Home Blog Page 274

Delhi Blast Case: દિલ્હી બ્લાસ્ટ પર મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન

0

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ગત 10 નવેમ્બરના રોજ એક કારમાં બ્લાસ્ટ થયો હતો જેમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને ઈજાગ્રસ્ત સારવાર હેઠળ છે. ત્યારે પીડીપીના વડા મહેબૂબા મુફ્તીનું એક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, આ લોકોએ અમારા સમુદાયને કલંકિત કરવાનું કાવતરું રચ્યું છે. અમારા સમુદાયના ડોકટર અને શિક્ષિત લોકો આમાં સામેલ છે તો તેવા લોકો અમારા સમુદાયમાં આવતા નથી. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના ડોકટરો સંડોવાયેલા છે કે કેમ તે નક્કી કરવા માટે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.

અમે તકલીફને સમજી શકીએ છીએ: મહેબૂબા મુફ્તી
12 નવેમ્બરે શ્રીનગરમાં મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, “દિલ્હીમાં જે બન્યું તેમાં અમે તે પીડા તમારા કરતાં વધુ સમજીએ છીએ. કારણ કે અમે આવી ઘટનાને ઘણા નજીકથી જોઈ છે. અમે તેને ઘણા વર્ષોથી જોઈ રહ્યા છે.”

દિલ્હી સરકારને કરી અપીલ
તેઓએ દિલ્હી સરકારને અપીલ કરી કે, “હું વિનંતી કરું છું કે આ તપાસ ઝડપથી હાથ ધરવામાં આવે અને તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. તેઓ જે પરિવારોના છે તેમના માતા-પિતા, ભાઈઓ અને બહેનો તેઓ ગુનેગાર નથી. તેમને ગુનેગાર ન માનો. કારણ કે મેં પોતે ટીવી પર જોયું હતું કે કેવી રીતે એક ડૉક્ટરના પિતાને કાળા કપડાથી મોં ઢાંકીને ખેંચી લેવામાં આવી રહ્યા હતા. આ સારું નથી. આવું ન થવું જોઈએ.”

પરિવારજનોને નુકસાન ન પહોંચાડો: મહેબૂબા મુફ્તી
મહેબૂબા મુફ્તીએ આગળ કહ્યું, “હું પીડા સમજી શકું છું. સરકારે ફરક લાવવો જોઈએ. જે લોકો સંડોવાયેલા છે તેમને કડક સજા થવી જોઈએ. જોકે, તેમના સંબંધીઓને શંકાના આધારે ધરપકડ કરવામાં આવી રહી છે તેમની સાથે યોગ્ય વર્તન થવું જોઈએ. તેમની પૂછપરછ કરો પરંતુ ગુનેગારો તરીકે તેમની તપાસ ન કરો. ગુનો હજુ સુધી સાબિત થયો નથી. શંકા માટે હજુ પણ એક આધાર છે.”

રસોડામાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ, એક જ પરિવારના 6 ઘાયલ, બાળકનું કરુણ મોત

0

મુર્શિદાબાદ જિલ્લાના કાંડી પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા રામેશ્વરપુર ગામમાં રસોઈ બનાવતી વખતે એક ભયાનક અકસ્માત સર્જાયો. આજે સવારે રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડર ફાટ્યો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો. વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે આખું ઘર ધરાશાયી થઈ ગયું અને એક પરિવારના છ સભ્યો આગની લપેટમાં આવી ગયા. એક નાના બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. ઘાયલોમાં એક પુરુષ અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે.

સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને ગોકરણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કર્યા હતા. બાદમાં, તેમની હાલત વધુ ખરાબ થતાં, તેમને બહેરામપુરની મુર્શિદાબાદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અંદાજ મુજબ ગેસ લીકેજને કારણે વિસ્ફોટ થયો હતો. આ દુ:ખદ અકસ્માતથી સમગ્ર રામેશ્વરપુર ગામમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

ભૂટાનથી પરત ફરતા જ પીએમ મોદી LNJP હોસ્પિટલ પહોંચ્યા, દિલ્હી બ્લાસ્ટના ઇજાગ્રસ્તોને મળ્યા

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂટાન પ્રવાસથી વતન પરત ફર્યા છે, દિલ્હીમાં લેન્ડ થયાના તુરંત બાદ તેઓ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક બોમ્બ વિસ્ફોટના પીડિતોને મળવા માટે લોકનાયક જય પ્રકાશ(LNJP) પહોંચ્યા હતાં. વડાપ્રધાન મોદીએ ઈજાગ્રસ્તોને મળીને તમની તબિયત અંગે પૂછપરછ કરી. વડાપ્રધાન ઈજાગ્રસ્તો ઝડપી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરી.

વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને LNJP હોસ્પિટલની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. હોસ્પિટલના ડૉક્ટરો અને વરિષ્ઠ અધિકારીઓએ વડા પ્રધાનને ઘાયલોની સ્થિતિ માહિતી આપી હતી. તેઓ 20-25 મિનિટ સુધી હોસ્પિટલમાં રહ્યા.

બોમ્બ બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો સાથે મુલાકાત સમયના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતા વડાપ્રધાન મોદી એ લખ્યું, “દિલ્હી બોમ્બ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને મળવા માટે મેં LNJP હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેઓ ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરું છું. આ ષડયંત્ર પાછળના લોકોને સામે કાર્યવાહી કરવામાં આવશે.”

બોમ્બ બ્લાસ્ટ વિષે વડાપ્રધાનનું નિવેદન:
નોંધનીય છે કે સોમવારે સાંજે બોમ્બ બ્લાસ્ટ થયા બાદ મંગળવારે સવારે વડાપ્રધાન મોદી તેમની પૂર્વ આયોજિત ભૂતાન મુલાકાત માટે રવાના થયા હતાં.

ભૂતાનમાં એક સંબોધન દરમિયાન તેમણે કહ્યું, “હું ભારે હૃદય સાથે અહીં આવ્યો છું. દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાથી આપણા બધાને આઘાત લાગ્યો છે. હું આ મૃતકોના પરિવારોનું દુઃખ સમજું છું. આખો દેશ તેમની સાથે ઉભો છે. હું આખી રાત એજન્સીઓ અને મુખ્ય અધિકારીઓ સાથે સંપર્કમાં હતો, માહિતી એકઠી કરવામાં આવી રહી હતી. આ ઘટના પાછળના ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.”

ભરૂચની કેમિકલ કંપનીમાં બોઈલર વિસ્ફોટ, 3 લોકોનાં મોત, 24 ઘાયલ

ગુજરાતના ભરૂચ જિલ્લાના GIDC ઔદ્યોગિક વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે એક કંપનીમાં થયેલા વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા છે અને 24 કર્મચારીઓ ઘાયલ થયા છે. ઘાયલોને ભરૂચની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આમાંથી ચારથી પાંચ કર્મચારીઓની હાલત ગંભીર છે.

સાયખા ગામ નજીક આવેલી GIDC કંપની વિશાલ ફાર્મામાં બોઈલર વિસ્ફોટથી રાત્રે લગભગ 2:30 વાગ્યે આગ લાગી હતી, જેના કારણે આગ ભભૂકી ઉઠી હતી. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે નજીકની ચાર કંપનીઓને નુકસાન થયું હતું. ત્રણ કર્મચારીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની છ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળે બચાવ અને રાહત કામગીરી હજુ પણ ચાલુ છે, અને કાટમાળ દૂર કરવા અને ઘાયલોને બચાવવા માટે શોધખોળ ચાલી રહી છે, કારણ કે મૃત્યુઆંક વધવાની આશંકા છે .

કંપની પરવાનગી વિના કાર્યરત છે: સાયખા ગામના સરપંચ જયવીર સિંહે અકસ્માત અંગે વહીવટીતંત્ર અને કંપનીના માલિકો પર ગંભીર આરોપો લગાવ્યા છે. જયવીર કહે છે કે કંપની કોઈપણ પરવાનગી વિના કાર્યરત છે. છતાં, વહીવટીતંત્ર કોઈ ધ્યાન આપી રહ્યું નથી.

ગુજરાત સરકારે જાહેર કર્યું રાહત પેકેજ, ખેડૂતો માટે સહાય મેળવવાની પ્રક્રિયા શરૂ

સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદને પગલે થયેલા પાકોના નુકસાન માટે સરકાર દ્વારા ખેડૂતોને રાહત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં થયેલા અતિભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં બાગાયત તથા કૃષિ પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને જુનાગઢ, વાવ-થરાદ, કચ્છ, પંચમહાલ અને પાટરા જિલ્લામાં અચાનક વરસેલા વરસાદએ ખેડૂતોને મુશકેલીમાં મૂકી દીધા છે.

ત્યારે હવે સરકારે આ ખેડૂતોની મદદ માટે ખાસ કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે સરકાર દ્વારા જાહેર કરાયેલા આ રાહત પેકેજ અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ યોજનાનો લાભ તેઓને મળકો જેઓના પાકને 33%થી વધુ નુકસાન થયું હોય.

  • બિનપિયત પાક માટે સહાય : રૂ. 12,000 પ્રતિ હેક્ટર
  • પિયત પાક માટે સહાય : 3.22,000 પ્રતિ હેક્ટર
  • લાયક ખેડૂતો: જેઓના પાકને 33% થી વધુ નુક્સાન થયું છે
  • અસરગ્રસ્ત વિસ્તાર : જુનાગઢ, વાવ, થરાદ, કચ્છ, પંચમહાલ અને પાટણ
  • રજીસ્ટ્રેશન સમયમર્યાદા 15 દિવસ

પોર્ટલ રાજ્ય સરકારનું કૃષિ પોર્ટલ
મહત્વની વાત એ છે કે, જ્યાં ભારે વરસાદના કારવો રવિ પાકનું વાવેતર શક્ય ન બન્યું હોય, તેવા ખેડૂતોનો પણ આ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજનાના લાભ માટેનું રજીસ્ટ્રેશન 11 નવેમ્બરથી શરૂ થયું છે. ખેડૂતોને પોતાના ગામના વી.એસ.સી (Village Service Centre) અથવા વિલેજ કોમન સર્વિસ સેન્ટર મારફતે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ખેડૂતોને સૂચના આપવામાં આવી છે કે સમયસર રજીસ્ટ્રેશન કરીને સહાય મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરે.

રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં પગલા ભરી લોકોને ખુરશ કરી દીધા છે. અતિભારે વરસાદથી નુકસાન પામેલા ખેડૂતોને આ રાહત પેકેજથી મોટી મદદ મળશે અને તેઓ ફરીથી ખેતીમાં ઉત્સાહપૂર્વક જોડાઈ શકશે. આ પેકેજર્થી કેટલા ખેડૂતોને લામ મળશે અને કેટલી જમીન આ સહાય હેઠળ આવરી લેવામાં આવશે તે તો આવનારા દિવસોમાં જ સ્પષ્ટ થશે.

પીએમ મોદી ભુટાનના ચોથા રાજાને મળ્યા, પાડોશી દેશ સાથે મિત્રતા વધુ મજબૂત બનાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂટાનની રાજ્ય મુલાકાત ભારત-ભૂટાન સંબંધોમાં એક નવો સીમાચિહ્નરૂપ બની. તેમની મુલાકાત દરમિયાન, તેમણે ભૂટાનના ચોથા રાજા, ડ્રુક ગ્યાલ્પો જિગ્મે સિંગ્યે વાંગચુક સાથે મુલાકાત કરી. આ મુલાકાત ભૂટાનના ચોથા રાજા (જેને પ્રેમથી K4 તરીકે ઓળખવામાં આવે છે) ના 70મા જન્મદિવસની ઉજવણી સાથે થઈ. પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું, અને સાંસ્કૃતિક ઉત્સવોએ બંને દેશો વચ્ચેની ગાઢ મિત્રતાને વધુ મજબૂત બનાવી.

વ્યૂહાત્મક સંવાદ અને સહયોગ માટે નવા માર્ગો
રાજધાની થિમ્પુમાં, પીએમ મોદીએ ભૂટાનના વર્તમાન રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સાથે વ્યાપક ચર્ચા કરી. બંને પક્ષોએ ઊર્જા, ક્ષમતા નિર્માણ, કનેક્ટિવિટી, સંરક્ષણ અને ટેકનોલોજી જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂક્યો. પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારત ભૂટાનની વિકાસ યાત્રામાં તેની સાથે ઉભું છે અને એક પાડોશી અને નજીકના મિત્ર તરીકે, અમને આ ભાગીદારી પર ગર્વ છે. પ્રાદેશિક અને વૈશ્વિક પડકારો પર પણ ચર્ચા કરવામાં આવી હતી, અને સ્થિરતા અને સહયોગના સહિયારા દ્રષ્ટિકોણનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો.

આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જોડાણનું ઉદાહરણ
આ મુલાકાતની એક ખાસ વાત એ હતી કે ભારતથી લાવવામાં આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગ વૈશ્વિક શાંતિ પ્રાર્થના મહોત્સવ અને ચોથા રાજાના જન્મદિવસ સાથે સુસંગત હતો. પીએમ મોદીએ કહ્યું કે આ અવશેષો જે આદર અને શ્રદ્ધા સાથે પ્રાપ્ત થયા છે તે ભારત અને ભૂટાનના લોકો વચ્ચેના ઊંડા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક બંધનને પ્રતિબિંબિત કરે છે , જે સહિયારા બૌદ્ધ વારસા અને શાંતિ અને સંવાદિતાના મૂલ્યોમાં વણાયેલો બંધન છે.

જળવિદ્યુત પ્રોજેક્ટનું સંયુક્ત ઉદ્ઘાટન
આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ પીએમ મોદી અને રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક દ્વારા 1,020 મેગાવોટના પુનાત્સંગચુ-II હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું સંયુક્ત ઉદ્ઘાટન હતું. આ કાર્યક્રમને બંને દેશો વચ્ચેની મિત્રતાના સ્થાયી પ્રતીક તરીકે વર્ણવવામાં આવ્યો હતો. ભારત-ભૂતાન ભાગીદારીનો મુખ્ય ઘટક ઊર્જા સહયોગ છે. આ પ્રસંગે નવીનીકરણીય ઊર્જા અને આરોગ્ય ક્ષેત્રોમાં અનેક સમજૂતી કરારો (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભૂટાનના વિકાસ માટે નવી ક્રેડિટ લાઇનની પણ જાહેરાત કરવામાં આવી હતી.

દિલ્હી વિસ્ફોટોમાં બે કારતૂસ, વિસ્ફોટકો, ઘટનાસ્થળેથી એકત્રિત કરાયેલા 40 થી વધુ નમૂનાઓમાં શું મળ્યું?

0

ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ટીમ દ્વારા લાલ કિલ્લા નજીક વિસ્ફોટ સ્થળ પરથી એકત્રિત કરાયેલા 40 થી વધુ નમૂનાઓમાં એક બોમ્બ, બે કારતૂસ અને બે અલગ અલગ પ્રકારના વિસ્ફોટકોના નમૂનાઓનો સમાવેશ થાય છે, અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું. પ્રારંભિક વિશ્લેષણ સૂચવે છે કે વિસ્ફોટક નમૂનાઓમાંથી એક એમોનિયમ નાઈટ્રેટ હોવાનું જણાય છે.

સોમવારે, ફરીદાબાદમાં તપાસ દરમિયાન 360 કિલોગ્રામ એમોનિયમ નાઈટ્રેટ મળી આવ્યું હતું, જ્યારે અલ ફલાહ યુનિવર્સિટી સાથે સંકળાયેલા ડૉ. મુઝમ્મિલ ગનાઈ અને ડૉ. શાહીન સઈદની ધરપકડ કરવામાં આવી હતી. “બીજો વિસ્ફોટક નમૂનો એમોનિયમ નાઈટ્રેટ કરતાં પણ વધુ શક્તિશાળી હોવાનું માનવામાં આવે છે. વિગતવાર ફોરેન્સિક તપાસ પછી તેની ચોક્કસ રચનાની પુષ્ટિ કરવામાં આવશે,” એક અધિકારીએ જણાવ્યું હતું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, FSL ટીમને ઘટનાસ્થળે નિરીક્ષણ કરતી વખતે કારતૂસ મળી આવ્યા હતા. અત્યાર સુધીમાં 40 થી વધુ નમૂના એકત્રિત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટકોની પ્રકૃતિ અને વિસ્ફોટમાં તેનો ઉપયોગ કેવી રીતે થયો તે નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે FSL એ નમૂનાઓની તપાસ માટે એક ખાસ ટીમ બનાવી છે. ટીમને તપાસ ઝડપી બનાવવા અને વિલંબ કર્યા વિના રિપોર્ટ સબમિટ કરવા સૂચના આપવામાં આવી છે. વિસ્ફોટ પછી લેબ ચોવીસ કલાક કામ કરી રહી છે. સોમવારે લાલ કિલ્લા પાસે ધીમી ગતિએ ચાલતા વાહનમાં થયેલા વિસ્ફોટમાં તેર લોકો માર્યા ગયા હતા.

દિલ્હી વિસ્ફોટોમાં પાકિસ્તાન કનેક્શન, શંકાસ્પદોની પૂછપરછ, જૈશ આતંકવાદી જૂથ સાથે લિંક મળી

0

દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટો હવે પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના બાદ પોલીસ અને તપાસ એજન્સીઓએ ઘણા શંકાસ્પદોની અટકાયત કરી છે. ગુપ્તચર સૂત્રોએ ખુલાસો કર્યો છે કે ડૉ. મુઝમ્મિલ અને અન્ય લોકોની પૂછપરછમાં પાકિસ્તાન સાથેના સંબંધો ખુલ્યા છે. એવું જાણવા મળ્યું છે કે વિસ્ફોટથી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ સાથે જોડાયેલા પુરાવા મળ્યા છે. એજન્સીઓ માને છે કે ડૉ. મુઝમ્મિલ પાકિસ્તાનના મૌદુદ્દીન ઔરંગઝેબ આલમ, ઉર્ફે અમ્માર અલ્વી સાથે જોડાયેલા હોઈ શકે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે મોઉદ્દીન ઔરંગઝેબ આલમ, જેને અમ્માર અલ્વી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે અનેક હુમલાઓનો માસ્ટરમાઇન્ડ છે. હાલમાં ભારતના ઘણા મોટા શહેરોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ હુમલાઓમાં વપરાયેલા વાહનોનો ઉપયોગ થઈ રહ્યો છે. અમ્માર અલ્વી જૈશનો એક વરિષ્ઠ કમાન્ડર છે.

દિલ્હીની હવા બની ઝેરી, અનેક વિસ્તારમાં AQI 400ને પાર

0

દિલ્હીમાં હવા ઝેરીલી બની છે. આજે અનેક વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 400ને પાર પહોંચ્યો છે. દિલ્હી સરકારે ધો.5 સુધીના તમામ વર્ગોને હાઈબ્રિડ મોડમાં ચલાવવાનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર ગ્રેપ-3 લાગુ થયા બાદ બુધવારે સવારે સાત કલાકે દિલ્હીનો એક્યૂઆઈ 413 નોંધાયો હતો.

દિલ્હીમાં ક્યા વિસ્તારોમાં એક્યૂઆઈ 400ને પાર નોંધાયો

  • આનંદ વિહાર – 438
  • અલીપુર – 431
  • બવાના – 451
  • બુરાડી – 439
  • ચાંદની ચોક – 449
  • દ્વારકા – 423
  • આઈટીઓ – 433
  • જહાંગીરપુરી – 446
  • ઈન્ડિયા ગેટ – 408
  • નરેલા – 437
  • લોધી રોડ – 401

દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા
દિલ્હીને અડીને આવેલા નોઇડાના સેક્ટર-62માં એક્યૂઆઈ 371, ગાઝિયાબાદના વસુંધરામાં 337, ઇન્દિરાપુરમમાં 304 અને ગુરુગ્રામના સેક્ટર-51માં 368 નોંધાયો છે. આ પહેલા, ગઈકાલે મંગળવારે દિલ્હીનો 24 કલાકનો સરેરાશ એક્યૂઆઈ 428 રહ્યો હતો, જે દેશમાં સૌથી વધુ છે. જ્યારે, 425 એક્યૂઆઈ સાથે નોઇડા બીજા નંબર પર રહ્યું હતું.

ગ્રેપ-3 હેઠળ અનેક પ્રતિબંધો લાગુ
દિલ્હી-એનસીઆરમાં ગ્રેપ-3 (GRAP-3 – ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો ત્રીજો તબક્કો) લાગુ થવાથી ઘણા પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા. તેમાં નીચે મુજબનો સમાવેશ થાય છે

BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલના ચાર-પૈડાવાળા વાહનોના સંચાલન પર પ્રતિબંધ રહેશે. જોકે, દિવ્યાંગ લોકો અંગત વપરાશ માટે આ બંને શ્રેણીની ગાડીઓ ચલાવી શકશે.

ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા અપાઈ, હવે ‘હી-મેન’ની સારવાર હવે ઘરે જ કરવામાં આવશે

અભિનેતા ધર્મેન્દ્રને તાજેતરમાં જ તબિયત લથડતા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, 89 વર્ષીય અભિનેતા માટે હવે થોડી રાહત છે, જેઓ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ધર્મેન્દ્રને 10 નવેમ્બરના રોજ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાની તબિયતમાં નોંધપાત્ર સુધારો થયો છે, જેના કારણે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમની સારવાર તેમના બંગલા ખાતે ચાલુ રહેશે.

ધર્મેન્દ્રની સારવાર હવે ઘરે જ કરવામાં આવશે
બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડોક્ટરોએ પુષ્ટિ આપી છે કે ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, કારણ કે તેમના પરિવારે તેમને ઘરે લઈ જવાનું નક્કી કર્યું છે. ડિસ્ચાર્જ થયા પછી, અભિનેતાને હવે ઘરે જ સારવાર આપવામાં આવશે. અભિનેતાને એમ્બ્યુલન્સ દ્વારા તેમના ઘરે લઈ જવામાં આવ્યા હતા, જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ઇન્સ્ટન્ટ બોલિવૂડે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે, જેમાં ધર્મેન્દ્રને એમ્બ્યુલન્સમાં ઘરે લઈ જવામાં આવતા જોવા મળે છે. અભિનેતાના ચાહકો આ સમાચારથી ખૂબ જ ખુશ છે અને તેમના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

પત્ની હેમા માલિની અને પુત્રી ઈશાએ આપી હતી સ્વાસ્થ્ય માહિતી
11 નવેમ્બરના રોજ હેમા માલિની અને તેમની પુત્રી એશા દેઓલે સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી હતી કે ધર્મેન્દ્રની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. એશાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, “એવું લાગે છે કે મીડિયામાં ઘણી અફવાઓ ફેલાઈ રહી છે. મારા પિતા સ્થિર છે અને ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે. અમે દરેકને અમારા પરિવારની ગોપનીયતાનો આદર કરવા વિનંતી કરીએ છીએ. તેમના ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરનારાઓનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.”

ધર્મેન્દ્ર 12 દિવસથી બીમાર છે
1 નવેમ્બરના રોજ ધર્મેન્દ્રની તબિયત બગડી ગઈ હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલે, તેમની તબિયત બગડવાના સમાચાર આવ્યા હતા, જેના કારણે તેમનો આખો પરિવાર તેમને મળવા માટે હોસ્પિટલમાં ગયો હતો. દરમિયાન, શાહરૂખ ખાનથી લઈને સલમાન ખાન અને આમિર ખાન સુધીના ઘણા જાણીતા બોલિવૂડ સ્ટાર્સે તેમને હોસ્પિટલમાં મળવા માટે મુલાકાત લીધી હતી. દરમિયાન, મંગળવારે અફવાઓ ફેલાઈ હતી કે ધર્મેન્દ્ર હવે જીવિત નથી. તેમની પત્ની હેમા માલિની અને પુત્રી એશા દેઓલે પોસ્ટ દ્વારા સ્પષ્ટતા કરી હતી કે ધર્મેન્દ્ર જીવિત છે અને સ્વસ્થ થઈ રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અફવાઓ પર નારાજગી પણ વ્યક્ત કરી હતી.