Home Blog Page 376

૧૨ જુલાઈ, ૨૦૨૪/ આજ શનિવારના દિવસે ૬ રાશિના જાતકોને મળશે ધનલાભ, નોકરી ધંધામાં થશે પ્રગતિ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

શરીરમાં શકિત અને સ્ફુર્તિનો અનુભવ થાય. બપોર પછી થોડો થાક વર્તાય. આવકમાં વધારો થાય. પરિવારમાં શાંતિ. સંતાન તરફથી આનંદ. આરોગ્ય સારૂં રહે. જીવનસાથી સાથે મતભેદની સંભાવના રહે.

વૃષભઃ

દિવસની શરૂઆત આનંદથી થાય. નાણાંનું પ્રમાણ વધતું જણાય. પરંતુ નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી. પરિવારમાં મનમેળ રહે. સભ્યોની પ્રગતિ થી આનંદ રહે. ગેસ ટૂયબ, પેટની તકલીફો રહે.

મિથુનઃ

સ્વભાવ ઉગ્ર રહે. આવક માટે સામાન્ય દિવસ. કુટુબમાં આનંદ, સ્થાવર જંગમ મિલકત માટે સામાન્ય દિવસ. સંતાન સુખ સારૂં. થાક લાગે ભાગ્ય સારૂં. નોકરી ધંધામાં પ્રગતિ અનુભવાય.

કર્કઃ

બપોર પછી ઉદાસીનતાનો અનુભવ થાય. ભાઇ બહેનો સાથે મતભેદ થાય. કરેલા કાર્ય સફળ થતા જણાય. માતાની તબિયત નરમ ગરમ રહે. અગત્યના નિર્ણયો ટાળ‍વા. જીવનસાથી સાથે આનંદ. ભાગ્ય સારૂં રહે.

સિંહઃ

આક્રમક સ્વભાવ રહે. આવકમાં વધારો જણાય. કુટુંબમાં સુખ શાંતિ કરેલા રોકાણો થી લાભ મળે. સંતાનો તરફથી ચિંતા. શરીરમાં ગરમી, અેસીડીટી નો અનુભવ થાય. નોકરી ધંધામાં પ્રગતિ થતી જણાય.

કન્યાઃ

સરળ સ્વભાવ રહે. પૈસાનું આયોજન યોગ્ય રીતે કરવું શકય બને. કરેલા રોકાણો થી ધારેલું ફળન મળે. હદયમાં અસંતોષ રહે. સંતાન તરફથી સારા સામાચાર મળે. આરોગ્ય સારૂં રહે.

તુલાઃ

આરામ કરવાની ઇરછા થાય. નાણાંકીય ફાયદો મળે. કરેલા કાર્યની સફળતા અંગે અસંતોષ જણાય. માતા-પિતાનું આરોગ્ય સારૂં રહે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. સ્વાસ્થ્ય સારૂં રહે.

વૃશ્ચિકઃ

આનંદ-ઉત્સાહમાં વધારો થાય. આવક અંગે અસંતોષ રહે. છતાં બપોર પછી આવક વધતી જણાય. પરિવારમાં મનમેળ રહેશે. આરોગ્ય સારૂં રહેશે. દામ્પત્ય સુખ સારૂં મળશે.

ધનઃ

દિવસ દરમ્યાન જુસ્સો અનુભવી શકાય. નાણાંની પ્રાપ્તિ સહજ બને. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. આરોગ્ય સારૂં રહેશે. નોકરી ધંધામાં પ્રગતિ ખર્ચનું પ્રમાણ ઓછું રહેશે.

મકરઃ

ખેડૂતોને લાભ, ખોળ-કપાસીયાથી ફાયદો બાદ બગીચાની શોભા વધે. ધન પ્રાપ્તિ થાય. સત્તા, માન સન્માનમાં વધારો થાય. સંતાન તરફથી આનંદ હાડકામાં દુઃખાવો રહે. અેકંદરે આરોગ્ય જળવાય.

કુંભઃ

આનંદ, ઉત્સાહથી દિવસની શરૂઆત થાય. પરિવારમાં ગુસ્સાવાળું વાતાવરણ રહે. જમીન મિલકત, રોકાણથી લાભ. નોકરી ધંધામાં સારા સમાચાર મળે. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે.

મીનઃ

ધાર્મિક ભાવના તથા બીજાને મદદ કરવાની ઇરછા પ્રબળ થાય. ભાઇ બહેનો સાથે ઉગ્રતા વર્તાય. પરિવારમાં આનંદ. નોકરી ધંધામાં પ્રગતિ સંતાનો તરફથી લાભ. આરોગ્ય સારૂં રહેશે.

શાંતિના ધામે અશાંતિનો માહોલ: ખાટુ શ્યામ મંદિર પરિસરમાં થયો તણાવભર્યો વિવાદ

0

રાજસ્થાનનું ખાટુશ્યામ મંદિર સુપ્રસિદ્ધ છે. બાબા ખાટુશ્યામના દર્શન દૂરદૂરથી શ્રદ્ધાળુઓ આવે છે, પરંતુ તાજેતરમાં મંદિરની બહાર શ્રદ્ધાળુઓ સાથે મારામારી થયાની ઘટના સામે આવી છે. જેનો સોશિયલ મીડિયા પર વીડિયો પણ વાયરલ થયો છે.

શ્રદ્ધાળુઓ સાથે મારામારીનો વીડિયો વાયરલ
ખાટુશ્યામ મંદિરની બહાર દુકાનદારે સામાન્ય બાબતમાં શ્રદ્ધાળુઓ સાથે લાકડી અને ડંડા વડે મારામારી કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, સ્થાનિક દુકાનદાર શ્રદ્ધાળુ મહિલાઓ અને પુરુષો પર ડંડા વડે સતત હુમલો કરી રહ્યો છે. મારામારીમાં જે પણ વચ્ચે આવે છે, તેને પણ દુકાનદાર છોડી રહ્યો નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ શેર કરી રહ્યા છે અને ઘટનાની નિંદા કરી રહ્યા છે.

વાઇરલ વીડિયોમાં બર્બરતાનું દ્રશ્ય
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં બર્બરતાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેમાં જોવા મળી રહ્યું છે કે, બે પક્ષો સામસામે એકબીજા પર જીવલેણ હુમલો કરી રહ્યા છે. મારામારી વખતે વચ્ચે મહિલા આવતા લોકો તેને પણ દંડા મારી રહ્યા છે. તો મહિલા પણ દંડા મારતી જોવા મળી રહી છે. એટલું જ નહીં, જે પણ વચ્ચે પડે છે, તેના પર પણ હુમલો થતો જોવા મળી રહ્યો છે. ઘટના અંગે પોલીસ તપાસ શરૂ કરી દીધી છે અને વાઇરલ વીડિયોમાં સામેલ લોકોને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે.

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં મોટો હુમલો, 9 લોકોને બસમાંથી ઉતારી ગોળી મારી

પાકિસ્તાનમાં ફરી એકવાર મોટો હુમલો થયો છે. જેમાં હુમલાખોરોએ નવ લોકોની ગોળી મારી હત્યા કરી દીધી છે. સ્થાનિક પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. હુમલાખોરોએ એક ચાલુ બસને અટકાવી તેમાંથી મુસાફરોને નીચે ઉતારી ગોળીથી વીંધી નાખ્યા હતાં. બલૂચિસ્તાનના અધિકારીએ આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, બલૂચિસ્તાનના અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે આ હુમલામાં ઓછામાં ઓછા નવ લોકોની હત્યા થઈ છે. ક્વેટાથી લાહોર જતી બસમાં સવાર મુસાફરોને નીચે ઉતારી અપહરણ કર્યું હતું, બાદમાં તેમની ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ દુર્ઘટના ઉત્તરીય બલૂચિસ્તાન નજીક સ્થિત ઝોબ શહેરની છે.

નવ લોકોના આઈડી જોઈને ગોળી મારી
પ્રત્યક્ષદર્શી મુજબ, હુમલાખોરોએ અચાનક ચાલુ બસને અટકાવી હતી. બાદમાં બંદૂકના જોરે મુસાફરોને નીચે ઉતરવા કહ્યું. તેમનું અપહરણ કર્યું અને બાદમાં નવ લોકોના આઈડી ચેક કરી તેમની હત્યા કરી દીધી. મૃતદેહોને બલૂચિસ્તાનના બારખાન જિલ્લાના રેખની હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પ્રદેશ સરકારના પ્રવક્તા શાહિદ રિંદે આ હુમલાની નિંદા કરતાં તેને આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે. હુમલાખોરો રાત્રે હુમલો કર્યા બાદ ફરાર છે. તેમની તપાસ ચાલુ છે.

મુખ્યમંત્રીએ આકરી ટીકા કરી
મુખ્યમંત્રી મીર સરફરાજ બુગતીએ આ કૃત્યને ‘ખુલા આતંકવાદ’ ગણાવતાં કહ્યું કે, હુમલાખોરોએ જાણીજોઈને પાકિસ્તાનીઓની ઓળખ કરી માસૂમ નાગરિકોને ટાર્ગેટ બનાવ્યા છે. આતંકવાદીઓએ ફરી એકવાર પોતાનું ડરપોક વલણ બતાવ્યું છે. નિર્દોષોનું લોહી વ્યર્થ નહીં જાય. આ દેશ વિરૂદ્ધ યુદ્ધ છે. અને અમે તેનો મજબૂત અને નિર્ણાયક જવાબ આપીશું.

છાંગુર બાબાની આગેવાનીમાં ચાલતું હતું સંગઠિત ધર્માંતરણ રેકેટ, પૂછપરછમાં ખુલ્યો ભેદ

0

ઉત્તર પ્રદેશથી 1500થી વધુ યુવતીના ધર્માંતરણ થયાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં યુપી એટીએસે ધર્માંતરણના માસ્ટરમાઇન્ડ છાંગુર બાબાની ધરપકડ કરી છે. જેમાં ગેરકાયદે ધર્માંતરણ ગેંગના મુખ્ય સૂત્રધાર જલાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબા અને તેની સાથી નીતુ ઉર્ફે નસરીનએ અનેક મોટા ખુલાસા કર્યા છે. પોલીસ રિમાન્ડના પ્રથમ દિવસે છાંગુર બાબા અને નીતુએ એટીએસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેઓ છેલ્લા 15 વર્ષથી ગેરકાયદે ધર્માંતરણમાં સામેલ હતા. છાંગુર બાબાએ પણ ઘણા દેશો સાથે સંબંધો હોવાની કબૂલાત કરી છે.

પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો
છાંગુર બાબા અને નીતુએ એટીએસ દ્વારા પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો છે કે તેમણે આઠ અલગ અલગ બેંકોમાં અનેક ખાતા ખોલાવ્યા હતા. છાંગુર બાબાના બેંક ઓફ બરોડા સહિત ઘણી બેંકોમાં ખાતા હતા. આ ખાતાઓની તપાસ દ્વારા, સો કરોડથી વધુની સંપત્તિના વ્યવહાર સંબંધિત બધી માહિતી પ્રકાશમાં આવી શકે છે. છાંગુર બાબાએ ઘણા દેશો સાથે સંબંધો હોવાની પણ કબૂલાત કરી છે.

છાંગુર બાબાના આઠ બેંકોમાં ખાતા
છાંગુર બાબાએ નેપાળની સરહદે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ઘણી જગ્યાએ કરોડો રૂપિયાની જમીન ખરીદી હતી. આ ઉપરાંત, ઘણી વિવાદિત જમીનો પણ નકલી દસ્તાવેજો દ્વારા તેના નામે નોંધાઈ હતી. છાંગુર બાબા લવ જેહાદમાં સામેલ યુવાનોને મોટા ઈનામો આપતો હતો. છાંગુર બાબા વૈભવી હવેલીની અંદર યુવાનોને લવ જેહાદ માટે તાલીમ આપતો હતો.

વડાપ્રધાનને પત્ર લખીને છાંગુર બાબાના રેકેટ અંગે ફરિયાદ
ઉલ્લેખનીય છે કે, બલરામપુરના રહેવાસી વસીઉદ્દીન ચૌધરીએ વર્ષ 2023માં વડાપ્રધાનને પત્ર લખીને છાંગુર બાબાના રેકેટ અને નાગપુરના ભારત પ્રતિકાર્થ સેવા સંઘના ઈદુલ ઈસ્લામ આસી વિશે ફરિયાદ કરી હતી અને તપાસની માંગ કરી હતી. ઈદુલે છાંગુર બાબાને પોતાના સંગઠન ભારત પ્રતિકાર્થ સેવા સંઘના યુપીના પ્રમુખ બનાવ્યા હતા. આ માટે ઔપચારિક પત્ર આપવામાં આવ્યો હતો.

સુરત પાલિકા સંચાલિત તમામ સુમન શાળામાં સીસીટીવી કેમેરા મૂકાશે

સુરત પાલિકા દ્વારા પ્રાથમિક શાળા સાથે માધ્યમિક શાળા (સુમન શાળા) પણ શરું કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓની સલામતી માટે તમામ સુમન સ્કૂલમાં સીસીટીવી કેમેરા મુકવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓની સલામતી માટે મુકાયેલા કેમેરાનું મોનીટરીંગ પાલિકાના આઈસીસીસી પરથી કરવામાં આવશે.

સુરત પાલિકાની આજે મળેલી સ્થાયી સમિતિમાં સુમન સ્કુલમાં વિદ્યાર્થીઓની સલામતી તથા સ્વચ્છતા માટે ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓને સલામતી મળે અને શાળાના વહીવટ પારદર્શક થાય તે માટે સીસીટીવી કેમેરા મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાલિકાની શાળામાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેઓની સલામતી માટે શાળાની આસપાસની પ્રવૃત્તિઓ પર નજર રાખવી વધુ સરળ બનશે અને શિસ્તભંગ જેવી ઘટનાઓ અટકાવવામાં મદદ મળશે. વિજ્યુઅલ મોનીટરીંગથી વિદ્યાર્થી-અભિભાવક વિશ્વાસ વધશે અને શાળા વધુ જવાબદાર બનશે.

આ સીસીટીવી કેમેરાની મદદથી પાલિકાની શાળા પરિસરમાં અનધિકૃત પ્રવેશ પર અંકુશ આવશે અને શિસ્ત ભંગ અને અનૈતિક વર્તન પર કડક નજર રાખી શકાશે. પાલિકા દ્વારા સીસીટીવી કેમેરાનો નિર્ણય કરાયો છે આ કેમેરાનું મોનીટરીંગ પાલિકાના આઈસીસીસી ખાતેથી કરવામાં આવશે તેના કારણે ગણતરીની મિનિટોમાં જ શાળામાં થતી પ્રવૃત્તિ અંગે માહિતી મળી શકશે.

ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ: 12 થી 17 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી

વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે જેમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, 12 થી 17 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, 24 કલાક બાદ દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સૌરાષ્ટ્રમાં 13 જુલાઈ બાદ વરસાદની તીવ્રતા વધી શકે છે.

પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો પાંચ દિવસ માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે, દરિયાકાંઠે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે અને 24 કલાક બાદથી રાજયમાં વરસાદી માહોલ જામશે, હાલમાં મોન્સૂન ટ્રફ સક્રિય થતા 24 કલાક બાદથી વરસાદી માહોલ જામશે તો અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા સાથે છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

12 અને 13 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થશે. 12 અને 13 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. દરિયામાં ભારે કરંટ હોવાથી માછીમારોને પાંચ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે. આજે રાજ્યભરના સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. રાજ્યમાં આજે 11 જુલાઈએ નવસારી,દમણ અને દાદરાનગર અને હવેલીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે.

નવસારી રેલવે સ્ટેશન ઉપર બે યુવાનો ટ્રેનની અડફેટે આવતા મોત

0

નવસારી રેલવે સ્ટેશન ઉપર બે યુવાનો ટ્રેનની અડફેટે આવતા મોત થયું છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના સેરા ગામમાં બે યુવકો રોજગારી અર્થે નવસારી ખાતે આવ્યા હતા. ટ્રેનમાંથી નીચે ઉતર્યા બાદ રેલવે લાઇન ક્રોસ કરતા દુર્ઘટના બની હતી. અમદાવાદ તરફ જતી લોકશક્તિ એક્સપ્રેસના ચાલકે મૃતદેહ જોતા નવસારી રેલવે સ્ટેશનને જાણ કરી હતી. ઘટનાની જાણ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. નવસારી સિવિલ હોસ્પિટલ પર મોટી સંખ્યામાં બનાસકાંઠા ખાતે રહેતા સમાજના અગ્રણીઓ ભેગા થયા છે. કાર્યવાહી પૂર્ણ થયા બાદ બંને યુવકોના મૃતદેહને એમના વતન મોકલવામાં આવશે.

અમેરિકાના ટેક્સાસમાં પૂરથી ભારે તબાહી, 120 થી વધુ લોકોના મોત, 200 થી વધું લોકો ગુમ

અમેરિકાના ટેક્સાસમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરે ભયંકર વિનાશ મચાવ્યો છે. અહીં પરિસ્થિતિ ભયાનક છે અને મૃત્યુઆંક 120 થી વધુ થઈ ગયો છે. અને લગભગ 200 લોકો ગુમ થયાના સમાચાર છે. મૃતકોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ છે. ટેક્સાસમાં આવેલા પૂરને ઇતિહાસના સૌથી ભયંકર આંતરિક પૂરમાંનું એક ગણાવવામાં આવી રહ્યું છે. જુલાઈ 2025 ના પૂરે 1976 ના બિગ થોમ્પસન નદીના પૂરને પણ પાછળ છોડી દીધું છે.

કેમ્પ મિસ્ટિકમાં આવેલા બાળકો પૂરમાં તણાઈ ગયા
ટેક્સાસમાં પૂરે વિનાશનું સૌથી પીડાદાયક દ્રશ્ય દર્શાવ્યું, જ્યારે સમર કેમ્પ મિસ્ટિકમાં આનંદ માણી રહેલા 500 થી વધુ બાળકો અચાનક આવેલા પૂરમાં તણાઈ ગયા. બાળકોને બચાવી લેવામાં આવ્યા હોવા છતાં, 27 થી વધુ છોકરીઓ ગુમ છે. બચાવ કામગીરી અને રાહત કાર્ય ચાલુ હોવા છતાં, પૂરનું પાણી આગળ વધી રહ્યું છે અને વિનાશ મચાવી રહ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેક્સાસમાં પૂરનું હવામાંથી નિરીક્ષણ કરી ચૂક્યા છે. તેમણે ટેક્સાસમાં થયેલા વિનાશને 100 વર્ષમાં સૌથી ખરાબ વિનાશ ગણાવ્યો અને પૂરગ્રસ્ત લોકોને સલામત સ્થળોએ લઈ જવાનો નિર્દેશ આપ્યો. સરકાર શક્ય તમામ મદદ પૂરી પાડશે.

ટેક્સાસમાં પૂર કેવી રીતે આવ્યું?
મીડિયા રિપોર્ટ મુજબ, 4 જુલાઈ, 2025 ના રોજ, ટેક્સાસના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો. થોડા કલાકોમાં, આકાશમાંથી લગભગ 10-15 ઇંચ પાણી પડ્યું, જેના કારણે ગુઆડાલુપ નદીનું પાણીનું સ્તર 26 ફૂટ વધી ગયું. આટલા બધા પાણીએ પાળા તોડી નાખ્યા અને મધ્ય ટેક્સાસમાં કેર કાઉન્ટી ભરાઈ ગઈ. આગળ વધતા, પૂરના પાણીએ ટેક્સાસના ઘણા શહેરોને ઘેરી લીધા. જોકે રાષ્ટ્રીય હવામાન સેવાએ પૂરની પૂર્વ ચેતવણી જારી કરી હતી, લોકો કહે છે કે ચેતવણી જારી કરવામાં વિલંબ થયો હતો અને લોકોને બચાવ માટે તૈયારી કરવાનો સમય મળ્યો ન હતો.

અમેરિકામાં ભયંકર પૂર

  • જૂન 2001 માં ઉષ્ણકટિબંધીય તોફાન એલિસનને કારણે હ્યુસ્ટનમાં ભારે પૂર આવ્યું હતું. જેમાં લગભગ 41 લોકો મૃત્યુ પામ્યા હતા.
  • 2022 માં કેન્ટુકીમાં પૂરમાં 45 લોકોનાં મોત થયા હતા
  • ઓગસ્ટ 2021 માં, ભારે વરસાદને કારણે ટેનેસીના નાના શહેરમાં વેવરલીમાં પૂર આવ્યું, જેના કારણે નદીઓ છલકાઈ ગઈ, જેમાં 20 લોકો માર્યા ગયા.
  • ઓગસ્ટ 2017 માં ટેક્સાસમાં વાવાઝોડું હાર્વે ત્રાટક્યું હતું, જેના કારણે ઘણા વિસ્તારોમાં અચાનક પૂર આવ્યું હતું, જેમાં ઓછામાં ઓછા 68 લોકો માર્યા ગયા હતા.
  • જૂન 2016 માં, પશ્ચિમ વર્જિનિયામાં વાવાઝોડું ત્રાટક્યું હતું. આ વાવાઝોડાને કારણે આવેલા પૂરમાં 23 લોકો મૃત્યુ પામ્યા હતા.
  • ઓક્ટોબર 2012 માં, સુપરસ્ટોર્મ સેન્ડી ન્યૂ યોર્ક અને આસપાસના વિસ્તારોમાં ત્રાટક્યું હતું. આ વાવાઝોડાને કારણે આવેલા પૂરને કારણે 147 લોકો મૃત્યુ પામ્યા હતા.
  • 2011 માં, ભારે વરસાદ અને પીગળેલા પાણીને કારણે મિસિસિપી નદીમાં પૂર આવ્યું હતું, જેના કારણે ઓક્લાહોમા, મિઝોરી, અરકાનસાસ, લ્યુઇસિયાના અને ટેનેસીમાં 24 લોકો માર્યા ગયા હતા.
  • સપ્ટેમ્બર 2008 માં, ટેક્સાસના ગેલ્વેસ્ટનમાં વાવાઝોડા આઈકને કારણે આવેલા પૂરમાં 100 થી વધુ લોકો માર્યા ગયા હતા.
  • 2005 માં આવેલ વાવાઝોડું કેટરિના યુએસ ઇતિહાસનું સૌથી ઘાતક વાવાઝોડું હતું, જેમાં લગભગ 1,400 લોકો માર્યા ગયા હતા.

હિમાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.5ની તીવ્રતા, જાણો ભૂકંપ કેમ આવે છે

0

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ દરમિયાન લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 5 કિલોમીટરની ઊંડાઈએ હતું. શુક્રવારે સવારે 6:23 વાગ્યે ચંબામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની અસર જમ્મુ-કાશ્મીર અને પંજાબના કેટલાક ભાગોમાં પણ અનુભવાઈ હતી. અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનની કોઈ માહિતી નથી.

દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા
તમને જણાવી દઈએ કે ગઈકાલે એટલે કે ગુરુવારે સવારે દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ બાદ દિલ્હી-એનસીઆરના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ભારતીય સમય મુજબ સવારે 09:04:50 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ઝજ્જરમાં 28.63 ઉત્તર અક્ષાંશ અને 76.68 પૂર્વ રેખાંશ પર સ્થિત હતું, જેની ઊંડાઈ 10 કિલોમીટર નોંધાઈ હતી. દિલ્હી ઉપરાંત, નોઈડા, ગાઝિયાબાદ અને હરિયાણાના અન્ય ઘણા શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપ શા માટે આવે છે?
તાજેતરના સમયમાં, દેશ અને વિશ્વના ઘણા ભાગોમાં ભૂકંપની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આપણી પૃથ્વીની અંદર 7 ટેક્ટોનિક પ્લેટો છે. આ પ્લેટો તેમના સ્થાને સતત ફરતી રહે છે. જોકે, ક્યારેક તેમની વચ્ચે અથડામણ કે ઘર્ષણ થાય છે. આ જ કારણ છે કે પૃથ્વી પર ભૂકંપ આવે છે. આના કારણે સામાન્ય લોકોને સૌથી વધુ નુકસાન સહન કરવું પડે છે. ભૂકંપને કારણે ઘરો તૂટી પડે છે, જેમાં હજારો લોકો તેમની નીચે દટાઈને મૃત્યુ પામે છે.

ભારતમાં ભૂકંપ ક્ષેત્રો કયા કયા છે?
ભૂસ્તરશાસ્ત્રીઓના મતે, ભારતના કુલ ભૂમિ વિસ્તારનો લગભગ 59 ટકા ભૂકંપ માટે સંવેદનશીલ માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ ભારતના ભૂકંપ ક્ષેત્રને 4 ભાગોમાં વિભાજિત કર્યું છે, જેમ કે ઝોન-2, ઝોન-3, ઝોન-4 અને ઝોન-5. ઝોન-5 વિસ્તારોને સૌથી સંવેદનશીલ માનવામાં આવે છે, જ્યારે ઝોન-2 ઓછો સંવેદનશીલ માનવામાં આવે છે. આપણા દેશની રાજધાની દિલ્હી ભૂકંપના ઝોન-4 માં આવે છે. અહીં 7 થી વધુ તીવ્રતાના ભૂકંપ પણ આવી શકે છે, જે મોટી તબાહી મચાવી શકે છે. ભારતમાં, હિમાલય પ્રદેશ અને કેટલીક અન્ય ફોલ્ટ લાઇનો (જેમ કે કચ્છ, ઉત્તરપૂર્વ ભારત) ને કારણે ભૂકંપનું જોખમ વધારે છે, કારણ કે ભારતીય પ્લેટ યુરેશિયન પ્લેટ સાથે અથડાઈ રહી છે.

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ: ત્રણના દુખદ મોત

સુરતમાં એક મોટી દુર્ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતા ત્રણ લોકોના મોત થયા છે. જેમાં રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાયો હતો. જેમાં એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણના મોત થયાં છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.તેમજ સમગ્ર ઘટના અંગે તપાસ શરુ કરી છે.

રૂમમાં જનરેટર ચાલુ હોવાથી ધુમાડો રૂમમાં ફેલાયો
આ ઘટનાની જાણ થતા પોલીસે અને આસપાસના લોકોએ ઘટના સ્થળે જઈને પહેલા જનરેટર બંધ કર્યુ હતું. જેની બાદ મૃતદેહને બહાર કાઢયા હતા. તેમજ પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યા છે. જયારે પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. આ ઘટનામાં આસપાસના સ્થાનિકો પણ મદદ માટે આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને લોકોના નિવેદન લીધા છે.

માહિતી અનુસાર, જનરેટર લાંબા સમય સુધી ચાલુ રહ્યું હતું, જેના કારણે ધુમાડો નીકળ્યો હતો જેના કારણે બાલુ પટેલ (77), સીતા પટેલ (56) અને વેદ પટેલ (60) ના મોત થયા હતા.