Home Blog Page 236

પંજાબના ભૂતપૂર્વ IGએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી, જાણો સમગ્ર મામલો

0

પંજાબના ભૂતપૂર્વ IPS અધિકારી અમર સિંહ ચહલે કથિત રીતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તેઓ પટિયાલામાં તેમના ઘરે ગંભીર રીતે ઘાયલ મળી આવ્યા હતા. તેમણે પોતાને ગોળી મારી દીધી હતી અને હાલમાં તેમની હાલત ગંભીર છે. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી છે, જેમાં ઓનલાઈન છેતરપિંડીને કારણે થયેલા નોંધપાત્ર નાણાકીય નુકસાન અને મુશ્કેલીઓનો ઉલ્લેખ છે.

નોંધનીય છે કે અમર સિંહ ચહલ ઇન્સ્પેક્ટર જનરલ પદ પરથી નિવૃત્ત થયા છે. પોલીસ વિભાગને પણ આટલા વરિષ્ઠ પદ પર રહેલા વ્યક્તિ દ્વારા લેવામાં આવેલા આ આત્યંતિક પગલાને પચાવવું મુશ્કેલ લાગી રહ્યું છે.

પટિયાલાના SSP વરુણ શર્માએ જણાવ્યું હતું કે ગોળીબારની માહિતી મળતાં, પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ચહલને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત હજુ પણ ગંભીર છે, અને ડોકટરો તેમને બચાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે.

અમર સિંહ ચહલ 2015ના ફરીદકોટ ગોળીબાર કેસમાં આરોપી હતા. 2023 માં, પંજાબ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ અને સુખબીર સિંહ બાદલ, ચહલ સહિત અન્ય ઘણા પોલીસ અધિકારીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી.

દિલ્હીથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

0

મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટને ટેકનિકલ સમસ્યાને કારણે તેની મુસાફરી ટૂંકી કરીને દિલ્હી પરત ફરવાની ફરજ પડી હતી.વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે.

એર ઇન્ડિયાની એક ફ્લાઇટને આજે ટેક્નિકલ ખામીને કારણે તેની નિર્ધારિત મુસાફરી ટૂંકી કરીને દિલ્હી પરત ફરવી પડી. દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટ AI 887 માં ટેકઓફ થયાના થોડા સમય પછી જ ટેકનિકલ સમસ્યાનો સામનો કરવો પડ્યો, જેના કારણે વિમાન દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે પાછું ઉતર્યું. વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા એર ઇન્ડિયાએ કહ્યું કે મુસાફરોની સલામતી સૌથી મહત્વપૂર્ણ છે.

વિમાનનું એક એન્જિન નિષ્ફળ ગયું
અહેવાલો અનુસાર, સોમવારે સવારે દિલ્હીથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ IGI એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા પછી નિષ્ફળ ગઈ, જેના કારણે તેને દિલ્હી પરત ફરવાની ફરજ પડી. સોમવારે સવારે 6:10 વાગ્યે ટેકઓફ કર્યા પછી તરત જ વિમાનનું એક એન્જિન નિષ્ફળ ગયું હોવાનું જાણવા મળે છે. તે સવારે 6:52 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું. બધા મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે. એર ઈન્ડિયાએ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે.

એર ઇન્ડિયાએ મુસાફરો અને ક્રૂના સલામત ઉતરાણની પુષ્ટિ કરી અને આ અણધારી પરિસ્થિતિને કારણે થયેલી અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરી. એરલાઇને જણાવ્યું હતું કે વિમાનનું જરૂરી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને બધા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

એર ઇન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, 22 ડિસેમ્બરે દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટ AI887, ટેક-ઓફ પછી ટેકનિકલ સમસ્યાને કારણે, માનક સંચાલન પ્રક્રિયા મુજબ દિલ્હી એરપોર્ટ પર પાછી ફરવામાં આવી હતી. બધા મુસાફરોને વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા અને તેમની સલામતી સુનિશ્ચિત કરવામાં આવી છે. બધા મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે.

માંડવીના યોગકોચનું સુરત જિલ્લાના શ્રેષ્ઠ યોગ કક્ષા સંચાલક તરીકે રાજ્યકક્ષાએ સન્માન

માંડવી તાલુકામાં છેલ્લા પાંચ વર્ષથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી નિયમિત રીતે નિશુલ્ક યોગ કક્ષાઓનું સંચાલન કરી રહેલા માંડવી તાલુકા યોગકોચ કમલેશભાઈ ચૌધરીને સુરત જિલ્લાના શ્રેષ્ઠ યોગ કક્ષા સંચાલક તરીકે રાજ્યકક્ષાએ સન્માનિત કરવામાં આવ્યા છે.

તા.૨૧ ડિસેમ્બર-વિશ્વ ધ્યાન દિવસના અવસરે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને હિમાલયન સમર્પણ મેડિટેશનના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોગકોચ અને યોગ ટ્રેનરનો પ્રથમ દીક્ષાંત સમારોહ તથા વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે જ્યભરના યોગસાધકો અને યોગકોચોને સન્માન અંતર્ગત કમલેશભાઈને મેડલ એનાયત થયો હતો.

નોંધનીય છે કે, કમલેશભાઈ અને અંજલિબેન વાંકડા દ્વારા માંડવીમાં સવાર અને સાંજના સમયે ચાલતી આ યોગશિબિરમાં યોગપ્રેમી નગરજનો નિયમિત રીતે જોડાઈ રહ્યા છે. યોગના પ્રચાર અને પ્રસાર માટે યોગકોચ દ્વારા માત્ર કક્ષાઓ પૂરતું સીમિત ન રહેતા, વિવિધ જાગૃતિ કાર્યક્રમો, પ્રવૃત્તિઓ તથા નગરજનોમાં આરોગ્ય પ્રત્યે ચેતના જગાવવા રેલીઓ યોજે છે, પરિણામે, માંડવીમાં યોગ પ્રત્યે સકારાત્મક વાતાવરણ ઊભું થયું છે.

GSRTC News: ST બસ ક્યાં પહોંચી? જાણો ફક્ત એક ક્લિકથી

ગુજરાતની જીવાદોરી સમાન એસ.ટી. નિગમ (GSRTC) હવે મુસાફરો માટે માત્ર મુસાફરીનું સાધન જ નહીં, પરંતુ ટેક્નોલોજીના સથવારે ‘સ્માર્ટ ટ્રાન્સપોર્ટ’નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. અગાઉ બસની રાહ જોઈને કલાકો સુધી સ્ટેન્ડ પર બેસી રહેવું પડતું હતું, પરંતુ હવે હાઈટેક OPRS (ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ) અને ‘લાઈવ બસ ટ્રેકિંગ’ સુવિધાએ મુસાફરોનો અનુભવ બદલી નાખ્યો છે.

એક ક્લિક પર બસનું લોકેશન
રાજકોટ ડિવિઝન દ્વારા લાંબા અંતરની અને ઈન્ટરસિટી તમામ 500થી વધુ બસોમાં GPS સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. રાજકોટથી અમદાવાદ, વડોદરા, સુરત કે સોમનાથ જતી બસ ક્યાં પહોંચી છે, તેની વિગત હવે મુસાફરો ઘરે બેઠા જાણી શકે છે. આ સુવિધાનો લાભ રાજકોટના અંદાજે 1.50 લાખથી વધુ યાત્રિકો દર મહિને લઈ રહ્યા છે.

SMS દ્વારા સીધી લિંક: નવી સુવિધાનો પ્રારંભ
એસ.ટી. નિગમે 15મી ડિસેમ્બરથી એક મહત્વપૂર્ણ સુવિધા ઉમેરી છે. હવે જ્યારે મુસાફર ઓનલાઈન અથવા કાઉન્ટર પરથી રિઝર્વેશન કરાવશે, ત્યારે તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ટિકિટના કન્ફર્મેશન મેસેજની સાથે બસ ટ્રેક કરવાની એક ડાયરેક્ટ લિંક પણ મોકલવામાં આવશે. આ લિંક પર ક્લિક કરતાની સાથે જ મુસાફર જોઈ શકશે કે તેમની બસ અત્યારે કયા સ્થળે છે અને કેટલા સમયમાં તેમના સ્ટેન્ડ પર પહોંચશે.

ટેક્નોલોજી કેવી રીતે કામ કરે છે?

GPS ટ્રેકિંગ: બસમાં લગાવાયેલું GPS સાધન સેટેલાઈટ દ્વારા દર સેકન્ડે બસનું ચોક્કસ લોકેશન મેળવે છે.
રિયલ ટાઈમ ડેટા: આ ડેટા GSRTC ના મુખ્ય કંટ્રોલ રૂમ અને મોબાઈલ એપ સાથે જોડાયેલો રહે છે.
મોનિટરિંગ: આ સિસ્ટમથી બસની સ્પીડ પર પણ નજર રાખી શકાય છે, જેના કારણે ડ્રાઈવર પર અંકુશ રહે છે અને અકસ્માતોનું પ્રમાણ ઘટાડી શકાય છે. ઉપરાંત, બસ નિર્ધારિત રૂટ પર ચાલે છે કે નહીં તેનું પણ મોનિટરિંગ થાય છે.

બસ ટ્રેક કરવાની રીતો

GSRTC એપ: એપ્લિકેશનમાં ‘ટ્રેક યોર બસ’ (Track Your Bus) સેક્શનમાં જઈ PNR અથવા બસ નંબર દાખલ કરીને લોકેશન જાણી શકાય છે.
GSRTC લાઈવ ટ્રેકિંગ એપ: આ ખાસ એપમાં નજીકનું બસ સ્ટેશન, બસનું લાઈવ સ્ટેટસ અને રૂટનું ટાઈમટેબલ પણ જોઈ શકાય છે.
વેબસાઈટ: GSRTC ની સત્તાવાર વેબસાઈટ પરથી પણ ઓનલાઈન ટ્રેકિંગની સુવિધા ઉપલબ્ધ છે.

ખાનગી લક્ઝરી બસોના મોંઘા ભાડાની સામે એસ.ટી. નિગમ આધુનિક સુવિધાઓ અને સચોટ સમયપાલન સાથે મુસાફરોનો વિશ્વાસ જીતવામાં સફળ રહી છે. આ ટેક્નોલોજીથી હવે મુસાફરોનો કિંમતી સમય બચશે અને બસ સ્ટેન્ડ પરની બિનજરૂરી ભીડ પણ ઘટશે.

ભારત ન્યુ ઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરારની જાહેરાત

0

ભારતે વૈશ્વિક વેપાર મોરચે પર એક વધુ મોટી કૂટનીતિક સફળતા મેળવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ન્યુ ઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતમાં ભારત–ન્યુ ઝીલેન્ડ દ્વારા મુક્ત વેપાર કરાર (FTA)ની સંયુક્ત જાહેરાત કરવામાં આવી છે. આ કરાર માત્ર બંને દેશોના આર્થિક સંબંધોને નવી ઊંચાઈ આપશે નહીં, પરંતુ અમેરિકાની સંરક્ષણવાદી વેપાર નીતિઓના સમયમાં ભારતની વૈકલ્પિક વૈશ્વિક ભાગીદારીઓને પણ મજબૂત બનાવશે.

નવ મહિનામાં પૂર્ણ થયેલો ઐતિહાસિક કરાર
ભારત અને ન્યુ ઝીલેન્ડ વચ્ચે FTA અંગેની વાતચીત માર્ચ 2025માં શરૂ થઈ હતી, જ્યારે વડા પ્રધાન લક્સન ભારતની મુલાકાતે આવ્યા હતા. માત્ર નવ મહિનાના રેકોર્ડ સમયમાં આ મુક્ત વેપાર કરાર પૂર્ણ થવો એ બંને દેશોની રાજકીય ઇચ્છાશક્તિ અને વ્યૂહાત્મક સમજને દર્શાવે છે.

પાંચ વર્ષમાં વેપાર બે ગણો કરવાનું લક્ષ્ય
બંને નેતાઓએ સહમતી વ્યક્ત કરી છે કે FTA અમલમાં આવ્યા બાદ આગામી પાંચ વર્ષમાં વર્તમાન દ્વિપક્ષી વેપારને બે ગણો કરવામાં આવશે. આ કરારથી ભારત અને ન્યુ ઝીલેન્ડ વચ્ચે વેપાર, રોકાણ, સંશોધન અને સપ્લાય ચેન સહયોગને નવી ગતિ મળશે.

15 વર્ષમાં ભારતમાં 20 મિલિયન ડોલરનું રોકાણ
આ કરાર હેઠળ ન્યુ ઝીલેન્ડ આગામી 15 વર્ષમાં ભારતમાં 20 મિલિયન ડોલરનું રોકાણ કરશે. આ રોકાણ કૃષિ, ડેરી, ફૂડ પ્રોસેસિંગ, શિક્ષણ, ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ જેવાં ક્ષેત્રોમાં નવી તકો ઊભી કરશે.

ભારતનો સાતમો મોટોં FTA
ન્યુ ઝીલેન્ડ સાથેનો આ કરાર છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતનો સાતમો મહત્વનો FTA છે. તે પહેલાં ભારત ઓમાન, UAE, યુનાઇટેડ કિંગડમ (UK), ઓસ્ટ્રેલિયા, મોરિશિયસ અને EFTA દેશો (યુરોપિયન ફ્રી ટ્રેડ બ્લોક) સાથે આવા કરારો કરી ચૂક્યું છે. આ શ્રેણી બતાવે છે કે ભારત ઝડપથી એક વિશ્વસનીય વૈશ્વિક વેપાર કેન્દ્ર તરીકે ઊભરી રહ્યું છે.

ટ્રમ્પની વેપાર નીતિને પરોક્ષ આંચકો
નિષ્ણાતોના મત મુજબ એવા સમયમાં જ્યારે અમેરિકા—ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પના રાજકારણમાં—સંરક્ષણવાદ અને ટેરિફ આધારિત વેપાર નીતિઓ પર ભાર મૂકવામાં આવે છે, ત્યારે ભારત સતત નવા FTA કરવું વૈશ્વિક વેપાર માટે એક વૈકલ્પિક અને ખુલ્લું મોડલ રજૂ કરે છે. ભારત–ન્યુ ઝીલેન્ડ FTAને આ દિશામાં એક વધુ મજબૂત પગલું માનવામાં આવે છે.

ઇન્ડોનેશિયામાં ભયાનક માર્ગ અકસ્માત: કોંક્રીટ બેરિયર સાથે બસ અથડાતાં 16 લોકોનાં મોત

ઇન્ડોનેશિયામાં ભયાનક સડક અકસ્માત થયો છે, જેમાં 16 લોકોનું મોકાના જ મોત થયું છે. સ્થાનિક સમય મુજબ જાવાના બુદીઓનો વિસ્તારમાં સોમવારે રાત્રે આ અકસ્માત થયો. 34 મુસાફરોથી ભરેલી બસ કોંક્રીટથી બનેલી દીવાલ સાથે ટકરાઈ ગઈ અને બસ પલટી ગઈ. અકસ્માતમાં બસમાં સફર કરતા લોકોના મોત થયા છે અને અનેક ઘાયલ પણ થયા છે. અકસ્માતનો શિકાર થયેલી બસ રાજધાની જાકાર્તાથી પ્રાચીન શાહી શહેર યોગ્યકાર્તા જઈ રહી હતી.

સેમારાંગ સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓફિસના હેડ બુદીઓનો અનુસાર, ઇન્ડોનેશિયાના સેન્ટ્રલ જાવા રાજ્યના સેમારાંગ શહેરમાં ક્રાપ્યાક ટોલ એક્ઝિટની નજીક ચારાહા પર બસ અકસ્માતની સુચના પોલીસને લોકોએ આપી. પોલીસે મોકાના આવીને મૃતદેહોને કબજામાં લીધા અને 18 ઘાયલોને બસમાંથી કાઢીને હોસ્પિટલોમાં પહોંચાડ્યા. લોકોએ જણાવ્યું કે બસની ઝડપ ખૂબ જ તેજ હતી, અચાનક બસ ડગમગાઈ અને દીવાલ સાથે ટકરાઈને પલટી ગઈ. કાચના શીશા તૂટી ગયા અને દરવાજો લોક થઈ ગયો.

હેડ બુદીઓનોએ જણાવ્યું કે ઘાયલ મુસાફરો બસની અંદર જ ફસાયેલા હતા અને તેમના શરીર પર તૂટેલા કાચના ટુકડા લાગેલા હતા. બચાવ દળે બસને કાપીને અંદર જવાનો રસ્તો બનાવ્યો અને લોકોને બહાર કાઢ્યા. આ પહેલાં બચાવ દળે બસની તારો કાપીને તેલને વહેતું કર્યું, જેથી આગ ન લાગે. સરકારે અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે અને તપાસ અહેવાલ પણ માંગ્યો છે. પોલીસે અકસ્માતનો કેસ નોંધીને પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહો તેમના પરિવારજનોને સોંપી દીધા છે.

ઘરમાં આગ લાગવાથી 5 લોકો જીવતા બળ્યા
જાકાર્તા રીજનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના પ્રમુખ ઈસ્નાવા અદજીએ આ જ શુક્રવારે જાકાર્તામાં એક ઘરમાં આગ લાગવાથી 5 લોકો બળીને મરી ગયા હતા. જે ઘરમાં આગ લાગી હતી, તેમાં એક્સેસરીઝનું વેરહાઉસ પણ હતું, તેથી પોલીસે શંકા વ્યક્ત કરી કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. આ અકસ્માત પછી જાકાર્તામાં બસ અકસ્માત થવાથી અને તેમાં 16 લોકોના મોત થવાથી સ્થાનિક વહીવટ આશ્ચર્યમાં છે અને લોકોની સુરક્ષા માટેના નિયમો પર વિચાર કરી રહ્યો છે.

રાષ્ટ્રપતિ પુરસ્કાર વિજેતા IAS પર વિવાદ, ABVPના આરોપ બાદ બે વિદ્યાર્થીઓ જેલમાં

0

રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આઈ.એ.એસ. (IAS) અધિકારી ટીના ડાબીને લઈને કરવામાં આવેલી એક ટિપ્પણીએ રાજકીય અને વહીવટીમાં ગરમાવો લાવી દીધો છે. ફી વધારાના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન કલેક્ટરને ‘રીલ સ્ટાર’ તરીકે સંબોધવામાં આવતા પોલીસ એક્શનમાં આવી હતી. આ ઘટનાને પગલે વિદ્યાર્થીનીઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો, જેના કારણે સ્થાનિક વહીવટી તંત્ર અને વિદ્યાર્થી સંગઠનો સામસામે આવી ગયા છે.

બાડમેરની મુલ્તાનમલ ભીખચંદ છાજેડ મહિલા કોલેજ બહાર વિદ્યાર્થીનીઓ ફી વધારા સામે વિરોધ કરી રહી હતી. આ પ્રદર્શનમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના નેતાઓ પણ જોડાયા હતા. સૂત્રોચ્ચાર દરમિયાન કલેક્ટર ટીના ડાબી માટે ‘રીલ સ્ટાર’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટનાના થોડા સમય બાદ પોલીસે બે વિદ્યાર્થી નેતાઓને કસ્ટડીમાં લેતા મામલો બિચક્યો હતો. રોષે ભરાયેલી વિદ્યાર્થીનીઓએ પોલીસ સ્ટેશનમાં જ ધરણા શરૂ કરી દીધા હતા.

ધરણા પર બેઠેલી વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે કલેક્ટરને ‘રીલ સ્ટાર’ કહેવામાં કંઈ ખોટું નથી, કારણ કે તેમની દરેક કામગીરીના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. વિદ્યાર્થીનીઓએ પ્રશાસનના ‘નવો બાડમેર’ અભિયાન પર પણ કટાક્ષ કરતા જણાવ્યું હતું કે કોલેજ પાસે કચરાના ઢગલા પડ્યા છે તેની કોઈને ચિંતા નથી. વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે માત્ર ટિપ્પણીને કારણે જ વિદ્યાર્થી નેતાઓની ધરપકડ કરી હતી.

આ વિવાદ અંગે જિલ્લા કલેક્ટર ટીના ડાબીએ જણાવ્યું હતું કે આ મામલાને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પ્રદર્શન દરમિયાન અધિકારીઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું, જેના કારણે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અટકાયત કરવામાં આવી હતી. પોલીસે કોઈ કેસ દાખલ કર્યા વગર જ બંને નેતાઓને મુક્ત કરી દીધા હતા. નેતાઓની મુક્તિ બાદ વિદ્યાર્થીનીઓએ પણ પોતાનું આંદોલન સમેટી લીધું હતું.

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર નવી ચર્ચા છેડાઈ છે. કેટલાક લોકો તેને વિદ્યાર્થીઓની અભિવ્યક્તિની આઝાદી માની રહ્યા છે, તો કેટલાક લોકો વહીવટી પદ પર બેઠેલા અધિકારીઓ પ્રત્યે માન જળવાવું જોઈએ તેવી દલીલ કરી રહ્યા છે. હાલમાં બાડમેરમાં સ્થિતિ સામાન્ય છે, પરંતુ ફી વધારાનો મુદ્દો હજુ પણ વણઉકેલ્યો હોવાથી વિદ્યાર્થીઓમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે.

દિલ્હી એરપોર્ટ પર પાયલોટે મુસાફરને માર મારી લોહીલુહાણ કર્યો, પાયલોટ સસ્પેન્ડ

0

દિલ્હી એરપોર્ટ પર એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એરપોર્ટના ટર્મિનલ 1 પર એક મુસાફરે એર ઇન્ડિયા એક્સપ્રેસના પાયલોટ પર ગંભીર આરોપ લગાવ્યા છે. મુસાફર અંકિત દીવાનનો આક્ષેપ મુક્યો છે કે પાયલોટ કેપ્ટન વીરેન્દ્રએ તેમની સાથે ખરાબ વર્તન જ નહીં પરંતુ શારીરિક હુમલો પણ કર્યો હતો. જેના કારણે તે લોહીલુહાણ થયા છે. તેમજ આ ઘટના બાદ તેમની સાત વર્ષની પુત્રી હજુ પણ આઘાતમાં છે.આ ઘટના બાદ એર ઇન્ડિયા એક્સપ્રેસે એક નિવેદન જાહેર કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે અને આરોપી પાયલોટને ફરજ પરથી તાત્કાલિક દુર કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર વીડિયો અને ફોટા વાઈરલ થયા છે. મુસાફરે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, “મારા પરિવારને સ્ટાફ દ્વારા ઉપયોગમાં લેવાતી સુરક્ષા ચેક લાઇન પર જવા માટે કહેવામાં આવ્યું કારણ કે અમારી સાથે સ્ટ્રોલરમાં 4 મહિનાનું બાળક હતું. સ્ટાફ મારી સામે લાઇન તોડી રહ્યો હતો. જ્યારે મેં વાંધો ઉઠાવ્યો, ત્યારે કેપ્ટન વીરેન્દ્ર ગુસ્સે થયા અને મને પૂછ્યું, શું તમે અભણ છો અને શું તમે આ સાઇન વાંચી શકતા નથી. આ એન્ટ્રી માત્ર સ્ટાફ માટે છે.

પાયલોટના શર્ટ પર મારું લોહી પડ્યું
જોકે, તેની બાદ વિવાદ વધ્યો હતો અને પાયલોટે મારી પણ હુમલો કર્યો હતો. જેના લીધે લોહી નીકળ્યું હતું. પાયલોટના શર્ટ પર મારું લોહી પડ્યું હતું. મારું વેકેશન બરબાદ થયું છે. તેમજ આ ઘટનાથી મારી સાત વર્ષની પુત્રી આઘાતમાં છે.

જયારે એર ઇન્ડિયા એક્સપ્રેસે પાયલોટના વર્તન બદલ દિલગીરી વ્યક્ત કરી અને એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું. એરલાઇને જણાવ્યું કે આરોપી કર્મચારીને તાત્કાલિક અસરથી તમામ સત્તાવાર જવાબદારીઓમાંથી દૂર કરવામાં આવ્યો છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે.

મધ્ય પ્રદેશમાં રાજકીય ચર્ચાનો વિષય: ભાજપના ભૂતપૂર્વ મંત્રીએ કોંગ્રેસની મહિલા નેતા સાથે કર્યા લગ્ન

0

મધ્યપ્રદેશના રાજકારણમાં લાંબા સમય સુધી સક્રિય રહેલા પૂર્વ મંત્રી અને પૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. કૈલાશ જોશીના પુત્ર દીપક જોશી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમના ચર્ચામાં રહેવાનું કારણ તેનું કોઈ રાજકીય નિવેદન નહીં પરંતુ તેમનું અંગત જીવન છે. કારણ કે દીપક જોશીએ લગ્ન કર્યા છે તે મહિલા બીજું કોઈ નહિ પરંતુ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ સચિવ પલ્લવી રાજ સક્સેના છે. સોશિયલ મીડિયા પર આ લગ્નની તસવીરો અને વીડિયો વાયરલ થતા રાજકીય વર્તુળોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે.

મળતી વિગતો અનુસાર, આ લગ્ન ગત 4 ડિસેમ્બરના રોજ એક સાદા સમારોહમાં આર્ય સમાજ મંદિરમાં યોજાયા હતા. વાયરલ થયેલી તસવીરોમાં દીપક જોશી પલ્લવી રાજના માથામાં સેંથો ભરતા જોવા મળી રહ્યા છે. શરૂઆતમાં પલ્લવીએ આ તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી, પરંતુ બાદમાં તે ડિલીટ કરી દીધી હતી. જોકે, કોંગ્રેસ નેતા બ્રિજેન્દ્ર શુક્લાએ આ તસવીરો શેર કરી દીપક જોશીને અભિનંદન પાઠવતા આ લગ્નની વાત જાહેર ચર્ચાનો વિષય બની હતી.

દીપક જોશીના અંગત જીવનની વાત કરીએ તો, વર્ષ 2021માં કોરોના મહામારી દરમિયાન તેમની પ્રથમ પત્ની વિજયા જોશીનું અવસાન થયું હતું. પત્નીના અવસાન બાદ આ તેમના બીજા લગ્ન હોવાનું કહેવાય છે. દીપક જોશીની રાજકીય કારકિર્દી પણ ખૂબ જ ઉતાર-ચઢાવ વાળી રહી છે. વર્ષ 2013માં તેઓ દેવાસની હાટપિપલ્યા બેઠક પરથી જીતીને શિવરાજ સરકારમાં શિક્ષણ મંત્રી બન્યા હતા. જોકે, 2018માં હાર બાદ અને ત્યારબાદ બદલાયેલા રાજકીય સમીકરણોને કારણે તેઓ ભાજપથી નારાજ થયા હતા અને 2023માં કોંગ્રેસમાં જોડાયા હતા. જોકે, ટૂંકા સમય બાદ ગત નવેમ્બર 2024માં તેઓ ફરી એકવાર ભાજપમાં પરત ફર્યા છે.

સુપ્રીમ કોર્ટનો કડક અભિગમ: રાજસ્થાનની 10 ડેન્ટલ કોલેજોને 100 કરોડ રૂપિયાનો દંડ

0

સુપ્રીમ કોર્ટે રાજસ્થાનની 10 ખાનગી ડેન્ટલ કોલેજોને BDS પ્રવેશમાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ₹10 કરોડનો ભારે દંડ ફટકાર્યો છે. ન્યાયાધીશ વિજય બિશ્નોઈ અને જેકે મહેશ્વરીની બનેલી બેન્ચે પણ આ મામલે રાજ્ય સરકારની બેદરકારી પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે શિક્ષણની ગુણવત્તા સાથે ચેડાં કરવાને કોઈપણ કિંમતે સહન કરવામાં આવશે નહીં.

કોર્ટે શોધી કાઢ્યું કે 2016-17 શૈક્ષણિક વર્ષ દરમિયાન BDS પ્રવેશમાં નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન થયું હતું. રાજસ્થાન સરકારે કોઈપણ સત્તા વિના NEET લઘુત્તમ પર્સેન્ટાઈલમાં 10% અને પછી 5% ઘટાડો કર્યો. આ છૂટ છતાં કોલેજોએ એવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો જેઓ આ ઘટાડેલા માપદંડોને પણ પૂર્ણ કરતા ન હતા. સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રાજસ્થાન રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ (RSLSA) માં ₹10 લાખ જમા કરાવવાનો પણ આદેશ આપ્યો છે.

ડિગ્રી સુરક્ષિત રહેશે, પરંતુ વિદ્યાર્થીઓએ ‘વિશેષ’ સેવાઓ પૂરી પાડવી પડશે
જોકે, આ અન્યાયી પ્રક્રિયા દ્વારા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે થોડી રાહત છે. સુપ્રીમ કોર્ટે કલમ 142 હેઠળ પોતાની વિશેષ સત્તાઓનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓની બીડીએસ ડિગ્રીઓને નિયમિત કરી છે. વકીલ ઋષભ સંચેતીના જણાવ્યા અનુસાર, રાહત મેળવનારા તમામ 59 વિદ્યાર્થીઓએ રાજસ્થાન હાઈકોર્ટમાં એક સોગંદનામું રજૂ કરવું પડશે જેના હેઠળ તેઓ ભવિષ્યમાં આપત્તિ, રોગચાળા અથવા કટોકટીના સમયમાં રાજ્યને પ્રો બોનો સેવાઓ પૂરી પાડશે.

દંડની રકમનું શું થશે?
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોલેજો પાસેથી વસૂલવામાં આવેલા કુલ 100 કરોડ રૂપિયાના દંડનો ઉપયોગ રાજ્ય કલ્યાણ કાર્યક્રમો પર કરવામાં આવશે. આ રકમ જે 8 અઠવાડિયાની અંદર જમા કરાવવાની રહેશે તેનો ઉપયોગ વન સ્ટોપ સેન્ટર્સ, નારી નિકેતન, વૃદ્ધાશ્રમ અને બાળ સંભાળ સંસ્થાઓ માટે કરવામાં આવશે.