મેષ (Aries)
આજે સંચાર અને સાહસમાં તીવ્રતા જોવા મળશે. આર્દ્રા નક્ષત્રના કારણે તમારા વિચારોમાં ગહનતા અને તીવ્ર ઊર્જા રહેશે. ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં ભાવનાત્મક ચર્ચા થઈ શકે છે. ટૂંકી મુસાફરીનો યોગ બની શકે છે. તમારા કાર્યને પૂર્ણ કરવા માટે સક્રિય પ્રયત્નો કરશો.
વૃષભ (Taurus)
આજે આર્થિક બાબતો પર તમારું સંપૂર્ણ ધ્યાન રહેશે. નાણાં સંબંધિત બાબતોમાં તીવ્રતા અને સ્પષ્ટતા આવશે. તમારી વાણીમાં દલીલ કરવાની શક્તિ અને તીક્ષ્ણતા જોવા મળશે. રોકાણ અંગે ગહન વિચારણા કરશો. પરિવારના સભ્યો સાથે ભાવનાત્મક ચર્ચા થઈ શકે છે.
મિથુન (Gemini)
આજે તમે ઊર્જા, ચપળતા અને જિજ્ઞાસાથી ભરપૂર રહેશો. તમારા મનમાં તીવ્ર વિચારો અને પરિવર્તનની ભાવના રહેશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે, પરંતુ લાગણીઓ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. આજે તમે મહત્વના નિર્ણયો લઈ શકશો.
કર્ક (Cancer)
દિવસ દરમિયાન ખર્ચાઓ અને આધ્યાત્મિકતા તરફ તમારું ધ્યાન રહેશે.અનિશ્ચિતતા અને ભાવનાત્મક ઉતાર-ચઢાવનો અનુભવ થઈ શકે છે. માનસિક શાંતિ માટે એકાંત કે ધ્યાનમાં સમય વિતાવવો. બિનજરૂરી ચિંતાઓ ટાળવી અને ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું.
સિંહ (Leo)
આવક અને લાભ માટે આજ નો દિવસ શુભ છે. મિત્રો સાથેની ચર્ચામાં તીવ્રતા જોવા મળશે. આર્થિક લક્ષ્યો હાંસલ કરવા માટે તમે સક્રિય પ્રયત્નો કરશો. નવીન વિચારો દ્વારા લાભ મેળવી શકશો. રોકાણ માટે આયોજન થઈ શકે છે.
કન્યા (Virgo)
કારકિર્દી અને વ્યવસાય પર તમારું સંપૂર્ણ ધ્યાન રહેશે. કાર્યક્ષેત્રે પરિવર્તન અને તીવ્ર ગતિ જોવા મળશે. તમારા વ્યાવસાયિક લક્ષ્યોને હાંસલ કરવા માટે તમે મક્કમ રહેશો. ઉપરી અધિકારીઓ સાથેની વાતચીતમાં સ્પષ્ટતા જાળવવી.
તુલા (Libra)
આજે તમને ભાગ્યનો સારો સાથ મળશે. ઉચ્ચ શિક્ષણ અને ધાર્મિક બાબતોમાં ઊંડો રસ જાગશે. લાંબી મુસાફરી માટે આયોજન થઈ શકે છે. તમારા વિચારોમાં દાર્શનિકતા અને ગહનતા જોવા મળશે.
વૃશ્ચિક (Scorpio)
નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી. સંયુક્ત નાણાં કે વીમા સંબંધિત બાબતોમાં તીવ્ર ચર્ચા થઈ શકે છે. અણધાર્યા લાભ કે ખર્ચ બંનેની શક્યતા છે. તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવું જરૂરી છે.
ધનુ (Sagittarius)
આજે વૈવાહિક જીવન અને વ્યવસાયિક ભાગીદારી કેન્દ્રમાં રહેશે. સંબંધોમાં તીવ્ર ભાવનાત્મક અનુભવો જોવા મળી શકે છે. જીવનસાથી સાથેની વાતચીતમાં સ્પષ્ટતા જાળવવી. નવા કરાર માટે આ સારો સમય છે.
મકર (Capricorn)
આજે રોજિંદા કાર્યો, સ્વાસ્થ્ય અને દેવા પર તમારું ધ્યાન રહેશે.કાર્યસ્થળે પરિવર્તન આવી શકે છે. સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી. વિરોધીઓ સામે તમારી જીત થશે, પરંતુ વિશ્લેષણાત્મક રહેવું જરૂરી છે.
કુંભ (Aquarius)
પ્રેમ સંબંધો, સંતાન અને સર્જનાત્મકતા માટે આજનો દિવસ શુભ છે.પ્રેમ સંબંધોમાં તીવ્ર ભાવનાત્મકતા જોવા મળશે. સર્જનાત્મક કાર્યોમાં ઉત્સાહ જોવા મળશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ગહનતા લાવવા માટે આ સારો સમય છે.
મીન (Pisces)
ઘર, પરિવાર અને પારિવારિક સુખ પર તમારું ધ્યાન રહે. પારિવારિક જીવનમાં ભાવનાત્મક ઉતાર-ચઢાવ આવી શકે છે. મિલકત સંબંધિત બાબતોમાં ગહન વિચારણા કરવી. માનસિક શાંતિ જાળવવી.
શનિવારનું રાશિફળ: વૃષભ રાશિના લોકોને પ્રભાવશાળી લોકોનો સાથ મળશે, મિથુન જાતકોને શાંતિ અને રાહત મળશે
ત્રિપુરામાં પશુ તસ્કરોના હુમલામાં પાંચ BSF જવાન ઘાયલ, વાહનમાં પણ તોડફોડ
ત્રિપુરાના સેપાહિજલા જિલ્લામાંથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. શંકાસ્પદ પશુ તસ્કરો દ્વારા પાંચ બીએસએફ જવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પાંચેય જવાનો ઘાયલ થયા હતા. અહેવાલો એ પણ દર્શાવે છે કે બીએસએફના વાહનમાં તોડફોડ કરવામાં આવી હતી.
શું છે આખો મામલો?
શુક્રવારે સાંજે ભારત-બાંગ્લાદેશ સરહદ નજીક બિશાલગઢ-કામથાણા રોડ પર શંકાસ્પદ પશુ તસ્કરો દ્વારા કરવામાં આવેલા હુમલામાં પાંચ બીએસએફ જવાનો ઘાયલ થયા હતા, પોલીસે શનિવારે જણાવ્યું હતું કે બીએસએફના એક વાહનમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.
પોલીસે શું કહ્યું?
બિશાલગઢ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વિકાસ દાસે જણાવ્યું હતું કે, “કામથાણા બોર્ડર આઉટપોસ્ટ પર તૈનાત BSF જવાનોએ એક વાહનને રોકવાનો સંકેત આપ્યો હતો, પરંતુ ડ્રાઇવર સ્થાનિક પશુ બજાર તરફ ભાગી ગયો હતો. BSF જવાનોએ વાહનનો પીછો કર્યો અને પશુ બજારમાં પહોંચ્યા. ત્યાં, પશુ તસ્કરો અને BSF જવાનો વચ્ચે દલીલ થઈ, જે વધુ વણસી ગઈ અને તસ્કરોએ તેમના પર હુમલો કર્યો. હુમલામાં પાંચ જવાનો ઘાયલ થયા, અને તેમના વાહનમાં તોડફોડ કરવામાં આવી.”
આ કેસમાં ધરપકડ કરવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, અને પોલીસે ફરિયાદ નોંધી છે. એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક BSF સૈનિક કહેતો જોવા મળે છે કે જ્યારે તેના પર હુમલો થયો ત્યારે ત્યાં હાજર કોઈએ વાંધો ઉઠાવ્યો ન હતો કે દરમિયાનગીરી કરી ન હતી.
આ ઘટના પ્રકાશમાં આવ્યા પછી, ચોક્કસપણે પ્રશ્ન એ ઉભો થાય છે: શું આપણા સૈનિકોમાં આપણો વિશ્વાસ ઓછો થઈ ગયો છે? શું ઘટનાસ્થળે કોઈ હાજર નહોતું જે સૈનિકો પરના હુમલાનો વિરોધ કરી શકે? પ્રશ્ન એ પણ ઉભો થાય છે: પશુ તસ્કરો કેવી રીતે એટલા હિંમતવાન બન્યા કે તેમણે BSF સૈનિકો પર હુમલો કર્યો?
મારી પાર્ટી તરફથી ડેપ્યુટી સીએમ… બિહાર ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન પછી ચિરાગ પાસવાને આપ્યું મોટું નિવેદન
બિહાર ચૂંટણીના પહેલા તબક્કામાં ભારે મતદાન બાદ, બધા સમીકરણો બદલાઈ ગયા છે. બધા પક્ષો જીતનો દાવો કરી રહ્યા છે. આ દરમિયાન, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને મીડિયા સાથે વાત કરતા એક મોટું નિવેદન આપ્યું. એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા, ચિરાગ પાસવાને કહ્યું, “જો એનડીએ સરકાર બનાવે છે, તો હું ડેપ્યુટી સીએમ બનવા માંગતો નથી. પરંતુ જો તક મળે તો હું ચોક્કસપણે મારા પક્ષમાંથી બીજા નેતાને ડેપ્યુટી સીએમ તરીકે નિયુક્ત કરી શકું છું.”
ચિરાગ પાસવાને વધુમાં જણાવ્યું કે નીતિશ કુમાર 2025 માં ફરી એકવાર મુખ્યમંત્રી બનશે, પરંતુ તેઓ પોતે ડેપ્યુટી સીએમ નહીં બને. તેમણે પુનરોચ્ચાર કર્યો કે જો એનડીએ સરકાર બનાવે છે, તો તેઓ ડેપ્યુટી સીએમ પદ માટે તેમના પક્ષમાંથી કોઈ નેતાને આગળ ધપાવી શકે છે.
આ પછી, ચિરાગ પાસવાને કહ્યું કે તેઓ 2030 માટે તૈયારી કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ બિહાર માટે કામ કરવાનું ચાલુ રાખશે અને અહીં જ રહેશે. લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના વડાએ એમ પણ ખુલાસો કર્યો કે તેઓ અગાઉ વિધાનસભા ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ બેઠકોની વહેંચણીમાં વિલંબને કારણે સમય ઓછો હતો.
રાજ્યમાં માવઠા બાદ તાપમાન ગગડ્યું, જાણો અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં માવઠા બાદ હવે શિયાળાની ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યના અનેક સ્થળોએ તાપમાનનો પારો 20 ડી.સે.થી નીચો જતો રહ્યો હતો. છેલ્લા 24 ક્લાક દરમિયાન રાજ્યનું હવામાન સૂકું રહ્યું હતું. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલું મહત્તમ તાપમાન 32.4 ડિ. સે. હતું, જે સામાન્ય કરતાં 2.1 ડિ. સે. ઓછું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 17 ડિ. સે. નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતાં 1.1 ડિ. સે. ઓછું રહ્યું હતું. ગુરુવારે, ગુજરાત પ્રદેશમાં રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં કોઈ મોટો ફેરફાર નહોતો. સમગ્ર પ્રદેશમાં તાપમાન સામાન્યથી ઓછું નોંધાયું હતું. સૌથી નીચું 16 ડિ. સે. લઘુત્તમ તાપમાન ડીસા અને નલિયા ખાતે નોંધાયું હતું.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 18થી 24 નવેમ્બરે ફરી એક વખત માવઠું થઈ શકે છે. 16થી 18 નવેમ્બરમાં એક ચક્રવાત સર્જાશે. બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે. જ્યારે 18થી 20 નવેમ્બર દરમિયાન ચક્રવાતની અસર રહેશે. આ સાથે જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા છે. 18થી 24 દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે. જ્યારે 15 ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા રહેશે. 16 ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતાઓ રહેશે. 20 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જાણે કે હિમચાદર થઈ ગઈ હોય તેવું જોવા મળશે. 22 ડિસેમ્બરથી કાતિલ ઠંડીને વેગ મળશે, હાડ કંપાવતી ઠંડી પડશે. 11 જાન્યુઆરીથી ઠંડા પવન ફૂંકાશે. તેમજ ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવન ફૂંકાશે.
ગુજરાતના હવામાન અંગેની વાત કરીએ તો, રાજ્યમાં ઉત્તરપૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી બે દિવસ દરમિયાન ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે. ત્યારબાદ આ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. વરસાદ અંગેની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે. આ સાથે દીવ અને દમણ દાદરા નગર હવેલી પણ વાતાવરણ શુષ્ક રહેશે. ક્યાંય પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી.
પશ્ચિમ આફ્રિકન દેશ માલીમાં 5 ભારતીયોના અપહરણ!
પશ્ચિમી આફ્રિકન દેશ માલીમાં અજાણ્યા બંદૂકધારીઓએ વીજળીકરણ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા પાંચ ભારતીય નાગરિકોનું અપહરણ કરતાં આફ્રિકામાં ભારતીયોની સુરક્ષા અંગે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કંપની અને સુરક્ષા સૂત્રોએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે ગુરુવારે કોબ્રી વિસ્તાર પાસે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેઓ માલીના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પુરવઠા પ્રોજેક્ટ ચલાવતી કંપનીના કર્મચારી હતા.
કંપનીનું નિવેદન અને માલીમાં સુરક્ષા સ્થિતિ
કંપનીના પ્રતિનિધિએ પાંચ ભારતીય નાગરિકોના અપહરણની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે બાકીના કર્મચારીઓને રાજધાની બમાકો સુરક્ષિત પહોંચાડી દેવાયા છે. હાલમાં, કોઈ પણ જૂથે આ અપહરણની જવાબદારી લીધી નથી. માલીમાં હાલમાં સૈન્ય જુન્ટાની સત્તા છે, પરંતુ દેશ આતંકી હિંસા અને અશાંતિથી પીડાઈ રહ્યો છે. અહીં ઇસ્લામિક સ્ટેટ, અલ કાયદા, અને ‘ગ્રુપ ફોર ધ સપોર્ટ ઓફ ઇસ્લામ એન્ડ મુસ્લિમ્સ (JNIM)’ જેવા જિહાદી જૂથોનો પ્રભાવ છે, જેમાં JNIM લોકોને પરેશાન કરી રહ્યું છે.
સુદાનમાં ભારતીય કામદારનું અપહરણ
માલીની ઘટના બાદ, આફ્રિકામાં ભારતીય કામદારોની સુરક્ષા અંગે ચિંતા વધી છે, કારણ કે થોડા સમય પહેલાં જ સુદાનમાં ઓડિશાના આદર્શ બેહેરાનું અપહરણ થયું હતું. તેમને રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) મિલિશિયાએ બંધક બનાવ્યા છે. એક વીડિયોમાં આદર્શ બે હથિયારબંધ સૈનિકો સાથે દેખાય છે, જેમાંથી એકે તેમને ‘શાહરૂખ ખાનને જાણો છો?’ તેવું પૂછ્યું હતું અને બીજાએ તેમને RSF પ્રમુખ ‘મોહમ્મદ હામદાન ડગાલો (હેમેતી)’ના નામ પરથી ‘ડગાલો ગુડ’ કહેવા જણાવ્યું હતું.
બિહારમાં GRP-RPFની મોટી કાર્યવાહી, વૈશાલી એક્સપ્રેસમાંથી એક કરોડ રૂ. સાથે ઝડપાયો વ્યક્તિ
બિહારમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. આ ચૂંટણીનું મતદાન બે તબક્કામાં યોજાયું છે. જેનો પહેલો તબક્કો પૂર્ણ થઈ ચૂક્યો છે. આ વચ્ચે સુરક્ષા એજન્સીઓએ કાળા નાણા સાથે એક વ્યક્તીને ઝડપી પાડ્યો છે. ગુરુવારે મધરાતે ગોરખપુર રેલવે સ્ટેશ પર એક યુવકના બેગમાંથી પૂરા એક કરોડ રૂપિયાની રોકડ ઝડપી પાડવામાં આવ્યા છે. આ રકમ બિહારના મોકામા પહોંચાડવાની તૈયારી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે જીઆરપી અને આરપીએફની સંયુક્ત ટીમ વૈશાલી એક્સપ્રેસના એસી કોચમાં ચેકિંગ કરી રહી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિની ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી. યુવકનું બેગ ચેક કરતા, તેમાંથી મોટી સંખ્યામાં બેનામી રૂપિયા બરમત થયા હતા. એક કરોડ બેનામી રૂપિયા ધરાવતા આ યુવકે પોતાનું નામ મુકુંદ માધવ, વતની મોકામા (પટના) જણાવ્યું.
મુકુંદે કહ્યું કે “કોઈ ઓળખીતાના કહેવાથી લઈ જઈ રહ્યો હતો”, પણ પૈસા ક્યાંથી આવ્યા અને કોને આપવાના હતા એનો કોઈ જવાબ ન આપી શક્યો. પોલીસને શંકા છે કે આ હવાલા માર્ગે ચૂંટણીમાં વાપરવા માટેની રકમ હતી. રેલવે સીઓ વિનોદકુમાર સિંહે જણાવ્યું કે રોકડ જપ્ત કરી લેવામાં આવી છે અને આવકવેરા વિભાગને જાણ કરાઈ ગઈ છે.
સવાલ એ થાય કે આ પૈસા કોણ મોકલી રહ્યું હતું અને કોના ખાતામાં જમા થવાના હતા? જે દિશામાં આવકવેરા વિભાગની ટીમ અને ખુફિયા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. મુકુંદનો મોબાઈલ, કોલ રેકોર્ડ અને સંપર્કોની ઊંડાણપૂર્વક ચકાસણી ચાલુ છે. ગોરખપુર જીઆરપીની આ કાર્યવાહીએ ચૂંટણી પહેલા કાળા નાણાંના પ્રવાહ પર મોટી અસર કરી છે.
ગાંધીનગર: ત્રણ પેટ્રોલ પંપના માલિકે નર્મદા કેનાલમાં બે દીકરી સાથે કર્યો આપઘાત
ગાંધીનગર જિલ્લામાં બોરીસણા ગામના ધીરજભાઈ ભલાભાઈ રબારી ગઈકાલે(7 નવેમ્બર) સવારે પોતાની બે દીકરીઓના આધારકાર્ડ કઢાવવાનું કહીને ઘરેથી ગાડી લઈને નીકળ્યા હતા. જેઓ મોડી સાંજ સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ ગઈકાલે સાંતેજ પોલીસ સ્ટેશનમાં બે દીકરીઓ સાથે ધીરજભાઈ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસની અલગ અલગ ટીમોએ ધીરજભાઈની તપાસ હાથ ધરી હતી.
આજે સવારે બંને દીકરીઓના મૃતદેહ કલોલ તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારની મુખ્ય કેનાલમાંથી મળી આવતા રબારી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલમાં સાંતેજ પોલીસે બંને બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાથમિક વિગતો મુજબ ધીરજભાઈ સુખી સંપન્ન પરિવાર ધરાવે છે. જેઓને કલોલના વડસર ઉપરાંત અન્ય બે સ્થળોએ પેટ્રોલ પંપ પણ હોવાનું સામે આવ્યું છે.
બંને દીકરીઓના મૃતદેહ પિયજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી
આજે બંને દીકરીઓના મૃતદેહ કલોલ તાલુકા પોલીસ મથકના પિયજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી આવી છે. જ્યારે ધીરજની હજી સુધી કોઈ ભાળ મળી નથી. ધીરજને વડસર ઉપરાંત અન્ય બે જગ્યાએ પેટ્રોલ પંપ હોવાનું પણ જાણવા મળ્યું છે.
સંસદનું શિયાળુ સત્ર 1થી 19 ડિસેમ્બર ચાલશે, રાષ્ટ્રપતિ મુર્મુએ આપી મંજૂરી
કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી હતી કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદનું શિયાળુ સત્ર બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બર, 2025થી શરૂ થશે અને 19 ડિસેમ્બર, 2025 સુધી ચાલુ રહેશે.
કિરેન રિજિજુએ ટ્વિટ કરતાં કહ્યું કે, ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ 1 ડિસેમ્બર, 2025 થી 19 ડિસેમ્બર, 2025 સુધી (સંસદીય કાર્યકાળની આવશ્યકતાઓને આધીન) સંસદનું શિયાળુ સત્ર બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી છે. એક રચનાત્મક અને સાર્થક સત્રની આશા છે જે આપણા લોકતંત્રને મજબૂત બનાવશે અને લોકોની આશાઓને પૂરી કરશે.

ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરતી વરાછાની શિવાય હોસ્પિટલને આરોગ્ય વિભાગ દ્વારા સીલ કરવામાં આવી
સુરત જિલ્લા આરોગ્ય અધિકારી અને ડિસ્ટ્રીક એપ્રોપ્રિએટ ઓથોરિટી(પી.એન.ડી.ટી) ડો.અનિલ બી.પટેલને સમાચારપત્ર દ્વારા ખાનગી હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ થતું હોવાના અહેવાલો મળતા તેઓએ તા.૫/૧૧/૨૦૨૫ના રોજ સાંજે ૫.૩૦ વાગે સુરતના વરાછા વિસ્તારની શિવાય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, એલ.એચ.રોડ, લાભેશ્વર ચોકડી પાસે પોતાની ટીમ દ્વારા તપાસ કરી હતી.
આ હોસ્પિટલમાં રામગોપાલ ખંડેલવાલ અને ડો.મિલન સોંડાગર બેસેલા હતા. તેમજ સિસ્ટર કલ્પના લેબર રૂમની અંદર એક મહિલા દર્દીની ગર્ભપાતની પ્રોસેસ કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જયારે અન્ય ચાર દર્દીઓ દાખલ હતા. આમ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ અને ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ એકટ-૨૦૨૧ અને એમ.ટી.પી. એકટના નિયમોનો ભંગ થતો હોવાનું તથા શંકાસ્પદ કામગીરી હોસ્પિટલમાં થતી હોવાનું જણાતા તેમજ મળેલા સમાચાર બાબતે રામગોપાલને પૂછપરછ કરતા જણાવેલ કે ફોટોવાળા મિતેશભાઈ છે અને ઓળખતા હોવાનું જણાવ્યું. હોસ્પિટલમાંથી મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગન્સીની દવાઓ પર મળી આવી હતી.
આમ,પ્રાથમિક તપાસમાં ફરિયાદ સાચી નીકળતા હોસ્પિટલને PC&PNDT એકટ, ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ અને એમ.ટી.પી. એકટના નિયમોનો ભંગ બદલ સીલ કરવામાં આવી હતી.
જયારે રામગોપાલ ખંડેલવાલ, ડો.મિલન સોંડાગર, મિતેશ ધોરાજીયા અને સિસ્ટર કલ્પના પવાર સામે વરાછા પોલીસ સ્ટેશનમાં નિયમોના ભંગ બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું સુરત જિ.પં.ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ડિસ્ટ્રીકટ એપ્રોપ્રિએટ ઓથોરિટી(પીએનડીટી)ની યાદીમાં જણાવાયું છે.
14 વર્ષના વિદ્યાર્થી સાથે પ્રેમના બહાને શારીરિક સંબંધ બાંધનારી મહિલાને કોર્ટ તરફથી ૫૪ વર્ષની સજા અને દંડ
તમિલનાડુના તિરુવરુરની એક કોર્ટે 14 વર્ષના છોકરાનું જાતીય શોષણ કરવાના આરોપમાં POCSO કાયદા હેઠળ ધરપકડ કરાયેલી એક મહિલાને 45 વર્ષની જેલ અને રૂ.18000નો દંડ ફટકાર્યો છે. અહેવાલો અનુસાર, આરોપી મહિલા તિરુવરુર જિલ્લાના ઈરાવનચેરી વિસ્તારમાં એક આંગણવાડી કેન્દ્રમાં સહાયક તરીકે કામ કરતી હતી.
અહેવાલો અનુસાર, 2021માં, આંગણવાડી સહાયક તરીકે કામ કરતી વખતે, મહિલાએ દસમા ધોરણના વિદ્યાર્થી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ સમય દરમિયાન, મહિલા વિદ્યાર્થીને ઉંટી લઈ ગઈ, જ્યાં તેણે તેને સેક્સ કરવા માટે દબાણ કર્યું.
દરમિયાન, છોકરાના માતાપિતાએ ઈરાવનચેરી પોલીસ સ્ટેશનમાં ગુમ થવાનો રિપોર્ટ નોંધાવ્યો. આ પછી, પોલીસે સંપૂર્ણ તપાસ હાથ ધરી, અને પીડિત છોકરાને ઉંટીથી વેલંકન્ની લઈ ગઈ. તેઓ ત્યાં એક લોજમાં રહેતા હતા. વ્યાપક શોધખોળ બાદ, પોલીસે મહિલાને શોધી કાઢી અને 4 નવેમ્બરના રોજ છોકરાને મુક્ત કરાવ્યો.
એરાવંચેરી પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો અને મહિલાની ધરપકડ કરી. આ કેસ તિરુવરુર ફાસ્ટ ટ્રેક મહિલા અદાલતમાં સુનાવણી હેઠળ હતો. આરોપી મહિલાએ છોકરા સાથે જાતીય સંબંધો બાંધ્યા હોવાનું બહાર આવ્યું. ત્યારબાદ, ન્યાયાધીશ સરથરાજે આજે તિરુવરુર ફાસ્ટ ટ્રેક મહિલા અદાલતમાં કેસની સુનાવણી દરમિયાન ચુકાદો આપ્યો.
તેમણે મહિલાને વિવિધ કલમો હેઠળ ૫૪ વર્ષની સખત કેદ અને રૂ.18,000 દંડની સજા ફટકારી. ચુકાદામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સરકારે પીડિત છોકરાને રૂ.600,000 વળતર આપવું જોઈએ.

