Home Blog Page 414

અમદાવાદમાં 242 પેસેન્જર સાથેના એર ઇન્ડિયાના પ્લેન ક્રેશમાં 169ના મોત

0

અમદાવાદમાં ભયંકર વિમાન દુર્ઘટના ઘટી હતી. અમદાવાદથી લંડનના ગેટવિક જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ થયા પછી તરત મેઘાણી નગર વિસ્તારમાં ક્રેશ થઇ હતી. આ વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 2 પાઇલટ અને 10 કેબિન ક્રૂનો સમાવેશ થાય છે. અમદાવાદમાં 242 પેસેન્જર સાથેના એર ઇન્ડિયાના પ્લેન ક્રેશમાં 169ના મોત થયા.

એર ઇન્ડિયાના જણાવ્યા મુજબ ક્રેશ થયેલા બોઇંગ 787-8 એરક્રાફ્ટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા. તેમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિક છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે. વધુ માહિતી પૂરી પાડવા માટે અમે એક પેસેન્જર હોટલાઇન નંબર 1800 5691 444 શરુ કર્યો છે.

અમદાવાદના વરિષ્ઠ પોલીસ અધિકારીએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે ફ્લાઈટ ટેક ઓફ થયાના 2-3 મિનીટમાં જ ક્રેશ થઇ ગઈ હતી. વિમાન જે બિલ્ડીંગ પર પડ્યું હતું એ ડોક્ટર્સની હોસ્ટેલ છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે, લગભગ 70-80 ટકા એરિયા ક્લીયર કરવામાં આવ્યો છે, બાકીની કામગીરી ચાલી રહી છે.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં કોણ કોણ હતું સવાર? જુઓ પેસેન્જરો-ક્રૂની યાદી

મળતી માહિતી પ્રમાણે દુર્ઘટના પહેલાં ફ્લાઇટ ઊંચાઈ 625 ફૂટ નોંધાઈ હતી. એ સમયે ફ્લાઇટ 322 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ઊડી રહી હતી. પછી અચાનક જ ફ્લાઇટની ઊંચાઈ ઘટવા લાગી અને ધડાકાભેર તૂટી પડ્યું.

ફ્લાઇટ ટેક ઓફ થયા પછી તરત જ પાયલટે એટીસીને મેડેકોલ આપ્યો હતો. એટલે કે પાયલટને સૌથી મોટા ખતરાનો અંદાજો આવી ગયો હતો. જો કે એટીસી આ બાબતે કોઈ જવાબ આપે એ પહેલાં જ ફ્લાઇટ 475 ફૂટ પ્રતિ મિનિટની ઝડપે નીચે આવવા લાગી. એટલે ગણતરીની સેકન્ડોમાં જ સેકડો લોકો મોતને મુખમાં ધકેલાઈ ગયા. ફ્લાઈટમાં 169 ભારતીય નાગરિકો સવાર હતા, જ્યારે બ્રિટનની નાગરિકતા ધરાવતા 53, કેનેડાના 1 અને પોર્ટુગલના 7 નાગરિકો હતા.

ફ્લાઇટમાં સવાર ક્રૂ મેમ્બરનું લિસ્ટ

અમદાવાદ વિમાન દુર્ઘટના પર એર ઇન્ડિયાનું પ્રાથમિક નિવેદન જાહેર, જાણો શું કહ્યું

ગુજરાતના અમદાવાદ એરપોર્ટ નજીક મેઘનાની નગર વિસ્તારમાં ગુરુવારે બપોરે એક વિમાન ક્રેશ થયું. આ અકસ્માત અંગે એર ઇન્ડિયાનું પહેલું નિવેદન બહાર આવ્યું છે. એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું છે કે અમદાવાદ-લંડન ગેટવિક ઉડતી ફ્લાઇટ AI171 આજે, 12 જૂન 2025 ના રોજ ક્રેશ થઈ ગઈ હતી. હાલમાં, અમે વિગતો શોધી રહ્યા છીએ અને શક્ય તેટલી વહેલી તકે વધુ માહિતી શેર કરીશું.

ડીજીસીએનું નિવેદન
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ વિમાન દુર્ઘટના અંગે કહ્યું છે કે એર ઇન્ડિયાનું B787 વિમાન VT-ANB અમદાવાદથી ફ્લાઇટ નંબર AI-171 માટે ઉડાન ભર્યાના થોડા સમય પછી ક્રેશ થયું હતું. વિમાનમાં 2 પાઇલટ અને 10 કેબિન ક્રૂ સહિત 242 લોકો સવાર હતા. વિમાનનું નેતૃત્વ કેપ્ટન સુમિત સભરવાલ કરી રહ્યા હતા અને તેમની સાથે ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર પણ હતા.

બચાવ કામગીરી ચાલુ છે
વિમાન દુર્ઘટના અંગે ફાયર ઓફિસર જયેશ ખાડિયાએ જણાવ્યું હતું કે વિમાન પડી ગયા બાદ તેમાં આગ લાગી હતી અને આગ ઓલવવા માટે ફાયર એન્જિનો ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. દુર્ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે, ફાયર સર્વિસ અને અન્ય એજન્સીઓ ઘટનાસ્થળે હાજર છે.

ફાયર બ્રિગેડ, પોલીસ, BSF દ્વારા બચાવ કાર્ય શરૂ
આ દરમિયાન ઈજાગ્રસ્તોની સહાય માટે તાત્કાલિક ધોરણે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ પહોંચી ગઇ છે. આ વિમાનમાં 200થી વધુ મુસાફરો હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની ત્રણ ગાડીનો કાફલો, પોલીસ, NDRF અને BSF જવાનો પણ બચાવકાર્ય માટે પહોંચી ગયા છે અને ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડાઈ રહ્યા છે.

સિવિલ હોસ્પિટલની હોસ્ટેલ-મેસ પર પ્લેન ક્રેશ?
પ્રાથમિક અહેવાલો પ્રમાણે આ પ્લેન ક્રેશ સિવિલ હોસ્પિટલની રેસિડેન્શિયલ હોસ્ટેલ અને મેસ પર પડ્યું હોવાનું કહેવાય છે. આ દરમિયાન એટલો મોટો ધડાકો થયો હતો કે, સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અને દર્દીઓ પણ ગભરાઈ ગયા હતા. એટલું જ નહીં, અનેક દર્દીઓના બ્લડપ્રેશર પણ વધી ગયા છે. ફરજ પરના તબીબોએ પણ પુષ્ટિ કરી છે કે, ધડાકાના કારણે અનેક દર્દીઓની સ્થિતિ નાજુક છે.

અમદાવાદના મેઘાણી નગર IGP ગ્રાઉન્ડમાં પ્લેન ક્રેશ, બચાવ કામગીરી ચાલુ

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલ આઈજીપી ગ્રાઉન્ડમાં આજ રોજ એક નાનું વિમાન ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક લોકોએ વિમાન નીચે પડતું જોઈ તરત જ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી.

મળતી માહિતી મુજબ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે અને રેસ્ક્યૂ કામગીરી માટે તજજ્ઞ ટીમો પણ રવાના થઇ ગઈ છે. અત્યાર સુધી કોઈ જાનહાનિ અંગે સત્તાવાર પુષ્ટિ મળતી નથી. પ્લેન ક્રેશના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ઘટના સ્થળે લોકોની ભારે ભીડ ઉમટી પડી છે અને સ્થાનિક તંત્ર પણ તાત્કાલિક રીતે કાર્યરત બન્યું છે.

અમદાવાદમાં Air Indiaનું પ્લેન ક્રેશ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતીના આધારે અમદાવાદ ફાયર ટીમ ઘટના સ્થળ પર પાંચથી વધારે વાહનો પહોંચ્યા છે. આ તરફ હાલ બચાવ કામગીરી ચાલુ છે. આ તરફ હવે ફ્લાઈટ લંડન તરફ જઈ રહી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. પ્લેનમાં 133 યાત્રીઓ સવાર હોવાની પ્રાથમિક માહિતી સામે આવવી છે.

ભીડનિયંત્રણ અને નાસભાગ રોકવા તમારી પાસે છે કોઈ નવી ટેક્નિક કે આઇડિયા?

તાજેતરમાં બૅન્ગલોરમાં બનેલી નાસભાગની ઘટના પરથી બોધપાઠ લઈને આગામી રથયાત્રા દરમ્યાન લોકોની સલામતી માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આવકારદાયક પગલું ભર્યું છે. અમદાવાદમાં યોજાનારી રથયાત્રામાં આવનારા લાખ્ખો ધાર્મિકજનોની સલામતી માટે જો તમારી પાસે ભીડનિયંત્રણ અને ભાગદોડ રોકવા માટે કોઈ નવી ટેક્નિક કે આઇડિયા હોય તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં એનું ડેમોન્સ્ટ્રેશન બતાવવા આવી શકો છો.

અમદાવાદમાં 27 જૂને ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા યોજાવાની છે ત્યારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આધુનિક સાધનો અને સૉફ્ટવેરના ઉપયોગથી અમદાવાદ શહેરની સુરક્ષાવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પ્રયત્નશીલ છે અને એના ભાગરૂપે તમામ ટેક સ્ટાર્ટઅપ્સને જાહેર સલામતી અને સુરક્ષા ક્ષેત્રે તેમના નવા આઇડિયા બતાવવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

ક્રાઇમ બ્રાન્ચના પોલીસ-ઇન્સ્પેક્ટર જે. કે. મકવાણાએ કહ્યું હતું કે ‘રથયાત્રા દરમ્યાન ભીડનિયંત્રણ, ભાગદોડ રોકવાના ઉપાયો તેમ જ મોટા પાયે જાહેર સમારંભો માટે ઉપયોગી સુરક્ષા સંબંધિત ટેક્નૉલૉજી વિશે ટેક્નિકલ લોકો પાસેથી સૂચનો મગાવ્યાં છે. તેઓ બેટર આઇડિયા આપી શકે છે કે પછી કોઈ ઇનોવેટિવ હોય તો એ બતાવી શકે છે. રથયાત્રામાં લોકોની સેફ્ટી માટે શું કરી શકાય એ માટે કંઈક નવીન ટેક્નિક હોય તો એનું ડેમોન્સ્ટ્રેશન આગામી 13 જૂને ગાયકવાડ હવેલી ખાતે આવેલી ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાં બતાવી શકે છે.’

ગુજરાતથી કેદારનાથ જતા પ્રવાસીઓની બસ પલટાઈ, 18 ઈજાગ્રસ્ત

0

ગુજરાતથી મોટી સંખ્યામાં લોકો ચાર ધામ યાત્રાએ ગયા છે. ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ઉત્તરકાશીથી કેદારનાથ જતી વખતે પલટી ગઈ હતી. જેમાં 18 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બસમાં 30થી વધુ લોકો હતા. સ્થાનિક પોલીસના કહેવા પ્રમાણે યાત્રીઓએ ત્રણ દિવસ પહેલા હરિદ્વારથી ચાર-ધામની યાત્રા માટે વાહન બુક કરાવ્યું હતું અને દુર્ઘટના સમયે કેદારનાથ જઈ રહ્યા હતા.

નવી ટિહરી-ઘનસાલી મોટર માર્ગ પર એક બસ પલટી જવાની માહિતીથી ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

જાણકારી અનુસાર, આજે બુધવાર, 11 જૂનના રોજ એક બસ ઉત્તરકાશીથી કેદારનાથ તરફ જઈ રહી હતી. નવી ટિહરી-ઘનસાલી મોટર માર્ગ પર ટિપરીથી લગભગ 1.5 કિલોમીટર આગળ ડબા ખાલે નામે તોકે નામના સ્થળે પહોંચતા જ બસ અનિયંત્રિત થઈને રસ્તા પર પલટી ગઈ હતી. દુર્ઘટના દરમિયાન બસમાં લગભગ 35 યાત્રીઓ સવાર હતા, જેમાંથી લગભગ 18 લોકો ઘાયલ થયા હતા.

ત્રણ યાત્રી ગંભીર રીતે ઘાયલ
સ્થાનિક લોકોએ પોલીસ પ્રશાસનને આ દુર્ઘટનાની જાણ કરી હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ટીમ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ ટીમ અને એસડીઆરએફ ટીમે ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને બચાવ્યા હતા. બસમાં સવાર ત્રણ યાત્રીઓ આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર નંદગાંવમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા.

ગોવામાં જન્મદિવસ ઉજવવા ગયેલી 3 નાબાલગાઓ પર બળાત્કાર, 4 શખ્સોની ધરપકડ

0

પોલીસે ઉત્તર ગોવા જિલ્લામાં ત્રણ સગીર છોકરીઓ પર બળાત્કાર કરવાના કેસમાં એક ગેસ્ટ હાઉસના માલિક અને મેનેજરની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક જ બિલ્ડિંગમાં રહેતી ૧૧, ૧૩ અને ૧૫ વર્ષની આ છોકરીઓ પર ૭ અને ૮ જૂનના રોજ કાલંગુટ વિસ્તારમાં આવેલા એક ગેસ્ટ હાઉસમાં બે લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાંચેય છોકરીઓ ગેસ્ટ હાઉસમાં રહેવા માટે એકસાથે આવી હતી. આમાંથી બે મોટી છોકરીઓ બહેનો છે.

પોલીસે ગેસ્ટ હાઉસમાંથી છોકરીઓને સુરક્ષિત રીતે બચાવી
પીડિત છોકરીઓના પરિવારે 8 જૂને ફરિયાદ નોંધાવી હતી કે છોકરીઓ આગલા દિવસથી ગુમ છે. પોલીસે ઘણી ટીમો બનાવીને તે જ દિવસે ગેસ્ટ હાઉસમાંથી છોકરીઓને સુરક્ષિત રીતે બચાવી લીધી હતી અને બે યુવાનો, 19 વર્ષીય અલ્તાફ મુજાવર અને 21 વર્ષીય ઓમ નાઈકની ધરપકડ કરી હતી. પોલીસે પુરાવા તરીકે હોટલના એન્ટ્રી રેકોર્ડ, સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો એકત્રિત કર્યા છે.

ગેસ્ટ હાઉસના માલિક અને મેનેજરની ધરપકડ કેમ કરવામાં આવી?
પોલીસ અધિક્ષક રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે ગેસ્ટ હાઉસના માલિક રજત ચૌહાણ (31) અને મેનેજર મન્સૂર પીર (35) ની બુધવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે સગીર છોકરીઓને તેમના માતાપિતાની સંમતિ અને ચકાસણી વિના ગેસ્ટ હાઉસમાં રાખીને કાયદાનું ઉલ્લંઘન કરવા અને ગુનાને પ્રોત્સાહન આપવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે.

ઈદ અને જન્મદિવસની પાર્ટી માટે રૂમ બુક કરાવ્યો
ગોવા પોલીસે જણાવ્યું હતું કે આરોપી અને પીડિતા બધા મિત્રો છે. ઈદ અને જન્મદિવસની પાર્ટીઓ માટે એક હોટલમાં રૂમ બુક કરવામાં આવ્યા હતા. તે બધા જન્મદિવસની ઉજવણી કરવા આવ્યા હતા. પછી પરિસ્થિતિનો લાભ લઈને, મિત્રોએ પોતાના જ મિત્રોને વાસનાનો શિકાર બનાવ્યા અને છોકરીઓ પર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો.

ગેસ્ટ હાઉસ સીલ, લાઇસન્સ રદ કરાશે
પોલીસે જણાવ્યું હતું કે ચારેય આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા, જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ (POCSO) અધિનિયમ અને ગોવા બાળકોના અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એસપીએ કહ્યું, “અમે ગેસ્ટ હાઉસને સીલ કરી રહ્યા છીએ અને તેનું લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો ગેસ્ટ હાઉસના મેનેજર અને માલિક તેના પરિવાર અથવા સંબંધીઓની ગેરહાજરીમાં બાળકને રૂમ આપશે, તો તેમને બક્ષવામાં આવશે નહીં.”

લોરેન્સ બિશ્નોઈને ધમકી આપવા બદલ ઈસરાર ખાન ઉર્ફે છોટેની ધરપકડ, જાણો મામલો

સુરત પોલીસે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ધમકી આપનાર એક વ્યક્તિની હત્યાના પ્રયાસના બીજા કેસમાં ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, મુંબઈમાં સલમાન ખાનના નજીકના ગણાતા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા બાદ સુરત સ્થિત પાગલ ઈસરાર ખાન ઉર્ફે છોટેનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં, તે કારમાં મુસાફરી કરતી વખતે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ધમકી આપી રહ્યો હતો. પોલીસે હત્યાના પ્રયાસના આરોપસર ઈસરાર ખાન ઉર્ફે છોટેની ધરપકડ કરી છે.

દુકાનદાર પાસેથી 10 હજાર રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી
૧૦,૦૦૦ રૂપિયાની ખંડણી ન ચૂકવવા બદલ સ્થાનિક કુખ્યાત વ્યક્તિ ઈસરાર ખાને તેના ભાઈ સાથે મળીને બેકરી માલિક પર ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો. સુરતની ભેસ્તાન પોલીસની માહિતી મુજબ, પાટિયામાં ખલીકુલ મહેતાબ શેખ નામનો વ્યક્તિ બેકરી ચલાવે છે. રવિવારે સાંજે ખલીકુલ શેખ તેની દુકાન પર હતો ત્યારે ઈસરાર અને તેનો ભાઈ ચાર અન્ય લોકો સાથે દુકાને આવ્યા અને કહ્યું કે જો તે અમારા વિસ્તારમાં બેકરી ચલાવવા માંગે છે, તો તેણે દર મહિને 10,000 રૂપિયાનું સાપ્તાહિક પેમેન્ટ ચૂકવવું પડશે. જોકે, જ્યારે ખલીકુલ શેખે સાપ્તાહિક પેમેન્ટ ચૂકવવાનો ઇનકાર કર્યો, ત્યારે ચારેય આરોપીઓએ એકબીજાની મદદથી તેના પર ઘાતક હથિયારોથી હુમલો કર્યો અને છરીના ઘા ઝીંકી દીધા.

પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધ્યો હતો
ખલીકુલ શેખની ફરિયાદના આધારે, સુરતની ભેસ્તાન પોલીસે ઇસરાર ઉર્ફે છોટે અને ઇર્શાદ ઉર્ફે બડે સહિત 4 લોકો સામે હત્યાના પ્રયાસ અને ખંડણી માંગવાનો ગુનો નોંધ્યો છે અને ઇસરાર ખાન ઉર્ફે છોટેની ધરપકડ કર્યા પછી આગળની કાર્યવાહી કરી રહી છે.

પોલીસે ઘટના ફરીથી બનાવી
ભેસ્તાન પોલીસ આરોપી છોટેને લઈને તે વિસ્તારમાં પહોંચી હતી અને સમગ્ર ઘટના સ્થળને ફરીથી બનાવવામાં આવ્યું હતું. આરોપી હાથ જોડીને લોકોની માફી માંગતો જોવા મળ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ ઘટનાસ્થળે હાજર હતા.

કેન્યામાં માર્ગ અકસ્માત: બસ ખાડામાં પડતાં 5 ભારતીયોના મોત, 27 ઘાયલ

કેન્યામાં બસ અકસ્માતમાં ઓછામાં ઓછા 5 ભારતીય નાગરિકોના મોત થયા છે. આ લોકો કતારમાં રહેતા હતા અને રજાઓ ગાળવા કેન્યા ગયા હતા. દોહામાં ભારતીય દૂતાવાસે આ અકસ્માતની માહિતી આપી છે. દૂતાવાસે ‘X’ પર પોસ્ટ કર્યું હતું કે, “કતારથી 28 ભારતીયોનું એક જૂથ કેન્યાની યાત્રા પર હતું, જ્યાં તેઓ જે બસમાં મુસાફરી કરી રહ્યા હતા તે દુર્ભાગ્યે અકસ્માતનો ભોગ બની.” નૈરોબીમાં ભારતીય હાઈ કમિશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને શક્ય તમામ મદદ પૂરી પાડી રહ્યા છે.

ભારતીય હાઈ કમિશન શક્ય તમામ મદદ કરી રહ્યું છે.
નૈરોબીમાં ભારતીય હાઈ કમિશને ‘X’ પર પોસ્ટ કર્યું, “ન્યાન્દારુઆ કાઉન્ટીના ઓલ જોરોરોક-નાકુરુ રોડ પર થયેલા દુ:ખદ માર્ગ અકસ્માતથી અમે ખૂબ જ દુઃખી છીએ, જેમાં 5 ભારતીય નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો.” હાઈ કમિશને કહ્યું, “શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. અમે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ. હાઈ કમિશનની કોન્સ્યુલર ટીમ ઘટનાસ્થળે છે અને તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે નજીકના સંપર્કમાં છે.

બસ ખાડામાં પડી ગઈ
એક અહેવાલ મુજબ, ભારતીય પ્રવાસીઓ જે બસમાં મુસાફરી કરી રહ્યા હતા તે બસ ઉત્તરપૂર્વીય ન્યાન્દારુઆ કાઉન્ટીમાં નિયંત્રણ બહાર ગઈ અને ખાડામાં પડી ગઈ. અખબારે સમુદાયના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે આ અકસ્માતમાં દક્ષિણ ભારતના ઓછામાં ઓછા પાંચ પ્રવાસીઓ માર્યા ગયા છે. મૃતકોની ઓળખ હજુ સુધી ચકાસવામાં આવી નથી, જ્યારે 27 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને કેન્યાની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

મુસાફરો માટે રાહત: રેલવે મુસાફરોને હવે 24 કલાક પહેલા મળશે સીટ કન્ફર્મેશનનું નોટિફિકેશન

0

ભારતીય રેલ્વે તેના મુસાફરોને મોટી રાહત આપવા પર કામ કરી રહી છે. ટૂંક સમયમાં મુસાફરોને મુસાફરીના 24 કલાક પહેલા સીટ કન્ફર્મેશનનું અપડેટ મળવાનું શરૂ થશે. હાલમાં આ માહિતી 4 કલાક પહેલા મળે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર અનુસાર, રેલ્વે એક એવી સિસ્ટમ પર કામ કરી રહી છે જેના હેઠળ ટ્રેનના પ્રસ્થાનના 24 કલાક પહેલા કન્ફર્મ સીટો સાથે પેસેન્જર ચાર્ટ જારી કરવામાં આવશે, તેના બદલે ટ્રેનના પ્રસ્થાનના માત્ર ચાર કલાક પહેલા જારી કરવામાં આવે છે. હાલમાં, વેઈટિંગ ટિકિટ ધરાવતા મુસાફરો, ખાસ કરીને દૂરના વિસ્તારોમાંથી ટ્રેન પકડવા આવતા મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સીટ કન્ફર્મેશનનું અપડેટ 24 કલાક પહેલા મળવાથી તેમને મોટી રાહત મળશે.

પાયલોટ રન શરૂ થયો
એક વરિષ્ઠ રેલ્વે અધિકારીએ જણાવ્યું હતું કે રાજસ્થાનના બિકાનેર ડિવિઝનમાં 6 જૂનથી એક પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો હતો જેથી 24 કલાક અગાઉ સીટ કન્ફર્મેશન અપડેટ્સ મળી શકે અને અત્યાર સુધી કોઈ સમસ્યા આવી નથી. કોઈપણ સમસ્યાને ઓળખવા અને તેને ઠીક કરવા માટે અમે આ પાયલોટ રન થોડા અઠવાડિયા સુધી ચલાવીશું. ઉદાહરણ તરીકે, 100 કિમી કે તેથી વધુ દૂરથી આવતા મુસાફરો જો 24 કલાક અગાઉ માહિતી મેળવે તો તેઓ કોઈપણ મુશ્કેલી વિના રેલ્વે સ્ટેશન પહોંચી શકશે.

24 કલાક પહેલા ચાર્ટ રિલીઝ કરવામાં કોઈ સમસ્યા નથી.
અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, “ટ્રેન પ્રસ્થાનના નિર્ધારિત સમયના 48 કલાક પહેલા તત્કાલ ટિકિટ બુક કરવામાં આવતી હોવાથી, એક દિવસ પહેલા સંપૂર્ણ ચાર્ટ જાહેર કરવામાં કોઈ સમસ્યા રહેશે નહીં.” હાલમાં, એ સ્પષ્ટ નથી કે રેલ્વે પુષ્ટિ થયેલ રિઝર્વેશન ધરાવતા મુસાફરોની બીજી અને ત્રીજી યાદી જાહેર કરશે કે કેમ કારણ કે પુષ્ટિ થયેલ ટિકિટ ધરાવતા ઘણા મુસાફરો છેલ્લા 24 કલાકમાં તેમના બુકિંગ રદ કરે તેવી શક્યતા છે. “પાયલોટને દોડવા દો અને પછી મુસાફરોના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે,” એક સૂત્રએ જણાવ્યું હતું. અગાઉ, રેલ્વે રિઝર્વેશન ચાર્ટ સામાન્ય રીતે બે વાર તૈયાર કરવામાં આવતા હતા. પહેલો ચાર્ટ ટ્રેનના નિર્ધારિત પ્રસ્થાન સમયના ચાર કલાક પહેલા તૈયાર કરવામાં આવતો હતો અને બીજો અથવા અંતિમ ચાર્ટ ટ્રેન પ્રસ્થાનના 30 મિનિટ પહેલા તૈયાર કરવામાં આવતો હતો.