લિયોનેલ મેસી ત્રણ દિવસના GOAT ઇન્ડિયા ટૂર માટે ભારતમાં છે. તેમનો પહેલો સ્ટોપ કોલકાતા હતો, જ્યાં તેઓ 13 ડિસેમ્બરે સવારે લગભગ 3:00 વાગ્યે નેતાજી સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ પર ઉતર્યા હતા. મેસી એરપોર્ટ પર દેખાયા કે તરત જ ચાહકો તેમની એક ઝલક જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ચાહકો ખૂબ જ ખુશ થઈ ગયા અને મેસી-મેસીના નારા લગાવવા લાગ્યા. તેમનો ઉત્સાહ જોવા લાયક હતો. આ પછી, મેસી હોટેલ ગયો. ત્યાંથી તેમને સોલ્ટ લેક સ્ટેડિયમ જવાનું હતું, જ્યાં તેમને ઘણી મોટી હસ્તીઓને મળવાનું હતું. ભારત પ્રવાસમાં મેસી સાથે લુઇસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલ પણ ભારત આવ્યા છે.
લિયોનેલ મેસી વહેલા મેદાન છોડીને ચાલ્યો ગયો લિયોનેલ મેસીએ કોલકાતાના લેક સિટીમાં તેમની 70 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું. બાદમાં તેઓ બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન અને RPGS ગ્રુપના માલિક સંજીવ ગોયેન્કાને મળ્યા. ત્યારબાદ તેઓ કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમ ગયા, જ્યાં ચાહકો પહેલાથી જ તેમની એક ઝલક જોવા માટે ઉત્સુક હતા. ત્યાં ભારે ભીડ હતી, અને મેસ્સીએ મેદાન પર હાજર દરેકને હાથ હલાવ્યો. બાદમાં, ઘણા લોકો તેમની પાસે આવવા લાગ્યા. આ પછી, તેઓ ઝડપથી સ્ટેડિયમ છોડી ગયા.
અત્યંત ગુસ્સે ભરાયેલા ચાહકો આ બનતાની સાથે જ સ્ટેડિયમમાં હાજર બધા ચાહકો ખૂબ ગુસ્સે થઈ ગયા. ઘણા ચાહકો મેદાનની વચ્ચે પહોંચી ગયા, અને મેદાનમાં એક વિચિત્ર અરાજકતા ફેલાઈ ગઈ. બાદમાં, ચાહકોએ સ્ટેડિયમની ખુરશીઓ ઉખેડી નાખી અને મેદાન પર પાણીની બોટલો ફેંકી દીધી. આના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. ચાહકો સ્પષ્ટપણે ગુસ્સે ભરાયા હતા, તેઓ વિચારી રહ્યા હતા કે મેસ્સી આટલી વહેલી મેદાન કેમ છોડી ગયો.
10 મિનિટમાં જ ગયો: લિયોનેલ મેસીનો ચાહક લિયોનેલ મેસીના એક ચાહકે કહ્યું, “એકદમ નિરાશાજનક. તે ફક્ત 10 મિનિટ માટે આવ્યો હતો. બધા રાજકારણીઓ અને મંત્રીઓએ તેને ઘેરી લીધો હતો. અમે કંઈ જોઈ શક્યા નહીં. તેણે એક પણ કિક કે પેનલ્ટી લીધી નહીં. તેઓએ કહ્યું કે તેઓ શાહરૂખ ખાનને પણ લાવશે, પણ તેઓ કોઈને લાવ્યા નહીં. તે 10 મિનિટ માટે આવ્યો અને ચાલ્યો ગયો. આટલા બધા પૈસા, લાગણીઓ અને સમય બગાડ્યો. અમને કંઈ દેખાતું નહોતું.”
શહેરના કાપોદ્રા વિસ્તારમાં એક કરુણ ઘટના સામે આવી છે, જ્યાં રત્નકલાકાર ઘનશ્યામભાઈ રામોલિયા (ઉંમર આશરે 50 વર્ષ)એ ચોથા માળના ટેરેસ પરથી પડતું મૂકીને આપઘાત કર્યો. ઘટના સવારે 6-7 વાગ્યાની આસપાસ તિરુપતિ એપાર્ટમેન્ટ, હીરાબાગ નજીક બની હતી.
પ્રાથમિક તપાસ મુજબ, ઘનશ્યામભાઈ છેલ્લા છ મહિનાથી બેરોજગાર હતા. ઉપરાંત, તેઓ લાંબા સમયથી કોઈ શારીરિક બીમારીથી પરેશાન હતા. આ આર્થિક અને સ્વાસ્થ્યની તંગીથી દબાણમાં આવીને તેણે આ પગલું ભર્યું હોવાનું ધારણાઓ છે. પોલીશ્ડ હીરાની બજારમાં વધતી માંગના કારણે છેલ્લા ઘણા સમયથી નેચરલ હીરાના કામ કામ કરતા રત્ન કલાકારો પર મંદીના એંધાણ વધ્યા છે.
ઘટનાની જાણ થતા કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી. પોલીસ દ્વારા મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. સ્થાનિક લોકોએ પણ આ ઘટનાને લઇને આઘાત વ્યક્ત કર્યો. પોલીસે આ મામલે “એક્સિડેન્ટલ મોત”નો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
50 વર્ષીય ઘનશ્યામભાઈના મોતના સમાચારે પાડોશી અને પરિવારજનો આ ઘટનાથી ભાવુક છે અને તેઓ આ ઘાતક નિર્ણયથી ખૂબ દુખી છે. પડોશીઓએ જણાવ્યું કે ઘનશ્યામભાઈ થોડા સમયથી માનસિક અને આર્થિક તણાવમાં હતા.
આ ઘટના શહેરમાં રત્નકલાકાર અને સામાન્ય લોકો પર વધી રહેલા આર્થિક અને માનસિક દબાણની ચેતવણીરૂપ છે. સ્થાનિક તબીબો અને મનોબળ સલાહકારોનું કહેવું છે કે વ્યક્તિને તણાવ હોય ત્યારે સમજીને તેની મદદ કરવી ખૂબ જરૂરી છે. હીરા ઉદ્યોગમાં મંદીના એંધાણના કારણે લાખો રત્નકલાકારો અને કારીગરોના રોજગારને કારમી પરિસ્થિતિ જોવાનો વારો ઉભો થયો છે જેના પર યોગ્ય ધ્યાન આપવું જરૂરી છે.
સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સના એર ઇન્ટેલિજેન્સ યુનિટ (AIU) અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલીજેન્સ (DRI)ના અધિકારીઓએ દ્વારા બેંકોકથી આવતા મુસાફર પાસેથી ડાઈડ્રોપોનિક ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
DRIની ટીમને બાતમી મળી હતી કે એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ નંબર IX-263માં આવેલા એક મુસાફરની પાસે હાઈબ્રીડ ગાંજો છે. તેને અટકાવીને DRIની ટીમે તપાસ કરતા પ્રવાસી પાસેથી 24 વેક્યૂમ-પેક્ડ પારદર્શક પોલિથિન પેકેટ્સ મળ્યા હતા. આ તમામ પેકેટ્સમાં લીલા રંગનો પદાર્થ મળ્યો હતો, જેનું કુલ વજન 1.68 કિલોગ્રામ હતું. FSLની ટીમ પાસે પદાર્થની ચકાસણી કરતા તે કેનાબિસ (હાઇબ્રીડ ગાંજો) હોવાની પુષ્ટિ થઈ હતી. પ્રતિબંધિત ગાંજો લઈને આવનાર મુસાફરની વધુ પૂછપરછ કરવામાં આવી હતી.
ગુરુવારે એર ઈન્ડિયા એકસપ્રેસમાં ફ્લાઈટથી આવેલો મુસાફર આદિલનવાજ શેખ (રહે. ભરુચ)ની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને શુક્રવારે સવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યારથી તેને કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. DRIને મળેલી સચોટ માહિતીના આધારે અધિકારીઓએ શેખના સામાનની ઝીણવટપૂર્વક તપાસ કરી હતી. પ્રદેશિક ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (RFSL) દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક પરિક્ષાન્મ આ પદાર્થ ગાંજો હોવાની પુષ્ટિ થઈ હતી.
આરોપી શેખે કહ્યું હતું કે, તે કેરિયર તરીકે કામ કરતો હતો. જ્યારે પ્રતિબંધિત વસ્તુ તેને બેંકોકમાં એક વ્યક્તિએ આપી હતી. પૂછપરછ દરમિયાન તેણે સ્વીકાર્યું હતું કે ગુજરાતના ચોક્કસ ડ્રગ્સ સપ્લાયરો માટે બેંગકોકથી ગાંજો લાવતો હતો. જોકે તેણે કેટલી વખત ગાંજાની હેરાફેરી કરી છે, અહીં ગાંજો કોને મળવાનો હતો તેની તપાસ DRI સુરત હજી કરી રહી છે.
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા ઈસ્ટર્ન પેરિફેરલ હાઈવે પર ગાઢ ધુમ્મસને કારણે અડધા ડઝનથી વધુ વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ઘણા લોકોને ઈજાઓ પણ થઈ છે. ત્યારે આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
આ ઘટના બંબાવાડ બાદલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હોવાનું જાણવા મળે છે. અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં ઘણી કાર અને ટ્રક એકબીજા સાથે અથડાઈ રહ્યા છે જ્યારે ઘટનાસ્થળે હાજર પોલીસ અધિકારીઓ ક્ષતિગ્રસ્ત કાર અને ટ્રકને દૂર કરી રહ્યા છે.
છ વાહનો એક પછી એક અથડાયા પોલીસે અહેવાલ આપ્યો છે કે ગાઢ ધુમ્મસને કારણે વાહનચાલકોને દૃશ્યતામાં અવરોધ આવ્યો હતો. પરિણામે અડધા ડઝનથી વધુ વાહનો એક પછી એક અથડાઈ ગયા જેમાં ઘણા લોકો ઘાયલ થયા જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અકસ્માતમાં ઘાયલ થયેલા ડ્રાઈવરે જણાવ્યું હતું કે ધુમ્મસ એટલું ગાઢ હતું કે તે કંઈ જોઈ શક્યો નહીં. આ દરમિયાન તેની કાર આગળ પાર્ક કરેલા વાહન સાથે અથડાઈ. ત્યારબાદ પાછળથી ઘણા અન્ય વાહનો તેની કારને ટક્કર મારી.
ઉત્તર પ્રદેશમાં ધુમ્મસનું એલર્ટ ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં જેમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને દિલ્હીનો સમાવેશ થાય છે આગામી બે દિવસ ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે. પંજાબ અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં દૃશ્યતા 50 મીટરથી ઓછી થઈ શકે છે. IMD અનુસાર પૂર્વ તરફથી ફૂંકાતા પવનો ધીમા રહેશે જે ધુમ્મસમાં પણ ફાળો આપશે.
હાલમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થયો નથી. જોકે, છેલ્લા 24 કલાકમાં પારામાં એક ડિગ્રીનો ઘટાડો થયો છે. આગામી બે દિવસ પણ દિલ્હી NCRમાં ધુમ્મસ જોવા મળશે.
ચંદીગઢમાં તાપમાન 6.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હવામાન વિભાગે અહેવાલ આપ્યો છે કે પંજાબ અને હરિયાણામાં પણ ઠંડીની સ્થિતિ યથાવત રહી છે. શુક્રવારે ચંદીગઢમાં 6.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગે અહેવાલ આપ્યો છે કે પંજાબના અમૃતસરમાં લઘુત્તમ તાપમાન 5.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધારે છે. લુધિયાણામાં 6.4 ડિગ્રી સેલ્સિયસ, પટિયાલામાં 6.9 ડિગ્રી સેલ્સિયસ, પટિયાલામાં 6.6 ડિગ્રી સેલ્સિયસ અને ભટિંડામાં 6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
ફરીદકોટ અને ગુરદાસપુરમાં લઘુત્તમ તાપમાન 5.2 અને 7.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બંને રાજ્યોની સંયુક્ત રાજધાની ચંદીગઢમાં 6.8 ડિગ્રી સેલ્સિયસ ઠંડુ રહ્યું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું હતું. હરિયાણામાં, અંબાલામાં લઘુત્તમ તાપમાન 8.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે હિસારમાં લઘુત્તમ તાપમાન 6.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું હતું.
કરનાલમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે નારનૌલમાં લઘુત્તમ તાપમાન 6.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રોહતક, ભિવાની અને સિરસામાં અનુક્રમે લઘુત્તમ તાપમાન 7.8, 8.5 અને 7.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
માત્ર ૧૨ હજાર રૂપિયાની મૂડી અને રોડ ઉપરથી શરૂ કરાયેલી સુરત ખેતીવાડી માર્કેટે આજે ૩૭૦૦ કરોડના ટર્નઓવર સાથે સેંકડો ખેડૂતો, વેપારીઓનો ભરોસો ફળીભૂત કર્યો
ખેડૂતો પાસેથી એક રૂપિયો વસૂલવામાં આવતો નથી, બલ્કે વેપારથી શરૂ કરીને રહેવા, જમવાની, બેંક સહિતની સગવડતાઓ માર્કેટ કેમ્પમાં જ સાકાર કરી છે
એક સમયે ગ્રાહકની શોધમાં રહેતા ખેડૂત પરિવારોને આજે ઉત્પાદનો વેચવાની કે નાણાં ગુમાવવાની ચિંતા નથી
સંપૂર્ણ સહકારી ધોરણે ચાલતી સુરત ખેતીવાડી બજાર સમિતિમાં સત્તા માટે ક્યારેય સ્પર્ધા થઈ નથી, ૭૫ વર્ષનું લાંબું આયુષ્ય છતાં હોદ્દેદારો ગણીને માત્ર દસ રહ્યા હતા
પ્રારંભે ૧૯૫૧માં ભાગળ વિસ્તારમાંથી શરૂ કરાયેલી માર્કેટ હાલમાં સુરતના સીમાડાના પૂંણા-કુંભારિયા વિસ્તારમાં ૧.૫૦ લાખ ચોરસવારમાં પથરાયેલી છે, જેની ૫૮૨ અત્યાધુનિક દુકાનોમાં દુનિયાભરનો વેપાર થાય છે
અહીંયા કચરામાંથી પણ ‘કંચન’ પેદા કરવામાં આવે છે, શાકભાજીના કચરામાંથી બાયોગેસ અને ખેતીવાડી માટે ખાતર બનાવવામાં આવે છે
હવે માત્ર શાકભાજી જ નહીં, કેરી, ચીકુ, સફરજન, દ્રાક્ષ, સંતરા સહિતનાં ફ્રૂટ દેશભરમાંથી વેપાર માટે આવે છે અને ફ્રૂટ પ્રોસેસ કરીને વિશ્વના દેશોમાં નિકાસ કરાય છે
નવા સુકાની અને થનગનતા યુવાન ધારાસભ્ય સંદીપ દેસાઈની આંખોમાં ખેડૂતોની માર્કેટને અદ્યતન બનાવવા સાથે આકાશની ઊંચાઈએ લઈ જવાનાં સપનાં છે, તેમની રફતાર અને સંજોગો જોતા એક દિવસ સુરત APMC દેશની પ્રથમ હરોળની માર્કેટ હશે
વણાટ ઉદ્યોગ સાથે સંકળાયેલા સુરતનો સહકારીક્ષેત્ર સાથે સદીઓથી નાતો રહ્યો છે. કાપડના આડા ઊભા દોરાની માફક સમગ્ર સુરતની સામાજિક વ્યવસ્થા પણ ભાગીદારીની અને વહેંચીને ખાવાની રહી છે. સુરતમાં ઉજવાતા લગભગ દરેક તહેવારો પણ સહકારી પ્રવૃત્તિની માફક એકબીજા સાથે વણાયેલા રહ્યાં છે. અહીંયા દરેક તહેવારની બેવડી ઉજવણી કરવામાં આવે છે. કદાચ સુરત એક એવું શહેર હશે કે જ્યાં ઘરમાં બનતી રસોઈ અને વાનગીમાં પડોશીનો હિસ્સો રાખવામાં આવે છે. હોળી, ધૂળેટી, નૂતન વર્ષની અહીંયા દિવસો સુધી ઉજવણી કરવામાં આવે અને શેરીઓમાં, મહોલ્લાઓમાં દિવસો સુધી સાથે બેસીને જયાફત ઉડાવવામાં આવે છે. સુરતને શરાબના નામે બદનામ કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં તળસુરતીઓ એક પેગથી વધારે નશો કરતાં નથી!
ખેર, હવે સુરતના સહકારી ક્ષેત્રની વાત કરીએ તો આઝાદી પૂર્વેથી સુરતમાં વેપાર-ઉદ્યોગ, અનાજ-કરિયાણા, ખેતીવાડી સહિત વિવિધ ક્ષેત્રે સહકારી ધોરણે કામકાજ થતા હતા. ક્રમશઃ લગભગ ૧૯૫૧માં સૌપ્રથમ વખત ખેત ઉત્પાદનોના વેપાર માટે સત્તાવાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની રચના થઈ હતી. આ સમિતિને કારણે સુરત શહેર ફરતેનાં ગામડાંઓમાં શાકભાજી ઉગાડતા ખેડૂતોને ખૂબ મોટી રાહત થવા સાથે એક સત્તાવાર બજારનું માળખું મળ્યું હતું અને ગ્રાહકોને પણ ચોક્કસ સ્થળેથી અને પ્રામાણિક ભાવતાલથી શાકભાજી મળતા થયા. ક્રમશઃ આ વ્યવસ્થા એટલી હદે વિશાળ બની કે સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ APMC ખેડૂત પરિવારો અને જાહેર જીવનનો એક ફરજિયાત હિસ્સો બની ગઈ. આજે સ્થિતિ એવી છે કે, વહેલી સવારથી ચા અને નાસ્તાથી શરૂ કરીને રાત્રે પથારીમાં જતા સુધીમાં ક્યાંક ને ક્યાંક ખેતીવાડી માર્કેટ સાથે સંકળાયેલા રહેવું પડે છે.
સુરતમાં ભૂતકાળમાં ખેડૂતો જાતે શાકભાજીના ટોપલા લઈને રોડ ઉપર બેસતા હતા અને ઘણી વખત વધેલા શાકભાજીનું નુકસાન વેઠવું પડતું હતું. વળી પૂરતી કિંમત પણ મળતી નહોતી. પરંતુ ૧૯૫૧માં સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અિસ્તત્વમાં આવી ત્યારથી ખેડૂતો અને ગ્રાહકો બંને ચિંતામુક્ત થઈ ગયા હતા. એક સમયે સુરતના રૂવાળા ટેકરાના નામથી ઓળખાતા વિસ્તારમાં કોઈપણ પ્રકારની સુવિધા વગર રસ્તા ઉપર શાકભાજીનો વેપાર થતો હતો અને આજે વેપારીઓ અને ગ્રાહક બંને એરકન્ડિશન્ડ દુકાનમાં બેસીને વેપાર કરે છે. સહકારી માર્કેટનું આખું દૃશ્ય બદલાઈ ગયું છે.
એક સમય એવો હતો જ્યારે મહિલાઓ વજન ઊંચકીને આવતી હતી અને સાંજના છેડે જે કંઈ વેપાર થાય તેના નાણાં સાડીના છેડે બાંધીને જતી હતી, પરંતુ આજે એવું નથી. આજે ખેડૂતના ખાતામાં સીધા રૂપિયા જમા થાય છે અને ઉપજની ૧૦૦ ટકા કિંમત મળે છે. ફળસ્વરૂપે ખેડૂતો આદર્શ અને સુવિધાજનક જીવન જીવતા થયા. આજે ખેડૂતના આંગણામાં પશુઓ બાંધેલા હશે, પરંતુ સાથે આંગણામાં એક આધુનિક મોટરકાર પણ પડી હશે. કારણ, ખેતીવાડી માર્કેટને કારણે ખેડૂત પરિવારના જીવનમાં જબરજસ્ત બદલાવ આવ્યો છે. હવે ખેડૂતે ગ્રાહક શોધવા જવાની જરૂર નથી. ખેતીવાડી માર્કેટમાં ખેત ઉત્પાદન પહોંચાડી દીધું એટલે નિરાંત. સદ્નસીબે સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને એક એકથી ચઢિયાતા હોદ્દેદારો મળ્યા હોવાથી ખેતીવાડી માર્કેટનો સતત વિકાસ અને વિસ્તરણ થતાં આવ્યાં છે. વળી, માર્કેટ સમિતિમાં મોટાભાગનાં હોદ્દેદારો સહકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવા ઉપરાંત ખેડૂત પરિવારમાંથી આવતા હોવાથી તેઓ દિવસ-રાત ખેતરમાં મહેનત-મજૂરી કરતાં પરિવારોની વાસ્તવિકતાને સમજી રહ્યાં છે અને એટલે જ માર્કેટનો સતત વિકાસ અને આધુનિકીરણ થતું આવ્યું છે.
જાણીને નવાઈ લાગશે કે વીતેલાં ૭૫ વર્ષમાં માર્કેટને ગણીને ૧૦ ચેરમેન મળ્યા છે. આ ઘટના જ બતાવે છે કે, સુરત ખેતીવાડી ઉત્પન્ન બજારમાં કોઈ જ વિવાદ નથી અને વખતો વખતના દરેક ચેરમેન અને પદાધિકારીઓનું માર્કેટના વિકાસ માટે મહત્ત્વ રહ્યું છે. વર્ષ ૧૯૫૧માં સૌપ્રથમ ચેરમેન તરીકે લલ્લુભાઈ એચ. પટેલની વરણી કરવામાં આવી હતી અને તેઓ વર્ષ ૧૯૭૨ સુધી એટલે સતત ૨૧ વર્ષ સુધી ચેરમેન પદે રહ્યા હતા. ત્યારબાદ ત્રિભોવન પટેલ, ભુલાભાઈ પટેલ, કેશવ પટેલ, રણછોડ પટેલ, રમણ જાની, રમણભાઈ અંબાલાલ પટેલ વર્ષ ૨૦૨૨ના અરસામાં ચેરમેન તરીકે રહ્યા હતા. પરંતુ રમણ જાનીના વર્ષ ૧૯૯૫થી ૨૦૦૧ અને ૨૦૦૩થી ૨૦૨૨ સુધી ચેરમેન પદનો સમયગાળો વધુ નિર્ણાયક રહ્યો હતો અને સુરત APMCએ વર્ષો પુરાણી સહરા દરવાજાની માર્કેટમાંથી સ્થળાંતર કરીને સહરા દરવાજાની બહાર અત્યાધુનિક માર્કેટમાં પ્રવેશ કર્યો હતો. માણસ પારખુ રમણ જાની તરવરિયા યુવાન સંદીપ દેસાઈને વાઈસ ચેરમેન તરીકે લઈ આવ્યા હતા અને માર્કેટના વિકાસને રોકેટ ગતિ આપી હતી. સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય અને ઉત્સાહથી થનગનતા સંદીપ દેસાઈને માર્કેટના વિકાસ માટે દોડવાની ખુલ્લી છૂટ મળતાં APMC માર્કેટે એક કોર્પોરેટ હાઉસનું રૂપ ધારણ કરી લીધું છે. હવે માર્કેટમાં માત્ર શાકભાજી જ નહીં, ખેતરમાં ઊગી નીકળતા ઘાસથી માંડીને ફ્રૂટ અને ફ્રૂટના ઉત્પાદનોનું વેચાણ અને નિકાસ થાય છે. સુરતથી શરૂ કરી સમગ્ર દિક્ષણ ગુજરાતમાં ઉત્પાદનથી કેરી, ચીકુ જેવા ફ્રૂટની આધુનિક પ્રોસેસ કરીને કરોડોની નિકાસ કરવામાં આવે છે. રમણ જાની અને સંદીપ દેસાઈની બેલડી અને સાથી હોદ્દેદારોએ સુરત ખેતીવાડી ઉત્પન્ન માર્કેટ APMCની કાયાપલટ કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. રમણ જાની સતત ૨૭ વર્ષ APMCના ચેરમેન તરીકે રહ્યા હતા આ અઢી દાયકાનો ગાળો APMC માટે ગોલ્ડન સમય રહ્યો હતો. સુરતના જ સીમાડે અને હવે તો સુરતની બરાબર મધ્યમાં ધબકતી APMC માર્કેટ સુરત સહિત સમગ્ર દિક્ષણ ગુજરાત જ નહીં બલ્કે ગુજરાત માટે એક ગૌરવનું કેન્દ્ર બની ગયું છે.
લગભગ ૩૭૦૦ કરોડનું ટર્ન ઓવર ધરાવતી અને દોઢ લાખ ચોરસવારમાં પથરાયેલી સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન પદેથી રમણ જાનીની વિદાય બાદ ઉત્સાહ અને યુવાનીથી થનગનતા અને ઉચ્ચ શિક્ષણ તથા ચોર્યાસી વિધાનસભા બેઠકના સુરતના ધારાસભ્ય સંદીપ દેસાઈ રમણ જાનીના ઉત્તરાધિકારી બનીને માર્કેટનું ચેરમેન પદ સંભાળી રહ્યા છે.
ત્રીજી મે, ૨૦૨૩ના દિવસથી સંદીપ દેસાઈ ચેરમેન પદ સંભાળતાની સાથે માર્કેટના વિકાસને આકાશની ઊંચાઈએ લઈ જવા થનગની રહ્યા છે. તેમણે ચેરમેન પદ સંભાળ્યાના ગણતરીના સમયમાં માર્કેટને વૈશ્વિક હરોળમાં મૂકવાનું પ્રયાણ કર્યું હતું અને એક િબ્રજ સાથે એલિવેટેડ માર્કેટ બનાવવાનું સપનું સાકાર કર્યું છે. મતલબ હવે ખેડૂતો તો ઠીક, બહારગામથી આવતી ટ્રકો પણ પહેલા માળે આવેલી માર્કેટમાં સીધી દાખલ થઈ શકશે. આના કારણે મજૂર વર્ગને યાંત્રિક બળ મળવા સાથે ખેત ઉત્પાદનોની હેરાફેરીમાં બગાડ થવાની શક્યતાઓ નામશેષ થઈ જશે.
મતલબ હવે લોકો પણ પોતાનું વાહન લઈને સીધા દુકાનમાંથી ખરીદી કરી શકશે. માર્કેટમાં હયાત ૪૭૪ દુકાનોમાં નવી ૧૦૮ દુકાનોનો ઉમેરો થવાથી દુકાનોની સંખ્યા વધીને ૫૮૨ ઉપર પહોંચી જશે અને શનિવાર તા.૧૩ ડિસેમ્બરના દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાિટલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અન્ય મહાનુભાવો ગુજરાતની સૌપ્રથમ એિલવેટેડ શાકમાર્કેટને ખુલ્લી મૂકશે. આ ઘટના સુરતના જાહેર માર્ગ ઉપરથી શરૂ થયેલી શાકમાર્કેટ માટે ગૌરવપ્રદ બની રહે છે.
સુરત ખેતીવાડી માર્કેટનું સૌથી મહત્ત્વનું પાસું એ છે કે, માર્કેટના ખેડૂત સભાસદ પાસેથી એક રૂપિયો પણ વસૂલ કરવામાં આવતો નથી. બલ્કે માર્કેટમાં પોતીકા ઘર જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. માર્કેટમાં વેપાર કરતાં એટલે કે ખેડૂતો પાસેથી ખેતઉત્પાદનો ખરીદ કરતા વેપારીઓ પાસેથી માત્ર એક ટકો ‘સેસ’ વસૂલવામાં આવે છે. પરંતુ આ એક ટકો ‘સેસ’ એટલી મોટી રકમ થાય છે કે, જેમાંથી વર્ષોવર્ષ માર્કેટમાં નવા આયામ સાકાર કરવામાં આવે છે. હાલમાં રોજના ૪૦૦૦ ટન શાકભાજીનો વેપાર થાય છે.
સુરત ખેતીવાડી માર્કેટ એક એવી માર્કેટ છે કે, અહીંયા કચરાનો પણ સદુઉપયોગ કરીને બાયોગેસ અને ખાતરનું ઉત્પાદન કરવામાં આવે છે. જેને આપણે કચરો માનીને ફેંકી દઈએ છીએ એ કચરામાંથી સુરત ખેતીવાડી માર્કેટના કર્ણધારો ‘કંચન’ એટલે કે સોનુ પેદા કરે છે. સુરત ખેતીવાડી માર્કેટ હવે વેપારના સીમાડા પાર કરી ચૂકી છે. અહીંયા પડોશી રાજ્ય મહારાષ્ટ્ર ઉપરાંત દિક્ષણ ભારત અને ઉત્તર-પૂર્વના રાજ્યોના ખેડૂતો પણ માલ વેચવા આવે છે. અહીંયા કાશ્મીરી સફરજનથી માંડીને દિક્ષણ ભારતના ખેત ઉત્પાદનોનો વેપાર થાય છે અને વિશ્વના દેશોમાં બદલાયેલા સ્વરૂપમાં વેલ્યુ એડિશન કરીને નિકાસ પણ કરવામાં આવે છે.
માર્કેટના વિકાસ માટે ચેરમેન સંદીપ દેસાઈ હજુ ઘણું કરવાના આંખોમાં સપનાં આંજીને ફરી રહ્યા છે અને માર્કેટમાં વિકાસની રફતાર જોતા આવનારાં વર્ષોમાં સુરત ખેતીવાડી માર્કેટ APMC કદાચ દેશની સર્વશ્રેષ્ઠ આધુનિક માર્કેટ હશે.
સુરતમાં દીકરીઓની શિક્ષા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે ‘હીરાબા ખમકાર યોજના’ અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં પ્રતિષ્ઠિત મહાનુભાવો હાજર રહ્યા હતા.
ઉદ્યોગપતિ પિયૂષ દેસાઈ દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની સ્વર્ગસ્થ માતા હીરાબાના નામ પરથી શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારની દીકરીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે આર્થિક સહારો પૂરો પાડવાનો છે. આજની તારીખે આ યોજના સુરતની ગરીબ દીકરીઓ માટે આશાની કિરણ અને મોટી મદદરૂપ સાબિત થઈ રહી છે.
આ યોજનાના અંતર્ગત ધોરણ 5 થી 12 સુધી અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને રૂ. 7,500ની સહાય રકમ આપવામાં આવે છે. આજે યોજાયેલા કાર્યક્રમમાં ચોથા તબક્કા હેઠળ 1100 દીકરીઓને સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.
આયોજકોના જણાવ્યા અનુસાર, આ યોજના દ્વારા કુલ 21,000 દીકરીઓને સહાય આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આવનારા સમયમાં પહેલા સુરત શહેર અને ત્યારબાદ સમગ્ર ગુજરાતની દીકરીઓને આ યોજનાનો લાભ આપવા આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે યુથ ફોર ગુજરાતના જિગ્નેશ પાટીલ, ધારાસભ્ય મનુભાઈ પટેલ, પૂર્વ મેયર, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન સહિત સામાજિક, રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક ગણમાન્ય વ્યક્તિઓ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના 75મા જન્મદિવસના અવસરે આ યોજનામાં અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. દીકરીઓની શિક્ષા, આત્મનિર્ભરતા અને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જતી આ યોજના એક પ્રશંસનીય પહેલ તરીકે જોવામાં આવી રહી છે.
સુરત પાલિકા વિસ્તારમાં હાલ દબાણનો મુદ્દો હોટ ટોપીક બન્યો છે. આજે પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં પણ રસ્તા પરના દબાણ મુદ્દે પસ્તાળ પડી હતી. મેયર શહેરના અન્ય વિસ્તારના દબાણની ફરિયાદ સાંભળી દબાણ દુર કરાવવા પહોંચે છે પરંતુ મેયર જ્યાંથી ચૂંટાયા છે તેમના જ વોર્ડમાં પારાવાર દબાણ હોવાની ફરિયાદ સ્થાયી સમિતિમાં થઈ છે. આ ઉપરાંત પાલ-પાલનપોર વિસ્તારમાં ગેરકાયદે દબાણની ફરિયાદ થઈ હતી.
સુરતના વરાછા રોડના ધારાસભ્યએ તેમના વિસ્તારમાં ગેરકાયદે દબાણનો પત્ર તંત્રને લખતા મ્યુનિ. તંત્ર અને પોલીસે સાથે રહીને આ ગેરકાયદે દબાણ તાત્કાલિક હટાવ્યા છે. આટલું જ નહી પરંતુ મેયર દક્ષેશ માવાણીએ પાલિકાના અધિકારીઓ અને પોલીસ કમિશ્નર સાથે સ્થળ મુલાકાત કરી દબાણ દુર કરવા સુચના આપી હતી. જોકે, આજે મેયરના વોર્ડમાંથી ચુંટાયેલા અને સ્થાયી સમિતિના સભ્ય એવા ઘનશ્યામ સવાણીએ સ્થાયી સમિતિમાં તેમના વિસ્તારમાં દબાણ મુદ્દે આક્રમક રજુઆત કરી હતી.
સવાણીએ કહ્યું હતું કે, કતારગામના પારસ ચોકી, બાળાશ્રમ રોડ અને લલીતા ચોકડી અને ગાયત્રી ડેપો સહિતના વિસ્તારમાં પારાવાર દબાણ છે. લારી-ગલ્લા અને પાથરણાવાળાના દબાણના કારણે ટ્રાફિક સમસ્યા સાથે અનેક મુશ્કેલીઓ વધી રહી છે તેથી આ દબાણની સમસ્યા કાયમી ધોરણે દુર થાય તે માટે કામગીરી કરવા જણાવ્યું છે.
તો બીજી તરફ પાલિકાના રાંદેર ઝોનમાં પાલ-પાલનપોર વિસ્તારમાં તેમાં પણ ખાસ કરીને પાલનપોર કેનાલથી એલ.પી.સવાણી રોડ પર લારીના દબાણનો ભારે ત્રાસ છે. આ વિસ્તારમાં પહેલા ઓછી લારીઓ હતી પરંતુ દબાણ દુર કરવાની ફરિયાદ બાદ લારીઓનો જમેલો થઈ ગયો છે. દરેક ચાર રસ્તાના કોર્નર પર લારીઓ ઉભી રહી છે અને તેમાં ખરીદી માટે આવતા વાહન ચાલકો પણ રસ્તા પર જ ઉભા રહે છે તેના કારણે ટ્રાફિકની ભારે ન્યુસન્સ થઈ રહ્યું છે. જો આ દબાણની સમસ્યા કાયમી ધોરણે દુર ન થાય તો અકસ્માતમાં કોઈનો જીવ જાય તેવી શક્યતા નકારી શકાતી નથી.
ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટ ફરી એક વખત કુસ્તીના મેદાનમાં જોવા મળશે. રેસલર વિનેશ ફોગાટ 2024 ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ મેળવવાથી સહેજ માટે ચૂકી ગઈ હતી. તે પછી તેણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને ધારાસભ્ય બની હતી, પરંતુ હવે તેણે ફરીથી કુસ્તીની દુનિયામાં પાછા ફરવાનો નિર્ણય લીધો છે. તેણે 2028 ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવાનો હુંકાર ભર્યો છે. વિનેશે જણાવ્યું કે તે મેટથી દૂર ગઈ હતી પરંતુ તેણે તેને ક્યારેય છોડ્યું નથી. આ વખતે તેના માટે પ્રેરણા તેનો પુત્ર પણ છે.
પેરિસ પછી મારી પાસે કોઈ જવાબ ન હતો વિનેશ ફોગાટે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે લોકો પૂછતા રહ્યા કે શું પેરિસ અંત હતો? લાંબા સમય સુધી, મારી પાસે તેનો જવાબ ન હતો. મારે મેટથી, દબાણથી, અપેક્ષાઓથી, ત્યાં સુધી કે પોતાના સપનાથી પણ દૂર જવાની જરૂર હતી. વર્ષોમાં પહેલીવાર મેં મારી જાતને શ્વાસ લેવા દીધો હતો. મેં મારી સફરના બાઝને સમજવા માટે સમય કાઢ્યો હતો.
‘આગ’ ક્યારેય બુઝાઇ જ ન હતી વિનેશ ફોગાટે લખ્યું કે ઉતાર-ચઢાવ, દિલ તૂટવું, બલિદાન, મારા રુપથી જેણે દુનિયાએ ક્યારેય જોઇ નથી. અને તે વિચારમાં ક્યાંક, મને સત્ય મળ્યું કે હું હજી પણ આ રમતને પ્રેમ કરું છું. હું હજી પણ મુકાબલો કરવા માંગુ છું. તે ખામોશીમાં મને કંઈક એવું લાગ્યું જે હું ભૂલી ગઇ હતી કે ‘આગ’ ક્યારેય બુઝાઇ જ ન હતી. તે થાક અને ઘોંઘાટ નીચે દબાઇ ગઇ હતી.
મારો પુત્ર: મારો નાનો ચીયરલીડર – વિનેશ ફોગાટ વિનેશ ફોગાટે વધુમાં લખ્યું કે શિસ્ત, રૂટિન, લડાઈ… આ બધું મારી સિસ્ટમમાં છે. હું ગમે તેટલી દૂર ચાલી જાઉ તો પણ મારો એક ભાગ મેટ પર બન્યો રહ્યો. તેથી હું અહીં જ છું, LA28 તરફ, એક એવા દિલ સાથે પરત પગલા ભરી રહું છું, જે નીડર છે, એક એવી ભાવના ઝુકવાથી ઇનકાર કરે છે. આ વખતે, હું એકલી ચાલી રહી નથી, મારો પુત્ર મારી ટીમમાં સામેલ થઇ રહ્યો છે, મારી સૌથી મોટી પ્રેરણા, એલએ ઓલિમ્પિક્સના આ રસ્તા પર મારો નાનો ચીયરલીડર.
નોઈડામાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ એક આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે જે 2022 થી અમેરિકન નાગરિકોને નિશાન બનાવી રહ્યું હતું અને તેમની સાથે આશરે 8.5 મિલિયન યુએસ ડોલર (આશરે રૂ. 71 કરોડ) ની છેતરપિંડી કરી હતી. આ કામગીરી FBI (USA) ના ઇનપુટ પર આધારિત હતી.
સીબીઆઈએ 9 ડિસેમ્બર, 2025 ના રોજ કેસ નોંધ્યો અને દિલ્હી, નોઈડા અને કોલકાતામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા. તપાસ એજન્સીએ નોઈડામાં એક ગેરકાયદેસર કોલ સેન્ટરમાંથી છ આરોપીઓની રંગેહાથ ધરપકડ કરી, જેઓ યુએસ સરકારી એજન્સીઓ – DEA, FBI અને સામાજિક સુરક્ષા વહીવટીતંત્રના અધિકારીઓ તરીકે પોતાને રજૂ કરી રહ્યા હતા.
આરોપીઓએ પીડિતોને એવો દાવો કરીને છેતર્યા કે તેમના સોશિયલ સિક્યુરિટી નંબર (SSN) નો ઉપયોગ ડ્રગ ડિલિવરી અને મની લોન્ડરિંગ માટે કરવામાં આવ્યો હતો, અને તેમના બધા બેંક ખાતા અને સંપત્તિઓ ફ્રીઝ કરવામાં આવી રહી છે. તેઓએ આ ડરનો ઉપયોગ કરીને પીડિતોને લાખો ડોલર ક્રિપ્ટોકરન્સી વોલેટ અને વિદેશી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા દબાણ કર્યું.
ધરપકડ કરાયેલા આરોપીઓના નામ
શુભમ સિંહ @ ડોમિનિક
ડાલ્ટનલિયન @ માઈકલ
જ્યોર્જ ટી. ઝામલિયનલાલ @ માઇલ્સ
એલ. સેમિનલાન હાઓકીપ @ રોની
મંગખોલુન @ મેક્સી
રોબર્ટ થાંગખાનખુઆલ @ ડેવિડ @ મુનરોઈન
સીબીઆઈએ શું રિકવર કર્યું? દરોડા દરમિયાન, સીબીઆઈએ મોટી માત્રામાં ગુનાહિત સામગ્રી જપ્ત કરી જેમાં શામેલ છે –
₹1.88 કરોડ રોકડા
34 ઇલેક્ટ્રોનિક ઉપકરણો, જેમાં મોબાઇલ ફોન, લેપટોપ, હાર્ડ ડિસ્ક અને પેન ડ્રાઇવનો સમાવેશ થાય છે.
પીડિતો સંબંધિત સંવેદનશીલ ડિજિટલ માહિતી અને દસ્તાવેજો
તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ સાયબર સિન્ડિકેટ વર્ચ્યુઅલ એસેટ્સ અને આંતરરાષ્ટ્રીય બેંક ટ્રાન્સફર દ્વારા ગુનાની રકમ એક દેશમાંથી બીજા દેશમાં ટ્રાન્સફર કરી રહ્યું હતું.
‘ઓપરેશન ચક્ર’ હેઠળ મોટી સફળતા સીબીઆઈએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી તેના ચાલુ ઓપરેશન ચક્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે ઇન્ટરપોલ અને અન્ય આંતરરાષ્ટ્રીય એજન્સીઓના સહયોગથી, એક મોટા સાયબર ક્રાઈમ નેટવર્ક પર સતત કાર્યવાહી કરી રહ્યું છે. સીબીઆઈ હવે આ નેટવર્કમાં અન્ય સહયોગીઓની તપાસ કરી રહી છે, જેમાં વિદેશી ખાતાઓ અને ભંડોળના અંતિમ મુકામનો સમાવેશ થાય છે. એજન્સીએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી અટકાવવામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.
અમેરિકામાં જન્મ આપવા માટે ટુરિસ્ટ વિઝા મેળવનારાઓ પર હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભારતમાં યુએસ એમ્બેસીએ સ્પષ્ટતા કરી છે કે અમેરિકાની ધરતી પર જન્મ આપીને બાળક માટે નાગરિકતા મેળવવા માંગતા કોઈપણ અરજદારને ટુરિસ્ટ વિઝા આપવામાં આવશે નહીં. એમ્બેસીએ ચેતવણી આપી હતી કે આ પ્રયાસને યુએસ વિઝા સિસ્ટમનો દુરુપયોગ ગણવામાં આવશે અને અરજીને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવશે.
બર્થ પર્યટન પર યુએસ એમ્બેસીનું કડક વલણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, યુએસ એમ્બેસીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “જો યુએસ કોન્સ્યુલર અધિકારીઓ માને છે કે પ્રવાસનો મુખ્ય હેતુ યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મ આપીને બાળક માટે યુએસ નાગરિકતા મેળવવાનો છે તો તેઓ ટુરિસ્ટ વિઝા અરજીઓને નકારી કાઢશે. આ મંજૂરી નથી.” એમ્બેસીનું આ નિવેદન એવા લોકો માટે મોટો ફટકો છે જેઓ બાળકની યુએસ નાગરિકતાને શોર્ટકટ તરીકે જુએ છે.
ટ્રમ્પે નવી વિઝા યોજના શરૂ કરી આ કડકતા વચ્ચે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવી યોજના રજૂ કરીને હંગામો મચાવ્યો છે. ટ્રમ્પે “ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ” નામનો એક મિલિયન ડોલરનો ખાસ વિઝા કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ એવા ઇમિગ્રન્ટ્સને યુએસ નાગરિકતા મેળવવાનો માર્ગ પૂરો પાડશે જેમની પાસે યુનાઇટેડ સ્ટેટ્સમાં નોંધપાત્ર યોગદાન આપવાની ક્ષમતા છે.
ટ્રમ્પે કહ્યું કે જ્યારે ભારત અને ચીન જેવા દેશોના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ટોચની અમેરિકન યુનિવર્સિટીઓમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી પાછા ફરે છે, ત્યારે તે યુનાઇટેડ સ્ટેટ્સ માટે “શરમજનક અને હાસ્યાસ્પદ” પરિસ્થિતિ છે. આ પ્રતિભાને જાળવી રાખવા માટે ગોલ્ડ કાર્ડ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.