Home Blog Page 338

હેલ્થ એલર્ટ: કિડની માટે આ આદતો બની શકે છે જીવલેણ જોખમ

કિડની શરીરમાં રહેલી ગંદકીને ફિલ્ટર કરે છે. જો કિડનીનું સ્વાસ્થ્ય સારું ન હોય તો ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, કિડનીનું સ્વાસ્થ્ય સારું રાખવું મહત્વપૂર્ણ છે. ખોરાકની કિડની પર સૌથી વધુ અસર પડે છે. કિડની શરીરનું કુદરતી ફિલ્ટર છે જે ઝેરી પદાર્થો અને વધારાનું પ્રવાહી દૂર કરે છે. જો કિડનીને નુકસાન પહોંચાડતી વસ્તુઓ ખાવામાં આવે કે પીવામાં આવે, તો આ ઝેરી પદાર્થો શરીરમાં ફેલાશે, જેના કારણે પ્રવાહી જમા થશે, સોજો આવશે, એનિમિયા થશે, શ્વાસ લેવામાં તકલીફ થશે અને પેશાબમાં ફીણ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, આયુર્વેદિક ડૉક્ટર સલીમ ઝૈદીએ જણાવ્યું છે કે કિડની માટે કયા ખોરાક સૌથી ખરાબ છે.

કિડની માટે સૌથી ખરાબ ખોરાક કયા છે? કિડની માટે સૌથી ખરાબ ખોરાક
ડૉ. સલીમ ઝૈદીએ તેમના સોશિયલ એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કર્યો છે જેમાં તેમણે કહ્યું છે કે કિડની માટે સૌથી ખરાબ વસ્તુ ફ્રેન્ચ ફ્રાઈસ અથવા નમકીન છે. તેમાં વધુ પડતી માત્રામાં મીઠું અને તેલ હોય છે જે કિડની પર તણાવ લાવે છે. તે જ સમયે, ડૉ. સલીમ ઝૈદી કહે છે કે મીઠા વગર બાફેલા બટાકા ખાવા કિડની માટે શ્રેષ્ઠ છે.

આ ખોરાક કિડની માટે પણ ખરાબ છે

  • ઘણા ખોરાક એવા છે જે ધીમે ધીમે કિડનીને નુકસાન પહોંચાડે છે. પ્રોસેસ્ડ માંસ પણ આમાં શામેલ છે. પ્રોસેસ્ડ માંસમાં સોડિયમ અને પ્રોટીનનું પ્રમાણ એટલું વધારે છે કે તે કિડની પર દબાણ લાવે છે અને કિડનીના કાર્ય પર ખરાબ અસર કરે છે.
  • ડેરી ઉત્પાદનો એટલે કે દૂધ અને દૂધના ઉત્પાદનોનો વધુ પડતો વપરાશ ટાળવો જોઈએ કારણ કે તેમાં ફોસ્ફરસ અને પોટેશિયમ વધુ માત્રામાં હોય છે જે કિડનીના કાર્યમાં અવરોધ લાવી શકે છે.
  • તમારું મનપસંદ અથાણું કિડની માટે પણ હાનિકારક હોઈ શકે છે. અથાણામાં સોડિયમનું પ્રમાણ વધુ હોવાથી, તે પ્રવાહી રીટેન્શનનું કારણ બને છે અને બ્લડ પ્રેશર વધારી શકે છે.
  • વિટામિન સીનો વધુ પડતો ઉપયોગ કિડનીને પણ નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે વ્યક્તિએ જરૂર કરતાં વધુ નારંગીનો રસ ન પીવો જોઈએ.
  • મીઠી અને પ્રોસેસ્ડ વસ્તુઓ પણ કિડનીને અસર કરી શકે છે. આ ખોરાક પણ મર્યાદિત માત્રામાં ખાવા જોઈએ.

કિડની માટે કયા ખોરાક શ્રેષ્ઠ છે

  • ફૂલકોબી કિડની માટે સૌથી ફાયદાકારક ખોરાકમાંનો એક છે. ફૂલકોબીમાં વિટામિન K, ફોલેટ અને ફાઇબર હોય છે અને તે એન્ટી-ઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મોથી પણ ભરપૂર હોય છે.
  • બ્લુબેરી એન્ટી-ઓક્સિડન્ટ ગુણધર્મોથી ભરપૂર હોય છે અને કિડનીના સ્વાસ્થ્યને જાળવવા માટે ફાયદાકારક છે.
  • ઈંડાનો સફેદ ભાગ કિડની માટે પણ ફાયદાકારક છે. તેમાં પ્રોટીન અને ફોસ્ફરસની માત્રા ઓછી હોય છે, તેથી તે કિડની માટે અનુકૂળ ખોરાક છે.
  • કિડનીના સ્વાસ્થ્યને જાળવવા માટે લસણનું સેવન કરી શકાય છે. તેનો એક ફાયદો એ છે કે લસણ મીઠાની તૃષ્ણા ઘટાડે છે અને તમને વધુ મીઠું ખાવાનું મન થતું નથી.
  • વિટામિન E થી ભરપૂર ઓલિવ તેલ કિડની માટે પણ સારું છે. તેમાં અસંતૃપ્ત ચરબી હોય છે અને તે ફોસ્ફરસ મુક્ત પણ હોય છે.

બરેલીમાં અભિનેત્રી દિશા પટાણીના ઘર બહાર ફાયરિંગ, વિસ્તારમાં મચ્યો હાહાકાર

ગઈકાલે રાત્રે બરેલીમાં બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીના ઘરે અજાણ્યા બદમાશોએ ગોળીબાર કર્યો હતો. કહેવાય છે કે વહેલી સવારે લગભગ 3.30 વાગ્યે, અજાણ્યા બદમાશોએ દિશા પટણીના ઘરે ત્રણથી ચાર રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

પોલીસે ઘર પર સુરક્ષા વધારી દીધી
દરમિયાન, આ ઘટના બાદ બરેલી પોલીસે દિશા પટણીના ઘરની સુરક્ષા વધારી દીધી છે. બરેલી પોલીસે આરોપીઓને પકડવા માટે પાંચ અલગ-અલગ ટીમો બનાવી છે.

સિનિયર એસપીનું નિવેદન
આ સંદર્ભમાં, બરેલીના સિનિયર એસપી અનુરાગ આર્યએ જણાવ્યું હતું કે બરેલી વિસ્તારના થાણા કોતવાલી હેઠળ નિવૃત્ત સીઓ જગદીશ પટણીના ઘરે થયેલા ગોળીબાર અંગે પોલીસ જરૂરી કાર્યવાહી કરી રહી છે. પરિવારની સુરક્ષા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ ઘટનામાં જે કોઈ પણ સંડોવાયેલ હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

રશિયામાં તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 7.4ની તીવ્રતા

રશિયામાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા છે. કામચાટકાના પૂર્વી કિનારા નજીક આવેલો આ ભૂકંપ ખૂબ જ તીવ્રતાનો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.4 માપવામાં આવી હતી.

7.4 ની તીવ્રતાનો અર્થ શું થાય છે?
રિક્ટર સ્કેલ પર 7 થી વધુની તીવ્રતાનો ભૂકંપ એટલે કે તે એટલો ગંભીર છે કે તેના કારણે ઇમારતો ધરાશાયી થઈ શકે છે અને જાનમાલનું ભારે નુકસાન થઈ શકે છે. રશિયામાં 7.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, તેથી તેની શક્તિ સમજી શકાય છે. આ ભૂકંપે રશિયાને હચમચાવી નાખ્યું હશે.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.જ્યારે
  • ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

મિઝોરમના લોકોને પીએમ મોદીએ આપી મોટી ભેટ, 3 નવી ટ્રેનોને લીલીઝંડી બતાવી

0

પ્રધાનમંત્રી મોદીએ આઈઝોલમાં 9000 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આમાં 8070 કરોડ રૂપિયાના બૈરાબી-સૈરાંગ રેલવે લાઇનનો સમાવેશ થાય છે, જે મિઝોરમને પહેલીવાર રેલ નેટવર્ક સાથે જોડશે. આ ઉપરાંત, આઈઝોલ બાયપાસ, થેન્ઝોલ-સિયાલસુક અને ખાનકૌન-રોંગુરા રસ્તાઓ આ ક્ષેત્રમાં કનેક્ટિવિટી અને વેપારમાં વધારો કરશે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તુઇકુઆલમાં ખેલો ઇન્ડિયા ઇન્ડોર હોલનો શિલાન્યાસ કર્યો, જે મિઝોરમના યુવાનોને રમતગમતમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરશે. ઉપરાંત, મુઆલાખાંગમાં 30 TMTPA ક્ષમતાનો LPG બોટલિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે, જે સ્વચ્છ ઇંધણનો પુરવઠો વધારશે અને રોજગારની તકોનું સર્જન કરશે.

પીએમ મોદીએ કહ્યું, ‘આજે મિઝોરમ ભારતની વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આ દેશ માટે, ખાસ કરીને મિઝોરમના લોકો માટે એક ઐતિહાસિક દિવસ છે. આજથી, આઈઝોલ ભારતના રેલવે નકશા પર હશે. થોડા વર્ષો પહેલા, મને આઈઝોલ રેલવે લાઇનનો શિલાન્યાસ કરવાની તક મળી હતી અને આજે અમે તેને દેશવાસીઓને સમર્પિત કરવામાં ગર્વ અનુભવીએ છીએ. મુશ્કેલ ભૂપ્રદેશ સહિત અનેક પડકારોને પાર કરીને, બૈરાબી-સૈરાંગ રેલ્વે લાઇન વાસ્તવિકતા બની છે. અમારા ઇજનેરોની કુશળતા અને અમારા કાર્યકરોના ઉત્સાહથી તે શક્ય બન્યું છે.’

નસીબના બળિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વહીવટના પણ બળિયા પુરવાર થયા

ભૂપેન્દ્ર પટેલ કેવી સરકાર ચલાવશે? લોકોની ધારણાઓ ખોટી પડી, શાસનના ચાર વર્ષ સડસડાટ પૂરા થઈ ગયાં!

વડાપ્રધાન મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના પીઠબળ વચ્ચે ‘દાદા’એ અનેક કાયદાઓનું સરળીકરણ કરવા સાથે ટનાટન સરકાર દોડાવી

૨૦૨૧ના વર્ષમાં ભૂપેન્દ્ર પટેલે પણ કલ્પના કરી નહોતી કે તેઓ ‘મુખ્યમંત્રી’ બનશે, પરંતુ નેતાગીરીએ સત્તાનો કળશ ઢોળી મુખ્યમંત્રી બનાવવાનો કરેલો નિર્ણય ‘દાદા’એ સાર્થક કરી બતાવ્યો

માળખાગત વિકાસનાં કામો, વેપાર, ઉદ્યોગનું આધુનિકરણ, નવા ઉદ્યોગોની સ્થાપના, કાયદાનું સરળીકરણ, આ બધું કરવા સામે રાજ્યમાં વકરી રહેલો ભ્રષ્ટાચાર ભૂપેન્દ્ર પટેલની સરકાર માટે ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’ બરાબર ગણી શકાય

ખરેખર નસીબના બળિયા પુરવાર થયેલા ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી પદે સતત ચાર વર્ષ પૂરા કર્યા. ભૂપેન્દ્ર પટેલને સપનામાં પણ ખ્યાલ નહોતો કે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બનશે, પરંતુ કંઈક નવું કરવા ટેવાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાણે કોઈ ચમત્કાર થતો હોય એ રીતે ભૂપેન્દ્ર પટેલને બધાની વચ્ચેથી ઊંચકીને મુખ્યમંત્રી પદે બેસાડી દેતા રાજકીય ક્ષેત્રે અને ગુજરાતના લોકો અને ખુદ ભાજપ પક્ષમાં ભારે હલચલ મચી ગઈ હતી. લોકો માનતા હતા કે ભૂપેન્દ્ર પટેલ કેવી રીતે સરકાર ચલાવશે? થોડા દિવસોમાં કારભાર ખુલ્લો પડી જશે, પરંતુ ભૂપેન્દ્ર પટેલ પાકા ખેલાડી પુરવાર થયા અને ગુજરાતના રાજકીય ઇતિહાસમાં એક પાટીદાર મુખ્યમંત્રી તરીકે સતત ચાર વર્ષ પૂરાં કરીને પાંચમા વર્ષમાં પ્રવેશ કરી દીધો.

અલબત્ત, ભૂપેન્દ્ર પટેલની એક મુખ્યમંત્રી તરીકેની સફળતા પાછળ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પા‌ટિલનું પીઠબળ ખરેખર કારગત રહ્યા હતા. મતલબ કોઈ ધારાસભ્ય કે પક્ષનું મોટું માથું કોઈક ગરબડ કે વિરોધ કરવાનો પ્રયાસ કરે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચિંતા કરવા જેવું હતું નહીં અને છે પણ નહીં. વડાપ્રધાન મોદી અને અમિત શાહની દેશના રાજકીય અને વહીવટી કામકાજમાં વ્યસ્તતા વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પા‌ટિલે બાજી સંભાળી લીધી હતી અને સંભાળી રહ્યા છે. આ તરફ સી.આર. પા‌ટિલે પણ પ્રદેશ અધ્યક્ષ પદે પાંચ વર્ષ પુરા કરીને છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છે. રોજબરોજ અફવાઓ ઊઠતી રહે છે, પરંતુ કેન્દ્રીય નેતૃત્વ ગુજરાતનું નેતૃત્વ સી.આર. પા‌ટિલ સિવાય કોઈને સોંપવા ઈચ્છતું નથી. અન્યથા ક્યારના પ્રદેશપ્રમુખ બદલાઈ ચૂક્યા હોત.સી.આર. પા‌ટિલ પણ ખરેખર નસીબના બળિયા છે. તેમના આકરા અને શિસ્તબદ્ધ વહીવટને કારણે ઘણા લોકો ઈચ્છતા હશે કે સી.આર. પા‌ટિલને બદલવામાં આવે. પરંતુ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એ વાતની ખબર છે કે, ગુજરાત સરકાર અને સંગઠનમાં બદલાવ કરવાનું કામ આસાન નથી. ગુજરાતમાં પક્ષની જમીની હકીકતથી વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વાકેફ છે. વળી ગુજરાતને અકબંધ જાળવી રાખવાનું કામ પણ એટલું જ આવશ્યક છે.પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીને ખસેડીને ગત તા.૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ ચમત્કારિક રીતે પક્ષના નેતૃત્વએ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની સાવ અચાનક પસંદગી કરી હતી. એ દિવસની પક્ષની બેઠકમાં મોઢામાં સોપારી મમળાવતા, મમળાવતા વચ્ચેની હરોળમાં બેઠેલા ભૂપેન્દ્ર પટેલને સપનામાં પણ ખ્યાલ નહોતો કે આજના દિવસે તેમના નસીબમાં ‘રાજગાદી’ની ઘોષણા થવાની છે! પક્ષના નેતૃત્વએ આદેશ કરીને ભૂપેન્દ્ર પટેલને પ્લેટફોર્મ ઉપર બોલાવ્યા ત્યારે તેઓ ખુદ વાત માનવા તૈયાર નહોતા. કારણ કે પક્ષમાં તેમના કરતા પણ સિનિયર નેતાઓની આખી ફોજ હતી.

સ્ટેજ ઉપર પહોંચતા સુધીમાં તેમણે પોતાની જાતને પૂછી લીધું હતું કે, ‘તેમણે સાંભળેલી જાહેરાત ખરેખર સાચી છે?’ પરંતુ જાહેરાત સાચી હતી અને ભૂપેન્દ્ર પટેલે ‘દાદા ભગવાન’નું સ્મરણ કરીને પક્ષના નેતૃત્વએ કરેલા નિર્ણયને વધાવી લીધો હતો અને ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.ખાસ કરીને અમદાવાદ અને ગુજરાત ભાજપમાં ભૂપેન્દ્ર પટેલને લોકો ‘ભૂપેન્દ્ર દાદા’ તરીકે ઓળખે છે. પરંતુ તેમના સફળ નેતૃત્વને પગલે હવે ક્રમશઃ ભૂપેન્દ્ર દાદા તરીકેની ઓળખ ભુલાઈ રહી છે. આ ઉપરાંત ચાર વર્ષનાં સફળ શાસનના અંતે આજકાલ ભૂપેન્દ્ર પટેલમાં જબરજસ્ત બદલાવ આવ્યો છે. તેમનો આત્મવિશ્વાસ બેવડાવવા સાથે જાણે ફરી યુવાનીનો દોર શરૂ થયો છે અને ચહેરા ઉપર સતત સ્મિત દેખાઈ આવે છે. અલબત્ત, તેઓ ક્યારેક એવું કહે પણ છે કે, ‘આપણને ક્યાં ખબર હતી કે આપણે મુખ્યમંત્રી બનીશુ.’

ખરે, ગમે તેટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ વ્યક્તિના પ્રાણ અને પ્રકૃતિ બદલાતી નથી. ભૂપેન્દ્ર પટેલ ઇચ્છે તોપણ તેમના સ્વભાવમાં ગુસ્સો, આક્રમકતા લાવી શકવાના નથી. કદાચ તેમનો કુદરતી સ્વભાવ તેમની રાજકીય સફળતા માટેનું કારણ હોઈ શકે. તેમના સ્વભાવમાં સત્તા મેળવવા માટે ક્યારેય સ્પર્ધામાં ઊતરવાનું લખાયેલુ નથી તો બીજી તરફ તેમનાથી જુનિયર મંત્રી તેમના કરતા પણ વધારે સક્રિય, નિર્ણાયક થવાનો દેખાવ કરતા હોય તો તેમની ભૂપેન્દ્ર પટેલને ઈર્ષા નથી. આ સ્વભાવને કારણે ભૂપેન્દ્ર પટેલને ક્યારેક ‘નબળા’ મુખ્યમંત્રી કહેવાનું મન થાય. પરંતુ સાથે તેમની નિર્દોષતાના કારણે માફ કરી દેવાનું પણ મન થઈ આવે.ભૂપેન્દ્ર પટેલે વીતેલા ચાર વર્ષમાં ‘મૂક’ મને કરોડો રૂપિયાના વિકાસના કામો કર્યા. અનેક કાયદાઓનું સરળીકરણ પણ કર્યું. ચાર વર્ષ પહેલાની ગુજરાત સરકારની સ્થિતિ અને આજની ગુજરાત સરકારની વહીવટી સરળતાની સ્થિતિ સાવ જુદી અનુભવવા મળે છે. ભાજપની વિચારધારામાં પણ નહીં માનનાર વ્યક્તિએ સ્વીકારવું જ પડે કે ગુજરાત સરકારનાં વહીવટમાં સરળીકરણ ચોક્કસ થવા પામ્યું છે.ગુજરાત સરકારની મોટાભાગની સેવાઓ ઓનલાઈન કરી દેવામાં આવી છે. સૌથી જ‌િટલ ગણાતા મહેસૂલ વિભાગની સેવાઓને ભૂપેન્દ્ર પટેલે સૌથી વધારે પ્રાધાન્ય આપીને કાયદાને વધુ ને વધુ સરળ બનાવવાના પ્રયાસો કર્યા છે અને પરિણામે ગામડામાં રહેતા માણસનું કામ ગ્રામ પંચાયતમાં જ પૂરું થઈ જાય છે. પરિણામે જો સૌથી ખુશ હોય તો એ છેવાડાનો માણસ છે. આ ઉપરાંત સદ્‍ગત વિજય રૂપાણીએ જમીનના કેસમાં ૪૦ ટકા સમાન કપાત દર લાગુ કરવામાં અને ચાલુ રાખવામાં ભૂપેન્દ્ર પટેલ વધુ નિર્ણાયક રીતે આગળ વધ્યા હોવાથી ભ્રષ્ટાચારનાં સૌથી મોટા ઉપદ્રવ ગણાતા મહેસૂલ મંત્રાલયના રસ્તા આસાન બની ગયા છે.

દાદા ભગવાને તક આપી છે તો રાજ્યની પ્રજા માટે સુખાકારીના કામ કરી લેવા ભૂપેન્દ્ર પટેલે હામ ભીડી છે. ખરેખર જોઈએ તો ભૂપેન્દ્ર પટેલના નજીકના કોઈ જ સલાહકાર નથી. વડાપ્રધાન મોદી, અમિત શાહ અને સી.આર. પા‌ટિલ તેમના માટે સર્વોપ‌િર છે. કારણ, આ ત્રણે નેતાઓને ધરતી ઉપરની વાસ્તવિકતાની ખબર છે અને એટલે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે આ ત્રણ નેતાઓનો મત તેમના માટે સર્વોપ‌િર છે.એક હકીકત એ પણ છે કે, થોડા થોડા સમયે કેટલાક તકસાધુઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત આખું મંત્રી મંડળ બદલાઈ રહ્યું હોવાની સોશિયલ મીડિયા ઉપર જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ કેન્દ્રીય નેતૃત્વની ઇચ્છા હશે ત્યાં સુધી ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રીની ગાદીએથી ઉઠાડવાની કોઈ શક્યતા દેખાતી નથી. અન્યથા ચાર વર્ષનો સમયગાળો ખૂબ જ લાંબો કહી શકાય.

પરંતુ એક હકીકત છે કે, ગુજરાતમાં ભ્રષ્ટાચારના પ્રમાણમાં જબરજસ્ત વધારો થયો છે. કદાચ સરકારમાં બેઠેલા લોકો આ વાતનો સ્વીકાર નહીં, પરંતુ નજર સામેની હકીકતને કઈ રીતે છુપાવી શકાય. કારણ, ગમે તે હોય પરંતુ ભ્રષ્ટાચારનો દાનવ વધુ મોં ફાડીને વિકરાળ બની રહ્યો છે. સરકારી સેવાઓ ઓનલાઈન કર્યા પછી પણ ભ્રષ્ટાચારની ગંગોત્રીને નાથવામાં સરકાર ક્યાંક નિષ્ફળ નીવડી છે. ભાજપ માટે ગુજરાત ‘પ્રયોગશાળા’ છે અને આ પ્રયોગશાળાને સલામત રાખવી હશે તો ભ્રષ્ટાચારના દૈત્યને ચોક્કસ નાથવો પડશે જ. છુટાછવાયા એકલદોકલ અધિકારી, કર્મચારીને ACBની ઝાળમાં સપડાવી દેવાથી વકરી ગયેલા બેખૌફ ભ્રષ્ટાચારનો અંત નહીં આવે. ભ્રષ્ટાચાર ઉપરાંત અધિકારીઓની બેજવાબદારી અને પોલીસની બિનજરૂરી કડકાઈ સામે પગલાં નહીં ભરાય તો સરવાળે ભાજપને જ નુકસાન થશે.

ફેકન્યૂઝ અંગે ગુજરાત ગાર્ડિયનના તંત્રી મનોજ મિસ્ત્રીનો વીર નર્મદ યુનિવર્સિટીમાં સંવાદ

ગુજરાત પ્રેસ અકાદમી, પ્રાદેશિક માહિતી કચેરી-સુરત અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ‘ન્યૂઝ અને ફેક ન્યૂઝ’ પરિસંવાદ તેમજ ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ VNSGUના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

VNSGUના અંગ્રેજી વિભાગના સભાગૃહમાં આયોજિત સમારોહમાં VNSGUના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરી સર્જકો સાથેનો આ સંવાદ જ્ઞાનવર્ધનનું માધ્યમ બનશે એમ જણાવ્યું હતું.

ન્યૂઝ અને ફેક ન્યૂઝ વિષે ઊંડાણપૂર્વક સમજ આપતા સંદેશ દૈનિક-સુરતના નિવાસી તંત્રીશ્રી શ્રી કૃષ્ણકાંત ઉનડકટે જણાવ્યું કે, જ્યારે સોશિયલ મીડિયાનું અસ્તિત્વ ન હતું ત્યારે પણ ફેક ન્યૂઝનું પ્રચલન હતું. પરંતુ એ સમયે ટ્વીસ્ટેડ ફેક ન્યૂઝનો જમાનો હતો. જ્યારે હાલ સોશિયલ મીડિયાના યુગમાં વ્યક્તિઓ ફેક ન્યૂઝને રિયલ ન્યૂઝ માની લઈ જાણ્યે અજાણ્યે પણ ફેક ન્યૂઝ સર્ક્યુલેશનનો હિસ્સો બને છે. એટલે જ કોઈપણ ન્યૂઝ અથવા સોશિયલ મીડિયા પોસ્ટમાં આપેલી કન્ટેન્ટની સત્યતાની ચકાસણી કરવાની ટેવ કેળવવી જોઈએ.

તેમણે આજના સાયબર ક્રાઈમ અને ફેક ન્યૂઝ એ વર્તમાન સોશિયલ મીડિયાની સૌથી મોટી સમસ્યાઓ છે એમ જણાવી તેમણે ઉમેર્યું કે, ફેક ન્યૂઝની ભરમારને કારણે તથ્ય જાણવા માટે અખબારોની વિશ્વસનીયતા વધતી જાય છે. સોશિયલ મીડિયાના જમાનામાં અખબારોનું સર્ક્યુલેશન પ્રમાણમાં જરૂર ઘટ્યું છે, પરંતુ અખબારો ડિજીટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થવાના કારણે બહોળા પ્રમાણમાં વંચાય પણ છે.

પત્રકારત્વમાં, ભાષા-શબ્દોમાં સત્ય, સત્વ અને તત્વ ખૂબ અગત્યના છે. પત્રકારત્વનું મૂળ ધ્યેય છે સત્યને શોધવું અને રજૂ કરવું, ભ્રમ કે અફવાઓથી દૂર રહીને, તથ્ય આધારિત માહિતી લોકો સુધી પહોંચાડવી. પત્રકારત્વ માત્ર વ્યવસાય નહીં, પણ સમાજને સાચું અને સારૂ પીરસવાની જવાબદારી પણ છે એમ શ્રી ઉનડકટે ઉમેર્યું હતું.

ઉપસ્થિત મહાનુભાવો અને જર્નાલિઝમ-માસ કોમ્યુનિકેશનના વિદ્યાર્થીઓ સાથે ગુજરાત ગાર્ડિયનના તંત્રીશ્રી મનોજ મિસ્ત્રી અને લેખિકા અને કવયિત્રી શ્રી એષા દાદાવાળાએ ‘સર્જક સાથે સંવાદ’ અંતર્ગત સંવાદ કર્યો હતો.

મનોજ મિસ્ત્રીએ સાહિત્ય અને પત્રકારત્વને એકબીજાના પૂરક ગણાવતા કહ્યું કે, સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચે ગાઢ સંબંધ છે. બંનેનો મુખ્ય હેતુ સમાજ સાથે સંવાદ સ્થાપિત કરવાનો અને વાસ્તવિકતાને રજૂ કરવાનો છે. સાહિત્યમાં વિચારોને કલ્પના અને કલાત્મકતાના માધ્યમથી રજૂ કરાય છે, જ્યારે પત્રકારત્વમાં સત્યને સીધા અને તથ્યપૂર્ણ સ્વરૂપમાં રજૂ કરાય છે. સાહિત્યનો ઉદ્દેશ કલાત્મક અને ભાવનાત્મક રજૂઆત છે, જ્યારે પત્રકારત્વનો ઉદ્દેશ માહિતી અને તથ્યોની રજૂઆત છે. પત્રકારત્વ થકી ભાષા, શૈલી અને વર્ણનાત્મક રજૂઆતમાં કાબેલ પત્રકાર સાહિત્યસર્જન પણ કરતો થયો છે. આમ, બંને એકબીજાના અવિભાજ્ય અંગ છે.

મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું કે, મીડિયા ક્ષેત્રે પદાર્પણ કરનાર નવી પેઢીના નવા વિચારો, નવી દુનિયા, નવા સાધનોથી પત્રકારત્વનું માધ્યમ બદલાયું છે. આ નવી પેઢીએ જૂની પેઢીના અનુભવમાંથી શીખ લઈને પ્રેરણા મેળવવી પડશે એમ જણાવી વિચારોમાં ઊંડાણની જરૂરીયાત પર ભાર મૂક્યો હતો. અનુભવીઓને રોલમોડેલ બનાવી, સમન્વયકારી વલણ અપનાવી પોતાની ક્ષમતા સાબિત કરવી પડશે. તો જ જનરેશન ગેપ ઘટશે. નવી પેઢીના નવા વિચારો, નવી દુનિયા, નવા સાધનોથી પત્રકારત્વ માધ્યમ બદલાયું છે.

એષા દાદાવાળાએ જણાવ્યું કે, ઘણા પત્રકારોએ સાહિત્યિક કૃતિઓ લખી છે, અને સાહિત્યમાં પત્રકારત્વના તત્વોનો ઉપયોગ થયો છે. પત્રકારત્વ સમાજની વાસ્તવિકતાને ઉજાગર કરે છે, જે સાહિત્ય માટે પ્રેરણાનો સ્ત્રોત બની શકે છે. પત્રકારત્વમાંથી મળેલી વાસ્તવિકતા અને અનુભવો તેમની સાહિત્યિક કૃતિઓમાં જીવંત બની ઊભરી આવે છે. જેનો જાતઅનુભવ કર્યો હોવાનું જણાવ્યું હતું.

નવી પેઢીએ એ.આઈ.નો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની સાથે સંવેદનશીલ બની સ્વનિર્ભર પણ બનવું જોઈએ. અવિરત વાંચન, મનન અને ચિંતન કરી પોતાના વિચારોને વધુ ધારદાર કરવાનો અનુરોધ કર્યો હતો.

પ્રારંભે સ્વાગત પ્રવચન કરી ગુજરાત પ્રેસ અકાદમીના સચિવશ્રી જયેશભાઈ દવેએ સર્જકોને આવકાર્યા હતા અને કાર્યક્રમનો હેતુ અને રૂપરેખા રજૂ કરી હતી. સુરતના સંયુક્ત માહિતી નિયામક શ્રી અમિત ગઢવીએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન VNSGU ના ગુજરાતી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.ભરત ઠાકોરે કર્યું હતું. ડો. ભરત ઠાકોરે સર્જક સાથે સંવાદના સેશન દરમિયાન સર્જકો સાથે સંવાદનો સેતુ સાધ્યો હતો.

ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શપથ લેવડાવ્યા

0

શુક્રવારે સીપી રાધાકૃષ્ણને ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લેવડાવ્યા હતા. તેમણે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંયુક્ત વિપક્ષના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને હરાવ્યા હતા. રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. આ ચૂંટણી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના રાજીનામા પછી થઈ હતી. 781 સાંસદોમાંથી 767 લોકોએ મતદાન કર્યું હતું જેમાં 98.2 ટકા મતદાન કર્યું હતું.

રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા
મંગળવારે NDA ઉમેદવાર રાધાકૃષ્ણન ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. ચૂંટણી પછી, રાજ્યસભાના મહાસચિવ અને ચૂંટણી અધિકારી પીસી મોદીએ પરિણામો જાહેર કર્યા અને કહ્યું કે 781 સાંસદોમાંથી 767 લોકોએ મતદાન કર્યું, જે 98.2 ટકા મતદાન છે.

NDA ઉમેદવારને કેટલા મત મળ્યા?
NDA ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનને 452 મત મળ્યા હતા. જ્યારે, વિપક્ષી ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા હતા. 9 સપ્ટેમ્બરે મતદાન બાદ પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.

ઉપરાષ્ટ્રપતિ પદના પરિણામોની જાહેરાત પછી, પીએમ મોદીએ સીપી રાધાકૃષ્ણનને અભિનંદન આપ્યા હતા. પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવા ઉપરાષ્ટ્રપતિ ભારતના બંધારણીય મૂલ્યોને વધુ મજબૂત બનાવશે અને સંસદીય સંવાદમાં સકારાત્મક યોગદાન આપશે.

સીપી રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા
અહીં ઉલ્લેખનિય છે કે, સીપી રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા. હવે તેઓ દેશના ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. આ સ્થિતિમાં, મહારાષ્ટ્રમાં રાજ્યપાલનું પદ ખાલી પડી ગયું. નવા રાજ્યપાલની નિમણૂક સુધી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને તેમની ફરજો ઉપરાંત મહારાષ્ટ્રના રાજ્યપાલના કાર્યો સોંપવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ આ સંદર્ભમાં એક સત્તાવાર નિવેદન પણ જારી કર્યું છે.

કંડલાથી ઉડાન ભરીને સ્પાઈસજેટના ફ્લાઈટનું વ્હીલ તૂટ્યું, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

0

કંડલાથી મુંબઈ જઈ રહેલા સ્પાઈસજેટના વિમાનનું એક પૈડું ટેકઓફ પછી રનવે પર જોવા મળ્યું હતું. જોકે, વિમાનનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.

અહેવાલો અનુસાર, વિમાનનું પૈડું જમીન પર પડતાની સાથે જ, પાયલોટે સમજદારી બતાવી અને વિમાનને મુંબઈના રનવે પર ઉતાર્યું હતું. સાંજે 5 વાગ્યા સુધીમાં મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી જેથી વિમાનને કોઈક રીતે સુરક્ષિત રીતે લેન્ડ કરી શકાય.

સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,’12મી સપ્ટેમ્બરના રોજ, કંડલાથી મુંબઈ જઈ રહેલા સ્પાઈસજેટ Q400 વિમાનનું પૈડું ટેકઓફ પછી રનવે પર મળી આવ્યું હતું. વિમાન મુંબઈ તરફ આગળ વધ્યું અને સુરક્ષિત રીતે એરપોર્ટ પર લેન્ડિંગ થયું હતું. ત્યાર બાદ વિમાન ટર્મિનલ પર પહોંચ્યું અને બધા મુસાફરો સુરક્ષિત નીચે ઉતર્યા હતી.’

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું, ‘કંડલા એટીસીએ કંઈક પડતું જોયું. ઉડાન પછી અમે પાઇલટને આ અંગે જાણ કરી અને પડી ગયેલી વસ્તુ લાવવા માટે એટીસી જીપ મોકલવામાં આવી હતી. જ્યારે ATC ટીમ ત્યાં પહોંચી, ત્યારે જમીન પર ધાતુની રિંગ અને એક પૈડું મળી આવ્યું હતું.’

નેપાળમાં હિંસક તોફાન:રાષ્ટ્રપતિ અને સંસદ ભવન સહિત ઐતિહાસિક ઈમારતો આગની લપેટમાં

નેપાળમાં યુવાનોથી પ્રેરિત જનરલ-ઝેડ વિરોધ પ્રદર્શનોએ દેશને હચમચાવી નાખ્યો છે. ભ્રષ્ટાચાર, બેરોજગારી અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને અનેક સરકારી અને ઐતિહાસિક ઇમારતોમાં તોડફોડ કરી હતી. આ વિરોધ પ્રદર્શનોમાં મુખ્યત્વે જનરલ-ઝેડ યુવાનો હાજર રહ્યા હતા, જેઓ સરકારની નીતિઓથી નિરાશ હતા. 8 સપ્ટેમ્બરથી શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો ટૂંક સમયમાં હિંસક બન્યા. આ પછી તોડફોડ, આગચંપી અને હિંસાનો સમયગાળો શરૂ થયો. આંદોલનને કારણે અત્યાર સુધીમાં 35 થી વધુ લોકોનાં મોત થયા છે. ચાલો તમને જણાવીએ કે આ આંદોલનથી નેપાળની કઈ મુખ્ય સરકારી અને ઐતિહાસિક ઇમારતોને નુકસાન થયું છે.

વડા પ્રધાન કેપી શર્મા ઓલીને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી, અને સેના તૈનાત કરવામાં આવી. વિરોધીઓએ સંસદ ભવન, સુપ્રીમ કોર્ટ, વડા પ્રધાન નિવાસસ્થાન અને ઐતિહાસિક સિંહ દરબાર મહેલમાં આગ લગાવી, જેનાથી દેશના સાંસ્કૃતિક વારસાને ન ભરવાપાત્ર નુકસાન થયું.

01. સિંહ દરબાર, કાઠમંડુ
વિરોધીઓએ મુખ્યત્વે સિંહ દરબાર મહેલમાં આગ લગાવી હતી. તે નેપાળના વહીવટી અને ઐતિહાસિક વારસાનું પ્રતીક છે. આ મહેલને આગ લગાવીને સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો હતો. આ દરબારમાં સંસદ, વડા પ્રધાન કાર્યાલય સહિત અનેક મંત્રાલયો આવેલા હતા. સિંહ દરબાર મહેલનો ઇતિહાસ નેપાળના રાણા શાસન સાથે જોડાયેલો છે. તે જૂન 1908 માં ચંદ્ર શમશેર જંગ બહાદુર રાણા દ્વારા બનાવવામાં આવ્યો હતો, જે તે સમયે એશિયાનો સૌથી મોટો મહેલ હતો. તેમાં 1700 થી વધુ રૂમ છે. તે સમયે તેનો ખર્ચ 5 મિલિયન નેપાળી રૂપિયા હતો. નિયો-ક્લાસિકલ શૈલીમાં બનેલો, આ મહેલ રાણા પરિવારની શક્તિનું પ્રતીક હતો, જ્યાંથી નેપાળનો વહીવટ ચલાવવામાં આવતો હતો. 1973 માં થયેલા આગજનીમાં તેનો મોટાભાગનો ભાગ નુકસાન પામ્યો હતો, પરંતુ પશ્ચિમ ભાગ પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. આજે તે સરકારી કચેરીઓ, સંસદ અને મંત્રાલયોનું કેન્દ્ર છે, જે નેપાળના રાજકીય ઇતિહાસની સાક્ષી આપે છે. વિરોધીઓ દ્વારા તેના વિનાશથી દેશની સાંસ્કૃતિક ઓળખને ભારે ફટકો પડ્યો છે, કારણ કે તેમાં કિંમતી ઐતિહાસિક દસ્તાવેજો સંગ્રહિત હતા.

02. નેપાળનું સંસદ ભવન
હિંસક આંદોલન દરમિયાન, વિરોધીઓએ સિંહ દરબાર સંકુલમાં સ્થિત સંસદ ભવનને પણ આગ ચાંપી દીધી હતી. આ સંઘીય સંસદ ભવન નેપાળની લોકશાહી વ્યવસ્થાનું પ્રતીક છે. તેની સ્થાપના 1959 માં થઈ હતી. ત્યારથી, નેપાળમાં સંસદીય વ્યવસ્થા શરૂ થઈ. વિરોધીઓએ તેમાં તોડફોડ કરી અને ભ્રષ્ટાચાર વિરોધી ગ્રેફિટી બનાવી.

03. સુપ્રીમ કોર્ટ
વિરોધીઓએ પસંદગીપૂર્વક સરકારી અને ઐતિહાસિક ઇમારતોને નિશાન બનાવી હતી. આમાં નેપાળની સુપ્રીમ કોર્ટનો પણ સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટની ઇમારત 1956 માં બનાવવામાં આવી હતી. તે ન્યાયતંત્રની સ્વતંત્રતાનું પ્રતિનિધિત્વ કરે છે. વિરોધ દરમિયાન, વિરોધીઓએ પરિસરમાં આગ લગાવી દીધી હતી. ઘણા કાનૂની દસ્તાવેજો, રેકોર્ડ અને મહત્વપૂર્ણ ન્યાયિક રૂમોને નુકસાન થયું હતું.

04. નેપાળી કોંગ્રેસનું મુખ્યાલય
વિરોધ પ્રદર્શન દરમિયાન, વિરોધીઓએ હોબાળો પણ મચાવ્યો અને નેપાળી કોંગ્રેસના મુખ્યાલયમાં ભયંકર આગચંપી કરી. નેપાળી કોંગ્રેસ મુખ્યાલય 1940 ના દાયકાનું છે, જ્યારે પાર્ટીની સ્થાપના થઈ હતી અને તે સ્વતંત્રતા ચળવળમાં સક્રિય હતી. આ ઇમારતોના વિનાશથી નેપાળના ઇતિહાસને પણ મોટું નુકસાન થયું છે. આ હુમલાઓમાં ઐતિહાસિક દસ્તાવેજો અને રેકોર્ડ સહિત $1.4 બિલિયનનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

05. રાષ્ટ્રપતિ મહેલ (શીતલ નિવાસ), મહારાજગંજ, કાઠમંડુ
આ નેપાળના રાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન છે. વિરોધીઓએ આ ઇમારતને પણ નિશાન બનાવી હતી અને તેને આગ ચાંપી દીધી હતી. રાષ્ટ્રપતિ ગૃહમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, અહીંથી મહત્વપૂર્ણ વસ્તુઓ, ખુરશીઓ, સોફા અને અન્ય વસ્તુઓ છીનવી લેવામાં આવી હતી. રાષ્ટ્રપતિ ગૃહ 1924 માં ભૂતપૂર્વ વડા પ્રધાન ચંદ્ર શમશેર રાણા દ્વારા બનાવવામાં આવ્યું હતું. બાદમાં તેનું નામ શીતલ નિવાસ રાખવામાં આવ્યું. 1948 માં, ભૂતપૂર્વ વડા પ્રધાન ચંદ્ર શમશેરના પુત્ર કૃષ્ણ શમશેરે રાજકીય દબાણ હેઠળ તેને સરકારને સોંપી દીધું.

    06. આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્ર
    વિરોધીઓએ આ ઇમારતને પણ આગ ચાંપી દીધી અને તોડફોડ કરી. તેને નેપાળ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર અને બિરેન્દ્ર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર તરીકે પણ ઓળખવામાં આવતું હતું. તે કાઠમંડુના નવા બાણેશ્વર વિસ્તારમાં આવેલું છે. આ કેન્દ્રની સ્થાપના 1993 માં ચીનની મદદથી કરવામાં આવી હતી. તે એક બહુહેતુક આધુનિક સુવિધા કેન્દ્ર છે, જેમાં નેપાળની ફેડરલ સંસદની બેઠકો પણ યોજાતી હતી. તેની સ્થાપત્ય મિશ્રિત છે. તે આધુનિક ડિઝાઇનને નેપાળી પરંપરાગત શૈલીઓ સાથે જોડે છે.

    07. રાજકીય નેતાઓના વૈભવી હોટલો અને રહેઠાણો
    હિંસા દરમિયાન, વિરોધીઓએ નેપાળમાં ઘણી મોટી લક્ઝરી હોટલોને પણ નિશાન બનાવી હતી. આમાં નેપાળની મુખ્ય હિલ્ટન હોટલનો પણ સમાવેશ થાય છે. કાઠમંડુમાં સ્થિત આ ફાઇવ સ્ટાર હોટલને રાજધાનીમાં પ્રગતિ અને વૈશ્વિક રોકાણનું પ્રતીક માનવામાં આવતી હતી. પરંતુ તેને આગ પણ લગાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત હયાત રીજન્સીનો પણ નાશ કરવામાં આવ્યો હતો. બૌદ્ધ વિસ્તારની નજીક હોવાથી, તે પર્યટન અને ધાર્મિક દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ હોટલોમાંની એક હતી.

    08. પ્રધાનમંત્રી નિવાસસ્થાન
    વિરોધ પ્રદર્શન દરમિયાન, ઝેન-જી આંદોલનકારીઓએ નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીના નિવાસસ્થાનને પણ આગ ચાંપી દીધી હતી. આ ઉપરાંત, ભૂતપૂર્વ વડા પ્રધાન શેર બહાદુર દેઉબાનું ઘર પણ સળગાવી દેવામાં આવ્યું હતું. વડા પ્રધાનનું નિવાસસ્થાન કાઠમંડુના બાલુવાતારમાં આવેલું છે.

    Ghibli બાદ હવે Google Geminiથી બનાવો 3D ટ્રેન્ડિંગ ફોટો, મુખ્યપ્રધાને પણ બનાવ્યું 3D પૂતળું

    0

    ગૂગલ જેમિની એ તાજેતરમાં નેનો બનાના એઆઈ ટૂલ રજૂ કર્યું છે, જે 3D ફિગરિન(પૂતળાં) બનાવી શકે છે. આ ટૂલ લોન્ચ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. 3D મિનિએચર ખાસ કરીને Gen Z માં લોકપ્રિય બન્યા છે.

    ગૂગલ જેમિનીએ તાજેતરમાં નેનો બનાના એઆઈ ટૂલ લોન્ચ કર્યું છે. આ ટૂલ દ્વારા યુઝર્સ 3D પૂતળાં બનાવી શકે છે. ગૂગલનું આ એઆઈ ફીચર જનરલ ઝેડ યુઝર્સમાં ખૂબ જ લોકપ્રિય છે. આ 3D પૂતળાં ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ વગેરે જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. યુઝર્સ આ 3D છબીઓ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પોસ્ટ કરી રહ્યા છે. જો તમે પણ ગૂગલ જેમિનીના આ નવા એઆઈ ફીચરનો ઉપયોગ કરીને 3D પૂતળાં બનાવવા માંગો છો, તો તે ખૂબ જ સરળ છે.

    નેનો બનાના એઆઈ શું છે?
    ગૂગલે તેના એઆઈ ચેટબોટ જેમિની 2.5 માં એક નવું ફ્લેશ ઇમેજ ટૂલ ઉમેર્યું છે, જેનું નામ નેનો બનાના 3D ફિગરીન છે. તમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવા 3D ફિગરીન જોવા મળશે. ગૂગલનું આ અદ્યતન મોડેલ ખૂબ જ બારીકાઈથી 3D ફિગરીન રજૂ કરે છે. આ દ્વારા બનાવેલા મિનિએચર્સમાં ચહેરાના એક્સપ્રેશન, ક્લોથિંગ અને બેકગ્રાઉન્ડ એલિમેન્ટ એકદમ વાસ્તવિક લાગે છે. આ જ કારણ છે કે તે યુઝર્સમાં, ખાસ કરીને જનરલ ઝેડમાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે.

    ગૂગલનું આ AI ટૂલ ફ્રી-ટુ-યુઝ છે, જેના કારણે તે વપરાશકર્તાઓમાં ખૂબ જ લોકપ્રિય બન્યું છે. તાજેતરમાં, આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્મા સહિત ઘણી સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર તેમના 3D વર્ઝન શેર કર્યા, જેના પછી ગૂગલનો આ નેનો બનાના ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે.

    3D ફિગરિન(પૂતળા) કેવી રીતે બનાવવા?

    • સૌથી પહેલા તમે Google AI સ્ટુડિયોની વેબસાઇટ અથવા Google Gemini એપ્લિકેશન પર જાઓ
    • અહીં તમને Nano Banana છબી બનાવવાનો વિકલ્પ દેખાશે. તમે તમારી જે પણ તસવીરનું 3D ફિગરિન બનાવવા માંગતા હો તેને અપલોડ કરો
    • Google Gemini ની વિંડોમાં, તમારે 3D પૂતળા બનાવવા માટે કેટલાક કમાન્ડ આપવાના રહેશે અને તમારી HD એટલે કે ઉચ્ચ રીઝોલ્યુશન છબી અપલોડ કરવી પડશે.
    • જે વિંડોમાં તમે કમાન્ડ લખો છો તેની સાઇટ પર એક + આઇકોન છે, તેના પર ટેપ કરીને અથવા ક્લિક કરીને, તમે તસવીર અપલોડ કરી શકો છો.
    • જેમ જેમ તમે Run and Enter બટન પર ટેપ કરો છો અથવા ક્લિક કરો છો, તમારા કમાન્ડના આધારે 3D પૂતળા બની જશે
      કમાન્ડ શું છે?

    સામાન્ય રીતે, સોશિયલ મીડિયામાં ચાલી રહેલા ટ્રેન્ડ માટે તસવીર અપલોડ કરવાની સાથે તમારે કેટલાક કમાન્ડ આપવા પડશે. તમે જે પણ પ્રકારની તસવીર ઈચ્છતા હોવ એનું વર્ણન લખશો એટલે એવા જ બેકગ્રાઉન્ડ સાથે તમારી તસવીર બનશે. જોકે હાલમાં ટ્રેન્ડમાં કમ્પ્યુર થીમ વધારે ટ્રેન્ડમાં છે. તમે જેવી 3D તસવીર બનાવવા માંગતા હોય એવી જ તસવીર કમાન્ડના આધારે બનાવી શકો છો. તમે Google Gemini નો ઉપયોગ કરીને મનગમતી 3D તસવીર બનાવી શકો છો.