Home Blog Page 395

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી ભારે તબાહી, 8 ઘરો ધોવાઈ ગયા, 9 લોકો ગુમ

0

પૂર અને વરસાદ વચ્ચે, હિમાચલ પ્રદેશથી ભારે વિનાશના ફોટા આવી રહ્યા છે જ્યાં મંડીના ધરમપુર, લોંગનીમાં વાદળ ફાટવાના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે કારસોગ ખીણમાં વાદળ ફાટવાથી પૂર જેવી સ્થિતિ છે જેમાં 7 થી 8 ઘરો ધોવાઈ ગયા છે. ઘણા વિસ્તારોમાં વાહનો ધોવાઈ ગયા છે અને લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે. તે જ સમયે, કુલ્લુની બંજર ખીણમાં તીર્થન નદીનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે જ્યાં પૂર અને વરસાદ પછી ડઝનબંધ રસ્તાઓ તૂટી ગયા છે.

કારસોગમાં પૂરથી કાર પલટી ગઈ
કારસોગના મેગલીમાં, ગટરનું પાણી ગામમાંથી વહેવા લાગ્યું જેના કારણે લગભગ 8 ઘરો અને બે ડઝન વાહનો તેમાં ફસાઈ ગયા. પંડોહમાં, ગટર એટલું ભયંકર સ્વરૂપ ધારણ કરી ગયું કે ગામમાં પાણી ભરાઈ ગયા, ત્યારબાદ મધ્યરાત્રિએ ઘણા ઘરોના લોકો મુખ્ય માર્ગ પર પહોંચી ગયા. પંડોહમાં સ્થિત પોલીસ કેમ્પે લોકોને રહેવા માટે જગ્યા પૂરી પાડી.

ધરમપુરમાં નદીનું પાણી જમીનથી લગભગ 20 ફૂટ ઉપર વહેવા લાગ્યું, જેના કારણે બજાર અને બસ સ્ટેન્ડ ડૂબી ગયા. થુનાગમાં, મુખ્ય બજારના રસ્તા પર નાળું વહેવા લાગ્યું. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા, જેના કારણે લોકોએ રાત જાગીને વિતાવી. ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે, લોકોને તેમની અંગત સંપત્તિનું નુકસાન થયું છે, જ્યારે રસ્તાઓ પર વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો છે.

આજે હિમાચલમાં હવામાન કેવું રહેશે?
હિમાચલ પ્રદેશમાં ચોમાસાનું ઉગ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે, તો પહાડોમાં તિરાડો અને રસ્તાઓ પર કાટમાળ પડવાથી લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 01 જુલાઈથી 06 જુલાઈ દરમિયાન હિમાચલ પ્રદેશમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે.

ઓમાન જતાં જહાજમાં લાગી આગ, 14 ગુજરાતીઓના રેસ્ક્યુ માટે ઓપરેશન શરૂ

0

ગુજરાતના કંડલા બંદરથી એક જહાજ ઓમાન જવા માટે રવાના થયું હતું. ઓમાનના અખાત પાસે જહાજમાં ભાષણ આગ ફાટી નીકળી હતી. જે બાદ જહાજ તરફથી ઈમરજન્સી કોલ આપવામાં આવ્યો હતો. આ કોલ બાદ ઓમાનની ખાડીમાં ભારતીય નૌકાદળના સ્ટીલ્થ ફ્રિગેટ INS તબરે એક જહાજ પર લાગેલી આગને કાબૂમાં લેવાનું સાથે બચાવ કાર્ય હાથ ધર્યું છે.

ઓમાનના અખાતમાં MT Yi Cheng 6 નામના જહાજમાં આગ લાગી હતી, જેને બુઝાવવા માટે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS તબરેએ રેસ્ક્યુ- ઓપરેશન શરૂ કર્યુ છે. INS તબરેને આગ લાગેલા જહાજ તરફથી ડિસ્ટ્રેસ કોલ મળ્યો હતો. ત્યાર બાદ INS પર હાજર ટીમ એક્શનમાં આવી હતી.

MT Yi Cheng 6 નામનું આ જહાજ પુલાઉ (એક દેશ)નું છે અને એના એન્જિન રૂમમાં ભીષણ આગ લાગી હતી અને જહાજ પર સંપૂર્ણ વીજળી ડૂલ થઈ ગઈ હતી. આ પછી INS તબરની ટીમ- 13 ભારતીય નૌકાદળના કર્મચારીઓ અને 5 ક્રૂ-સભ્યોએ તાત્કાલિક રેસ્ક્યુ-ઓપરેશન શરૂ કર્યું હતું.

જહાજ કંડલાથી શિનાસ, ઓમાન જઈ રહ્યું હતું
MT Yi Cheng 6 ગુજરાતના કંડલાથી શિનાસ, ઓમાન જઈ રહ્યું હતું ત્યારે તેને ડિસ્ટ્રેસ કોલ મળ્યો. MT Yi Cheng 6માં 14 ભારતીય ક્રૂ-સભ્ય સવાર હતા.

આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ
ભારતીય નૌકાદળે X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે INS તબર તરફથી તાત્કાલિક મદદ માટેની અપીલ સ્વીકારવામાં આવી હતી. INS તબરમાંથી ફાયરની ટીમો અને સાધનો બોટ અને હેલિકોપ્ટરની મદદથી આગ લાગેલા જહાજ પર મોકલવામાં આવ્યાં હતાં. ફાયરની ટીમમાં 13 ભારતીય નૌકાદળના કર્મચારીઓ અને ટેન્કરના પાંચ ક્રૂ-સભ્યો સામેલ છે. આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. જહાજ પરની આગ હવે ઓછી થવા લાગી છે.

સુપ્રીમ કોર્ટે લલિત મોદીને આપ્યો કાયદાનો ઝટકો, BCCIને ચૂકવવા પડશે કરોડોની રકમ

0

એન્ફોર્સમેન્ટ ડિરોક્ટેરેટે ભાગેડુ લલિત મોદીને 10.65 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યા બાદ હવે સુપ્રીમ કોર્ટે પણ ઝટકો આપ્યો છે. લલિત મોદીએ ઈડીની દંડાત્મક કાર્યવાહી વિરુદ્ધ કરેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ઈડીએ દંડ ફટકારેલ રકમ બીસીસીઆઈને ચૂકવવા લલિત મોદીને નિર્દેશ આપવા કોર્ટને વિનંતી કરી હતી. જોકે સુનાવણી કરી રહેલા ન્યાયાધીશ પી.એસ.નરસિમ્હા અને ન્યાયાધીશ આર.મહાદેવનની બેંચે કહ્યું કે, ‘લલિત મોદીને કાયદા મુજબ વૈકલ્પિક ઉપાયોનો લાભ મેળવવાનો અધિકાર છે.’

અગાઉ મુંબઈ હાઈકોર્ટે લલિત મોદીની અરજી રદ કરી હતી
19 ડિસેમ્બર-2024ના રોજ મુંબઈ હાઈકોર્ટે લલિત મોદી પર એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના ઉલ્લંઘન બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમને ફટકારાયેલ 10.64 કરોડ રૂપિયાના દંડની ચુકવણી બીસીસીઆઈને કરવા નિર્દેશ આપવાની માંગ કરતી તેમની અરજીને ફગાવી દીધી હતી.

‘લલિત મોદીએ કરેલી અરજી સંપૂર્ણ ભ્રામક’
હાઈકોર્ટે કહ્યું હતું કે, લલિત મોદીએ કરેલી અરજી સંપૂર્ણ ભ્રામક છે, કારણ કે ન્યાયિક સત્તાવાળાઓ FEMA હેઠળ લલિત મોદીને દંડ ફટકાર્યો હતો. તેણે અરજીમાં કહ્યું કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)માં મારી ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ હતી. આ દરમિયાન તેઓ BCCIની પેટા સમિતિ, ઈન્ડિયન પ્રીમિયર લીગ ગવર્નિંગ બોડીના અધ્યક્ષ પણ હતા. અરજીમાં દાવો કરાયો હતો કે બીસીસીઆઈએ તેમને પેટા-નિયમો મુજબ વળતર આપવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન પ્રિમિયર લીગના કમિશ્નર તરીકેના કાર્યકાળ દરમિયાન 2009માં લલિત મોદી પર આઈપીએલના ટીવી રાઈટ આપવામાં કરોડો રુપિયાનુ કમિશન લેવા સહિતના વિવિધ આરોપ લાગ્યા હતા.એ પછી ધરપકડ છોડીને બચવા માટે 2010માં ફરાર થઈને બ્રિટન પહોંચી ગયેલા લલિત મોદીએ વાનુઆતુ નામના ટાપુ દેશની તાજેતરમાં નાગરિકતા લઈ લીધી છે. ભારત સરકાર 2018થી તેમના પ્રત્યાર્પણ માટે પ્રયત્ન કરી રહી છે, પણ હજી સુધી સફળતા મળી નથી.

નાની ઉંમર, મહાન નિર્ણય: 13 વર્ષની બાળકીના લીવર અને કિડનીએ બચાવ્યા અનેક પ્રાણ

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 48 કલાકમાં ત્રણ સફળ અંગદાન થયા છે. અગાઉ સુરતના બમરોલીના શર્મા અને નર્મદાના વસાવા પરિવાર બાદ આજે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાની બ્રેઈનડેડ થયેલી 13 વર્ષીય કિશોરીનું અંગદાન થતા વધુ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. નવી સિવિલ હોસ્પિટલથી આ સાથે ૭૦મુ અંગદાન થયું છે.

તાપી જિલ્લાના કુકુરમુંડા તાલુકાના બાલદા ગામના આદિવાસી ફળિયામાં રહેતા અનિલભાઈ જરીયાભાઈ ઠાકરે ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 13 વર્ષીય પુત્રી મનિષાને તા.20મી જૂને તાવ, લોહીનું ઓછું પ્રમાણ અને માથાના દુ:ખાવો હોવાથી નજીકના ખાનગી દવાખાને લઈ જવાઈ હતી અને 2 બોટલ રક્ત ચઢાવવામાં આવ્યું હતું. તબિયત ગંભીર હોવાથી તા .26મીએ નંદુરબારની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં સીટી સ્કેનમાં માથાના પાછળના ભાગમાં ગાંઠ હોવાનું જણાયું હતું. જેથી વધુ સારવાર માટે તા.૨૬મીએ 108 દ્વારા સુરત નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ અને ત્યારબા ICU માં શિફ્ટ કરવામાં આવી.

તા.30મીએ RMO ડૉ.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડૉ.જય પટેલ, ન્યુરોસર્જન ડૉ.કેયુર પ્રજાપતિ દ્વારા મનિષાને તા.30મીએ બપોરે વહેલી સવારે બ્રેઈનડેડ જાહેર કરાઈ હતી. ત્યારબાદ ઠાકરે પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, RMO ડૉ.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. આ આદિવાસી પરિવારે અંગદાનના પૂણ્યકાર્યમાં સંમતિ આપીને માનવતાની ફરજ નિભાવી હતી. સ્વ.મનિષાના પિતા અનિલભાઈ, માતા પ્રમિલાબેન, બે ભાઈઓ કનિલાલ અને કાર્તિકે સમંતિ આપતા અંગદાન પ્રક્રિયા કરવામાં આવી હતી. બે કિડની અને લીવર અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલીપદાદા દેશમુખે જણાવ્યું હતું કે, અંગદાન જનજાગૃત્તિ અભિયાન હવે જનઆંદોલન બન્યું છે. અંગદાન એ મહાદાન છે અને બ્રેઈનડેડના અંગોથી કોઈને જીવનદાન મળી શકે છે. સમાજમાં અંગોની જરૂરિયાતવાળા લોકોના જીવન બચાવવાના સંકલ્પને પ્રેરણા આપી એક સામૂહિક ઝુંબેશ બને તેવો પ્રયાસ કરી રહ્યા છીએ, જેમાં હવે ગામડાના લોકો પણ સહભાગી બની રહ્યા છે, ગ્રામજનોની સેવાભાવના સરાહનીય છે. વિશેત: આમનાગરિકો, સામાજિક અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ સામૂહિક પ્રયાસો સાથે અંગદાનને જનઆંદોલન બનાવવા આગળ આવે તે અતિ આવશ્યક છે. તાપી જિલ્લાના ઠાકરે પરિવારે પોતાની ૧૩ વર્ષીય બાળકીના અંગોનું દાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.

અમેરિકામાં ફાયર ફાઇટર્સ પર ઘાતકી હુમલો, 2 લોકોના ઘટનાસ્થળે મોત

અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ભયાનક ઘટના બની છે. ઉત્તરી ઇડાહોના પર્વતીય વિસ્તારમાં આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહેલા અગ્નિશામક દળ પર બંદૂકધારીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 2 લોકોના મોત થયા છે. આ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં અરાજકતાનો માહોલ છે. હુમલામાં એક કર્મચારી ઘાયલ થયાના પણ સમાચાર છે. ઇડાહોના ગવર્નર બ્રેડ લિટલે તેને એક જઘન્ય હુમલો ગણાવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બંદૂકધારી પણ પાછળથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. જોકે, અધિકારીઓએ તેની ઓળખ જાહેર કરી નથી.

હુમલો ક્યારે થયો હતો ખબર છે?
કુટેનાઈ કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે કોયુર ડી’એલેનની ઉત્તરે કેનફિલ્ડ માઉન્ટેન પર લાગેલી આગને કાબુમાં લેવા માટે ક્રૂ કામ કરી રહ્યા હતા. જ્યારે ક્રૂ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ગોળીબારનો અવાજ સંભળાયો. શેરિફ બોબ નોરિસે જણાવ્યું હતું કે અધિકારીઓએ જણાવ્યું હતું કે ગોળીબારમાં માર્યા ગયેલા લોકોમાંથી બે અગ્નિશામક હતા. નોરિસે કહ્યું હતું કે તેમને ખબર નથી કે બીજા કોઈને ગોળી વાગી છે કે નહીં.

‘લોકો ડરી ગયા છે’
નોરિસે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “અમને ખબર નથી કે ત્યાં કેટલા શંકાસ્પદ લોકો છે અને મૃતકોની સંખ્યા વિશે કોઈ માહિતી નથી. તેમણે કહ્યું, “અમારું અનુમાન છે કે શંકાસ્પદે આગ લગાવી હતી અને તે એક આયોજિત હુમલો હતો. આને કારણે, અગ્નિશામકોને સ્વસ્થ થવાની કોઈ તક મળી નથી.” શેરિફે કહ્યું કે લોકો ડરી ગયા છે અને હજુ પણ ટેકરી પરથી નીચે આવી રહ્યા છે, તેથી એવો અંદાજ છે કે “કેટલાક લોકો હજુ પણ ત્યાં ફસાયેલા હોઈ શકે છે.”

તેલંગાણા ભાજપના નેતા ટી રાજા સિંહે ભાજપમાંથી રાજીનામું આપ્યું, જાણો કારણ?

0

તેલંગાણાના ફાયરબ્રાન્ડ નેતા અને ગોશામહલના ધારાસભ્ય ટી રાજા સિંહે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માંથી રાજીનામું આપી દીધું છે. તેલંગાણા ભાજપ પ્રમુખ તરીકે એક નવું નામ સામે આવ્યા બાદ તેમણે આ નિર્ણય લીધો છે. પ્રદેશ ભાજપ પ્રમુખ પદ માટે હાઇકમાન્ડે એન રામચંદ્ર રાવના નામ પર સંમતિ દર્શાવી છે. તેનાથી નારાજ થઈને ટી રાજા સિંહે વર્તમાન પ્રદેશ પ્રમુખ બંદી સંજય કુમારને પોતાનું રાજીનામું મોકલી દીધું છે.

ભલે હું પાર્ટી છોડી રહ્યો છું… પણ
પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત સાથે, ટી રાજા સિંહે એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, ‘ભલે હું પાર્ટી છોડી રહ્યો છું, હું હિન્દુત્વની વિચારધારા પ્રત્યે સંપૂર્ણ પ્રતિબદ્ધ છું અને આપણા ધર્મ અને ગોશામહલના લોકોની સેવા કરું છું. હું મારો અવાજ ઉઠાવતો રહીશ અને હિન્દુ સમુદાય સાથે વધુ મજબૂત રીતે ઊભો રહીશ.’

આ એક મુશ્કેલ નિર્ણય છે પણ તે જરૂરી છે – ટી રાજા સિંહ
ટી રાજા સિંહે પત્રમાં આગળ લખ્યું, ‘આ એક મુશ્કેલ નિર્ણય છે, પણ જરૂરી છે. ઘણા લોકોના મૌનને સંમતિ ન માનવી જોઈએ. હું ફક્ત મારા માટે જ નહીં, પરંતુ અસંખ્ય કાર્યકરો અને મતદારો માટે બોલી રહ્યો છું જેઓ વિશ્વાસ સાથે અમારી સાથે ઉભા હતા અને જેઓ આજે નિરાશ થઈ રહ્યા છે.’

પીએમ મોદી, નડ્ડા અને અમિત શાહને ખાસ અપીલ
ગોશામહલના ધારાસભ્ય રાજા સિંહે કહ્યું, ‘હું અમારા વરિષ્ઠ નેતૃત્વ – માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, અમિત શાહજી અને બીએલ સંતોષજીને પણ નમ્રતાપૂર્વક અપીલ કરું છું કે તેઓ આ માર્ગ પર પુનર્વિચાર કરે. તેલંગાણા ભાજપ માટે તૈયાર છે, પરંતુ આપણે તે તકનો આદર કરવા માટે યોગ્ય નેતૃત્વ પસંદ કરવું જોઈએ અને તેને હાથમાંથી ન જવા દેવી જોઈએ.’ પત્રના અંતે, ટી રાજા સિંહે ‘જય હિંદ. જય શ્રી રામ’ ના નારા સાથે પોતાનું ભાષણ સમાપ્ત કર્યું.

વિકાસ સહાય આવતીકાલે થશે નિવૃત્તિ, રાજ્ય સરકાર આપી શકે છે એક્સટેન્શન !

ગુજરાત રાજ્યના નવા પોલીસ વડાની આજે જાહેરાત થશે. ડિજીપી વિકાસ સહાય આજે નિવૃત થઈ રહ્યાં છે. વિકાસ સહાયને 3 મહિનાનું એક્સટેન્શન મળે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. તેમજ નવા DGP તરીકે જી.એસ.મલિક અને સિનિયોરિટી પ્રમાણે કે.એલ.એન. રાવનું નામ પણ મોખરે જોવા મળી રહ્યું છે.

ડીજીપી વિકાસ સહાય આજે નિવૃત થશે
રાજયના ડીજીપી વિકાસ સહાય આજે નિવૃત થઈ રહ્યાં છે, તે સમય દરમિયાન તેમને એકસટેન્શન આપવાની ચર્ચા પણ માર્કેટમાં ચાલી રહી છે. આમ જોવા જઈએ તો ડીજીપીનો ચાર્જ ઈન્ચાર્જ તરીકે પણ કોઈ અધિકારીને સોપાઈ શકે છે. વિકાસ સહાય પછી સિનિયર અધિકારીની વાત કરીએ તો મનોજ અગ્રવાલનું નામ પણ છે, તો મનોજ અગ્રવાલને પણ ચાર્જ સોંપાઈ શકે છે. કેમકે મનોજ અગ્રવાલ સપ્ટેમ્બર મહિનામાં નિવૃત થઈ રહ્યાં છે, મનોજ અગ્રવાલને 3 મહિના માટે ડીજીપી બનાવી શકાય તેવી વાત પણ સૂત્રો તરફથી મળી રહી છે.

ભારત-અમેરિકા વેપાર સોદા પર નાણામંત્રી નિર્મલા સીતારમણનું મોટું નિવેદન

0

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવતાની સાથે જ તેમણે સમગ્ર વિશ્વમાં પારસ્પરિક ટેરિફ લાદીને સનસનાટી મચાવી દીધી. પરંતુ ટેરિફ યુદ્ધની અર્થતંત્ર પર અસર અને વિવિધ દેશોની સરકારો સાથેની વાટાઘાટો પછી, આ ટેરિફના અમલીકરણની તારીખ લંબાવવામાં આવી અને ટ્રમ્પે થોડા સમય માટે રાહત આપી. ભારત માટે પારસ્પરિક ટેરિફની અંતિમ તારીખ 9 જુલાઈ હતી.

હવે જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સના પારસ્પરિક ટેરિફ ટાળવા માટે 9 જુલાઈની અંતિમ તારીખ નજીક આવી રહી છે, ત્યારે ભારત સરકારે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા સાથે એક સરળ સોદો કરવાનો સંકેત આપ્યો છે. પરંતુ તે જ સમયે, તેણે ભારતના ખેડૂતો અને પશુપાલકોના શ્રેષ્ઠ હિતને સુનિશ્ચિત કરવા માટે જરૂરી લાલ રેખા દોરવાની સ્પષ્ટ પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે.

ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કે નવી દિલ્હી સાથેના વચગાળાના દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) ભારતીય બજારને અમેરિકા માટે “ખુલ્લું” કરશે, નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું: “હા, અમને એક મોટો, સરસ, સુંદર સોદો કરવો ગમશે; કેમ નહીં?”

શું ભારત-અમેરિકા વેપાર સોદા પર સંમત થયા છે?
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે તાજેતરમાં એમ પણ કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરાર અંગેની સ્થિતિ જુલાઈ 8 સુધીમાં સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે. ટ્રમ્પના મતે, આ કરારમાં આવનારા તમામ અવરોધો ટૂંક સમયમાં દૂર થઈ શકે છે અને તેમાં IT, ઉત્પાદન, સેવાઓ તેમજ ઓટોમોબાઈલ જેવા ક્ષેત્રોનો સમાવેશ થઈ શકે છે. જોકે, ભારતીય પક્ષ તરફથી નાણામંત્રીના નિવેદન બાદ પણ આ કરાર અંગેની સંપૂર્ણ પરિસ્થિતિ હજુ સ્પષ્ટ નથી. આ અંગે ટૂંક સમયમાં વધુ અપડેટ મળવાની શક્યતા છે.

ભારત માટે વેપાર કરારનું મહત્વ
નાણામંત્રી નિર્મલા સીતારમણે ફાઇનાન્સિયલ એક્સપ્રેસને આપેલા એક ઇન્ટરવ્યુમાં અમેરિકા સાથેના વેપાર કરાર ભારત માટે શા માટે મહત્વપૂર્ણ છે તે પણ સમજાવ્યું. તેમણે કહ્યું, “આપણે જે બિંદુએ છીએ અને આપણા ધ્યેય મુજબ, મજબૂત અર્થતંત્રો સાથે આપણે જેટલા વહેલા આવા કરાર કરીશું, તે આપણા માટે વધુ સારા રહેશે.” આ દર્શાવે છે કે ભારત વૈશ્વિક સ્તરે મજબૂત આર્થિક ભાગીદારી બનાવવા આતુર છે, પરંતુ તે પોતાના રાષ્ટ્રીય હિતો સાથે કોઈ સમાધાન કરવા તૈયાર નથી.

કોલકાતા વિદ્યાર્થિની ગેંગરેપ મામલે સુપ્રીમમાં અરજી, CBI દ્વારા તપાસની માંગ

0

કોલકાતામાં એલએલબીની વિદ્યાર્થિની પર થયેલા ગેંગરેપના કેસમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલ સત્યમ સિંહે સોમવારે (30 જૂન, 2025) એક અરજી દાખલ કરી માગ કરી છે કે આ સમગ્ર કેસની તપાસ કોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઈ દ્વારા કરવામાં આવે. આ સાથે નિર્ધારિત સમયમર્યાદામાં તપાસ પૂર્ણ કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટના વકિલે અરજીમાં પીડિતાને સુરક્ષા અને વળતરની પણ માંગ કરી છે. અરજદારે તૃણમૂલ સાંસદ કલ્યાણ બેનર્જી અને ધારાસભ્ય મદન મિત્રાના પીડિતા વિશે અપમાનજનક નિવેદનોનો પણ ઉલ્લેખ કર્યો છે.

મમતા સરકાર સામે દેખાવો કર્યા
25 જૂનના રોજ, દક્ષિણ કલકત્તા લો કોલેજના પ્રથમ વર્ષની વિદ્યાર્થિની પર બે સિનિયર વિદ્યાર્થીઓ અને એક ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા ગેંગરેપનો મામલો સામે આવતા ભાજપ અને કોંગ્રેસ પાર્ટીએ ગુસ્સે ભરાઈને મમતા સરકાર સામે દેખાવો કર્યા છે. બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નો ઉભા કર્યા છે. કોંગ્રેસે રવિવારે શહેરના ખિદ્દરપુર વિસ્તારમાં એક રેલી કાઢી હતી અને ભાજપની યુવા પાંખના સભ્યોએ હાથીબાગન વિસ્તારમાં એક રેલી કાઢી હતી અને બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની બગડતી સ્થિતિનો આરોપ લગાવ્યો હતો અને દરેક મહિલા માટે સુરક્ષાની માંગ કરી હતી.

પીડિત મહિલાઓના ચારિત્ર્ય પર શંકા વ્યક્ત કરી હતી
પશ્ચિમ બંગાળમાં દરેક દીકરીની સુરક્ષાની માંગણી સાથે રવિવારે ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીના નેતૃત્ત્વમાં રેલી નીકળી હતી. કોંગ્રેસ, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) અને નાગરિક સમાજના સભ્યો દ્વારા શહેર અને તેની બહારના વિસ્તારોમાં આવી જ રેલીઓ કાઢવામાં આવી હતી. જ્યાં સુધી મમતા બેનર્જીને સત્તા પરથી દૂર કરવામાં નહીં આવે, બંગાળમાં મહિલાઓ વિરુદ્ધ આવી ઘટનાઓ ચાલુ રહેશે. ભૂતકાળમાં મુખ્યમંત્રીએ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાને બદલે પીડિત મહિલાઓના ચારિત્ર્ય પર શંકા વ્યક્ત કરી હતી.

રાજ્ય સરકારનો નિર્ણય: આવાસ તબદીદી માટે ડ્યુટીમાં 80 ટકાનો ઘટાડો!

ગુજરાત સરકારે રાજ્યમાં નાના અને મધ્યમ વર્ગીય પરિવારો- લોકોને આવાસ તબદીલીઓ માટે ભરવા પાત્ર ડ્યુટીની રકમમાં મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ કરેલા આ મહત્વપૂર્ણ મહેસુલી નિર્ણય અનુસાર સોસાયટી, એસોસીએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવા પાત્ર સો ટકા ડ્યુટીની રકમ પૈકી 80 ટકા સુધી ડ્યુટી રકમ માફ કરીને માત્ર 20 ટકા જેટલી ડ્યુટી વસૂલ કરવામાં આવશે.

રાજ્ય સરકાર ના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ અધિનિયમ માં કરેલી જોગવાઈઓ ના કારણે મધ્યમ વર્ગના લોકો ઉપર આવા તબદીલી ના કિસ્સાઓમાં જે નાણાંકીય બોજ આવતો હતો તે સમગ્ર વિષયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવા નાના મધ્યમ વર્ગીય લોકોની રજૂઆતો પ્રત્યે સંવેદના દાખવીને હકારાત્મક અભિગમ અપનાવ્યો છે.

આ સંદર્ભમાં તેમણે કરેલા નિર્ણય અનુસાર હવે મૂળ ડયુટી ના 20 ટકા તથા દંડ ની રકમ મળીને માત્ર લેવાપાત્ર ડયુટી જેટલી જ રકમ વસૂલ કરવામાં આવશે. આમ રાજ્ય સરકારે મૂળ ભરપાઈ કરવાની થતી સ્ટેમ્પ ડ્યુટીની રકમમાં ઘટાડો કરવાથી ડ્યુટી ઉપરાંત દંડની ગણતરી થતા સુધારેલી જોગવાઈ અગાઉની મિલકત સંબંધે જેટલી ડ્યુટીની રકમ ભરપાઇ કરવાની થતી હતી તેટલી જ રકમ ભરપાઈ કરવાની થશે.