Home Blog Page 276

બીલીમોરામાં પોલીસ અને શસ્ત્રો વેચવા જતી ગેંગ વચ્ચે ચાર રાઉંડ ગોળીબાર, એકને ઈજા, ચારની ધરપકડ

બીલીમોરામાં મંગળવારે વહેલી સવારે એક રોમાંચક ઘટના બની હતી, જેમાં મુંબઈમાં શસ્ત્રો વેચવા જતી ગેંગ અને પોલીસ વચ્ચે ચાર રાઉંડ ગોળીબાર થયું હતું. આ ઘટનામાં ગેંગના એક સભ્યને પગમાં ઈજા થઈ છે, જ્યારે પોલીસએ ચારે આરોપીઓને ઝડપી લીધા છે.

માહિતી અનુસાર, સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળી હતી કે એક ગેંગ શસ્ત્રો વેચવા માટે મુંબઈ જવાના ઈરાદે બીલીમોરામાં રોકાઈ છે. બાતમીના આધારે પોલીસે બીલીમોરા રેલવે સ્ટેશન નજીક આવેલી એક હોટલમાંથી બે શખ્સોને પકડી પૂછપરછ શરૂ કરી. તેમની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે પોલીસે બાકી ગેંગના સભ્યોનો પીછો કર્યો.

તે દરમ્યાન, ગેંગના ચાર સભ્યો બીલીમોરાના સોમનાથ મંદિર ખાતે દર્શન કરવા ગયા હતા. મંદિરની બહાર સ્ટેટ મોનિટરીંગ સેલનું વાહન દેખાતા જ તેઓએ બચવા માટે પોલીસની કિયા કાર પર બે રાઉન્ડ ગોળીબાર કર્યો. પોલીસએ તરત જ જવાબી કાર્યવાહી કરતાં ફાયરિંગ કર્યું, જેમાં ગેંગના એક સભ્યને પગમાં ગોળી વાગી. બાદમાં પોલીસે ચારે આરોપીઓને કાબૂમાં લીધા.

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ચારેય આરોપીઓમાંના બે રાજસ્થાનના મૂળ નિવાસી છે, પરંતુ હાલ બીલીમોરામાં રહે છે, જ્યારે અન્ય બે મધ્યપ્રદેશના રહેવાસી છે. પોલીસનો અંદાજ છે કે તેઓ મુંબઈમાં શસ્ત્રો વેચવા જઈ રહ્યા હતા. હાલ સ્ટેટ મોનિટરીંગ સેલ અને એસઓજી ટીમે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

બોલિવૂડના દિગ્ગ્જ અભિનેતા પ્રેમ ચોપડા હોસ્પિટલમાં દાખલ

બોલીવુડના પીઢ અને શ્રેષ્ઠ અભિનેતા પ્રેમ ચોપરાને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 90 વર્ષની ઉંમરના અભિનેતાને હૃદય સંબંધિત સમસ્યાઓને કારણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તાજેતરના અહેવાલો અનુસાર, હાલ તેમનું સ્વાસ્થ્ય સ્થિર છે અને માત્ર બે થી ત્રણ દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે.

તેમના જમાઈ અને અભિનેતા વિકાસ ભલ્લાએ જણાવ્યું હતું કે, સાવચેતીના પગલાં રૂપે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયત સારી છે અને થોડા દિવસોમાં તેમને રજા આપવામાં આવશે. આ બધું ઉંમર સંબંધિત છે અને એક નિયમિત પ્રક્રિયા છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

ડો. જલીલ પાર્કરે જણાવ્યું કે, પ્રેમ ચોપરાને બે દિવસ પહેલા તેમના ફેમિલી કાર્ડિયોલોજિસ્ટ ડો.નીતિન ગોખલેની દેખરેખ હેઠળ લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયતને ધ્યાનમાં રાખીને ICUની જરૂર નથી અને તેઓ રૂમ અને વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. તેમનો હૃદય સાથે સંબંધિત સમસ્યા ઉપરાંત તેમને વાયરસ અને ફેફસાના ઇન્ફેક્શનનો પણ સામનો છે જેના માટે અમે તેઓની સારવાર કરી રહ્યા છીએ.

કચ્છના બેલામાં તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતા

કચ્છ જિલ્લાના બેલા વિસ્તારમાં આજે વહેલી સવારે ભૂકંપની ઝટકા અનુભવાયા હતા. સવારે આશરે 5:59 વાગ્યે 3.1ની તીવ્રતાવાળો આંચકો નોંધાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા મળેલી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ બેલાથી લગભગ 7 કિલોમીટર દૂર હતું. હળવા આંચકાઓ હોવાને કારણે કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ મળ્યા નથી.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે જમીન થોડા સેકન્ડ માટે ધ્રૂજી ઉઠી હતી, જેના કારણે લોકોમાં થોડી ભીતિ ફેલાઈ હતી. ભૂકંપ બાદ જિલ્લા વહીવટીતંત્ર સતર્ક બન્યું છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?

  • 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
  • 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
  • 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
  • 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
  • 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
  • 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
  • 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
  • 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
  • 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય

સવારે 9 વાગ્યા સુધીમાં 14.55% મતદાન, પોલિંગ બૂથ બહાર લોકોની લાંબી લાઈનો લાગી

0

બિહાર વિધાનસભા ચૂંટણીનો છેલ્લો અને નિર્ણાયક તબક્કો આજે સવારથી શરૂ થઈ ગયો છે. 3.70 કરોડથી વધુ મતદારો 122 બેઠકો પર 1302 ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. આ તબક્કામાં મુખ્યમંત્રી નીતીશ કુમારની સરકારના અડધા ડઝનથી વધુ મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર છે, જ્યારે સીમાંચલ વિસ્તારની બહુમતી બેઠકો આ ચરણને વધુ મહત્વપૂર્ણ બનાવે છે.

45,399 મતદાન મથકો પર વોટિંગ ચાલી રહ્યું છે, જેમાંથી 40,073 ગ્રામીણ વિસ્તારમાં છે. કુલ મતદારોમાં 1.75 કરોડ મહિલાઓ છે. હિસુઆ (નવાદા)માં સૌથી વધુ 3.67 લાખ મતદારો છે, જ્યારે લૌરિયા, ચનપટિયા, રક્સૌલ, ત્રિવેણીગંજ, સુગૌલી અને બનમખીમાં 22-22 ઉમેદવારો છે. શાંતિપૂર્ણ મતદાન માટે 4 લાખથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે મતદાતાઓમાં મતદાનને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે 9 વાગ્યા સુધીમાં 14.55 ટકા મતદાન નોંધાયું, જે પહેલા તબક્કાના 13.13 ટકા કરતાં વધુ છે. કિશનગંજમાં મહિલાઓની લાંબી કતારો જોવા મળી. લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના સાંસદ રાજેશ વર્મા પરિવાર સાથે વોટ આપવા પહોંચ્યા.

મુખ્યમંત્રી નીતીશ કુમાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરીને ભારે મતદાનની અપીલ કરી. મોદીએ ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનાર યુવાનોને પ્રોત્સાહિત કર્યા. જન સુરાજના પ્રતિનિધી પ્રશાંત કિશોરે વ્યવસ્થા પરિવર્તન માટે વધુ મતદાનની વાત કરી અને દિલ્હી વિસ્ફોટ પર રાષ્ટ્રીય સુરક્ષાની કાર્યવાહીની માંગ કરી.

કટ્ટરપંથી મજહબી વિચારધારાના લોકોને પકડીને ફાંસી આપો, દિલ્હી ધમાકા પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન

0

બાગેશ્વર ધામ સરકારના આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા વિસ્ફોટની ઘટના પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. હરિયાણાના પલવલમાં પદયાત્રા દરમિયાન તેમણે કહ્યું, “જ્યારે પણ ધમાકા થયા છે, તેને ક્યાંક ને ક્યાંક કટ્ટરપંથી મજહબી વિચારધારા વાળા લોકોએ કર્યા છે. હંમેશા ભારતને, ભારત માતાને, સનાતનને નિશાન બનાવીને કર્યા છે.” ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે કાલે જે થયું તે અત્યંત નિંદનીય અને અમાનવીય છે. ભગવાન પાસે પ્રાર્થના છે કે જેમનુું મોત થયું તેમને પોતાના ચરણોમાં સ્થાન આપે. અમે શોક સંવેદના વ્યક્ત કરીએ છીએ.

પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ અપીલ કરતાં કહ્યું, “કટ્ટર મજહબી પંથની વિચારધારાની વિચારસરણી પર લગામ લગાવવા માટે હવે સનાતનીઓને એક થવું જ પડશે. તમે કેટલું પણ ભારતીયોને ડરાવો, સનાતનીઓને ડરાવો. ના અમે ડરીશું અને ના અમે ઝૂકીશું.” તેમણે કહ્યું કે આ દેશમાં જ્યાં સુધી ભારતીયોની એકતા નહીં થાય ત્યાં સુધી અમે પદયાત્રા કરતા રહીશું.

ધમાકાના આરોપીઓને ફાંસીની માંગ
લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસેના વિસ્ફોટ પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, “તપાસ ચાલી રહી છે અને અમે સરકાર પાસેથી માંગ કરીએ છીએ કે પકડાયેલા લોકોને ફાંસી આપવામાં આવે. જો સનાતની એકજુટ થઈ જાય તો આ ધમકી અને ડરાવવાની ધાર્મિક વિચારધારા સંપૂર્ણપણે ખતમ થઈ જશે. વિચારમાં ફેરફાર જ હિંદુ એકતા છે.” તેમણે કહ્યું કે યાત્રા સુચારુ રીતે ચાલી રહી છે અને અવિરત ચાલુ રહેશે. હરિયાણા સરકાર અને કેન્દ્ર સરકાર આ પર બારીકાઈથી નજર રાખી રહી છે. અમે તમામ ભક્તોને અપીલ કરીએ છીએ કે કોઈપણ અફવાહમાં ન પડો.

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે જોરદાર ધમાકો
દિલ્હીમાં સોમવારે સાંજે લાલ કિલ્લા પાસે જોરદાર ધમાકો થયો હતો. લગભગ સાંજે ૬:૪૨ વાગ્યે ધીમી ગતિએ ચાલતી હ્યુન્ડાઈ i20 કાર ટ્રાફિક સિગ્નલ પર ઊભી રહી તો તરત જ ફાટી ગઈ, જેમાં ૯ લોકોનાં મોત થયાં અને ૨૦થી વધુ ઘાયલ થયા. ધમાકાની તીવ્રતા એટલી ભયાનક હતી કે આસપાસની ત્રણ-ચાર કાર અને ઓટો રિક્ષા આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગયા. બારીઓ તૂટી ગઈ અને ધુમાડો ચારેય તરફ ફેલાઈ ગયો. ઘટનાસ્થળ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-૧ની નજીક છે, જ્યાં પર્યટકો અને સ્થાનિક લોકો સાંજના સમયે વ્યસ્ત રહેતા હોય છે.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ધમાકાનો અવાજ એટલો તીવ્ર હતો કે દૂર સુધી અનુભવાયો અને લોકો ભાગતા-ભાગતા પડી ગયા. દિલ્હી પોલીસે તુરંત વિસ્તારને ઘેરી લીધો, જ્યારે ફાયર બ્રિગેડે આગ ઓલવી. આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓને હાઈ અલર્ટ પર મૂકી દીધી છે. દિલ્હી પોલીસે કેસ ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) અને વિસ્ફોટક અધિનિયમ હેઠળ નોંધ્યો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA), ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને સ્પેશિયલ સેલની ટીમો તપાસમાં જોડાઈ ગઈ છે.

ધર્મેન્દ્રનું નિધન નરી અફવા, હજુ વેન્ટિલેટર પર હોવાની હેમામાલિનીની સ્પષ્ટતા

આજે સવારે જુના જમાનાના સ્ટાર ‘હિમેન’ ધર્મેન્દ્રનું નિધન થયાના હેવાલ વાઈરલ થયા હતા. જો કે પાછળથી સુપ્રસિદ્ધ અભિનેત્રી અને ધર્મેન્દ્રના પત્ની હેમામાલિનીએ ધર્મેન્દ્રના નિધનના સમાચારને અફવા ગણાવી તેઓ હજુ વેન્ટિલેટર પર હોવાની સ્પષ્ટતા કરી હતી.

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર: ભારતીય સિનેમાના ‘હી-મેન

‘ધર્મેન્દ્ર, જેમનું પૂરું નામ ધરમ સિંહ દેઓલ છે, તે ભારતીય સિનેમાના ઇતિહાસના સૌથી પ્રભાવશાળી અને લોકપ્રિય અભિનેતાઓમાંથી એક હતા. તેમનો જન્મ 8 ડિસેમ્બર, 1935ના રોજ પંજાબના લુધિયાણા જિલ્લાના નસરાલી ગામમાં થયો હતો. ચાહકો તેમને પ્રેમથી “હી-મેન” અને “એક્શન કિંગ ઓફ બોલિવૂડ” જેવા ઉપનામોથી ઓળખતા હતા.

પ્રારંભિક જીવન અને ફિલ્મી સફરની શરૂઆત

ધર્મેન્દ્રએ ફિલ્મોમાં આવતા પહેલા રેલવેમાં ક્લાર્ક તરીકે પણ કામ કર્યું હતું. તેમને અભિનય પ્રત્યે ઊંડો લગાવ હતો, જેના કારણે તેઓ મુંબઈ આવ્યા. તેમણે ‘ફિલ્મફેર’ મેગેઝિન દ્વારા આયોજિત ‘ન્યૂ ટેલેન્ટ એવોર્ડ’ જીત્યો અને આ જીતે તેમના માટે બોલિવૂડના દરવાoજા ખોલી દીધા. તેમની પ્રથમ ફિલ્મ “દિલ ભી તેરા હમ ભી તેરે” 1960માં રિલીઝ થઈ હતી.

સ્ટારડમ અને સફળતા

શરૂઆતમાં રોમેન્ટિક હીરો તરીકે ઓળખ બનાવ્યા પછી, 1970ના દાયકામાં તેમની છબી ‘એક્શન હીરો’ તરીકે પ્રસ્થાપિત થઈ. તેમની મજબૂત શારીરિક બાંધણી અને દમદાર અભિનયને કારણે લોકો તેમને ‘હી-મેન’ કહેવા લાગ્યા. તેમણે અભિનેત્રી હેમા માલિની સાથે 30થી વધુ ફિલ્મોમાં કામ કર્યું અને તેમની જોડી પડદા પર સુપરહિટ સાબિત થઈ.

300થી વધુ ફિલ્મોમાં કામ છ દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં ધર્મેન્દ્રએ 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની કેટલીક યાદગાર ફિલ્મોમાં સામેલ છે:

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં વિસ્ફોટ, 8 લોકોનાં મોત, ઘણા ઇજાગ્રસ્ત

0

દિલ્હીના લાલ કિલ્લા નજીક કાર બ્લાસ્ટની ઘટના સામે આવી છે. વિસ્ફોટ બાદ કારમાં આગ લાગી હતી. આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે જ્યારે ઘણા ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાં ભારે ભીડ હતી. સાંજે લાલ કિલ્લા વિસ્તારમાં ભારે ભીડ હોય છે અને લોકો ફરવા માટે આવે છે. આ ઘટના લાલ કિલ્લાના મેટ્રો ગેટ નંબર 1 નજીક બની હતી.

મેટ્રો સ્ટેશન ગેટ નંબર 1 પાસે વિસ્ફોટ

દિલ્હી ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 નજીક એક કારમાં વિસ્ફોટ થયો હતો. આ પછી ત્રણથી ચાર વાહનોમાં પણ આગ લાગી હતી અને તેને નુકસાન થયું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે ઘણી કારમાં આગ લાગવાથી ઘણા લોકો ઇજાગ્રસ્ત થવાની સંભાવના છે. ફાયર બ્રિગેડની 20 ગાડીઓ ઘટના સ્થળે છે.

ઘટનાસ્થળે ઘણી એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઇ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટનામાં 8 વાહનોને નુકસાન થયું છે. સમગ્ર દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પીએમ મોદી 15 નવેમ્બરે પલસાણા ખાતે બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાતને અનુલક્ષીને બેઠક મળી

આગામી તા.૧૫મી નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પલસાણા તાલુકાના અંત્રોલી ખાતે નિર્માણાધિન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાતે પધારનાર છે. આ મુલાકાતને અનુલક્ષીને આગોતરા આયોજન અંગે સુરત કલેકટોરેટ ખાતે જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.

બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતા જિલ્લા કલેકટરે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી અંત્રોલી ખાતે આવેલા બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કરશે. તેમની આ મુલાકાત સુચારૂ રીતે સંપન્ન થાય એ માટે તમામ અધિકારીઓને સુપરત કરવામાં આવેલી કામગીરી ગંભીરતાથી કરવામાં આવે એની તકેદારી રાખવા તાકીદ કરી હતી.

પ્રધાનમંત્રીશ્રીની મુલાકાતને અનુલક્ષીને કરવાના થતા આગોતરા આયોજનને સરળતા પાર પાડવા માટે વહીવટીતંત્રના અધિકારીઓને સાંકળી લેતી વિવિધ સમિતિઓનું પણ ગઠન કરવામાં આવ્યું હતું. અધિક નિવાસી કલેકટરશ્રી વિજય રબારીએ કમિટીઓ બનાવી અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરીથી અવગત કર્યા હતા.

અત્રે નોંધનીય છે કે, વડાપ્રધાનશ્રી પોતાના ડ્રીમ પ્રોજેકટ ‘બુલેટ ટ્રેન પ્રોજેકટ’ની મુલાકાત લઇ અંત્રોલી સ્ટેશનનું જાત નિરીક્ષણ કરી કામગીરીની પ્રગતિની સમીક્ષા પણ કરશે.

બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેશ ગઢિયા, નાયબ કલેકટરો, કાર્યપાલક ઇજનેરો, બુલેટ ટ્રેન પ્રોજેકટના અધિકારીઓ, એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ, જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. 

ભારત વિરુદ્ધ હાફિઝ સઈદની નવી સાજિશ! બદલો લેવા યુવકોને જેહાદ માટે ઉશ્કેરાવા લાગ્યો

0

લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદ ભારત પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યો છે. આ વાતનો સંકેત લશ્કર કમાન્ડર સૈફુલ્લાહ સૈફના એક વીડિયો દ્વારા મળે છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હાફિઝ સઈદ બાંગ્લાદેશ થઈને ભારત પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો છે. સૈફુલ્લાહનો વીડિયો 30 ઓક્ટોબરે પાકિસ્તાનના ખૈરપુર તામીવલીમાં યોજાયેલી એક રેલીમાંથી બહાર આવ્યો હતો, જેમાં તેણે યુવાનો અને નાના બાળકોને જેહાદ માટે અને ભારત વિરૂદ્ધ ઉશ્કેર્યા હતા.

વાઈરલ વીડિયો અનુસાર, કમાન્ડર સૈફુલ્લાહ સૈફ કહે છે કે ઓપરેશન સિંદૂરમાં હાફિઝ સઈદનો પરિવાર માર્યો ગયો હતો, પરંતુ તે ખાલી બેઠો નથી. યોજના ચાલી રહી છે, અને ભારત સામે બદલો લેવાની તૈયારીઓ ચાલી રહી છે. યુવાનોને જેહાદ માટે ઉશ્કેરવામાં આવી રહ્યા છે અને આતંકવાદી તાલીમ પણ મેળવી રહ્યા છે. લશ્કર-એ-તૈયબાના સભ્યો પૂર્વ પાકિસ્તાનમાં સક્રિય છે, જેનો ઉપયોગ ભારતને યોગ્ય જવાબ આપવા માટે થાય છે. ભારત વિરુદ્ધ બાંગ્લાદેશનો ઉપયોગ લોન્ચપેડ તરીકે કરવાની યોજના છે.

એ નોંધવું જોઈએ કે સૈફુલ્લાહ પાકિસ્તાની સેનાની પ્રશંસા કરતો હતો અને ભારત વિરુદ્ધ ઝેર ઓકતો હતો. રેલીમાં ઘણા બાળકો પણ હાજર હતા, જેમને લશ્કરના આતંકવાદીઓ જેહાદ શીખવીને અને ભારત વિરુદ્ધ બદલો લેવા માટે ઉશ્કેરીને, તેમને લશ્કરના આતંકવાદી બનવા માટે પ્રેરિત કરીને ભારત વિરોધી ભાવનાઓ ફેલાવી રહ્યા છે. જોકે સૈફુલ્લાહના દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ વાયરલ વીડિયોને કારણે ભારતીય ગુપ્તચર એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. દાવાઓની ચકાસણી કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

હાફિઝ મુહમ્મદ સઈદ 2008ના મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. તે લશ્કર-એ-તૈયબાનો સહ-સ્થાપક અને જમાત-ઉદ-દાવાનો વડા છે. ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ અને સંયુક્ત રાષ્ટ્રએ હાફિઝ સઈદને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યો છે અને તેને પકડવા માટે માહિતી આપનાર માટે 10 મિલિયનનું ઇનામ ઓફર કર્યું છે. ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારતીય સેના અને વાયુસેનાએ હાફિઝ સઈદના ઠેકાણા પર પણ હુમલો કર્યો હતો, પરંતુ હાફિઝ હુમલામાં બચી ગયો હતો અને તેનો પરિવાર માર્યો ગયો હતો.

અભિનેતા ધર્મેન્દ્રની તબિયત બગડી, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર તબિયત ખરાબ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. 89 વર્ષીય ધર્મેન્દ્ર ઉંમર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને આ કારણે તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બોલિવૂડ સ્ટાર્સથી લઈને ચાહકો સુધી તેઓ તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે. દરમિયાન અભિનેતાની તબિયત સંબંધિત એક મોટું અપડેટ બહાર આવ્યું છે.

ધર્મેન્દ્રની હાલત ગંભીર
ધર્મેન્દ્રની તબિયતમાં હાલ કોઈ સુધારો થયો નથી. રિપોર્ટ અનુસાર તેમની હાલત ગંભીર છે અને શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે અભિનેતાને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યો છે. હોસ્પિટલમાં ડોકટરોની ટીમ તેમની હાલત પર નજર રાખી રહી છે. જોકે તેમની તબિયત અંગે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. આવી સ્થિતિમાં, સોશિયલ મીડિયા પર લોકો તેમના જલ્દી સ્વસ્થ થવા માટે ભગવાનને પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે.

ધર્મેન્દ્રના પરિવારના સભ્યો હાલમાં તેમની સાથે હોસ્પિટલમાં હાજર છે. હાલમાં જ તેમની ફિલ્મ ‘ઇક્કીસ’નું ટ્રેલર પણ રિલીઝ થયું છે, જેમાં તેમનું દમદાર પાત્ર જોવા મળ્યું હતું.