Home Blog Page 305

‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવાઇ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. આ ૨૪ વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેની વિકાસગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં આજે તા.૭ થી આગામી તા.૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન “વિકાસ સપ્તાહ”ની ઉજવણીનો પ્રારંભ થયો છે. જે સંદર્ભે નિવાસી અધિક કલેક્ટરશ્રી વિજય રબારીના અધ્યક્ષસ્થાને જિલ્લા સદન ખાતે જિલ્લાના અધિકારી-કર્મચારીઓએ મન-વચન અને કમર્થી દેશના વિકાસ માટે સમર્પિત ભાવથી કાર્ય કરવા ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી હતી.

આ પ્રતિજ્ઞામાં ઉચ્ચ અધિકારીઓએ ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના મંત્ર થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં શ્રેષ્ઠ યોગદાન આપવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી. સાથોસાથ ‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્રને જીવનમંત્ર બનાવીને જવાબદાર નાગરિક તરીકે રાષ્ટ્રસેવા-જનસેવા માટે પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા.

આ વેળાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એમ.બી. પ્રજાપતિ, સંયુક્ત માહિતી નિયામકશ્રી અમિત ગઢવી, જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ ગઢવી, પ્રાંત અધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભારત વિકાસ પ્રતિજ્ઞા

  • હું ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે..
  • મારા જીવનની પ્રત્યેક ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ.
  • હું સ્વનો વિચાર કરતાં પહેલાં સૌનો વિચાર કરીશ. દેશના બધા જ સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ. દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહીશ.
  • હું મારા દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ અને તેનું જતન કરીશ.
  • હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહીશ.

જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી, બંધુતાની ભાવના સાથે મારા દેશને પ્રાધાન્ય આપીશ. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડીતતા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ જોયેલ વિકિસત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન-વચન અને કર્મથી તત્પર રહીશ.

“હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” ના મંત્ર થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં હું મારું શ્રેષ્ઠ યોગદાન આપીશ.
‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશ.

સુરેન્દ્રનગરમાં ભયંકર અકસ્માત: ડમ્પર સાથે અથડાઇ ચાર મહિલાઓના ઘટનાસ્થળે જ મોત

સુરેન્દ્રનગર-માલવણ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં કારમાં સવાર ચાર મહિલાનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે, જ્યારે એક પુરુષને ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ચારેય મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર-માલવણ હાઈવે પર આવેલા ઝેઝરી ગામ નજીક ડમ્પર અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં ચાર મહિલાનાં મોત થયાં છે. સ્થાનિકોએ જાણ કરતાં બજાણા પોલીસ અને 108નો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.

ચારેય મહિલાના ઘટનાસ્થળે મોત
આ અકસ્માતની ઘટનામાં અલટ્રોજ કાર માલવણથી સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી, જ્યારે સામે સુરેન્દ્રનગરથી માલવણ તરફ માંતેલા સાંઢની માફક પૂરઝડપે આવતા ડમ્પર સાથે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર ચાર મહિલાનાં સારવાર મળે એ પહેલાં જ ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. આ ગોઝારા અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થઈ ગયાં હતાં.

મંદિરે દર્શન કરવા જતી વેળાએ અકસ્માત થયો
આ તમામ લોકો પાટડી તાલુકાના ધામા સ્થિત શક્તિ માતા મંદિરથી દર્શન કરી વણા શક્તિ માતાના મંદિરે દર્શન કરવા જતા સમયે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. એમાં અકસ્માતનો ભોગ બનનારી ચાર મહિલામાં બે મહિલા મૂળ ડેરવાળાનાં વતની અને હાલ અમદાવાદ રહેતાં હોવાનું સામે આવ્યુ છે, જ્યારે અન્ય બે મૃતક મહિલા અમદાવાદના તેમના પાડોશી હોવાનું હાલ સામે આવ્યું છે.

રાજ્ય કર્મચારીઓને દિવાળી ભેટ: જુલાઈ 2025થી મોંઘવારી ભથ્થામાં વધારો

0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ 1 જુલાઈ 2025થી આપવાનો નિર્ણય કર્યો છે.

સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવામાં આવેલ છે. આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે 1 જુલાઈ 2025 થી 30 સપ્ટેમ્બર 2025 સુધીની તફાવતની રકમ એક હપ્તામાં ચૂકવવામાં આવશે.

9.51 લાખ સરકારી કર્મચારી અને પેન્શનર્સને લાભ મળશે આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે 1 જુલાઈ 2025થી 30 સપ્ટેમ્બર 2025 સુધીની તફાવતની રકમ એક હપ્તામાં ચૂકવવામાં આવશે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.69 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.82 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.

એરિયર્સ પેટે 483.24 કરોડની કર્મચારીઓને ચુકવણી કરશે એટલું જ નહિ, રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને રૂ. 483.24 કરોડની કર્મચારીઓને ચુકવણી કરશે તથા વધારાના વાર્ષિક રૂ. 1932.92 કરોડની ચુકવણી પગારભથ્થા-પેન્શન પેટે કરાશે. મુખ્યમંત્રીએ કરેલા આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની સૂચનાઓ પણ આપી છે.

આ પ્રકારના કર્મચારીઓને મળશે મોંઘવારી ભથ્થાનો લાભ
આ હુકમ જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તક છે તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ તથા પંચાયત કર્મચારીઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ, સહાયક અનુદાન મેળવતી બિનસરકારી શાળાઓ/સંસ્થાઓ જેમના કર્મચારીઓને રાજ્ય સરકારની મંજૂરીથી સાતમા પગારપંચ પ્રમાણે પગાર સુધારણાનો લાભઆપવામાં આવેલો છે તેવા કર્મચારીઓને લાગુ પડશે.

ડોનાલ્ડ ટ્રમ્પે હવે ટ્રકો પર 25 ટકા ટેરિફ લાદી, 1 નવેમ્બરથી લાગુ

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક વખત ટેરિફ લાદી છે. આ વખતે ટ્રમ્પે અમેરિકામાં આયાત થતા ટ્રકો પર 25 ટકા ટેક્સ વસૂલવાની ઘોષણા કરી છે, જે 1 નવેમ્બરથી લાગુ થશે. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટુથ સોશલ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, 1 નવેમ્બર, 2025થી શરૂ થઇ, અન્ય દેશો માંથી સંયુક્ત રાજ્ય અમેરિકામાં આવતા તમામ મીડિયમ અને હેવી ટ્રકો પર 25 ટકા ટેરિફ લાદવામાં આવશે.

સુરત રેલ્વે સ્ટેશન મોર્ડનાઈઝેશન: પ્રતિબંધિત રસ્તાની મુદત લંબાવી, માર્ગ માટે વૈકલ્પિક રસ્તા જાહેર

સુરત રેલ્વે સ્ટેશન મોર્ડનાઇઝેનના ભાગ રૂપે સુરત ઇન્ટેગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ(SITCO) દ્વારા સુરત રેલ્વે સ્ટેશન આજુ-બાજુ બનાવવામાં આવનાર નવા ફ્લાય ઓવર-બ્રિજને વરાછા ફ્લાય ઓવર-બ્રિજ સાથે જોડવાની કામગીરી કરવાની હોવાથી પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતે એક જાહેરનામાં દ્વારા પ્રતિબંધિત રસ્તાની મુદત લંબાવી છે. જે અનુસાર સેન્ટ્રલ વેરહાઉસ ત્રણ રસ્તાથી વૈશાલી સર્કલ સુધીનો (સુરત શહેર તરફ જતો રસ્તો) એક તરફનો રસ્તો બ્રિજની કામગીરી કરવા માટે જાહેરનામાં પ્રસિદ્ધ થયે તારીખ થી તા.૩૧/૧૨/૨૦૨૫ સુધી સદર રૂટ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવે છે.

જેના માટેના વૈકલ્પિક રૂટ તરીકે, (A) હેવી ટ્રકો તથા ખાનગી લકઝરી બસો સિવાયના વાહનો હિરાબાગ જંકશન તરફથી સુરત રેલ્વે સ્ટેશન તરફ જતા તમામ પ્રકારના વાહનો સેન્ટ્રલ વેરહાઉસથી ડાબી બાજુ વળી આગળ સીધા જઇ વસંતભીખાની વાડીથી જમણી બાજુવળી આશરે ૨૦ મીટર આગળ જઇ ડાબીબાજુ વળી આગળ સીધા જઈ નિર્મલ છાયા કંમ્પાઉન્ડથી જમણી બાજુવળી ત્રિકમનગર સોસાયટી તથા સિધ્ધાર્થ નગરખાયટી વચ્ચેથી પસાર થતા TP રોડ ઉપર આગળ જઈ ઉગમનગર ત્રણ રસ્તા (શ્યામજીભાઇ કાળીદાસની વાડી) પાસે આવેલ ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી આગળ સીધા જઈ જે.બી.ડાયમંડ સર્કલથી ડાબી બાજુવળી આગળ સીધા જઇ લંબે હનુમાન પોલીસ ચોકીથી જમણી બાજુવળી આગળ સીધા જઈ પોદ્દાર આર્કેટથી ડાબી બાજુવળી આયુર્વેદિક ગરનાળાથી સુરત સ્ટેશન તરફ જઇ શકશે.

(B) હેવી ટૂંકો તથા ખાનગી લકઝરી બસો સિવાયના વાહનો હિરાબાગ જંકશન તરફથી આવી ઉમિયામાતા સર્કલ, માનગઢ ચોક અને તેની આજુ-બાજુનાં વિસ્તારમાં જવા વાળા મીનીબજાર ત્રણ રસ્તાથી જમણી બાજુવળી માનગઢ ચોક ચાર રસ્તાથી જરૂરીયાત મુજબનાં પોતાનાં વિસ્તારમાં જઇ શકશે.

(C) હેવી ટ્રકો તથા ખાનગી લકઝરી બસો અગાઉ જાહેર થયેલા છુટછાટના સમયમાં પણ હિરાબાગ સર્કલથી આગળ મીનીબજાર અને સેન્ટ્રલ વેરહાઉસ ત્રણ રસ્તા, વૈશાલી સર્કલ તરફ (24 X 7) જઈ શકશે નહી.

(D)અગાઉ જાહેર થયેલા છુટછાટ મુજબના સમયગાળા દરમ્યાન સુરત શહેરમાં આવતી હેવી ટ્રકો અને લકઝરી બસો હિરાબાગ સર્કલથી જમણી બાજુ વળી વલ્લભાચાર્ય રોડ ઉપર થઇ તેની આજુ-બાજુઅના વિસ્તારોમાં અને ગૌશાળા સર્કલ થઇ કતારગામ તરફ જઇ શકશે. તથા કાપોદ્રા વિસ્તાર, ગાયત્રી સર્કલ, સીતાનગર સર્કલ, બોમ્બે માર્કેટ તરફ જતી હેવી ટ્રકો અને લકઝરી બસો કાપોદ્રા ચાર રસ્તાથી ડાબી બાજુ વળી (અથવા હિરાબાગથી ડાબી બાજુ વળી) શ્રીરામ મોબાઇલ, રચના સર્કલ, ગાયત્રી સર્કલ થઇ રેશ્મા સર્કલ, સીતાનગર કાપોદ્રા વિસ્તાર અને જુની બોમ્બે માર્કેટ થઇ સુરત શહેરમાં જઇ શકશે.

આ જાહેરનામું ફરજ પરનાં પોલીસ વિભાગના વાહનો, આવશ્યક સેવાના વાહનો, ફાયર, એમ્બ્યુલન્સ, ICના વાહનો અને સરકારી તમામ વાહનોને અવર-જવર કરવા માટે લાગુ પડશે નહિ. અને તેનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે. 

હરિયાણા કેડરના સિનિયર IPS અધિકારીએ ચંડીગઢમાં આત્મહત્યા કરી

0

હરિયાણાના વરિષ્ઠ IPS અધિકારી વાય. પૂરણ કુમારે ચંદીગઢ સ્થિત તેમના ખાનગી નિવાસસ્થાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. તેમના આત્યંતિક પગલાનું કારણ હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ મળી નથી. ચંદીગઢ અને હરિયાણા પોલીસના અનેક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

મૃતકની પત્ની IAS અધિકારી છે.
મૃતક અધિકારી વાય. પૂરણ કુમારના પત્ની, એક IAS અધિકારી છે. તેઓ 5 ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની અને અન્ય અધિકારીઓ સાથે જાપાનની મુલાકાતે ગયા હતા. તેઓ કાલે સાંજે ભારત પરત ફરશે.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો
અહેવાલો અનુસાર, પોલીસે અધિકારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને તપાસ શરૂ કરી છે. તપાસ ટીમ નજીકના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે અને આત્મહત્યા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. કેસના તમામ પાસાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. કારણ કે આ એક હાઇ-પ્રોફાઇલ કેસ છે, તેથી તેને ખૂબ જ સાવધાની સાથે સારવાર આપવામાં આવી રહી છે.

પ્રશ્ન એ રહે છે કે આટલા ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીએ આત્મહત્યા કેમ કરી? શું તે વ્યક્તિગત કારણ હતું કે કોઈ અન્ય કારણસર અધિકારીને આત્મહત્યા કરવા મજબૂર કરવામાં આવ્યા હતા? અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે, જેના જવાબો તપાસ પછી જ મળશે.

આ અધિકારીઓ 2001 બેચના હતા.
અહેવાલો અનુસાર, વાય. પૂરણ કુમાર 2001 બેચના આઈપીએસ અધિકારી હતા. તેઓ તેમના કાર્યનિષ્ઠા માટે જાણીતા હતા. તેમના મૃત્યુથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે, અને તેમના સાથીદારો એ વાત પર વિશ્વાસ કરી શકતા નથી કે વાય. પૂરણ કુમારે આત્મહત્યા કરી છે. પોલીસ અને વહીવટીતંત્રે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે.

નેપાળમાં જનરલ-ઝેડ ચળવળે ચૂંટણીની તારીખ કરી જાહેર, જાણો ક્યારે થશે મતદાન

નેપાળમાં જનરલ-ઝેડ ચળવળ બાદ, એક વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. સુશીલા કાર્કી વચગાળાની સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. આ દરમિયાન, નેપાળમાં નોંધપાત્ર રાજકીય ઉથલપાથલ જોવા મળી છે. નેપાળની ટોચની ચૂંટણી સંસ્થાએ 5 માર્ચે યોજાનારી પ્રતિનિધિ સભાની ચૂંટણીના સમયપત્રકને મંજૂરી આપી છે. ચૂંટણીઓ પછી, નવી ચૂંટાયેલી સરકાર ફરી એકવાર દેશનો કાર્યભાર સંભાળશે.

ચૂંટણી પંચે શું કહ્યું?
એક નિવેદનમાં, ચૂંટણી પંચે જણાવ્યું હતું કે મંજૂર કરાયેલ સમયપત્રકમાં નોંધણી, મતદાન અને મત ગણતરી સહિતની તમામ મુખ્ય પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. સમયપત્રક મુજબ, રાજકીય પક્ષોએ 16 થી 26 નવેમ્બર દરમિયાન ચૂંટણી માટે નોંધણી કરાવવી આવશ્યક છે. ભાગ લેવા માંગતા કોઈપણ નવા રાજકીય પક્ષે 15 નવેમ્બર સુધીમાં નોંધણી કરાવવી આવશ્યક છે.

નેપાળમાં મતદાન ક્યારે થશે?
રાજકીય પક્ષોને ૧૫ ફેબ્રુઆરીથી ૨ માર્ચ સુધી ૧૫ દિવસના સમયગાળા માટે તેમના ચૂંટણી પ્રચાર કરવાની મંજૂરી આપવામાં આવશે. તેમાં જણાવાયું છે કે પક્ષોએ ૨ અને ૩ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ ચૂંટણી માટે તેમની યાદીઓ સબમિટ કરવાની રહેશે. મતદાન ૫ માર્ચ, ૨૦૨૬ ના રોજ સવારે ૭:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી થશે. મતપેટીઓ એકત્રિત થયા પછી તે જ દિવસે મતગણતરી કરવામાં આવશે.

કેપી શર્મા ઓલીને રાજીનામું આપવું પડ્યું
દરમિયાન, એ પણ નોંધવું જોઈએ કે કાર્યકારી વડા પ્રધાન સુશીલા કાર્કીએ અગાઉ કહ્યું હતું કે તેમની સરકાર સમયસર સામાન્ય ચૂંટણીઓ યોજવા માટે પ્રતિબદ્ધ છે. 73 વર્ષીય કાર્કી 12 સપ્ટેમ્બરના રોજ કાર્યકારી સરકારના વડા પ્રધાન બન્યા હતા. કાર્કીએ એવા સમયે પદ સંભાળ્યું હતું જ્યારે નેપાળ ઊંડા રાજકીય સંકટમાં ફસાયેલું દેખાતું હતું. જનરલ-ઝેડ ચળવળને કારણે ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલીને રાજીનામું આપવું પડ્યું હતું.

કફ સિરપથી બાળકોના મોતનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો

0

કફ સિરપ પીવાથી અનેક રાજ્યોમાં બાળકોના મોત થયાનો મુદ્દો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. આ મામલે વકીલ વિશાલ તિવારીએ જાહેર હિત અરજી (PIL) દાખલ કરી છે. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે કેસની તપાસ રાષ્ટ્રીય ન્યાયિક પંચ અથવા પછી CBI દ્વારા નિષ્ણાતોની સમિતિ મારફતે કરવામાં આવે અને તેની દેખરેખ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા કરવામાં આવે.

આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે આ દવાઓમાં વપરાતા ડાય ઇથેલિન ગ્લાયકોલ અને ઇથેલિન ગ્લાયકોલ જેવાં રસાયણોનાં વેચાણ અને દેખરેખ માટેના નિયમો વધુ કડક બનાવવામાં આવે. એ સાથે જ પીડિત પરિવારોને વળતર આપવામાં આવે અને બાળકોના મોતના કેસમાં વિવિધ રાજ્યોમાં નોંધાયેલી FIRને એક જ સ્થળે ટ્રાન્સફર કરીને તપાસ કરાવવામાં આવે.

આ અરજીમાં એ પણ માગવામાં આવી છે કે કફ સિરપને નામે ‘ઝેરી’ સિરપ બનાવનાર કંપનીઓનાં લાઇસન્સ તાત્કાલિક રદ કરવામાં આવે, તેમની ફેક્ટરીઓ બંધ કરવામાં આવે અને તેમના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત આ કંપનીઓના પ્રોડક્ટ્સ બજારમાંથી પાછા મગાવવામાં આવે અને ડ્રગ્સ રિકોલ પોલિસી બનાવવામાં આવે.

તપાસ સમિતિને મળેલી માહિતીમાં ખુલાસો થયો છે કે કફ સિરપ બનાવતી કંપનીનું એડ્રેસ ચકાસવા તપાસ ટીમ પહોંચી ત્યારે જણાયું હતું કે ફેક્ટરી તામિલનાડુના કાંચીપુરમમાંથી ચલાવવામાં આવી રહી હતી. અહીં તપાસ દરમિયાન ટીમે જોયું કે માત્ર 3 BHK જેટલી જગ્યા પર 60 પ્રોડક્ટ્સ તૈયાર થઈ રહ્યા હતા.

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) એ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સરકારોને નોટિસ પાઠવી છે. પંચે આ રાજ્યોને આદેશ આપ્યો છે કે ઝેરી કફ સિરપને કારણે થયેલા બાળકોના મોતની તપાસ કરે અને નકલી દવાઓના વેચાણ પર તરત પ્રતિબંધ મૂકે.

પાકિસ્તાનના ક્વેટામાં ફરી એક વાર બલૂચીઓએ જાફર એક્સપ્રેસને બોમ્બથી ઉડાવી

0

પાકિસ્તાનના ક્વેટામાં જાફર એક્સપ્રેસને ફરી એકવાર નિશાન બનાવવામાં આવી હતી. બોમ્બ વિસ્ફોટથી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી, જેમાં સાત લોકો ઘાયલ થયા હતા. બલૂચ બળવાખોર જૂથ, બલૂચ રિપબ્લિકન ગાર્ડ્સે આ બોમ્બ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી હતી. ટ્રેન પેશાવર જઈ રહી હતી ત્યારે તેને નિશાન બનાવવામાં આવી હતી. જાફર એક્સપ્રેસને પહેલા પણ નિશાન બનાવીને હાઇજેક કરવામાં આવી છે.

સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો
અહેવાલો અનુસાર, બોમ્બ વિસ્ફોટ બાદ સુરક્ષા દળો અને પોલીસે વિસ્તારને ઘેરી લીધો હતો. પાટા તપાસવા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તૈનાત કરવામાં આવી છે. ક્વેટા અને પેશાવર વચ્ચે દોડતી જાફર એક્સપ્રેસને તાજેતરના મહિનાઓમાં વારંવાર નિશાન બનાવવામાં આવી છે.

જાફર એક્સપ્રેસ પર હુમલો થયો
અગાઉ, 7 ઓગસ્ટના રોજ, બલુચિસ્તાનમાં સિબી રેલવે સ્ટેશન નજીક એક ટ્રેન વિસ્ફોટથી માંડ માંડ બચી ગઈ હતી જ્યારે ટ્રેન પસાર થયાના થોડા સમય પછી પાટા નજીક મૂકવામાં આવેલ બોમ્બ વિસ્ફોટ થયો હતો. બીજી ઘટનામાં, 4 ઓગસ્ટના રોજ, કોલપુર નજીક બંદૂકધારીઓએ એન્જિનને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. બલુચ લિબરેશન આર્મી (BLA) એ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

સુરત બન્યું ‘સ્વીટ સિટી’ : ₹14 કરોડની ઘારીનો રેકોર્ડ

સુરતીઓનો સૌથી પ્રિય અને મીઠો તહેવાર ચંદની પડવો અથવા ચાંદની પડવો આ વર્ષે પણ ઉત્સાહ અને ઘારીની મધુર સુગંધ સાથે ભવ્ય રીતે ઉજવાયો છે. પૂનમના બીજા દિવસે, મંગળવારે, શહેરભરમાં મીઠાઈની દુકાનો અને ડેરીઓના સ્ટોલ બહાર ઘારી ખરીદવા માટે વહેલી સવારથી જ ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી. એક અનુમાન મુજબ, આ વર્ષે ચંદની પડવો નિમિત્તે સુરત શહેરમાં અંદાજે ₹14 કરોડની કિંમતની 2 લાખ કિલો ઘારી અને 25,000 કિલો ભૂસાનું વિક્રમી વેચાણ થવાનો અંદાજ છે, જે સુરતીઓના આ તહેવાર પ્રત્યેના અખંડ પ્રેમને દર્શાવે છે.
આ વેચાણનો મોટો હિસ્સો સહકારી ક્ષેત્રની જાયન્ટ સંસ્થા સુમુલ ડેરીના નામે રહ્યો છે, જેણે એકલા હાથે કુલ વેચાણની આશરે 75% ઘારી એટલે કે 95 હજાર કિલો ઘારીનું વેચાણ કરીને પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે. સુમુલ ડેરીએ ગત વર્ષની સરખામણીમાં 10 હજાર કિલો વધુ ઘારીનું વેચાણ કરવાનો અંદાજ મૂક્યો છે. ઘારી સાથે ખાવાની પરંપરા ધરાવતા પ્રિય ફરસાણ ભૂસાનું પણ રેકોર્ડબ્રેક વેચાણ નોંધાયું છે. શહેરમાં આવેલી નામાંકિત દુકાનો, વિવિધ સમાજો અને ચોર્યાસી ડેરી (3500 કિલો) દ્વારા પણ મોટી માત્રામાં ઘારી વેચાઈ છે, જે સાબિત કરે છે કે સુરતીઓ આ પર્વની ઉજવણીમાં કોઈ કસર છોડતા નથી અને આ વર્ષે પણ જંગી વ્યાપાર નોંધાયો છે.

ઘારી અને ભૂસાની સાંસ્કૃતિક જોડીનો ઇતિહાસ
ચાંદની પડવો (અથવા ચંદી પડવો) એ હિન્દુ પંચાંગ અનુસાર શરદ પૂર્ણિમાના બીજા દિવસે એટલે કે આસો વદ પડવાના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર મૂળભૂત રીતે ચોમાસાની ઋતુ પૂરી થઈ ગઈ છે અને હવે ઠંડા શિયાળાનું આગમન થઈ રહ્યું છે, તેની ઉજવણી કરવા માટેનો છે.

  1. ઘારીનો ઐતિહાસિક ઉદ્ભવ: 1857નો સંગ્રામ
    ઘારીના ઇતિહાસનો સીધો સંબંધ 1857ના ભારતીય વિપ્લવ સાથે જોડાયેલો છે:
  • તાત્યા ટોપે અને સૈનિકો માટે: એવું માનવામાં આવે છે કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન, જ્યારે પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની તાત્યા ટોપે સુરત આવ્યા હતા, ત્યારે તેમને અને તેમના સૈનિકોને વધારે ઊર્જા અને તાકાત મળી રહે તે માટે સુરતના એક સ્થાનિક કારીગર દેવશંકર ઘારીવાલા દ્વારા આ ઘારી બનાવવામાં આવી હતી .હાઇ-કેલરી એનર્જી સ્વીટ: ઘારી, જે માવા (દૂધમાંથી બનેલું), ઘી, અને ડ્રાયફ્રૂટ્સથી ભરપૂર હોય છે, તે એક પ્રકારની એનર્જી બાર જેવી હતી જે સૈનિકોને લાંબા યુદ્ધ માટે જરૂરી ગરમી અને તાકાત પૂરી પાડતી હતી.
  • આ ઘટના બાદ, આસો વદ પડવાના દિવસે મોટી સંખ્યામાં ઘારી ખાઈને તહેવારની ઉજવણી કરવાની પ્રથા શરૂ થઈ.

2. ઘારી અને ભૂસાની અનોખી પરંપરા
ચાંદની પડવા પર ફક્ત ઘારી જ નહીં, પણ સાથે ભૂસું (ચવાણા જેવું એક તીખું-ખારું ફરસાણ) ખાવાની પણ અનોખી પરંપરા છે.

    મીઠું-તીખું સંતુલન (Sweet & Savoury Balance): ઘારીની અતિશય મીઠાશને સંતુલિત કરવા માટે સુરતીઓ ભૂસું ખાય છે. આ મીઠા અને તીખાનો જોડાણ (જુગલબંધી) સુરતીઓના સ્વાદનું પ્રતીક છે.ઠંડીની શરૂઆત: શિયાળાની શરૂઆતમાં ઘારી શરીરને ગરમી અને ઊર્જા આપે છે, જ્યારે ભૂસું સાથે ખાવાથી જીભને તીખો ચટકો મળે છે અને તે આખા આહારને સંપૂર્ણ બનાવે છે.સામુદાયિક ઉત્સવ: સુરતીઓ આ દિવસે પરિવાર અને મિત્રો સાથે ખુલ્લા આકાશ નીચે, છત પર કે પછી જાહેર જગ્યાઓ પર બેસીને ચાંદનીના અજવાળામાં ઘારી અને ભૂસાની જયાફત ઉડાવે છે. આ પરંપરા સુરતીઓની સમુદાય ભાવના અને સામાજિક એકતાને પણ દર્શાવે છે.આમ, ઘારી અને ભૂસું માત્ર ખાદ્ય પદાર્થો નથી, પરંતુ તે સુરત શહેરના ઐતિહાસિક વારસા, સ્વાદ સંસ્કૃતિ અને સામુદાયિક ઉત્સવનું પ્રતીક છે.