેરો માટે ભારે ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

હિટવેવનું રેડ એલર્ટ
હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરી ગરમી પડવાની આગાહી કરી છે. વિભાગે 7 એપ્રિલે હિટવેવના કારણે કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.આ ઉપરાંત મોરબી, રાજકોટ અને પોરબંદરમાં હિટવેવનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં તીવ્ર ગરમીનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહી શકે છે.

હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી 11 જિલ્લામાં હીટવેવની ચેતવણી સાથે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં આજે સોમવારે મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહેવાની શક્યતા છે. રવિવારે 11 જિલ્લાઓમાં તાપમાન 41 ડિગ્રીને પાર નોંધાયું હોવાનું હવામાન વિભાગએ જણાવ્યું હતું જ્યારે કંડલામાં સૌથી વધુ તાપમાન 45 ડિગ્રીની આસપાસ નોંધાયુ છે. કચ્છમાં પણ ખૂબ જ આકરો તાપ પડી રહ્યો છે અને હજુ તાપમાનનો પારો ઊંચે જશે તેવી સંભાવના વચ્ચે જનજીવનને અસર થઈ રહી છે.

ગુજરાત, રાજસ્થાન, હરિયાણા સહિત સાત રાજ્યમાં હીટવેવની ચેતવણી છે. રાજસ્થાનથી દિલ્લી અને ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જવાની આગાહી કરવામાં આવી છે. જયપુર, જોધપુર અને બિકાનેરમાં આકારા તાપના એલર્ટના કારણે બપોરના સમયે કામ સિવાય બહાર ન નીકળવા લોકોને સલાહ અપાઇ છે.

સેન્સેક્સમાં 3900 પોઇન્ટ ધરાશાયી, નિફ્ટી 1100 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના 19 લાખ કરોડ ડુબ્યા

0

સેન્સેક્સ નિફ્ટીમાં શેરબજારના ઇતિહાસનો બીજો સૌથી મોટો કડાકો બોલાયો છે. શેરબજાર માટે 7 એપ્રિલ 2025નો સોમવારનો દિવસ ફરી બ્લેક મન્ડે બની રહ્યો છે. સોમવારે સેન્સેક્સ 3900 પોઇન્ટ અને નિફ્ટી 1100 પોઇન્ટ તૂટ્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીથી વૈશ્વિક અર્થવ્યવસ્થા અસ્થિરત થઇ ગઇ છે, જેની અસર અમેરિકા, એશિયા સહિત દુનિયાભરના શેરબજારમાં કડાકો બોલાયો છે. જો યુએસ ટ્રેરિફ પોલિસીની સમસ્યા નહીં ઉકેલાય તો ફરી ભયંકર આર્થિક કટોકટી સર્જાવાની દહેશત છે.

શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં મોટો કડાકો બોલાયો છે. સેન્સેક્સ પાછલા બંધ 75364 સામે આજે સોમવારે 71449 ખુલ્યો છે. જે પાછલા બંધથી 3915 પોઇન્ટનો કડાકો દર્શાવે છે. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં જ સેન્સેક્સ નીચમાં 71425 સુધી ઘટ્યો હતો. જો કે નીચા મથાળેથી રિકવર થઇ સેન્સેક્સ 72000 લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 22904 સામે 1146 પોઇન્ટ ઘટીને આજે સોમવારે 21758 ખુલ્યો હતો.

સેન્સેક્સ નિફ્ટીમાં કડાકાથી શેરબજારના રોકાણકારોને જંગી નુકસાન થયું છે. 7 એપ્રિ, 2025ના રોજ સ્ટોક માર્કેટ ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જની કુલ માર્કેટકેપ ઘટીને 383.95 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ હતી. જ્યારે 4 એપ્રિલના રોજ બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ વેલ્યૂએશન 403.34 લાખ કરોડ રૂપિયા થઇ હતી. આમ સોમવારે શેરબજારમાં રોકાણકારોને 19.39 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે એક મોટું નિવેદન આપતા કહ્યું કે વિદેશી સરકારોએ અમેરિકાના ટેરિફ દૂર કરવા માટે “ઘણા પૈસા” ચૂકવવા પડશે. જ્યારે યુએસ રાષ્ટ્રપતિને વૈશ્વિક અર્થતંત્રમાં અસ્થિરતા અને ટેરિફને કારણે શેરબજારમાં ઘટાડા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ટેરિફ એક પ્રકારની દવા છે અને ક્યારેક ‘કડવા ઘૂંટ’ પીવા પડે છે. ટ્રમ્પે કહ્યું કે ભલે તે હાલમાં બજારને અસર કરી રહ્યું હોય, પરંતુ અમેરિકાના લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે તે જરૂરી છે.

શ્રીલંકામાં ‘મિત્ર વિભૂષણ’ પુરસ્કારથી સન્માનિત થયા પીએમ મોદી, જાણો શું કહ્યું ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શ્રીલંકા સરકારે શ્રીલંકા મિત્ર વિભૂષણ સન્માનથી નવાજ્યા હતા. શ્રીલંકાના જે દેશો સાથે સંબંધ સારા હોય તે દેશના વડાના આ સન્માન આપવામાં આવે છે. ભારતના શ્રીલંકા સાથે સારા સંબંધ છે. પીએમ મોદીને વિદેશ દ્વારા એનાયત થયેલો આ 22મો પુરસ્કાર છે.

પીએમ મોદી અને શ્રીલંકાના રાષ્ટ્ર પ્રમુખ અનુરા દિસાનાયકે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું. તેમણે કહ્યું, આજે રાષ્ટ્રતિ દિસાનાયકે દ્વારા શ્રીલંકા મિત્ર વિભૂષણથી સન્માનિત કર્યા તે ગૌરવની વાત છે. આ માત્ર ભારતનું જ નહીં પરંતુ 140 કરોડ ભારતીયોનું સન્માન છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ઐતિહાસિક સંબંધો અને ગાઢ મિત્રતાનું સન્માન છે. ભારતે શ્રીલંકા સાથે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ઉભું છે.

શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમાર દિસાનાયકે કહ્યું, ભારત અને શ્રીલંકા વચ્ચે ખૂબ ઊંડો સંબંધ છે. બંને દેશો વચ્ચે ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધ છે અને લાંબા સમયથી આ સંબંધ ચાલ્યો આવે છે. અમારા સંબંધો પરસ્પર સન્માન મૂલ્યો અને સમાન હિતો પર આધારિત છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે માત્ર રાજદ્વારી સંબંધો જ નથી, પરંતુ જમીની સ્તરે વિકાસ પ્રોજેક્ટ્સ પણ ચાલી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ પોતાના ભાષણમાં ઘણા મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ભારત શ્રીલંકાના ખેડૂતોને સીધો ટેકો આપશે. તેમણે ભારતીય મૂળના તમિલ સમુદાય માટે 10,000 કરોડ રૂપિયાની આવાસ અને સામાજિક યોજનાઓની જાહેરાત કરી. આ ઉપરાંત, તેમણે શ્રીલંકા સરકાર સાથે નવા કરાર કર્યા, જેમાં માળખાગત સુવિધા, ડિજિટલ કનેક્ટિવિટી અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રીની શ્રીલંકાની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે આ ટાપુ દેશ આર્થિક સંકટમાંથી બહાર આવવાના સંકેતો બતાવી રહ્યો છે. ત્રણ વર્ષ પહેલાં, શ્રીલંકા એક મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું અને ભારતે તેને 4.5 અબજ યુએસ ડોલરની નાણાકીય સહાય આપી હતી. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દિસાનાયકે 6 એપ્રિલે ઐતિહાસિક શહેર અનુરાધાપુરાની મુલાકાત લેશે, જ્યાં તેઓ મહાબોધિ મંદિરમાં પ્રાર્થના કરશે. બંને નેતાઓ અનુરાધાપુરામાં ભારતની મદદથી બનેલા બે પ્રોજેક્ટ્સનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરશે.

વકફ બિલ મુદ્દે રાહુલ ગાંધીનાં આકાર પ્રહાર, કહ્યું કે RSSનું ધ્યાન ખ્રિસ્તીઓ તરફ…..

0

વકફ સંશોધન બિલને સંસદના બંને ગૃહમાં પસાર કરી દેવામાં આવ્યું છે. પરંતુ હજુ આ મામલે રાજકારણમાં આકરો તાપ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ સહિત અન્ય વિરોધ પક્ષે આ મામલે સુપ્રીમમાં જવાની વાત કરી છે. ત્યારે હવે વકફ સુધારા બિલ પસાર થયા બાદ રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહારો કરતાં કહ્યું હચે કે ભવિષ્યમાં અન્ય સમુદાયોને નિશાન બનાવવાની આશંકા છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક અંગ્રેજી અખબારનો અહેવાલ શેર કર્યો અને લખ્યું કે મેં કહ્યું હતું કે વકફ બિલ હાલમાં મુસ્લિમો પર હુમલો કરે છે, પરંતુ ભવિષ્યમાં અન્ય સમુદાયોને પણ નિશાન બનાવવામાં આવશે. તેમણે આગળ લખ્યું કે વકફ બાદ RSSનું ધ્યાન ખ્રિસ્તીઓ તરફ જતા વધુ સમય નથી લાગ્યો. બંધારણ એકમાત્ર ઢાલ છે જે આપણા લોકોને આવા હુમલાઓથી રક્ષણ આપે છે અને તેનું રક્ષણ કરવું એ આપણું સામૂહિક કર્તવ્ય છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ જે અહેવાલ શેર કર્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે સંસદમાં વક્ફ બિલ સફળતાપૂર્વક પસાર થયા બાદ RSSનું ધ્યાન કેથોલિક ચર્ચની જમીન પર ગયું છે. RSS-સંલગ્ન મેગેઝિન ઓર્ગેનાઇઝરના વેબ પોર્ટલ પર ‘ભારતમાં કોની પાસે વધુ જમીન છે? કેથોલિક ચર્ચ vs.વક્ફ બોર્ડ ચર્ચા’ શીર્ષકવાળા લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે કેથોલિક સંસ્થાનો પાસે 7 કરોડ હેક્ટર જમીનની માલિકી છે અને તેને સૌથી મોટા બિન-સરકારી જમીન માલિક તરીકે વર્ણવવામાં આવ્યા છે.

રાહુલ ગાંધીએ આ બિલની ટીકા કરતા કહ્યું કે, ‘આ બિલ મુસ્લિમોને નબળા પાડવા અને તેમની સંપત્તિ અને ધાર્મિક અધિકારો છીનવી લેવાનો પ્રયત્ન છે. કોંગ્રેસ પાર્ટી આ કાયદાનો સખત વિરોધ કરે છે કારણ કે તે ભારતના મૂળભૂત વિચાર પર હુમલો કરે છે અને કલમ 25, ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે.’

ભારતીય શૂટર સિફત કૌર સમરાએ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો

0

ભારતની યુવા શૂટર સિફત કૌર સમરાએ ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન (ISSF) વર્લ્ડ કપ 2024માં ગોલ્ડ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધાનું આયોજન આ વખતે આર્જેન્ટિનામાં થયું હતું, જ્યાં સિફતે પોતાની શૂટિંગ ક્ષમતા અને ધ્યાનની દ્રઢતા દ્વારા દરેકને મંત્રમુગ્ધ કરી દીધા.

સિફત પંજાબના ફરીદકોટ જિલ્લાના એક નાનકડા ગામથી આવે છે અને તે ખેડૂત પિતાની પુત્રી છે. તેના સંઘર્ષ અને શ્રમની કથા ઘણી વધુ પ્રેરણાદાયક છે. તેણે MBBS જેવી અગત્યની ડિગ્રીનો અભ્યાસ શરૂ કર્યો હતો, પણ મીડિયા અનુસાર તે અભ્યાસ અને શૂટિંગ વચ્ચે સંતુલન સાધવામાં મુશ્કેલી અનુભવી રહી હતી. છતાં, તેણીએ હાર નથી માની અને સતત મહેનત કરી.

વર્ષ 2023માં, સિફતે 50 મીટર થ્રી પોઝિશન રાઇફલ સ્પર્ધામાં બ્રિટનના શૂટર સાયોનેડનો વિશ્વ રેકોર્ડ તોડી, નવા 469.6 પોઈન્ટના રેકોર્ડ સાથે પોતાનું સ્થાન ઇતિહાસમાં નોંધાવ્યું હતું.

નેપાળમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.0ની તીવ્રતા

નેપાળમાં શુક્રવારે સાંજે 7:52 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉત્તરાખંડનું પિથોરાગઢ હતું અને તે 20 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. હાલમાં આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, નેપાળની સાથે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

નેપાળ વિશ્વના સૌથી વધુ સક્રિય ધરતીકંપવાળા વિસ્તારોમાંનું એક છે, જ્યાં ભૂકંપનું જોખમ સતત રહે છે. આ પહેલાં પણ આ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. શુક્રવારે (28 માર્ચ, 2025) મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ભારે તબાહી સર્જાઈ હતી. તે જ દિવસે નેપાળમાં સવારે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના આંચકા બિહાર, સિલીગુડી અને ભારતના અન્ય પડોશી વિસ્તારોમાં પણ અનુભવાયા હતા.

કેનેડામાં ભારતીયની છરીના ઘા મારીને હત્યા, જાણો હાઈ કમિશને શું કહ્યું?

કેનેડાના ઓટાવામાં એક ભારતીયની હત્યાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં કેનેડામાં ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર ઓટાવા નજીક રોકલેન્ડમાં એક ભારતીય નાગરિકની ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પર ભારતીય દૂતાવાસે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમજ વધુમાં જણાવ્યું છે કે, જોકે ઘટનાની વિગતો તાત્કાલિક જાણી શકાઈ નથી. કેનેડા પોલીસે આ હત્યા કેસમાં એક શંકાસ્પદ વ્યક્તિને અટકાયતમાં લીધો છે.

ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું કે, ‘અમે રૉકલેન્ડમાં ભારતીય નાગરિકની ચાકૂ મારીને કરવામાં આવેલી હત્યાથી ખૂબ દુઃખી છીએ. પોલીસે જણાવ્યું છે કે, એક શંકાસ્પદ શખસની અટકાયત કરવામાં આવી છે. અમે સ્થાનિક સમુદાય દ્વારા શોકગ્રસ્ત પરિવારને શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છીએ.’

હાઈ કમિશને સોશિયલ મીડિયા પર લખ્યું , “ઓટાવા નજીક રોકલેન્ડમાં છરાબાજીથી એક ભારતીય નાગરિકના મૃત્યુથી અમને ખૂબ જ દુઃખ થયું છે. પોલીસે માહિતી આપી છે કે આ કેસમાં એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અમે ભારતીયોના સ્થાનિક જૂથ દ્વારા સંપર્કમાં છીએ, જેથી અમે પીડિત પરિવારને શક્ય તેટલી મદદ પૂરી પાડી શકીએ.”

અભિનેતા મનોજ કુમારના અંતિમ સંસ્કાર ટૂંક સમયમાં કરવામાં આવશે, બોલિવૂડ શોકાતૂર

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું શુક્રવારે સવારે નિધન થયું હતું. તેમણે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. આજે શનિવારે સવારે મનોજ કુમારનો પાર્થિવ દેહ પવન હંશ સ્મશાનગૃહે લવાયો હતો. જ્યાં સન્માન સાથે મનોજ કુમારને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનો પાર્થિવ દેહ પંચમહાભૂતોમાં વીલિન થયો હતો. અભિનેતાની વિદાયથી બોલિવૂડ આખું શોકાતૂર થયું હતું.

ઉલ્લેખની છે કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેઓ તેમની દેશભક્તિની ફિલ્મો માટે જાણીતા છે. તેની યાદગાર ફિલ્મોની વાત કરીએ તો તેમાં ‘ક્રાંતિ’, ‘ઉપકાર’, ‘શહીદ’, ‘પૂરબ ઔર પશ્ચિમ’ અને ‘રોટી કપડા ઔર મકાન’ સહિત ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે મનોજ કુમારનું સાચું નામ હરિકૃષ્ણ ગોસ્વામી છે અને તેમનો જન્મ 1937માં થયો હતો.

અભિનેતાની દેશભક્તિની ફિલ્મો એટલી હિટ રહી હતી કે તેમનું નામ જ ‘ભારત કુમાર’ પડી ગયું હતું. તેમના નિધનના સમાચાર સાંભળ્યા બાદ બધા આઘાતમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેમને શ્રદ્ધાંજલિ આપી છે. મનોજ કુમારના પાર્થિવ દેહને સ્મશાનભૂમિમાં લાવવામાં આવ્યો હતો.

ગોળ અને ચણાનો નાસ્તો કરવાથી શરીર બનશે અનેકગણું મજબૂત, જાણો ફાયદા અને નુકશાન

તમે તમારા વડીલોને ચણાની સાથે ગોળ ખાતા અનેકવાર જોયા હશે. ચણા અને ગોળને એકસાથે ખાવાથી માત્ર સ્વાદની દ્રષ્ટિએ જ બહુ સારું નથી, પરંતુ સ્વસ્થ રહેવાની ચાવી પણ તેમાં છુપાયેલા છે. જણાવી દઈએ કે, ગોળ અને શેકેલા ચણાને પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટના પાવર હાઉસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચણા અને ગોળ ખાવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. શરીરની પાચનક્રિયા સુધારવાની સાથે ગોળ અને ચણા શરીરમાં ઉર્જાથી ભરે છે. ગોળ અને ચણા ખાવાથી થાક પણ દૂર થાય છે.

ગોળ અને ચણા બંને ખૂબ જ આરોગ્યપ્રદ અને પોષણથી ભરપૂર છે. ગોળમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઈબર અને પ્રોટીન જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે.

તે જ સમયે ચણામાં પ્રોટીન, ફાઇબર, મેંગેનીઝ, વિટામિન બી6, ફોલેટ અને આયર્નની માત્રા વધુ હોય છે. ગોળ અને ચણાને ઘણી રીતે ખાઈ શકો છો. ઘણા લોકો ગોળ અને ચણાને એકસાથે ભેળવીને ખાય છે, જ્યારે કેટલાક તેને અલગ-અલગ ખાય છે. તેને સાથે ખાવાથી માંસપેશીઓ અને હાડકાં મજબૂત થાય છે. સવારે ખાલી પેટ બંને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જાણો ખાલી પેટે ચણા અને ગોળ ખાવાના ફાયદા.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે
રોજ ખાલી પેટે ગોળ અને ચણા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધુ મજબૂત બને છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ, ઝિંક, સેલેનિયમ જેવા મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. આ તમામ ખનિજો શરીરને ફ્રી રેડિકલથી બચાવવામાં અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં ઘણી મદદ કરે છે. દરરોજ સવારે ખાલી પેટે ગોળ અને ચણા ખાવાના અદ્ભુત કાયદા છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે.
કબજિયાતથી છુટકારો મેળવો
જે લોકોને પેટના દુખાવા અને કબજિયાતની સમસ્યા હોય તેમણે પણ ખાલી પેટે ચણા અને ગોળ ખાવા જોઈએ, તેનાથી અપયો અને કબજિયાતની સમસ્યા હંમેશ માટે દૂર થઈ જશે. ગોળ પાચન ઉત્સેયકોને સુધારે છે. દરરોજ સવારે ખાવાથી પેટ ખૂબ સારી રીતે સાફ થાય છે. આનાથી શરીરમાં જમા થયેલી ગંદકી સંપૂર્ણ રીતે ઠીક થઈ જાય છે.

જે લોકોના શરીરમાં એનિમિયા હોય તેમણે પણ ચણા અને ગોળ ખાવા જોઈએ. ગોળ અને ચણા બંનેમાં પ્રોટીન, પોટેશિયમ અને કાર્બોહાઇડ્રેટ મોટી માત્રામાં જોવા મળે છે. રોજ ખાલી પેટ ચણા અને ગોળ ખાવાથી માંસપેશીઓ સારી રીતે કામ કરે છે. સ્નાયુઓ અને હાડકાંને મજબૂત કરે છે.