Home Blog Page 362

સુરત: રક્ષાબંધનના દિવસે પાલિકાની બસમાં મહિલાઓ અને બાળકો માટે મફત મુસાફરી

0

સુરત મહાનગરપાલિકાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકા સંચાલિત સીટી અને બીઆરટીએસ બસમાં રક્ષાબંધનના દિવસે વિના મુલ્યે મુસાફરીની જાહેરાત કરી છે. આગામી શનિવારે રક્ષાબંધન છે તે દિવસે બહેનો અને 15 વર્ષ સુધીના બાળકો પાલિકાની બસમાં વિના મુલ્યે મુસાફરી કરી શકશે આ તકનો લાભ લેવા માટે પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષે અપીલ કરી છે.

સુરત પાલિકાએ એક અખબારી યાદી જાહેર કરી છે તેમાં જણાવ્યું છે કે સુરત પાલિકા ભારતનો સૌથી લાંબો 108 કિલોમીટરનો બીઆરટીએસ રૂટ ધરાવે છે. બીઆરટીએસના 13 રૂટ અને સીટી બસના 45 રૂટ પર રોજ બે લાખથી વધુ મુસાફરો મુસાફરી કરે છે.

સુરત પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષની સુચના મુજબ આગામી રક્ષાબંધનના દિવસે અંગત વર્ષની જેમ જ સુરત મહાનગરપાલિકાની બીઆરટીએસ અને સીટી બસમાં મહિલા અને બાળકોને વિના મુલ્યે મુસાફરી કરી શકશે. આગામી શનિવારે રક્ષાબંધન છે અને તે દિવસે પાલિકાની સીટી અને બીઆરટીએસ બસમાં 15 વર્ષ સુધીના બાળકો અને મહિલાઓ વિના મુલ્યે મુસાફરી કરી શકશે. વધુમાં વધુ મહિલાઓ આ તકનો લાભ ઉઠાવે તેવી અપીલ કરવામાં આવી છે.

ટ્રમ્પ સરકારે આ દેશના રાષ્ટ્રપતિ પર લગાવ્યુ 50 મિલિયન ડૉલરનું ઇનામ, જાણો શું છે અપરાધ?

અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડવા માટે કરોડોના ઇનામની જાહેરાત કરી છે. ટ્રમ્પ સરકારે જણાવ્યુ છે કે, માદુરોના ધરપકડની માહિતી આપનારને હવે 50 મિલિયન ડૉલર એટલે કે 438 કરોડ રૂપિયા ઇનામ સ્વરૂપે આપવામાં આવશે. અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે, વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો દુનિયાના સૌથી મોટા નશા-તસ્કરોમાંના એક છે.

438 કરોડનું ઇનામ જાહેર

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો પર પ્રથમ વખત વર્ષ 2020માં ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન આરોપો લગાવવામાં આવ્યા હતા. ન્યૂયોર્કના મૈનહટ્ટનની સંધીય કાર્ટમાં નાર્કો-ટેરરિઝમ અને કોકીન આયાતના ષડયંત્રના આરોપો લાગ્યા હતા. તે સમયે માદુરો પર 15 મિલિયન ડૉલરનું ઇનામ લગાવવામાં આવ્યુ હતુ. બાદમાં બિડેન સરકારે તેમાં વધારો કર્યો હતો. અને 25 મિલિયન ડૉલરની જાહેરાત કરી હતી. આ રકમ એ જ છે આતંકી લાદેન વખતે રાખવામાં આવી હતી. પરંતુ ટ્ર્મ્પ સરકારે તેમાં વધારો કરીને 438 કરોડનું ઇનામ જાહેર કર્યુ છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો પર આટલા ગંભીર આરોપો અને કરોડોનું ઇનામ હોવા છતાં તેઓ સત્તા પર કાયમ છે. અમેરિકા, યૂરોપીય સંઘ અને લેટિન અમેરિકા દેશોએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની જીતને દગાબાજી ગણાવી છે.

વેનેઝુએલાના વિદેશ મંત્રીનું નિવેદન

વેનેઝુએલાના વિદેશ મંત્રી ઇવાન ગિલે આ કરોડોના ઇનામને ‘દયનીય’ સ્થિતિ ગણાવી છે. તેઓએ નિવેદન આપ્યુ છે કે, આ પ્રકારની જાહેરાત ‘સસ્તી રાજનૈતિક પ્રચાર’નું માધ્યમ છે. ઇવાન ગિલે વધુમાં કહ્યુ હતુ કે, આ આરોપો એવા વ્યક્તિ લગાવી રહ્યા છે જેઓએ ‘એપ્સ્ટીનની સીક્રેટ લિસ્ટ’ના ખોટા વચનો આપ્યા હતા. અને રાજનૈતિક અહેસાનો માટે કોભાંડમાં ડૂબેલા રહે છે. આરોપો લગાવનાર વ્યક્તિ માત્ર પોતાની નિષ્ફળતા છુપાવી રહ્યો છે.

પીએમ મોદીને મળ્યા કમલ હાસન, ખાસ કલાને ઓળખ અપાવવા વિનંતી કરી

અભિનેતા અને રાજ્યસભા સાંસદ કમલ હાસન ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. કમલ હાસને તાજેતરમાં રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા, ત્યારબાદ પીએમ મોદી સાથે આ તેમની પહેલી મુલાકાત હતી. તેમણે આની તસવીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ અભિનેતા એક ખાસ હેતુ માટે પીએમને મળવા આવ્યા હતા. જાણો તેમણે શું ચર્ચા કરી.

કમલ હાસન પીએમ મોદીને મળ્યા

વાસ્તવમાં કમલ હાસન કીલાડીની ઐતિહાસિક પ્રાચીનતાને માન્યતા આપવાની માંગ કરવા માટે પીએમ મોદીને મળ્યા હતા. કમલ હાસને તેમના એક્સ એકાઉન્ટ પર પ્રધાનમંત્રી સાથેની ઘણી તસવીરો શેર કરી હતી. તસવીરોમાં તેઓ પીએમ મોદી સાથે વાત કરતા જોવા મળે છે. કમલે પીએમને કીલાડી ગામ સંબંધિત એક ખાસ સ્મૃતિચિહ્ન પણ ભેટમાં આપ્યું હતું.

કીલાડી ગામ તમિલનાડુના મદુરાઈથી લગભગ 12 કિમી દૂર વૈગઈ નદીના કિનારે આવેલું છે અને તેને સંગમ યુગની સંસ્કૃતિનું પ્રતીક માનવામાં આવે છે. પોસ્ટમાં કમલ હાસને લખ્યું છે કે આજે મને ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને મળવાનું સન્માન મળ્યું. તમિલનાડુના લોકોના પ્રતિનિધિ અને એક કલાકાર તરીકે, મેં તેમની સાથે કેટલાક મહત્ત્વના વિષયો પર ચર્ચા કરી હતી. આમાં સૌથી અગત્યની કીલાડીની પ્રાચીનતાને ઓળખવાની પ્રક્રિયાને ઝડપી બનાવવાનો વિનંતી હતી.

તેમણે વધુમાં કહ્યું, “મેં પ્રધાનમંત્રીને વિનંતી કરી હતી કે તેઓ તમિલ લોકોને ટેકો આપે જેથી તમિલ સભ્યતા અને તમિલ ભાષાની ભવ્યતા વૈશ્વિક મંચ પર રજૂ થઈ શકે.” ઉલ્લેખનીય છે કે કીલાડી ખોદકામ અંગે કેન્દ્ર અને તમિલનાડુની ડીએમકે સરકાર વચ્ચે પહેલેથી જ મતભેદો રહ્યા છે.

કમલ હાસન રાજ્યસભાના સભ્ય બન્યા

કમલ હાસને ગયા મહિને રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા. તેમણે તમિલ ભાષામાં શપથ લીધા હતા, જેને ગૃહમાં જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યા હતા. આ પહેલી વાર છે જ્યારે કમલે રાષ્ટ્રીય સ્તરની સંસદીય ભૂમિકા ભજવી છે. તેમને ડીએમકે ગઠબંધનના સમર્થનથી આ બેઠક મળી છે, જેણે 2024ની લોકસભા ચૂંટણીમાં એમએનએમના સમર્થનના બદલામાં રાજ્યસભા બેઠકનું વચન આપ્યું હતું.

પાર્કિંગ વિવાદમાં અભિનેત્રી હુમા કુરેશીના ભાઈની હત્યા, 2 આરોપીઓની ધરપકડ

0

બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની હત્યાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગઇકાલે સાંજે હુમા કુરેશીના પિતરાઇ ભાઈની હત્યા થયા બાદ હવે ઘટનાના CCTV વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બંને આરોપીઓ આસિફ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા જોઈ શકાય છે. પ્રાથમિક વિગતો મુજબ પાર્કિંગની બાબતમાં આ હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, નિઝામુદ્દીન પોલીસ સ્ટેશન વિસ્તારના જંગપુરા ભોગલ બજારની ગલીમાં ગુરુવારે મોડી રાત્રે પાર્કિંગને લઈને વિવાદ થયો હતો. એવું કહેવાય છે કે બે યુવાનોએ આસિફના ઘરની સામે સ્કૂટી પાર્ક કરી હતી. આસિફે તેમને સ્કૂટી પાર્ક કરવા દેવાની ના પાડી દીધી. આ બાબતે વિવાદ વધ્યો અને બંનેએ આસિફ પર તીક્ષ્‍ણ હથિયારોથી હુમલો કર્યો. હુમલામાં આસિફ ગંભીર રીતે ઘાયલ થયો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ આસિફને મૃત જાહેર કર્યો.

આરોપી કોણ છે?

આરોપી ગૌતમ અને ઉજ્જવલ ભાઈઓ છે. ગૌતમ ડ્રગ્સનો વ્યસની છે. તે વિસ્તારમાં તેના ઝઘડાળુ સ્વભાવ માટે જાણીતો છે. તે ઘણીવાર પડોશમાં ઝઘડો કરે છે. બંનેની ધરપકડ કરવામાં આવી છે. આસિફના પિતાની ફરિયાદ પર પોલીસે ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 103(1)/3(5) હેઠળ FIR નંબર 233/25 નોંધી છે.

પત્નીએ ઘટનાનો સમગ્ર ક્રમ જણાવ્યો.

આસિફની પત્ની સૈનાઝે તેના નિવેદનમાં પોલીસને જણાવ્યું હતું કે પડોશીઓએ તેમના ઘરની બહાર તેમની સ્કૂટી પાર્ક કરી હતી. આસિફે તેમને ફક્ત સ્કૂટી બાજુ પર ખસેડવા કહ્યું, જેનાથી દલીલ શરૂ થઈ. થોડીવારમાં, દલીલ હિંસક બની ગઈ અને બંને યુવાનોએ પહેલા એકબીજાને ધક્કો માર્યો અને પછી અચાનક હુમલો કર્યો.

જમ્મુ કાશ્મીરના કુલગામમાં 8 દિવસથી એન્કાઉન્ટર ચાલુ, 10 વર્ષમાં સૌથી લાંબુ ઓપરેશન

0

દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં 8 દિવસ પહેલા શરૂ કરાયેલું ઓપરેશન કુલગામ આજે 8મા દિવસે પણ ચાલુ છે. દસ વર્ષમાં આ સૌથી લાંબુ એન્કાઉન્ટર છે. આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે 2 થી 3 આતંકવાદીઓ હજુ પણ આ વિસ્તારમાં છુપાયેલા હોવાનું કહેવાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 9 સેનાના જવાનો ઘાયલ થયા છે. સતત 8 દિવસથી ચાલી રહેલા આ એન્કાઉન્ટરને કારણે, અખાલ ગામના મોટાભાગના રહેવાસીઓને સલામત સ્થળોએ મોકલી દેવામાં આવ્યા છે.

આતંકવાદીઓને ખતમ કરવા માટે બધા સાથે મળીને કામ કરી રહ્યા છેત્રણ જિલ્લાઓની પોલીસના પેરા, આર્મી, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિત CRPF કાશ્મીરમાં છુપાયેલા આતંકવાદીઓને મારવા માટે મોરચો સંભાળી રહ્યા છે. જ્યારે સમગ્ર વિસ્તાર પર હેલિકોપ્ટર, ક્વોડ કોપ્ટર અને હેક્સાકોપ્ટર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. જેથી જો આતંકવાદીઓ કોઈ પ્રવૃત્તિ કરે તો તેમની ઓળખ થઈ શકે.

આતંકવાદીઓ પોતાનું સ્થાન બદલી રહ્યા છે

જંગલો અને ટેકરીઓના આ વિસ્તારમાં, દેવદારના ઝાડ પાછળ છુપાયેલા આતંકવાદીઓ પોતાના સ્થાન બદલી રહ્યા છે. જેના કારણે સુરક્ષા દળોને આ આતંકવાદીઓને ઓળખવામાં મુશ્કેલી પડી રહી છે. આતંકવાદીઓને બીજો ફાયદો એ થઈ રહ્યો છે કે આતંકવાદીઓ ટેકરીના ઊંચા ભાગમાં છુપાયેલા છે, જ્યાંથી તેઓ સુરક્ષા દળોની ગતિવિધિઓ પર સરળતાથી નજર રાખી રહ્યા છે.

થોડા દિવસો પહેલા સેનાને બીજી સફળતા મળી હતી. સેનાએ ઓપરેશન મહાદેવ દ્વારા પહેલગામ હુમલાના 3 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે પોતે સંસદમાં આ માહિતી આપી હતી. તેમણે સંસદમાં કહ્યું હતું કે 22 એપ્રિલે IB ને માનવ ગુપ્ત માહિતી દ્વારા આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી. ત્યારથી અમારી સેના તે આતંકવાદીઓને ખતમ કરવાની યોજના બનાવી રહી હતી.

મોરબીના માળિયા નજીક 2 ટ્રક અને કારનો ભયંકર અકસ્માત, 4 લોકો જીવંત ભૂંજાયા, 7 લોકોનું રેસ્ક્યુ

0

મોરબીના માળિયામાં સુરજબારી ટોલનાકા પાસે ભયંકર રોડ અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના મોત થયા છે. અહીં અકસ્માતમાં બે ટ્રક અને અર્ટિગા કાર અથડાયા હતા આ દરમિયાન આગ લાગતા 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા જેમાં, ટ્રકના ડ્રાઇવર અને ક્લિનરનો સામવેશ થાય છે. તો કારમાં સવાર 2 લોકોએ પણ જીવ ગુમાવ્યો છે. પાંચ બાળક સહિત સાત લોકો ફસાયેલા હોવાથી બચાવાયા છે.અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિકજામ સર્જ્યો હતો.

સુરતમાં ઝડપાયું ડુપ્લીકેટ ઓઇલનું કારખાનું, 6 લાખથી વધુનો મુદ્દામાલ LCB ટીમે કર્યો જપ્ત

રાજ્યામાં અવાર નવાર ડુપ્લીકેટ વસ્તુઓ પકડાઈ રહી છે. લોકો ગમે તે વસ્તુની નકલ કરીને બસ પૈસા છાપવાના વિચાર સાથે અનેક ડુપ્લીકેટ વસ્તુઓ બનાવી રહ્યા છે. ત્યાર હવે સુરતમાંથી ડુપ્લીકેટ ઓઇલનું કારખાનું ઝડપાયું છે. આ કારખાનું છેલ્લા 1 વર્ષથી ધમધમી રહ્યું હતું, ત્યારે હવે સુરત ઝોન 1 LCBની ટીમે આ ડુપ્લીકેટ ઓઇલનું કારખાનું ઝડપી પાડ્યું છે.

સુરતના લસકાણા વિસ્તારમાં રેડ પાડવામાં આવી

ડુપ્લિકેશન માટે વરાછા, સરથાણા અને લસકાણા હબ બની રહ્યું છે, ત્યારે સુરત ઝોન 1 LCBની ટીમે સુરતના લસકાણા વિસ્તારમાં રેડ પાડીને આ એક વર્ષથી ચાલતા ડુપ્લીકેટ ઓઇલના કારખાનાને ઝડપી પાડ્યું છે. LCB ટીમે ડુપ્લીકેટ ઓઇલનું કારખાનું ચલાવનાર આરોપી નવનીતભાઈ જસમતભાઈ ઠુમ્મરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના નામે વેચતો હતો ઓઇલ

આરોપી નવનીત છેલ્લા 1 વર્ષથી આ કારખાનું ચલાવતો હતો અને અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના ઓઇલનું ડુપ્લીકેશન કરી સુરતના અલગ અલગ વિસ્તારોમાં વેચતો હતો. પોલીસે આરોપી પાસેથી જુદી-જુદી કંપનીઓના ડુપ્લીકેટ એન્જીન ઓઈલ સહિત કુલ રૂપિયા 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથધરી છે.

મહીસાગરના કડાણા નજીક ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.5ની તીવ્રતા

0

મહિસાગર જિલ્લામાં બુધવારની સવાર અચાનક દહેશતભરી બની ગઈ જ્યારે કડાણા નજીક ભૂકંપના આંચકા અનુભવાયા. આજે સવારે લગભગ 10 વાગ્યાના સમયે 3.5 તીવ્રતાના આંચકા મહિસાગર જિલ્લામાં નોંધાયા હતા. જો કે કોઈ જાનહાનિ કે માલહાનિ નોંધાઈ નથી, પરંતુ લોકોમાં થોડીક ઘભરાહટ જોવા મળી હતી.

ભૂકંપની તીવ્રતા ભલે ઓછી રહી હોય, પણ લોકો પોતાનાં ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. ખાસ કરીને કડાણા અને આસપાસના ગામોમાં ધ્રુજારીનો અહેસાસ થયોઃ લોકો ઘરોની દીવાલો કાંપતી અનુભવી રહ્યા હતા.

મળતી માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિન્દુ રાજસ્થાન રાજ્યની અંદર નોંધાયું છે, જે મહિસાગરથી ખાસું નજીક આવેલું છે. આથી તીવ્રતા ઓછી હોવા છતાં તેની અસર ગુજરાતના કડાણા વિસ્તારમાં પણ મહેસૂસ થઈ.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

ઉત્તરકાશી દુર્ઘટનામાં રેસ્ક્યૂ કરાયેલા લોકોમાં સૌથી વધુ ગુજરાતના પ્રવાસીઓ

0

ઉત્તરકાશી દુર્ઘટનામાં બચાવેલા લોકોની સંખ્યા અંગેની અટકળો વચ્ચે ડિઝાસ્ટર મેનેજમેન્ટે અત્યાર સુધીમાં બચાવેલા કુલ લોકોના સત્તાવાર આંકડા જાહેર કર્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સચિવે ડેટા જાહેર કર્યો અને કહ્યું કે ગંગોત્રી અને આસપાસના વિસ્તારોમાંથી 274 પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે અને સુરક્ષિત રીતે હર્ષિલ લઈ જવામાં આવ્યા છે. આ પ્રવાસીઓમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, આસામ, કર્ણાટક, તેલંગાણા અને પંજાબના લોકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હર્ષિલમાંથી 135 લોકોને પણ બહાર કાઢવામાં આવ્યા છે.

135 લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા

ડિઝાસ્ટર મેનેજમેન્ટે જણાવ્યું કે કુલ 274 લોકોને ખતરનાક સ્થળેથી બહાર કાઢીને સુરક્ષિત રીતે હર્ષિલ લઈ જવામાં આવ્યા છે. તેમના રહેવા, ખાવા અને તબીબી સહાયની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ બધા લોકોને હર્ષિલમાંથી બહાર કાઢવામાં આવશે. અત્યાર સુધીમાં 135 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે. 100 લોકોને ઉત્તરકાશી અને 35 લોકોને દેહરાદૂન મોકલવામાં આવ્યા છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ગંગોત્રી અને આસપાસના વિસ્તારોમાંથી 274 લોકોને હર્ષિલ લાવવામાં આવ્યા છે. બધા લોકો સંપૂર્ણપણે સુરક્ષિત છે. આમાં ગુજરાતના 131, મહારાષ્ટ્રના 123, મધ્યપ્રદેશના 21, ઉત્તરપ્રદેશના 12, રાજસ્થાનના 6, દિલ્હીના 7, આસામના 5, કર્ણાટકના 5, તેલંગાણાના 3 અને પંજાબનો 1 પ્રવાસીનો સમાવેશ થાય છે.

રાહુલ ગાંધીએ સમજાવ્યો મહારાષ્ટ્ર ચૂંટણીમાં ચોરીના ખેલ! જાણો શું કહ્યું?

0

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે ફરી એકવાર ચૂંટણી પંચ પર ચૂંટણીમાં ગેરરીતિઓનો આરોપ લગાવતા હુમલો કર્યો. તેમણે પુરાવાનો દાવો કરતા કહ્યું કે મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગેરરીતિ કરવામાં આવી. એક્ઝિટ પોલ અને પરિણામો અલગ-અલગ હતા. મહારાષ્ટ્રમાં 40 લાખથી વધુ શંકાસ્પદ મતદારો હતા. ચૂંટણી પંચ આ લોકોને કેમ બચાવે છે? નકલી રીતે મતદાન થયું હતું. ચૂંટણી પંચ અને ભાજપની મિલીભગત છે. ચૂંટણી પંચ ઇલેક્ટ્રોનિક મતદાન ડેટા કેમ આપતું નથી?

રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી પરિણામો અંગે અમને શંકા હતી કારણ કે ભાજપ વિરુદ્ધ એન્ટી-ઇન્કમ્બન્સીની અસર દેખાતી હતી. ક્યારેક લાડલી બહેન, ક્યારેક પુલવામા અને હવે સિંદૂર… ઓપિનિયન પોલ અને પરિણામો અલગ-અલગ હતા!મહારાષ્ટ્રના પરિણામોએ મત ચોરીની શંકાને મજબૂત કરી કારણ કે પાંચ મહિનામાં પાંચ વર્ષ કરતાં વધુ મતદારો ઉમેરાયા. પાંચ વાગ્યા પછી મોટી સંખ્યામાં મતદાન થયું. આ અંગે અમે ચૂંટણી પંચ સમક્ષ વાત રજૂ કરી પરંતુ ચૂંટણી પંચ અમને ડિજિટલ મતદાર યાદી આપવાનો ઇનકાર કરે છે. ત્યારબાદ અમારી ટીમે છ મહિના સુધી દસ્તાવેજોની તપાસ કરી અને પછી અમે આ પુરાવા રજૂ કર્યા.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે અમારા આંતરિક સર્વેમાં કર્ણાટકમાં અમે 16 બેઠકો જીતી રહ્યા હતા, પરંતુ વાસ્તવમાં માત્ર 9 બેઠકો જીતી. જ્યારે અમે બેંગલુરુ સેન્ટ્રલ લોકસભા બેઠકની તપાસ કરી તો જાણવા મળ્યું કે માત્ર એક વિધાનસભા બેઠક મહાદેવપુરામાં ભારે અંતરથી ભાજપે લોકસભા બેઠક જીતી. આ વિધાનસભા બેઠક પર એક લાખ નકલી મતદારો બનાવવામાં આવ્યા હતા.

રાહુલ ગાંધીએ રજૂ કરેલા પુરાવાના મુદ્દા

ડુપ્લિકેટ મતદારો: 11,965 – એક મતદાર ગુરકીરત સિંહ ડેંગે ચાર જગ્યાએ મતદાર કાર્ડ બનાવ્યા હતા. આદિત્ય શ્રીવાસ્તવ નામના એક મતદારે કર્ણાટક, મહારાષ્ટ્ર અને યુપીમાં મતદાર કાર્ડ બનાવ્યું હતું.

નકલી સરનામાં: 40,009 – ઘણા મતદાર કાર્ડ પર ઘણા હાઉસ નંબર શૂન્ય લખેલા હતા અને ઘણાના પિતાનું નામ વિચિત્ર હતું.

એક સરનામે ઘણા મતદારો: એક રૂમમાં 50-80 લોકોનું સરનામું નોંધાયેલું હતું. તપાસ દરમિયાન ધમકીઓ આપવામાં આવી. ફોટો વિના અથવા નાના ફોટોવાળા 4,132 મતદાર કાર્ડ મળી આવ્યા.

નવા મતદારો: 33,692 – તેમાં 70 વર્ષની એક મહિલાનું નામ બે જગ્યાએ હતું, અને તેણે બંને જગ્યાએ મત આપ્યો.