Home Blog Page 294

રાજ્યમાં માવઠા બાદ તાપમાન ગગડ્યું, જાણો અંબાલાલ પટેલની આગાહી

0

ગુજરાતમાં માવઠા બાદ હવે શિયાળાની ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યના અનેક સ્થળોએ તાપમાનનો પારો 20 ડી.સે.થી નીચો જતો રહ્યો હતો. છેલ્લા 24 ક્લાક દરમિયાન રાજ્યનું હવામાન સૂકું રહ્યું હતું. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલું મહત્તમ તાપમાન 32.4 ડિ. સે. હતું, જે સામાન્ય કરતાં 2.1 ડિ. સે. ઓછું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 17 ડિ. સે. નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતાં 1.1 ડિ. સે. ઓછું રહ્યું હતું. ગુરુવારે, ગુજરાત પ્રદેશમાં રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં કોઈ મોટો ફેરફાર નહોતો. સમગ્ર પ્રદેશમાં તાપમાન સામાન્યથી ઓછું નોંધાયું હતું. સૌથી નીચું 16 ડિ. સે. લઘુત્તમ તાપમાન ડીસા અને નલિયા ખાતે નોંધાયું હતું.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 18થી 24 નવેમ્બરે ફરી એક વખત માવઠું થઈ શકે છે. 16થી 18 નવેમ્બરમાં એક ચક્રવાત સર્જાશે. બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે. જ્યારે 18થી 20 નવેમ્બર દરમિયાન ચક્રવાતની અસર રહેશે. આ સાથે જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા છે. 18થી 24 દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે. જ્યારે 15 ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા રહેશે. 16 ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતાઓ રહેશે. 20 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જાણે કે હિમચાદર થઈ ગઈ હોય તેવું જોવા મળશે. 22 ડિસેમ્બરથી કાતિલ ઠંડીને વેગ મળશે, હાડ કંપાવતી ઠંડી પડશે. 11 જાન્યુઆરીથી ઠંડા પવન ફૂંકાશે. તેમજ ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવન ફૂંકાશે.

ગુજરાતના હવામાન અંગેની વાત કરીએ તો, રાજ્યમાં ઉત્તરપૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી બે દિવસ દરમિયાન ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે. ત્યારબાદ આ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. વરસાદ અંગેની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે. આ સાથે દીવ અને દમણ દાદરા નગર હવેલી પણ વાતાવરણ શુષ્ક રહેશે. ક્યાંય પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી.

પશ્ચિમ આફ્રિકન દેશ માલીમાં 5 ભારતીયોના અપહરણ!

પશ્ચિમી આફ્રિકન દેશ માલીમાં અજાણ્યા બંદૂકધારીઓએ વીજળીકરણ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા પાંચ ભારતીય નાગરિકોનું અપહરણ કરતાં આફ્રિકામાં ભારતીયોની સુરક્ષા અંગે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કંપની અને સુરક્ષા સૂત્રોએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે ગુરુવારે કોબ્રી વિસ્તાર પાસે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેઓ માલીના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પુરવઠા પ્રોજેક્ટ ચલાવતી કંપનીના કર્મચારી હતા.

કંપનીનું નિવેદન અને માલીમાં સુરક્ષા સ્થિતિ
કંપનીના પ્રતિનિધિએ પાંચ ભારતીય નાગરિકોના અપહરણની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે બાકીના કર્મચારીઓને રાજધાની બમાકો સુરક્ષિત પહોંચાડી દેવાયા છે. હાલમાં, કોઈ પણ જૂથે આ અપહરણની જવાબદારી લીધી નથી. માલીમાં હાલમાં સૈન્ય જુન્ટાની સત્તા છે, પરંતુ દેશ આતંકી હિંસા અને અશાંતિથી પીડાઈ રહ્યો છે. અહીં ઇસ્લામિક સ્ટેટ, અલ કાયદા, અને ‘ગ્રુપ ફોર ધ સપોર્ટ ઓફ ઇસ્લામ એન્ડ મુસ્લિમ્સ (JNIM)’ જેવા જિહાદી જૂથોનો પ્રભાવ છે, જેમાં JNIM લોકોને પરેશાન કરી રહ્યું છે.

સુદાનમાં ભારતીય કામદારનું અપહરણ
માલીની ઘટના બાદ, આફ્રિકામાં ભારતીય કામદારોની સુરક્ષા અંગે ચિંતા વધી છે, કારણ કે થોડા સમય પહેલાં જ સુદાનમાં ઓડિશાના આદર્શ બેહેરાનું અપહરણ થયું હતું. તેમને રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) મિલિશિયાએ બંધક બનાવ્યા છે. એક વીડિયોમાં આદર્શ બે હથિયારબંધ સૈનિકો સાથે દેખાય છે, જેમાંથી એકે તેમને ‘શાહરૂખ ખાનને જાણો છો?’ તેવું પૂછ્યું હતું અને બીજાએ તેમને RSF પ્રમુખ ‘મોહમ્મદ હામદાન ડગાલો (હેમેતી)’ના નામ પરથી ‘ડગાલો ગુડ’ કહેવા જણાવ્યું હતું.

બિહારમાં GRP-RPFની મોટી કાર્યવાહી, વૈશાલી એક્સપ્રેસમાંથી એક કરોડ રૂ. સાથે ઝડપાયો વ્યક્તિ

0

બિહારમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. આ ચૂંટણીનું મતદાન બે તબક્કામાં યોજાયું છે. જેનો પહેલો તબક્કો પૂર્ણ થઈ ચૂક્યો છે. આ વચ્ચે સુરક્ષા એજન્સીઓએ કાળા નાણા સાથે એક વ્યક્તીને ઝડપી પાડ્યો છે. ગુરુવારે મધરાતે ગોરખપુર રેલવે સ્ટેશ પર એક યુવકના બેગમાંથી પૂરા એક કરોડ રૂપિયાની રોકડ ઝડપી પાડવામાં આવ્યા છે. આ રકમ બિહારના મોકામા પહોંચાડવાની તૈયારી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જીઆરપી અને આરપીએફની સંયુક્ત ટીમ વૈશાલી એક્સપ્રેસના એસી કોચમાં ચેકિંગ કરી રહી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિની ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી. યુવકનું બેગ ચેક કરતા, તેમાંથી મોટી સંખ્યામાં બેનામી રૂપિયા બરમત થયા હતા. એક કરોડ બેનામી રૂપિયા ધરાવતા આ યુવકે પોતાનું નામ મુકુંદ માધવ, વતની મોકામા (પટના) જણાવ્યું.

મુકુંદે કહ્યું કે “કોઈ ઓળખીતાના કહેવાથી લઈ જઈ રહ્યો હતો”, પણ પૈસા ક્યાંથી આવ્યા અને કોને આપવાના હતા એનો કોઈ જવાબ ન આપી શક્યો. પોલીસને શંકા છે કે આ હવાલા માર્ગે ચૂંટણીમાં વાપરવા માટેની રકમ હતી. રેલવે સીઓ વિનોદકુમાર સિંહે જણાવ્યું કે રોકડ જપ્ત કરી લેવામાં આવી છે અને આવકવેરા વિભાગને જાણ કરાઈ ગઈ છે.

સવાલ એ થાય કે આ પૈસા કોણ મોકલી રહ્યું હતું અને કોના ખાતામાં જમા થવાના હતા? જે દિશામાં આવકવેરા વિભાગની ટીમ અને ખુફિયા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. મુકુંદનો મોબાઈલ, કોલ રેકોર્ડ અને સંપર્કોની ઊંડાણપૂર્વક ચકાસણી ચાલુ છે. ગોરખપુર જીઆરપીની આ કાર્યવાહીએ ચૂંટણી પહેલા કાળા નાણાંના પ્રવાહ પર મોટી અસર કરી છે.

ગાંધીનગર: ત્રણ પેટ્રોલ પંપના માલિકે નર્મદા કેનાલમાં બે દીકરી સાથે કર્યો આપઘાત

ગાંધીનગર જિલ્લામાં બોરીસણા ગામના ધીરજભાઈ ભલાભાઈ રબારી ગઈકાલે(7 નવેમ્બર) સવારે પોતાની બે દીકરીઓના આધારકાર્ડ કઢાવવાનું કહીને ઘરેથી ગાડી લઈને નીકળ્યા હતા. જેઓ મોડી સાંજ સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ ગઈકાલે સાંતેજ પોલીસ સ્ટેશનમાં બે દીકરીઓ સાથે ધીરજભાઈ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસની અલગ અલગ ટીમોએ ધીરજભાઈની તપાસ હાથ ધરી હતી.

આજે સવારે બંને દીકરીઓના મૃતદેહ કલોલ તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારની મુખ્ય કેનાલમાંથી મળી આવતા રબારી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલમાં સાંતેજ પોલીસે બંને બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાથમિક વિગતો મુજબ ધીરજભાઈ સુખી સંપન્ન પરિવાર ધરાવે છે. જેઓને કલોલના વડસર ઉપરાંત અન્ય બે સ્થળોએ પેટ્રોલ પંપ પણ હોવાનું સામે આવ્યું છે.

બંને દીકરીઓના મૃતદેહ પિયજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી
આજે બંને દીકરીઓના મૃતદેહ કલોલ તાલુકા પોલીસ મથકના પિયજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી આવી છે. જ્યારે ધીરજની હજી સુધી કોઈ ભાળ મળી નથી. ધીરજને વડસર ઉપરાંત અન્ય બે જગ્યાએ પેટ્રોલ પંપ હોવાનું પણ જાણવા મળ્યું છે.

સંસદનું શિયાળુ સત્ર 1થી 19 ડિસેમ્બર ચાલશે, રાષ્ટ્રપતિ મુર્મુએ આપી મંજૂરી

0

કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી હતી કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદનું શિયાળુ સત્ર બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બર, 2025થી શરૂ થશે અને 19 ડિસેમ્બર, 2025 સુધી ચાલુ રહેશે.

કિરેન રિજિજુએ ટ્વિટ કરતાં કહ્યું કે, ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ 1 ડિસેમ્બર, 2025 થી 19 ડિસેમ્બર, 2025 સુધી (સંસદીય કાર્યકાળની આવશ્યકતાઓને આધીન) સંસદનું શિયાળુ સત્ર બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી છે. એક રચનાત્મક અને સાર્થક સત્રની આશા છે જે આપણા લોકતંત્રને મજબૂત બનાવશે અને લોકોની આશાઓને પૂરી કરશે.

ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરતી વરાછાની શિવાય હોસ્પિટલને આરોગ્ય વિભાગ દ્વારા સીલ કરવામાં આવી

સુરત જિલ્લા આરોગ્ય અધિકારી અને ડિસ્ટ્રીક એપ્રોપ્રિએટ ઓથોરિટી(પી.એન.ડી.ટી) ડો.અનિલ બી.પટેલને સમાચારપત્ર દ્વારા ખાનગી હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ થતું હોવાના અહેવાલો મળતા તેઓએ તા.૫/૧૧/૨૦૨૫ના રોજ સાંજે ૫.૩૦ વાગે સુરતના વરાછા વિસ્તારની શિવાય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, એલ.એચ.રોડ, લાભેશ્વર ચોકડી પાસે પોતાની ટીમ દ્વારા તપાસ કરી હતી.

આ હોસ્પિટલમાં રામગોપાલ ખંડેલવાલ અને ડો.મિલન સોંડાગર બેસેલા હતા. તેમજ સિસ્ટર કલ્પના લેબર રૂમની અંદર એક મહિલા દર્દીની ગર્ભપાતની પ્રોસેસ કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જયારે અન્ય ચાર દર્દીઓ દાખલ હતા. આમ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ અને ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ એકટ-૨૦૨૧ અને એમ.ટી.પી. એકટના નિયમોનો ભંગ થતો હોવાનું તથા શંકાસ્પદ કામગીરી હોસ્પિટલમાં થતી હોવાનું જણાતા તેમજ મળેલા સમાચાર બાબતે રામગોપાલને પૂછપરછ કરતા જણાવેલ કે ફોટોવાળા મિતેશભાઈ છે અને ઓળખતા હોવાનું જણાવ્યું. હોસ્પિટલમાંથી મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગન્સીની દવાઓ પર મળી આવી હતી.

આમ,પ્રાથમિક તપાસમાં ફરિયાદ સાચી નીકળતા હોસ્પિટલને PC&PNDT એકટ, ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ અને એમ.ટી.પી. એકટના નિયમોનો ભંગ બદલ સીલ કરવામાં આવી હતી.

જયારે રામગોપાલ ખંડેલવાલ, ડો.મિલન સોંડાગર, મિતેશ ધોરાજીયા અને સિસ્ટર કલ્પના પવાર સામે વરાછા પોલીસ સ્ટેશનમાં નિયમોના ભંગ બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું સુરત જિ.પં.ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ડિસ્ટ્રીકટ એપ્રોપ્રિએટ ઓથોરિટી(પીએનડીટી)ની યાદીમાં જણાવાયું છે.

14 વર્ષના વિદ્યાર્થી સાથે પ્રેમના બહાને શારીરિક સંબંધ બાંધનારી મહિલાને કોર્ટ તરફથી ૫૪ વર્ષની સજા અને દંડ

0

તમિલનાડુના તિરુવરુરની એક કોર્ટે 14 વર્ષના છોકરાનું જાતીય શોષણ કરવાના આરોપમાં POCSO કાયદા હેઠળ ધરપકડ કરાયેલી એક મહિલાને 45 વર્ષની જેલ અને રૂ.18000નો દંડ ફટકાર્યો છે. અહેવાલો અનુસાર, આરોપી મહિલા તિરુવરુર જિલ્લાના ઈરાવનચેરી વિસ્તારમાં એક આંગણવાડી કેન્દ્રમાં સહાયક તરીકે કામ કરતી હતી.

અહેવાલો અનુસાર, 2021માં, આંગણવાડી સહાયક તરીકે કામ કરતી વખતે, મહિલાએ દસમા ધોરણના વિદ્યાર્થી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ સમય દરમિયાન, મહિલા વિદ્યાર્થીને ઉંટી લઈ ગઈ, જ્યાં તેણે તેને સેક્સ કરવા માટે દબાણ કર્યું.

દરમિયાન, છોકરાના માતાપિતાએ ઈરાવનચેરી પોલીસ સ્ટેશનમાં ગુમ થવાનો રિપોર્ટ નોંધાવ્યો. આ પછી, પોલીસે સંપૂર્ણ તપાસ હાથ ધરી, અને પીડિત છોકરાને ઉંટીથી વેલંકન્ની લઈ ગઈ. તેઓ ત્યાં એક લોજમાં રહેતા હતા. વ્યાપક શોધખોળ બાદ, પોલીસે મહિલાને શોધી કાઢી અને 4 નવેમ્બરના રોજ છોકરાને મુક્ત કરાવ્યો.

એરાવંચેરી પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો અને મહિલાની ધરપકડ કરી. આ કેસ તિરુવરુર ફાસ્ટ ટ્રેક મહિલા અદાલતમાં સુનાવણી હેઠળ હતો. આરોપી મહિલાએ છોકરા સાથે જાતીય સંબંધો બાંધ્યા હોવાનું બહાર આવ્યું. ત્યારબાદ, ન્યાયાધીશ સરથરાજે આજે તિરુવરુર ફાસ્ટ ટ્રેક મહિલા અદાલતમાં કેસની સુનાવણી દરમિયાન ચુકાદો આપ્યો.

તેમણે મહિલાને વિવિધ કલમો હેઠળ ૫૪ વર્ષની સખત કેદ અને રૂ.18,000 દંડની સજા ફટકારી. ચુકાદામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સરકારે પીડિત છોકરાને રૂ.600,000 વળતર આપવું જોઈએ.

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ ‘Operation Pimple’ શરૂ કર્યું, કુપવાડામાં 2 આતંકવાદીઓને કરાયા ઠાર

0

ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે. સેનાએ કુપવાડામાં બે ઘુસણખોરોને ઠાર માર્યા છે. સેનાએ આ ઓપરેશનને ‘ઓપરેશન પિમ્પલ’ નામ આપ્યું છે. ચિનાર કોર્પ્સે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં શોધખોળ હજુ પણ ચાલુ છે.

સેનાએ જણાવ્યું હતું કે ગુપ્તચર એજન્સી તરફથી ઇનપુટ મળ્યો હતો કે કુપવાડામાં ઘૂસણખોરી થઈ છે. તેના આધારે સેનાએ કુપવાડાના કેરન સેક્ટરમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકવાદીઓની શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી. તરત જ સેનાએ આતંકવાદીઓને ઘેરી લેવાનું શરૂ કર્યું. આતંકવાદીઓએ સેના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. જવાબમાં સેનાએ પણ ગોળીબાર કર્યો.

આ માહિતીના આધારે, કુપવાડાના કેરન સેક્ટરમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સતર્ક સૈનિકોએ શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ અને આતંકવાદીઓને પડકાર ફેંક્યો. આતંકવાદીઓએ સેના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. આતંકવાદીઓએ સુરક્ષા કર્મચારીઓ પર ગોળીબાર કર્યા બાદ એન્કાઉન્ટર શરૂ થયું. સુરક્ષા દળોએ વળતો જવાબ આપ્યો અને બે આતંકવાદીઓને ઠાર કર્યા. ગોળીબાર હજુ પણ ચાલુ છે.

આતંકવાદીઓ માટે શોધ કામગીરીની સાથે, જમ્મુ અને કાશ્મીર જેલોમાં કેદીઓની તપાસ શરૂ થઈ ગઈ છે. કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીર સંદેશાવ્યવહાર ઉપકરણોની તપાસ માટે કામગીરી ચલાવી રહ્યું છે. વધુમાં, જમ્મુ જિલ્લામાં પોલીસે સિમ કાર્ડ ડીલરોના પરિસરમાં દરોડા પાડ્યા છે. અત્યાર સુધીમાં 70 થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.

આતંકવાદીઓના ખાત્મા બાદ, પોલીસ સંપૂર્ણ કાર્યવાહીમાં લાગી ગઈ છે. ડોડા પોલીસે માર્યા ગયેલા આતંકવાદીઓના રહેઠાણો અને એન્કાઉન્ટર સ્થળોની એક સાથે તપાસ કરી છે.

આજનું રાશિફળ (08-11-25): મેષ, તુલા, મકર અને મીન રાશિના જાતકોએ પૈસા સંબંધિત બાબતોમાં રાખવી પડશે સાવધાની…

0

​મેષ
આર્થિક સ્થિતિ અને બચત પર તમારું ધ્યાન રહેશે. બપોર પછી, સંચાર અને સાહસમાં વધારો થશે. આર્થિક બાબતોમાં વ્યવહારિકતા જાળવવી હિતાવહ છે. ભાઈ-બહેનો સાથેના સંબંધો સુધરશે અને ટૂંકી મુસાફરી થઈ શકે છે. ​

વૃષભ (Taurus): ​

સવારનો સમય તમે સ્થિરતા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. બપોર પછી, આવક અને બચત પર તમારું ધ્યાન કેન્દ્રિત કરશે. તમારા વ્યક્તિત્વમાં આકર્ષણ જળવાશે. નાણાકીય બાબતોમાં ચપળતા અને નવીનતાથી નિર્ણય લેવો પડશે.

મિથુન (Gemini): ​
દિવસની શરૂઆતમાં ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. બપોર પછી, તમારા વ્યક્તિત્વમાં ઉત્સાહ અને ચપળતા જોવા મળશે. માનસિક શાંતિ જાળવવી અને આરામ કરવો હિતાવહ છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને તમે સક્રિય રીતે કામ કરી શકશો. ​

કર્ક (Cancer): ​
સવારનો સમય આવક અને લાભ માટે શુભ છે. બપોર પછી, ખર્ચાઓ વધી શકે છે અથવા વિદેશી સંપર્કો તરફ ધ્યાન જશે. આર્થિક સ્થિતિમાં સ્થિરતા જોવા મળશે. બિનજરૂરી ચિંતાઓ ટાળવી અને આરામને પ્રાધાન્ય આપવું. ​

સિંહ (Leo): ​
દિવસની શરૂઆતમાં કારકિર્દી અને વ્યવસાય પર તમારું સંપૂર્ણ ધ્યાન રહેશે. બપોર પછી, આવક અને લાભમાં વધારો કરશે. વ્યાવસાયિક સ્થિરતા જળવાશે. મિત્રો સાથેના સંચારથી ફાયદો થશે અને નવા વિચારો મળશે. ​

કન્યા (Virgo):
​સવારનો સમયે તમને ભાગ્યનો સારો સાથ મળશે. બપોર પછી, કારકિર્દી ક્ષેત્રે સંચાર અને ચપળતા જોવા મળશે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં રુચિ વધશે. વ્યવસાયિક નિર્ણયોમાં ઝડપ અને વ્યવહારિકતા લાવવી પડશે. ​

તુલા (Libra): ​
દિવસની શરૂઆતમાં નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી. બપોર પછી, ભાગ્યનો સાથ મળશે અને ટૂંકી ધાર્મિક યાત્રા થઈ શકે છે. સંયુક્ત નાણાં કે વીમા સંબંધિત બાબતોમાં ધ્યાન આપવું. ઉચ્ચ શિક્ષણ સંબંધિત કાર્યોમાં પ્રગતિ થશે. ​

વૃશ્ચિક (Scorpio):
​સવારનો સમયે વૈવાહિક જીવન અને વ્યવસાયિક ભાગીદારી કેન્દ્રમાં રહેશે. બપોર પછી, નાણાકીય વ્યવહારમાં સાવધાની અને સ્પષ્ટતા રાખવી. સંબંધોમાં સ્થિરતા અને મધુરતા જાળવવી. અચાનક ફેરફારો માટે તૈયાર રહેવું. ​

ધનુ (Sagittarius): ​
દિવસની શરૂઆતમાં રોજિંદા કાર્યો, સ્વાસ્થ્ય અને દેવા પર તમારું ધ્યાન રહેશે. બપોર પછી,વૈવાહિક સંબંધોમાં સંચાર અને ઉત્સાહ વધશે. કાર્યસ્થળે સ્થિરતા જળવાશે. નવા કરાર કે ભાગીદારી થઈ શકે છે. ​

મકર (Capricorn):
​સવારનો સમય પ્રેમ સંબંધો, સંતાન અને સર્જનાત્મકતા માટે શુભ છે. બપોર પછી, કાર્યસ્થળ પર સંચાર વધશે અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે. રોકાણ માટે આ સારો સમય છે.આંખ ની કાળજી રાખવી હિતાવહ ગણાશે.

કુંભ (Aquarius)
: ​દિવસની શરૂઆતમાં ઘર, પરિવાર અને પારિવારિક સુખ પર તમારું ધ્યાન રહેશે. બપોર પછી, ચંદ્ર પ્રેમ સંબંધો અને સર્જનાત્મકતામાં સંચાર અને ચપળતા આવશે. પારિવારિક જીવનમાં શાંતિ જળવાશે. ​શરદી ખાંસી ની સમસ્યા નો સામનો કરવો પડે.

મીન (Pisces): ​

સવાર ના સમય દરમિયાન સંચાર કૌશલ્ય અને સાહસમાં વધારો થશે. બપોર પછી, પારિવારિક જીવનમાં સંચાર વધશે અને મિલકત સંબંધિત બાબતો પર ધ્યાન જશે. ટૂંકી મુસાફરી થઈ શકે છે. ​જીવનસાથી નું આરોગ્ય સાચવવું.

‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે સુરત એરપોર્ટ પર ‘વંદે માતરમ્’ના મૂળ સ્વરૂપનું સમૂહગાન

સુરત હવાઈમથક ખાતે ભારતના રાષ્ટ્રીય ગાન “વંદે માતરમ”ની 150મી વર્ષગાંઠની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં CISFના અધિકારીઓ/કર્મચારીઓ, એરપોર્ટ સ્ટાફ, એરલાઇન પ્રતિનિધિઓ તેમજ મુસાફરોએ રાષ્ટ્રગીતનું સામુહિક ગાન કર્યું હતું. અને અંતે “ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના જયઘોષથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું.

આ પ્રસંગે એ.એસ.જી કમાન્ડન્ટશ્રી કુમાર અભિષેકે “વંદે માતરમ”ના ઐતિહાસિક મહત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે, આ ગીત માત્ર ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું પ્રતિક નથી. પરંતુ વંદે માતારમ દેશ પ્રત્યેના સમર્પણ, એકતા અને રાષ્ટ્રીય ગૌરવનો અવિસ્મરણીય સંદેશ આપે છે.

આ સાથે જ ઉપસ્થિત સૌ ‘સ્વદેશી અપનાવો’ના શપથ ગ્રહણ કરી ઘરેલૂ ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા સંકલ્પબદ્ધ થયાં હતાં.