Home Blog Page 217

સુરતના ગોડાદરામાં AAPની સભા પહેલા તણાવ, ગોપાલ ઇટાલિયાના પોસ્ટરોને લઈને વિરોધ

0

સુરતના ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત જાહેરસભા વિવાદોના વમળમાં ફસાઈ છે. સભા શરૂ થાય એ પહેલાં જ વિસ્તારમાં પક્ષના મુખ્ય નેતાઓના વિરોધમાં પોસ્ટરો લાગતાં રાજકારણ ગરમાયું છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા આ નેતાઓને ‘હિન્દુવિરોધી’ ગણાવી ઉગ્ર વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે મુસ્લિમ ટોપી પહેરેલા AAPના નેતાઓના ફોટા પર શાહી લગાવવામાં આવી હતી અને ફોટા ફાડવામાં પણ આવ્યા હતા.

VHPના કાર્યકર્તાએ કહ્યું, સાંજે 8 વાગ્યે ગોડાદરા વિસ્તારમાં ‘મુઘલો’ની એક આમસભા છે. જેમ બાબર અને ઔરંગઝેબ અહીં આવીને ધીરે-ધીરે પોતાના પગ પેસારો કરતા હતા, એવી જ રીતે આમ આદમી પાર્ટી પોતાનો પગ પેસારો કરવાની કોશિશ કરી રહી છે. આજે આ આવ્યા છે, કાલે તેમની પાછળ વિધર્મીઓ આવશે, પછી અહીં લવ-જેહાદના કિસ્સાઓ ચાલુ થઈ જશે. ચેઈન-સ્નેચિંગ જેવી અનેક ઘટનાઓ વધશે.

ગુરૂવાર સાંજે વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના કાર્યકરોએ ગોડાદરા વિસ્તારમાં લગાવવામાં આવેલા ગોપાલ ઇટાલિયાના પોસ્ટરો પર સ્યાહી ફેંકી વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ જોરદાર નારેબાજી કરતાં આરોપ લગાવ્યો હતો કે ગોપાલ ઇટાલિયા હિંદુ વિરોધી નિવેદનો આપતા રહ્યા છે અને આવા નેતાને તેઓ પોતાના વિસ્તારમાં આવવા નહીં દે. આ વિરોધ દરમિયાન થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરીની સ્થિતિ સર્જાઈ હતી, જોકે પોલીસની હાજરીથી પરિસ્થિતિ કાબૂમાં રાખવામાં આવી હતી.

આ પોસ્ટરો સામે આવતાં જ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં રસ્તા પર ઊતરી આવ્યા હતા. VHP કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે આ નેતાઓ હિન્દુવિરોધી માનસિકતા ધરાવે છે. કાર્યકરોએ “હિન્દુવિરોધી નેતાઓને અમારા વિસ્તારમાં નહીં આવવા દઈએ” એવા સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવ્યું હતું. વિરોધપ્રદર્શન દરમિયાન ગોપાલ ઈટાલિયાનાં પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યાં હંતા અને અન્ય નેતાઓના ફોટા પર શાહી લગાવી રોષ વ્યક્ત કરાયો હતો.

વીએચપીના કાર્યકર્તા જય શર્માએ જણાવ્યું હતું કે ગોડાદરા વિસ્તારમાં ‘મુઘલો’ની એક આમસભા છે. આ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા, જે સનાતન ધર્મ વિરોધી માણસ છે, જે હંમેશાં ધર્મનો દુષ્પ્રચાર કરતો રહ્યો છે. ક્યારેક આપણી ભગવદ્ ગીતાનું અપમાન કરે છે, તો ક્યારેક આપણા કથાવાચકોનું અપમાન કરે છે. આવી વ્યક્તિ કાલે ગોડાદરામાં આવીને પોતાની પાર્ટીને લઈને અહીં રાજનીતિ ચમકાવવા માટે આમસભા કરવાનાં બેનરો અમે અત્યારે જોયાં. તમે જોઈ શકો છો કે કેવી રીતે ટોપી પહેરીને આ લોકોએ બેનર લગાવ્યાં છે. આનો આખા ગોડાદરા વિસ્તારના સનાતની ભાઈઓ વિરોધ કરે છે.

શ્રીનગરમાં માઈનસ 5.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સિઝનની સૌથી ઠંડી રાત

0

શહેરમાં ગુરુવારે માઈનસ 5.1 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે આ સિઝનની સૌથી ઠંડી રાત નોંધાઈ. સ્થાનિક હવામાન વિભાગના ડિરેક્ટર મુખ્તાર અહેમદે જણાવ્યું હતું કે, “માઈનસ 5.1 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે, શહેરમાં આજે આ સિઝનનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું છે.”

ગુલમર્ગમાં માઈનસ 9.2 ડિગ્રી સેલ્સિયસ અને પહેલગામમાં માઈનસ 8.6 લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જમ્મુ શહેરમાં 7.1 ડિગ્રી, કટરા શહેરમાં 4.1, બટોટમાં 2.6, બનિહાલ 3.7 અને ભદરવાહમાં માઈનસ 3.4 રાત્રિનું સૌથી ઓછું તાપમાન રહ્યું છે. હવામાન વિભાગે 20 જાન્યુઆરી સુધી ઠંડા, શુષ્ક હવામાનની આગાહી કરી હોવાથી, આગામી મહિનાઓમાં દુષ્કાળના ભયથી કાશ્મીરમાં લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે.

૨૧ ડિસેમ્બરથી શરૂ થયેલ 40 દિવસનો કઠોર શિયાળોનો સમયગાળો, જેને ‘ચિલ્લાઈ કલાન’ કહેવામાં આવે છે, તે 30 જાન્યુઆરીએ સમાપ્ત થશે. આ 40 દિવસના સમયગાળા દરમિયાન ભારે હિમવર્ષા જ પર્વતોમાં બારમાસી પાણીના જળાશયોને ભરે છે. આ બારમાસી પાણીના જળાશયો કેન્દ્રશાસિત પ્રદેશમાં ઉનાળાના મહિનાઓ દરમિયાન વિવિધ નદીઓ, નાળાઓ, ઝરણા, તળાવો અને કુવાઓને ટકાવી રાખે છે.

ફેબ્રુઆરી અને માર્ચમાં બરફવર્ષા ઝડપથી પીગળી જાય છે અને લાંબા સમય સુધી ટકી શકતી નથી. આમ, ચિલ્લાઈ કલાનમાં ભારે બરફવર્ષા ઉનાળાના મહિનાઓમાં આફતનું કારણ બને છે. એ ઉલ્લેખ કરવો આવશ્યક છે કે આ શિયાળાના લગભગ અડધા ભાગમાં, શ્રીનગર શહેરમાં આ ઋતુનો પહેલો બરફવર્ષા થયો નથી.

ઠંડા, શુષ્ક હવામાનને કારણે ખીણમાં ફેફસાં અને હૃદય સંબંધિત વિવિધ બીમારીઓ પહેલાથી જ થઈ ગઈ છે. ડોકટરોએ છાતી અને હૃદય સંબંધિત સમસ્યાઓ ધરાવતા લોકોને સાવધાની રાખવા અને સવારની ઠંડીથી બચવા માટે સવારે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. કાશ્મીરીઓ શિયાળાની તીવ્ર ઠંડીથી પોતાને બચાવવા માટે ‘ફેરન’ નામના ટ્વીડ ઓવરગાર્મેન્ટ ઉપરાંત ઊની જર્સી, ટોપી અને મફલર સહિત ગરમ કપડાં પહેરી રહ્યા છે.

સમગ્ર યુરોપમાં ભારે હિમવર્ષા અને બરફીલા તોફાનનો કહેર, જનજીવન ઠપ

0

યુરોપના મોટાભાગના હિસ્સામાં બરફવર્ષા, હિમ અને તીવ્ર ઠંડી જેવી ગંભીર સ્થિતિને કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થયા હતા તેમજ ખરાબ મોસમને કારણે અનેક લોકોના મોત પણ થયા. દક્ષિણ-પશ્ચિમી ફ્રાન્સમાં મોસમ સાથે સંકળાયેલા માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા તેમજ ભારે બરફવર્ષાને કારણે પરિવહન સેવા ઠપ થઈ ગઈ હતી. ફ્રાન્સની રાજધાનીમાં તેની પ્રસિદ્ધ છતો પર બરફની એક સુંદર ચાદર છવાઈ ગઈ, જેના કારણે સ્કૂલોમાં રજા આપવામાં આવી. ભારે બરફવર્ષાને કારણે દેશના છ એરપોર્ટ બંધ થઈ જતા અનેક પ્રવાસીઓ અટવાઈ ગયા હતા.

નેધરલેન્ડ્સમાં બરફ જમા થઈ જતા એમ્સ્ટર્ડમના શિફોલ એરપોર્ટ પર લગભગ ચારસો ફ્લાઈટ અટકાવી દેવાઈ કારણ કે ક્રુ રનવે પર ફસાઈ ગયેલા વિમાનમાંથી બરફ હટાવવામાં વ્યસ્ત હતા. સોમવારથી જ ફ્લાઈટ રદ થવાની સમસ્યા વધી ગઈ, જેના કારણે અનેક પ્રવાસીઓ અટવાઈ ગયા. રેલ સીસ્ટમમાં પણ ખરાબી થતા રેલ સેવા પ્રભાવિત થઈ હતી. બરફ આચ્છાદિત રસ્તાઓને કારણે પ્રવાસીઓએ ભારે વિલંબનો સામનો કરવો પડયો.

દરમ્યાન ઈટાલીની રાજધાની રોમમાં લગાતાર વરસાદને કારણે ટિબર નદીમાં પૂર આવ્યું અને વેટિકન ખાતે એપિફેની તહેવારની ઉજવણી કરી રહેલા લોકોના ઉત્સાહમાં ભંગ પડયો. રોમના મેયરે પૂર અને વૃક્ષ પડવાના જોખમોથી લોકોને સાવચેત રહેવા અપીલ કરી અને જોખમી પાર્કમાં જવા પર રોક લગાવી હતી.

ઉત્તરીય યુરોપમાં ભારે બરફવર્ષા અને તીવ્ર ઠંડીથી જનજીવન ખોરવાયું જ્યારે બ્રિટનમાં કાતિલ ઠંડી સાથે તાપમાન શૂન્યથી નીચે ૧૨.૫ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. ભારે બરફવર્ષાને કારણે સ્કૂલો બંધ કરવી પડી, રમતગમતના કાર્યક્રમો અટકાવી દેવાયા, પરિવહન સેવા વિક્ષેપિત થઈ તેમજ ગ્લાસગો અને લિવરપુલ જેવા શહેરોમાં વીજ કટોકટી સર્જાઈ હતી.

બોલોગ્નામાં હળવી બરફવર્ષા થતા આસપાસના ડોલોમાઈટ્સમાં વિન્ટર સ્પોર્ટ્સના શોખીનોએ આ સ્થિતિનો લાભ લીધો હતો. ઉત્તરીય સ્કોટલેન્ડમાં પંદર સેમી સુધીની બરફવર્ષા થઈ હતી અને વધુ બરફવર્ષાની આગાહીએ લોકોની ચિંતા વધારી દીધી હતી. કેટલાક વિસ્તારોમાં ભારે હિમવર્ષાને કારણે સ્થિતિ પહેલેથી ખરાબ હતી. પ્રશાસને લોકોના ઘરે જરૂરી સામાન પહોંચાડવાની વ્યવસ્થા કરવી પડી હતી.

બાલકન દેશોમાં હિમ વર્ષા, વરસાદ અને જોરદાર પવનના મિશ્રણ સાથે પૂર, વીજ કટોકટી તેમજ પરિવહન સેવામાં વિક્ષેપ પડયો હતો. સારાયેવોમાં વૃક્ષની ડાળી પડતા એક મહિલાનું મોત થયું હતું. સર્બિયાના કેટલાક હિસ્સામાં ઈમરજન્સી જાહેર કરાઈ હતી જ્યારે ક્રોએશિયા અને મોન્ટેનેગ્રોમાં સમુદ્રી તોફાનોએ તટ પરના હોલિડે હોમમાં તબાહી મચાવી હતી.

ઝારખંડના પશ્ચિમ સિંઘભૂમ જિલ્લામાં જંગલી હાથીનો કહેર, 7 લોકોના મોત

0

ઝારખંડના પશ્ચિમ સિંઘભૂમ જિલ્લામાં જંગલી હાથીએ હાહાકાર મચાવ્યો છે. મંગળવારે (છઠ્ઠી જાન્યુઆરી) મોડી રાત્રે હાથીએ અલગ-અલગ ગામોમાં હુમલો કરીને 7 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. નવા વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં માત્ર 6 દિવસમાં જ હાથીના હુમલામાં કુલ 17 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અહેવાલો અનુસાર, બાબરિયા ગામમાં મંગળવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ જ્યારે લોકો ઘરમાં સૂતા હતા ત્યારે હાથીએ અચાનક હુમલો કર્યો હતો. જેમાં સનાતન મેરલ, તેની પત્ની જોનકોન કુઇ, તેમના બે નાના બાળકો અને અન્ય એક ગ્રામજન મોગડા લગુરીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. પરિવારનો એક બાળક ચમત્કારિક રીતે ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. જ્યારે બડા પાસિયા અને લમ્પાઈસાઈ ગામમાં પણ હાથીએ એક-એક વ્યક્તિને કચડી નાખ્યા હતા.

હાથીના આતંકનો ઘટનાક્રમ
પહેલી જાન્યુઆરી ટોન્ટો બ્લોકના બાંદીઝારી ગામના રહેવાસી 35 વર્ષીય મંગલ સિંહ હેમ્બરામનું હાથીએ હુમલો કરતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. તે જ રાત્રે, બિરસિંહહાટુ ગામના કુચુબાસા ટોલીના રહેવાસી 55 વર્ષીય ઉર્દુપ બહંડાનું પણ હાથીએ હુમલો કરતાં મોત થયું. સદર બ્લોકના રોરો ગામના રહેવાસી 57 વર્ષીય વિષ્ણુ સુંડીનું પણ આ હુમલામાં મૃત્યુ થયું.

બિરસિંહહાટુ ગામના રહેવાસી મણિ કુંતિયા અને સુખમતી બહંડા ગંભીર રીતે ઘાયલ થયા. ત્રણેય ઘટનાઓ 1 જાન્યુઆરીની રાત્રે બની હતી.

સુરતમાં મોટા વરાછા રિંગરોડ પર બાઈક સ્ટંટ, સગીર સામે કાર્યવાહી

સુરત શહેરમાં સ્ટંટબાજોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. ખાસ કરીને યુવાધન સોશિયલ મીડિયા પર લાઈક્સ અને વ્યૂઝ મેળવવા માટે જાહેર માર્ગો પર લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. તાજેતરમાં મોટા વરાછા રિંગરોડ પર બાઈક સ્ટંટ કરતા એક યુવકનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરતા સ્ટંટ કરનાર સગીરના પિતા પાસે જાહેર માફી મંગાવી છે.

મળતી માહિતી અનુસાર, સુરતના મોટા વરાછા રિંગરોડ પર એક બાઈક સવારે પોતાની બાઈકનું આગળનું વ્હીલ ઊંચું કરી ભયજનક રીતે સ્ટંટ કર્યા હતા. નવાઈની વાત એ છે કે, આ સ્ટંટબાજે પોતાની સુરક્ષા માટે હેલ્મેટ તો પહેર્યું હતું, પરંતુ જાહેર માર્ગ પર અન્ય વાહનચાલકોની સુરક્ષાને નેવે મૂકી હતી. આ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ઉત્રાણ પોલીસ એક્શનમાં આવી હતી.

ઉત્રાણા પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ હાથ ધરતા માલૂમ પડ્યું કે બાઈક ચલાવનાર કોઈ પુખ્ત વયનો યુવક નહીં પરંતુ એક સગીર હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સગીર અને તેના પિતાને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. કાયદાકીય જોગવાઈઓ મુજબ સગીર સંતાનની ભૂલ બદલ તેના પિતાએ ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડ્યું હતું.

પોલીસ સ્ટેશનમાં સગીરના પિતાએ પોતાના પુત્રની ભૂલ સ્વીકારી હતી અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેવી ખાતરી આપી હતી. પોલીસે પિતા પાસે માફી મંગાવી હતી જેથી અન્ય વાલીઓ પણ જાગૃત થાય અને પોતાના સગીર સંતાનોને વાહન આપતા પહેલા સો વાર વિચારે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, સ્ટંટબાજી ચલાવી લેવામાં આવશે નહીં.

ફિલિપાઈન્સના પૂર્વીય ભાગમાં તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 6.7ની તીવ્રતા

0

બુધવારે ફિલિપાઈન્સના પૂર્વીય ભાગમાં 6.7ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હતો. અમેરિકન ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ(USGS)ના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર બકુલીન શહેરથી લગભગ 68 કિલોમીટર દૂર પૂર્વમાં દરિયામાં હતું. જમીનથી તેની ઊંડાઈ માત્ર 10 કિલોમીટર નોંધાઈ હતી, જેના કારણે આંચકા વધુ તીવ્રતાથી અનુભવાયા હતા. આ પ્રકારના દરિયાઈ ભૂકંપને વૈજ્ઞાનિક ભાષામાં ‘ઓફશોર ટેમ્બલર’ કહેવામાં આવે છે.

ભૂકંપના આંચકા અનુભવાતા જ મિંદાનાઓ ટાપુ અને સુરિગાઓ ડેલ સુર પ્રાંતના શહેરોમાં અફરાતફરી મચી ગઈ હતી. હીનાતુઆન શહેરના સ્થાનિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ‘આંચકા એટલા તેજ હતા કે લોકો ડરના માર્યા ઘર અને ઓફિસોની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.’ જોકે, રાહતની વાત એ છે કે હજુ સુધી કોઈ મોટા જાનમાલના નુકસાન કે જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

ફિલિપાઈન્સની ભૂકંપ મોનિટરિંગ એજન્સી ‘ફિવોલ્ક્સ’ એ ચેતવણી આપી છે કે આગામી સમયમાં આફ્ટરશોક્સ આવવાની શક્યતા છે. જોકે, સદનસીબે અત્યાર સુધી કોઈ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી નથી. આ વિસ્તાર ‘રિંગ ઓફ ફાયર’ પર સ્થિત હોવાથી અહીં અવારનવાર ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટની ઘટનાઓ બનતી રહે છે.

સુરતમાં ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં MD ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ, લંડન કનેક્શન ખુલાસો

ડ્રગ્સ માફિયાઓ સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને એક મોટી સફળતા મળી છે. જેમાં સુરત શહેરના પુણા વિસ્તારમાં ચાલતી હાઈટેક ડ્રગ્સ લેબોરેટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ લેબમાં “હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન” (MD Drugs) બનાવવામાં આવતું હતું. પોલીસે આ મામલે 20 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 3 શખ્સોની ધરપકડ કરી છે.

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા એક કોમર્શિયલ મોલની અંદર ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી ‘હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન’ ડ્રગ્સની ફેક્ટરીનો સુરત ર્જીંય્એ પર્દાફાશ કર્યો છે, જેમાં આંતરરાષ્ટ્રીય ‘લંડન કનેક્શન’ ખૂલતાં પોલીસ સ્તબ્ધ થઈ ગઈ છે. અમરોલીમાંથી 230.780 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયેલા જીલ ઠુમ્મરની કબૂલાત બાદ પોલીસે પોલારિસ શોપિંગ સેન્ટરની લેબમાં દરોડા પાડી ડ્રગ્સ બનાવનાર સિનિયર ટેક્નિશિયન સહિત કુલ ૩ શખસની ધરપકડ કરી છે.

લંડનમાં બેઠેલા માસ્ટર માઇન્ડ અને લેબના માલિક જનક જાદાણીના ઈશારે અને ફાઇનાન્શિયલ મદદથી શહેરમાં જ નશાનું ઝેર તૈયાર કરી યુવાધનને રવાડે ચઢાવવાના આ કાવતરામાં પોલીસે 2.92 લાખનો મુદ્દામાલ, તૈયાર ડ્રગ્સ અને જ્વલનશીલ કેમિકલ્સનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ પ્રકરણની શરૂઆત 1 જાન્યુઆરી, 2026ના રોજ થઈ હતી, જ્યારે ર્જીંય્એ અમરોલી છાપરાભાઠા રોડ પરથી 21 વર્ષીય જીલ ભૂપતભાઇ ઠુમ્મરને 236.780 ગ્રામ સ્ડ્ઢ ડ્રગ્સના મુદ્દામાલ સાથે પકડી પાડ્‌યો હતો. જીલની કડક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી કબૂલાત સામે આવી હતી કે આ ડ્રગ્સ કોઈ બહારના રાજ્યમાંથી નથી આવ્યું, પરંતુ સુરત શહેરની અંદર જ એક ખાનગી લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ હકીકત સામે આવતાં ર્જીંય્ની અલગ-અલગ ટીમ બનાવીને તપાસ સઘન બનાવી હતી.

દરમિયાન પર્વત પાટિયા વેસુ કેનાલ રોડ પર આવેલા પોલારિસ શોપિંગ સેન્ટર સુધી પહોંચ્યા હતા. અહીં ‘ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલેટિકલ લેબોરેટરી’માં ર્જીંય્એ બાતમીના આધારે દરોડા પાડ્‌યા હતા. લેબની અંદર તપાસ કરતાં પોલીસને આધુનિક મશીનરી અને કેમિકલ્સ મળ્યાં હતાં, જેનો ઉપયોગ હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સ તૈયાર કરવા માટે કરવામાં આવતો હતો. ફૂડ ટેસ્ટિંગના નામે ચાલતી આ લેબ વાસ્તવમાં મોટું ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાનું સાબિત થયું હતું.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ડ્રગ્સ ફેક્ટરીનો અસલી માસ્ટર માઇન્ડ જનક જાદાણી લંડનમાં બેસીને આખું નેટવર્ક ઓપરેટ કરી રહ્યો છે. લંડનથી જ આ લેબ માટે જરૂરી ફાઇનાન્શિયલ મદદ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હતું.

વિદેશમાં બેસીને સુરતના યુવાધનને નશાના રવાડે ચઢાવવાનું આ આંતરરાષ્ટ્રીય કાવતરું હોવાનું હાલ જણાઈ રહ્યું છે, જેમાં વધુ ૩ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ મામલે ડ્રગ્સ બનાવનાર મુખ્ય સૂત્રધાર બ્રિજેશ વ્રજલાલ ભાલોડિયા (ઉંમર 28)ની ધરપકડ કરી છે, જે પોતે સિનિયર લેબ ટેક્નિશિયન છે. તેની સાથે ડ્રગ્સનો સપ્લાય કરનાર ખુશાલ વલ્લભભાઇ રાણપરિયા (ઉંમર 27) અને ભરતભાઇ ઉર્ફે ભાણો દામજીભાઇ લાઠિયા (ઉંમર 32)ની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપી બ્રિજેશ તેની કેમિકલની જાણકારીનો દુરુપયોગ કરીને ઉચ્ચ ગુણવત્તાનું મેફેડ્રોન તૈયાર કરતો હતો, જે લંડન સ્થિત હેન્ડલરના ઇશારે બજારમાં વેચવામાં આવતું હતું.

ડ્રગ્સનું રો મટિરિયલ અને તૈયાર મેફેડ્રોન પણ જપ્ત
પોલીસે દરોડા દરમિયાન 200 ગ્રામ મિક્સ કેમિકલ (કિંમત રૂ. 20 હજાર), 1 લિટર કેમિકલ, 5 લિટર અન્ય જ્વલનશીલ કેમિકલ, મિથાઇલ એમાઈન, ડિજિટલ વેઇંગ મશીન સહિત કુલ રૂ. 2,92,050નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમાં રૂ. 50,850 કિંમતનું 16.950 ગ્રામ તૈયાર મેફેડ્રોન ડ્રગ્સ પણ સામેલ છે.

હાલમાં પોલીસએ તમામ આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ કડક કાર્યવાહી શરૂ કરી છે. લંડનમાં બેઠેલા માસ્ટરમાઈન્ડ સુધી પહોંચવા માટે ડિજિટલ પુરાવા અને 3 મોબાઈલ ફોન (કિંમત રૂ. 1.15 લાખ)ની તપાસ કરવામાં આવી રહી છે.

કચ્છ ફરી એકવાર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 2.8ની તીવ્રતા

ગુજરાતનો સરહદી જિલ્લો કચ્છ ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠ્યો છે. આજે કચ્છના ભચાઉ વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.8 નોંધવામાં આવી છે. વારંવાર આવતા આ આંચકાઓને કારણે સ્થાનિક લોકોમાં ચિંતા અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભચાઉથી 9 કિમી દૂર કેન્દ્રબિંદુ
ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ (ISR) ના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી અંદાજે 9 કિલોમીટર દૂર નોંધાયું હતું. ભૂકંપની તીવ્રતા ઓછી હોવા છતાં, શાંત વાતાવરણમાં લોકોએ સ્પષ્ટ ધ્રૂજારી અનુભવી હતી. આંચકો આવતાની સાથે જ કેટલાક લોકો સાવચેતીના ભાગરૂપે ઘરો અને ઓફિસોની બહાર નીકળી આવ્યા હતા.

દિલ્હીમાં ફૈઝ-એ-ઈલાહી મસ્જિદ પાસે બુલડોઝર કાર્યવાહી, પોલીસ પર પથ્થરમારો

0

દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારમાં ફૈઝ-એ-ઈલાહી મસ્જિદ પાસેના દબાણવાળા વિસ્તારમાં બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) એ બુધવારે વહેલી સવારે દિલ્હીના રામલીલા મેદાન પાસે, તુર્કમાન ગેટ સ્થિત ફૈઝ-એ-ઈલાહી મસ્જિદ પાસેના દબાણવાળા વિસ્તારમાં દબાણ હટાવવાની ઝુંબેશ ચલાવી હતી. વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે આશરે 17 બુલડોઝર મંગાવવામાં આવ્યા હતા. દિલ્હી હાઈ કોર્ટના નિર્દેશ બાદ MCD દ્વારા દબાણ સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

દબાણ હટાવવા માટે રાતથી જ બુલડોઝર આવી ગયા હતા. કેટલાક લોકો કામમાં અડચણ પેદા કરશે તેનો અંદાજ હોવાથી તૈયારી સાથે તંત્ર આવ્યું હતું. સ્થાનિકોએ કાર્યવાહીનો વિરોધ કર્યો અને કેટલાક લોકોએ પથ્થરમારો પણ કર્યો હતો. પોલીસે હળવો લાઠીચાર્જ કરીને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

પોલીસે જણાવ્યું કે, હાઈ કોર્ટના આદેશ બાદ એમસીડીએ 7 જાન્યુઆરીના રોજ વહેલી સવારે દિલ્હીના રામલીલા મેદાન નજીક તુત્કમાન ગેટ નજીક ફૈઝ-એ-ઈલાહી મસ્જિદ નજીક દબાણ હટાવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કેટલાક ઉપદ્રવીઓએ પથ્થરમારો કરીને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. હળવો લાઠીચાર્જ કરીને સ્થિતિ પર કાબુ મેળવાયો હતો. પોલીસ અનુસાર દબાણ હટાવતાં પહેલા શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અમન કમિટીના સભ્યો અને સ્થાનિકો સાથે સમન્વય બેઠક યોજાઈ હતી.

સિટી એસ.પી. ઝોનના ડેપ્યુટી કમિશનરે કહ્યું, કોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી રાતોરાત કરવામાં આવી હતી. આ માળખું 4000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું હતું અને તોડી પાડવાની આ કામગીરી માટે 32 જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.. અમે આવતીકાલ સુધીમાં આ કાટમાળ સાફ કરી દેવાનો પ્રયત્ન કરીશું. પથ્થરમારા દરમિયાન કોઈને ઈજા થઈ નથી, પોલીસે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

ગાંધીનગર અને ગિફ્ટ સિટી ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી, રેસ્ક્યુ કામગીરી શરૂ

ગાંધીનગરમાં બે વર્ષનો બાળક બોરવેલમાં પડી ગયો હોવાની ઘટના સામે આવી છે. ગિફ્ટ સિટી ફાયર સ્ટેશન પાછળ આવેલા બોરવેલમાં બાળક પડી ગયો હોવાની જાણ થતાં જ ગાંધીનગર અને ગિફ્ટ સિટી ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કાર્યવાહી હાથ ધરી છે.