Home Blog Page 467

દરેક રાજ્યમાંથી પાકિસ્તાનના નાગરિકોને શોધી પાછા મોકલો: ગૃહ મંત્રી અમિત શાહ

0

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે પાકિસ્તાન સાથે જોડાયેલા તમામ વિઝા રદ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સંદર્ભે ગૃહમંત્રીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. તમામ રાજ્યોને તાત્કાલિક ધોરણે પોતાને ત્યાં રહેતાં પાકિસ્તાનીઓને તેમના વતન મોકલવા આદેશ આપવા કહ્યું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓને તેમના રાજ્યોમાં પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરીને તેમને પાછા મોકલવા જણાવ્યું છે. ગૃહ મંત્રી શાહે શુક્રવારે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી અને તેમને તેમના રાજ્યોમાં રહેલા તમામ પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરવા કહ્યું હતું. આ સાથે તેમણે એ પણ સુનિશ્ચિત કરવા કહ્યું કે તમામ પાકિસ્તાની નાગરિકોને તેમના દેશમાં પાછા મોકલવામાં આવે.

અટારી-વાઘા બોર્ડર પણ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી છે. પાકિસ્તાની નાગરિકોને આ માર્ગે પરત ફરવા માટે એક મે સુધીનો સમય આપવામાં આવ્યો છે. ભારતમાં પાકિસ્તાની હાઈ કમિશનમાં તૈનાત કર્મચારીઓની સંખ્યા 55થી ઘટાડી 30 કરવામાં આવી છે. આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના જૂથ ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ દ્વારા મંગળવારે 22 એપ્રિલે કાશ્મીરના પહલગામમાં હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 26 નિર્દોષ લોકો માર્યા હતાં. અને 17 લોકો ઘાયલ થયા હતાં.

ભારતે તેના પત્રમાં જણાવ્યું હતું કે સંધિમાં ઉલ્લેખિત વસ્તી પરિવર્તન, સ્વચ્છ ઉર્જાના વિકાસ અને પાણી વિતરણ સંબંધિત વિવિધ પરિબળો બદલાયા છે. ભારતે કહ્યું છે કે કોઈપણ સંધિનો અમલ સદ્ભાવનાથી થવો જોઈએ, પરંતુ પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારતે પાકિસ્તાન સરકારને નોટિસ મોકલીને સંધિની કલમ XII (3) હેઠળ સિંધુ જળ સંધિ, 1960 (સંધિ) માં સુધારો કરવાની માંગ કરી છે. પત્રમાં જણાવાયું છે કે સંધિના અમલ પછી પરિસ્થિતિઓમાં મૂળભૂત ફેરફારો માટે સંધિના વિવિધ લેખો હેઠળ જવાબદારીઓનું પુનર્મૂલ્યાંકન જરૂરી છે.

ખંભાતમાં અરજુન ગોહેલને 2019ના નૃશંસ ગુનામાં ફાંસીની સજા ફટકારાઈ

0

ખંભાત સેશન્સ કોર્ટે એક ચકચારી કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલને ફાંસીની સજા ફટકારી છે.

2019માં બનેલી આ ઘટનામાં આરોપીએ બેસતા વર્ષના દિવસે બિસ્કિટ આપવાની લાલચ આપીને બાળકીને લઈ ગયો હતો. ત્યારબાદ તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું અને તેની હત્યા કરી નાખી હતી. બાળકીનો મૃતદેહ કામનાથ મહાદેવ મંદિરની પાછળ આવેલા પાણીના કાંસમાંથી અર્ધનગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો.

આ ગંભીર અપરાધ સંદર્ભે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ રઘુવીર પંડ્યાએ મજબૂત દલીલો રજૂ કરી હતી. તમામ પુરાવાઓ અને સાક્ષ્યોને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યો અને ફાંસીની સજા ફટકારી છે.

પહેલગામ આતંકી હુમલાના જવાબમાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી

0

જમ્મુ-કાશ્મીરમાં પહેલગામ આતંકી હુમલા બાદ સુરક્ષા દળોની મોટી કાર્યવાહી સામે આવી છે. પહેલગામ હુમલામાં સામેલ આતંકીઓ સામે પીએમ નરેન્દ્ર મોદીએ કડક કાર્યવાહી કરવાનું વચન આપ્યું હતું, જેને પગલે સુરક્ષા એજન્સીઓએ વ્યાપક અભિયાન શરૂ કર્યું છે.

આ અભિયાન અંતર્ગત ટ્રાલ વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસે આતંકી આસિફના ઘરે પહોંચી હતી. માહિતી અનુસાર, તેના ઘરમાં વિસ્ફોટક સામગ્રીનો મોટો જથ્થો હતો જેમાં જબરદસ્ત વિસ્ફોટ થયો. બીજી તરફ, આતંકી આદિલના ઘરની સામે પણ કડક પગલાં લેતા જમ્મુ-કાશ્મીર પોલીસે બુલડોઝર ચલાવી તેનું ઘર નષ્ટ કર્યું હતું. નોંધનીય છે કે પહેલગામ હુમલાના બાદ આતંકીઓનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ સુરક્ષા દળોને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા હતા.

સુરક્ષા દળો દ્વારા ટ્રાલમાં જેમાં કાર્યવાહી કરવામાં આવી તે બંને આતંકીઓ લશ્કર-એ-તૈબા સાથે સંકળાયેલા છે. 22 એપ્રિલે બૈસરન વેલીમાં થયેલા આતંકી હુમલાથી જોડાયેલા વીડિયોમાં બંને આતંકી દેખાતા હતા. આસિફ અને આદિલ સહિત અન્ય દહેશતગર્દોને ઠાર કરવા માટે વિશેષ અભિયાન ચાલુ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે અત્યાર સુધીમાં 2000થી વધુ લોકોની પૂછપરછ કરી છે અને ઘણા લોકોને હિરાસતમાં લીધા છે. પહેલગામ હુમલામાં કુલ 26 લોકોના મૃત્યુ થયા હતા જેમાં અનંતનાગના રહેવાસી આદિલ શાહ સિવાય બધી જ હિન્દુઓ હતા. ગુરુવારે મોટા ભાગના મૃતકોને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

NIAની તપાસ, સેનાએ સંભાળ્યો મોરચો
પહેલગામની બૈસરન વેલીમાં ધર્મ પૂછીને લોકોને ગોળી મારી દેવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને એક તરફ NIA દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે તો બીજી તરફ ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ તથા અન્ય સુરક્ષા એજન્સીઓ દહેશતગર્દોની શોધખોળમાં લાગી ગઈ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હુમલામાં સામેલ તમામ આતંકીઓ હજી પણ આજુબાજુના વિસ્તારમાં છુપાઈને બેઠા છે.

મ્યાનમારમાં નવા ભૂકંપની આગાહી કરવા બદલ TikTok જ્યોતિષીની ધરપકડ

મ્યાનમારમાં તાજેતરમાં TikTok પર ભૂકંપ વિશેની ખોટી આગાહી કરી ભારે ગભરાટ ફેલાવનાર એક લોકપ્રિય જ્યોતિષીની ધરપકડ કરવામાં આવી છે. જોન મોએ નામના આ જ્યોતિષીે 9 એપ્રિલના દિવસે એક TikTok વિડિયો પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે 21 એપ્રિલે મ્યાનમારના દરેક શહેરમાં ભૂકંપ આવશે. આ વીડિયોને 30 લાખથી વધુ વ્યૂઝ મળ્યા હતા અને તેમના અનુયાયીઓમાં ચિંતા વ્યાપી હતી. જે લોકોએ આ આગાહી માનેલી, તેમણે ઘર છોડીને ખુલ્લા મેદાનોમાં કેમ્પ લગાવ્યો હતો.

મ્યાનમારના માહિતી મંત્રાલય અનુસાર, જોન મોએ ખોટી માહિતી ફેલાવીને જાહેર ગભરાટ ઉભો કર્યો અને તેના લીધે લોકોમાં ભય અને અનિશ્ચિતતા વધી હતી. એએફપીના રિપોર્ટ પ્રમાણે, તેની ધરપકડ સાગાઈંગ શહેરમાં તેના નિવાસસ્થાને દરોડા પાડીને કરવામાં આવી હતી. જોન મોનું TikTok અકાઉન્ટ હવે બંધ કરી દેવાયું છે, જે પહેલાં 3 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતું હતું અને હસ્તરેખા તથા જ્યોતિષના આધારે આગાહીઓ આપવા માટે જાણીતું હતું.

જ્યોતિષીની આગાહીની બિનજવાબદારી અને ખોટા દાવાઓ સામે કાર્યવાહી કરવી માગતી સરકારનું કહેવું છે કે ભવિષ્યમાં આવા ગુનાઓને અટકાવવાની દિશામાં આ પગલું મહત્વપૂર્ણ છે. ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓની ચોક્કસ આગાહી અસંભવ છે, એવું નિષ્ણાતો પણ જણાવે છે. 28 માર્ચે મ્યાનમારમાં આવેલા 7.7 તીવ્રતાના ભૂકંપ બાદ લોકોનો ડર વધુ વઘારાયો છે.

ડભોઈમાં ભયાનક અકસ્માત, બોલેરોની ટક્કરથી એક પોલીસકર્મી સહિત ત્રણ લોકોના મોત

વડોદરાના ડભોઈના ગોપાલપુરા ગામ નજીક બોલેરો ગાડી અને બાઇક વચ્ચે અકસ્માતમાં પોલીસ કર્મી સહિત ત્રણ વ્યક્તિના મોત થયા છે. જેમાં બેના ઘટનાસ્થળે અને એક વ્યક્તિનું સયાજી હોસ્પિટલમાં મોત થયું છે. અકસ્માત સર્જી બોલેરો ચાલક ફરાર થઈ ગયો હતો. લગ્ન પ્રસંગ અર્થે 3 મિત્રો કવાંટ ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. મૃતક પોલીસ કર્મી મુકેશ સનાભાઇ રાઠવા કપુરાઇ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ મૂળ તુરખેડા જિલ્લો છોટાઉદેપુરના રહેવાસી છે.

બે મિત્રોના ઘટનાસ્થળે મોત
અકસ્માતમાં બે મિત્રો સુરેશ નેરસિંગ રાઠવા તેમજ હરેશ રામસિંગ રાઠવાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થઈ ગયું હતુ. જ્યારે મુકેશ રાઠવાને સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા, પણ સારવાર મળે તે પહેલા તેમનું મોત થયું હતું. અકસ્માતમાં બે મિત્રો સુરેશ નેરસિંગ રાઠવા તેમજ હરેશ રામસિંગ રાઠવાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થઈ ગયું હતુ. જ્યારે મુકેશ રાઠવાને સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા, પણ સારવાર મળે તે પહેલા તેમનું મોત થયું હતું.

મૃતક સુરેશ રાઠવા અને હરેશ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કનલવા ગામના રહેવાસી છે. આ બંને મિત્રોએ પીએસઆઇની પરીક્ષા આપી હોવાની વિગત મળી રહી છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પહલગામ હુમલા બાદ LOC પર તંગદિલી, ભારે ગોળીબાર, આર્મી ચીફ દ્વિવેદી શ્રીનગર રવાના

0

દેશમાં પહલગામ આતંકી હુમલાના વિરોધ અને ગુસ્સાના વચ્ચે LOC (નિયંત્રણ રેખા) પર ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે તણાવ વધ્યો છે. પાકિસ્તાની સેનાએ કેટલીક જગ્યાએ નાની હથિયારોથી ગોળીબારી શરૂ કરી. જેના જવાબમાં ભારતીય સેનાએ પણ કડક પ્રતિસાદ આપ્યો. ઘટનામાં ભારતના બે જવાનોએ ગોળી લાગ્યાની માહિતી મળી રહી છે. ભારતીય સેના આ મામલે વધુ માહિતી એકત્રિત કરી રહી છે. બીજી તરફ, પહલગામના આતંકી હુમલા સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ટૂંક સમયમાં શ્રીનગર અને ઉધમપુર માટે રવાના થશે. રક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ, તેઓ કાશ્મીર ઘાટીમાં તૈનાત સેનાના વરિષ્ઠ કમાન્ડરો અને અન્ય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સાથે મુલાકાત કરશે. તેઓ ઘાટીમાં હાલની સુરક્ષા સ્થિતિનો તાગ લેશે અને LOC પર પાકિસ્તાનની સેના દ્વારા થનારા યુદ્ધવિરામના ઉલ્લંઘનના પ્રયાસોની સમીક્ષા કરશે.

પાકિસ્તાને ગુરુવારે ભારત સાથે થયેલા શિમલા કરાર અને અન્ય દ્વિપક્ષીય કરારોને સ્થગિત કર્યા છે. તેમણે તમામ પ્રકારના વેપાર પર રોક લગાવી છે અને ભારતીય એરલાઇન્સ માટે પોતાના હવાઈ માર્ગને બંધ કરી દીધો છે. સાથે જ પાકિસ્તાને ચેતવણી આપી છે કે સિંધુ જળ સંધિ અંતર્ગત તેમના માટે નિર્ધારિત પાણીના પ્રવાહને રોકવાનો અથવા બદલી નાખવાનો કોઈપણ પ્રયાસ યુદ્ધ સમાન માનવામાં આવશે.

ભારતનો કડક જવાબ ભારતે મંગળવારે પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ બુધવારે 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી અને પાકિસ્તાન સાથેના રાજનૈતિક સંબંધોને ઘટાડી દીધા છે. ભારતે આ નિર્ણય મંગળવારે થયેલા હુમલાના પગલે લીધો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. આ હુમલા જવાબદારી પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના શાખા સંગઠન “ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)” એ સ્વીકારી હતી.

ઈસરોના પૂર્વ અધ્યક્ષ કે કસ્તુરીરંગનનું બેંગલુરુમાં નિધન

0

ભૂતપૂર્વઇસરોચેરમેન ડૉ. કે.કસ્તુરીરંગનમાં મૃત્યુ પામે છેબેંગલુરુઅધિકારીઓને ટાંકીને પીટીઆઈએ અહેવાલ આપ્યો છે. ઈસરોમાં તેમના કાર્યકાળ દરમિયાન, ડૉ. કસ્તુરીરંગન ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન વિકસાવવાના હવાલામાં હતા (પીએસએલવી) પ્રોજેક્ટ, જે ધ્રુવીય ભ્રમણકક્ષામાં ઉપગ્રહો લોન્ચ કરવા માટે એક વિશ્વસનીય વર્કહોર્સ બન્યો.

ડૉ. કે. કસ્તુરીરંગને 27 ઓગસ્ટ, 2003 ના રોજ પોતાનો કાર્યભાર સંભાળતા પહેલા, ભારતીય અવકાશ સંશોધન સંગઠન, અવકાશ આયોગના અધ્યક્ષ અને ભારત સરકારના અવકાશ વિભાગમાં સચિવ તરીકે 9 વર્ષથી વધુ સમય સુધી ભારતીય અવકાશ કાર્યક્રમનું ભવ્ય નેતૃત્વ કર્યું હતું.

સાવરકર પર ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટની ચેતવણી, જાગૃત રહો, જવાબદારીથી બોલો

0

સુપ્રીમ કોર્ટે વીર સાવરકર વિરુદ્ધ કથિત ટિપ્પણી બદલ રાહુલ ગાંધી સામેના માનહાનિના કેસમાં તેમની ટિપ્પણીને ‘બેજવાબદાર’ ગણાવીને ફટકાર લગાવી છે. કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટના તે આદેશ પર સ્ટે આપ્યો, જેમાં રાહુલ ગાંધીને જારી કરાયેલા સમન્સને રદ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

હાઈકોર્ટે રાહત આપવાનો ઇનકાર કર્યો
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની ટિપ્પણીને ‘બેજવાબદાર’ ગણાવી હતી. તેમજ સાવરકર વિરુદ્ધ કથિત ટિપ્પણી બદલ માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને જારી કરાયેલા સમન્સને રદ કરવાનો ઇનકાર કરતા અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ચેતવણી આપતા કહ્યું કે તમે સ્વતંત્રતા સેનાનીઓના ઇતિહાસને સમજ્યા વિના આવું નિવેદન આપી ન શકો. કોર્ટે ચેતવણી આપી હતી કે જો રાહુલ ગાંધી ભવિષ્યમાં આવું નિવેદન આપશે તો અમે આ મામલાની પોતે જ નોંધ લઈશું અને સુનાવણી કરીશું. આપણને આઝાદી અપાવનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે તમે આવું કેવી રીતે વર્તન કરી શકો છો? કાલે તમે મહાત્મા ગાંધીને અંગ્રેજોના નોકર કહેશો કારણ કે તેમણે સાવરકર માટે “ફેથફુલ સર્વન્ટ” લખ્યું હતું.

શું છે આખો મામલો?
લખનઉ સ્થિત વકીલ નૃપેન્દ્ર પાંડેએ રાહુલ ગાંધી વિરુદ્ધ IPCની કલમ 153(A) અને 505 હેઠળ કેસ દાખલ કર્યો હતો કે 17 ડિસેમ્બર, 2022 ના રોજ, મહારાષ્ટ્રના અકોલામાં એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ વીર સાવરકરને અંગ્રેજોના નોકર અને પેન્શનર કહ્યા હતા. પત્રકાર પરિષદમાં પત્રકારોને પહેલા તૈયાર કરેલી પત્રિકાઓ પણ આપવામાં આવી હતી. આ દર્શાવે છે કે રાહુલ ગાંધીએ સમાજમાં નફરત ફેલાવવાના ઈરાદાથી સંપૂર્ણ તૈયારી સાથે તે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

ભારતીય સેનાની મોટી કાર્યવાહી, લશ્કર-એ-તૈયબાનો ટોચનો આતંકવાદી અલ્તાફ ઠાર

0

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષાદળોએ હાથ ધરેલા ઓપરેશનમાં આતંકી જૂથ ટોપ લશ્કરનો કમાન્ડર અલ્તાફ લલ્લીને ઠાર કર્યો છે. પહલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં આજે વહેલી સવારે બાંદીપોરામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ટોપ લશ્કર આતંકવાદી ઠાર થયો છે.

મીડિયા સૂત્રો અનુસાર, પહલગામ આતંકવાદી હુમલાના ષડયંત્રમાં ટોપ લશ્કર આતંકવાદીઓ પણ સંડોવાયેલા હતાં. તેઓએ 22 એપ્રિલના રોજ થયેલા પહલગામ હુમલામાં આતંકવાદીઓને મદદ કરી હોવાના અહેવાલોના પગલે ભારતીય સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધરી ટોપ લશ્કરના આતંકવાદીઓ પર કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં એક આતંકવાદી ઠાર થયો છે. જ્યારે બે જવાન ઘાયલ થયા છે. વધુમાં સેનાએ આ હુમલામાં સંડોવાયેલા સ્થાનિક આતંકવાદીઓના ઘર પર પણ કાર્યવાહી હાથ ધરી છે.

૨૫ એપ્રિલ, ૨૦૨૫ : શુક્રવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ ખુલી શકે છે ભાગ્યના દરવાજા, થઈ શકે છે ધન લાભ, આવકના નવા સ્ત્રોત મળશે, જૂઓ આજનુ રાશિફળ

મેષઃ

નાણાંકીય બાબતોમાં લાભ મળશે. આધાત્મમાં રૂચિ વધશે. કરેલા કાર્યો વિલંબે પૂરા થતા જણા. ભાગ્ય સારૂં છે. માતૃપક્ષની લાભ મેળવી શકાશે. સંતાન તરફથી ચિંતા રહેશે. સ્નાયુનો દુઃખાવો પરેશાન કરે. વિદેશ સંબંધી બાબતો થી લાભ મળશે.

વૃષભઃ

કવિતા, સંગીત જેવી બાબતોમાં રસ વધશે. અભિમાન વઘશે. સ્ત્રી તથા સંતાન તરફતી લાભ મળશે. નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી. દેવું કરવાથી દૂર રહેવું. મિત્રોથી લાભ મળશે. નાની મુસાફરીની શકયતા છે.

મિથુનઃ ‌

દીલમાં અજંપો રહે. આર્થિક બાબતોમાં ફાયદો જણાય. પરિવારમાં સુખ શાંતિનો અનુભવ થાય. કરેલા કાર્ય. ભાગ્યનો આધારે સફળ થતા જણાય. જીવનસાથી ની તબિયતની ચિંતા રહે. ધંધામાં સંઘર્ષ કરવો પડે.

કર્કઃ

માનસિક ચિંતા હળવી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સ્નેહ વધે. મિત્રો થી સારા સમાચાર મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. વિધાર્થી મિત્રો માટે વધુ મહેનત જરૂરી. ખોટા ખર્ચ ટાળવા.

સિંહઃ

ધંધામાંથી આવક વધતાં, આનંદની અનુભુુુતિ થાય. પરિવારના તમામ સભ્યો સાથે સુમેળ વધે. રોકાણો માંથી આવક મળવાના યોગ બને. સંતાન તરફતી ચિંતા. નોકરી માં બઠતી ના સંજોગો શકય બને.

કન્યાઃ

વાણીને કારણે આવક વધતી જણાય. ભાગ્યનો સાથ મળવાથી આનંદ. કાર્ય સફળતા અનુભવાય. મિલકતના પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ આવે. નવું વાચવા, જાણવાનો યોગ બને. આંખની કાળજી જરૂરી.

તુલાઃસંઘર્ષ બાદ કાર્ય સફળ થતા જણાય. ખોટું લાગે અેવા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. સ્વાસ્થ્ય અંગે સાનુકુળતા જણાય. ધાર્મિક આયોજનો માં સમય પસાર થાય. દિવસ દરમ્યાન મિશ્રફળ અનુભવાય.

વૃશ્ચિકઃ

નવા કાર્ય તથા નવા રોકાણ કરી શકાય. નાના ભાઇ બહેન ની જવાબદારી વધે. આવક તથા ખર્ચનું પ્રમાણ સરભર કરી શકાય. ભાગીદારો થી અસંતોષ રહે. ગળાના રોગોથી સાચવવું.

ધનઃ

દિવસ દરમ્યાન અજંપો રહે. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કરેલા કાયો થી પૂર્ણ સંતોષ ન મળે. અચાનક આરોગ્ય બગડે. પડવા વાગવા- અગ્નિ થી સાચવવું. તમામ બાબતોમાં જીવનસાથી નો સહકાર મળે.

મકરઃ

દિવસ દરમ્યાન આનંદ ઉત્સાહમાં વધારો થાય. માન સન્માન માં વૃ‌્ધ્ધિ થાય. આવકનો સ્ત્રોત વધતો જણાય. પરિવારના સભ્યો ની જવાબદારી ઉઢાવવી પડે. આરોગ્ય ની કાળજી રાખવી.

કુંભઃ

ગુસ્સામાં વધારો થાય. આવક અંગે ચિંતા રહે. નાના ભાઇ બહેનને વાઇરલ ઇન્ફેકશન થી સાચવવું. દેવું કરવાથી દૂર રહેવું. પૈસા ફસાઇ જાય. વિદેશ ના સબંધોથી લાભ મેળવી શકાય.

મીનઃ

જુના ગુરૂ-શિક્ષકોને મળવાના યોગ થાય. વડીલોની આમન્યા જળવાય. આધા‌ત્મિક પ્રગતિ થાય. સંતાન થી પ્રેમ વધારે મળે. સ્ત્રી વર્ગથી લાભ થાય. ડાયાબીટીસ. અને વયુના રોગોથી પરેશાની વધે.