Home Blog Page 216

સુરતમાં ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં MD ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ, લંડન કનેક્શન ખુલાસો

ડ્રગ્સ માફિયાઓ સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને એક મોટી સફળતા મળી છે. જેમાં સુરત શહેરના પુણા વિસ્તારમાં ચાલતી હાઈટેક ડ્રગ્સ લેબોરેટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ લેબમાં “હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન” (MD Drugs) બનાવવામાં આવતું હતું. પોલીસે આ મામલે 20 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 3 શખ્સોની ધરપકડ કરી છે.

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા એક કોમર્શિયલ મોલની અંદર ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી ‘હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન’ ડ્રગ્સની ફેક્ટરીનો સુરત ર્જીંય્એ પર્દાફાશ કર્યો છે, જેમાં આંતરરાષ્ટ્રીય ‘લંડન કનેક્શન’ ખૂલતાં પોલીસ સ્તબ્ધ થઈ ગઈ છે. અમરોલીમાંથી 230.780 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયેલા જીલ ઠુમ્મરની કબૂલાત બાદ પોલીસે પોલારિસ શોપિંગ સેન્ટરની લેબમાં દરોડા પાડી ડ્રગ્સ બનાવનાર સિનિયર ટેક્નિશિયન સહિત કુલ ૩ શખસની ધરપકડ કરી છે.

લંડનમાં બેઠેલા માસ્ટર માઇન્ડ અને લેબના માલિક જનક જાદાણીના ઈશારે અને ફાઇનાન્શિયલ મદદથી શહેરમાં જ નશાનું ઝેર તૈયાર કરી યુવાધનને રવાડે ચઢાવવાના આ કાવતરામાં પોલીસે 2.92 લાખનો મુદ્દામાલ, તૈયાર ડ્રગ્સ અને જ્વલનશીલ કેમિકલ્સનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ પ્રકરણની શરૂઆત 1 જાન્યુઆરી, 2026ના રોજ થઈ હતી, જ્યારે ર્જીંય્એ અમરોલી છાપરાભાઠા રોડ પરથી 21 વર્ષીય જીલ ભૂપતભાઇ ઠુમ્મરને 236.780 ગ્રામ સ્ડ્ઢ ડ્રગ્સના મુદ્દામાલ સાથે પકડી પાડ્‌યો હતો. જીલની કડક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી કબૂલાત સામે આવી હતી કે આ ડ્રગ્સ કોઈ બહારના રાજ્યમાંથી નથી આવ્યું, પરંતુ સુરત શહેરની અંદર જ એક ખાનગી લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ હકીકત સામે આવતાં ર્જીંય્ની અલગ-અલગ ટીમ બનાવીને તપાસ સઘન બનાવી હતી.

દરમિયાન પર્વત પાટિયા વેસુ કેનાલ રોડ પર આવેલા પોલારિસ શોપિંગ સેન્ટર સુધી પહોંચ્યા હતા. અહીં ‘ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલેટિકલ લેબોરેટરી’માં ર્જીંય્એ બાતમીના આધારે દરોડા પાડ્‌યા હતા. લેબની અંદર તપાસ કરતાં પોલીસને આધુનિક મશીનરી અને કેમિકલ્સ મળ્યાં હતાં, જેનો ઉપયોગ હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સ તૈયાર કરવા માટે કરવામાં આવતો હતો. ફૂડ ટેસ્ટિંગના નામે ચાલતી આ લેબ વાસ્તવમાં મોટું ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાનું સાબિત થયું હતું.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ડ્રગ્સ ફેક્ટરીનો અસલી માસ્ટર માઇન્ડ જનક જાદાણી લંડનમાં બેસીને આખું નેટવર્ક ઓપરેટ કરી રહ્યો છે. લંડનથી જ આ લેબ માટે જરૂરી ફાઇનાન્શિયલ મદદ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હતું.

વિદેશમાં બેસીને સુરતના યુવાધનને નશાના રવાડે ચઢાવવાનું આ આંતરરાષ્ટ્રીય કાવતરું હોવાનું હાલ જણાઈ રહ્યું છે, જેમાં વધુ ૩ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ મામલે ડ્રગ્સ બનાવનાર મુખ્ય સૂત્રધાર બ્રિજેશ વ્રજલાલ ભાલોડિયા (ઉંમર 28)ની ધરપકડ કરી છે, જે પોતે સિનિયર લેબ ટેક્નિશિયન છે. તેની સાથે ડ્રગ્સનો સપ્લાય કરનાર ખુશાલ વલ્લભભાઇ રાણપરિયા (ઉંમર 27) અને ભરતભાઇ ઉર્ફે ભાણો દામજીભાઇ લાઠિયા (ઉંમર 32)ની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપી બ્રિજેશ તેની કેમિકલની જાણકારીનો દુરુપયોગ કરીને ઉચ્ચ ગુણવત્તાનું મેફેડ્રોન તૈયાર કરતો હતો, જે લંડન સ્થિત હેન્ડલરના ઇશારે બજારમાં વેચવામાં આવતું હતું.

ડ્રગ્સનું રો મટિરિયલ અને તૈયાર મેફેડ્રોન પણ જપ્ત
પોલીસે દરોડા દરમિયાન 200 ગ્રામ મિક્સ કેમિકલ (કિંમત રૂ. 20 હજાર), 1 લિટર કેમિકલ, 5 લિટર અન્ય જ્વલનશીલ કેમિકલ, મિથાઇલ એમાઈન, ડિજિટલ વેઇંગ મશીન સહિત કુલ રૂ. 2,92,050નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમાં રૂ. 50,850 કિંમતનું 16.950 ગ્રામ તૈયાર મેફેડ્રોન ડ્રગ્સ પણ સામેલ છે.

હાલમાં પોલીસએ તમામ આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ કડક કાર્યવાહી શરૂ કરી છે. લંડનમાં બેઠેલા માસ્ટરમાઈન્ડ સુધી પહોંચવા માટે ડિજિટલ પુરાવા અને 3 મોબાઈલ ફોન (કિંમત રૂ. 1.15 લાખ)ની તપાસ કરવામાં આવી રહી છે.

કચ્છ ફરી એકવાર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 2.8ની તીવ્રતા

ગુજરાતનો સરહદી જિલ્લો કચ્છ ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠ્યો છે. આજે કચ્છના ભચાઉ વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.8 નોંધવામાં આવી છે. વારંવાર આવતા આ આંચકાઓને કારણે સ્થાનિક લોકોમાં ચિંતા અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભચાઉથી 9 કિમી દૂર કેન્દ્રબિંદુ
ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ (ISR) ના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી અંદાજે 9 કિલોમીટર દૂર નોંધાયું હતું. ભૂકંપની તીવ્રતા ઓછી હોવા છતાં, શાંત વાતાવરણમાં લોકોએ સ્પષ્ટ ધ્રૂજારી અનુભવી હતી. આંચકો આવતાની સાથે જ કેટલાક લોકો સાવચેતીના ભાગરૂપે ઘરો અને ઓફિસોની બહાર નીકળી આવ્યા હતા.

દિલ્હીમાં ફૈઝ-એ-ઈલાહી મસ્જિદ પાસે બુલડોઝર કાર્યવાહી, પોલીસ પર પથ્થરમારો

0

દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારમાં ફૈઝ-એ-ઈલાહી મસ્જિદ પાસેના દબાણવાળા વિસ્તારમાં બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) એ બુધવારે વહેલી સવારે દિલ્હીના રામલીલા મેદાન પાસે, તુર્કમાન ગેટ સ્થિત ફૈઝ-એ-ઈલાહી મસ્જિદ પાસેના દબાણવાળા વિસ્તારમાં દબાણ હટાવવાની ઝુંબેશ ચલાવી હતી. વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે આશરે 17 બુલડોઝર મંગાવવામાં આવ્યા હતા. દિલ્હી હાઈ કોર્ટના નિર્દેશ બાદ MCD દ્વારા દબાણ સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

દબાણ હટાવવા માટે રાતથી જ બુલડોઝર આવી ગયા હતા. કેટલાક લોકો કામમાં અડચણ પેદા કરશે તેનો અંદાજ હોવાથી તૈયારી સાથે તંત્ર આવ્યું હતું. સ્થાનિકોએ કાર્યવાહીનો વિરોધ કર્યો અને કેટલાક લોકોએ પથ્થરમારો પણ કર્યો હતો. પોલીસે હળવો લાઠીચાર્જ કરીને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

પોલીસે જણાવ્યું કે, હાઈ કોર્ટના આદેશ બાદ એમસીડીએ 7 જાન્યુઆરીના રોજ વહેલી સવારે દિલ્હીના રામલીલા મેદાન નજીક તુત્કમાન ગેટ નજીક ફૈઝ-એ-ઈલાહી મસ્જિદ નજીક દબાણ હટાવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કેટલાક ઉપદ્રવીઓએ પથ્થરમારો કરીને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. હળવો લાઠીચાર્જ કરીને સ્થિતિ પર કાબુ મેળવાયો હતો. પોલીસ અનુસાર દબાણ હટાવતાં પહેલા શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અમન કમિટીના સભ્યો અને સ્થાનિકો સાથે સમન્વય બેઠક યોજાઈ હતી.

સિટી એસ.પી. ઝોનના ડેપ્યુટી કમિશનરે કહ્યું, કોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી રાતોરાત કરવામાં આવી હતી. આ માળખું 4000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું હતું અને તોડી પાડવાની આ કામગીરી માટે 32 જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.. અમે આવતીકાલ સુધીમાં આ કાટમાળ સાફ કરી દેવાનો પ્રયત્ન કરીશું. પથ્થરમારા દરમિયાન કોઈને ઈજા થઈ નથી, પોલીસે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

ગાંધીનગર અને ગિફ્ટ સિટી ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી, રેસ્ક્યુ કામગીરી શરૂ

ગાંધીનગરમાં બે વર્ષનો બાળક બોરવેલમાં પડી ગયો હોવાની ઘટના સામે આવી છે. ગિફ્ટ સિટી ફાયર સ્ટેશન પાછળ આવેલા બોરવેલમાં બાળક પડી ગયો હોવાની જાણ થતાં જ ગાંધીનગર અને ગિફ્ટ સિટી ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કાર્યવાહી હાથ ધરી છે.

લાલપુરના સણોસરી પાસે બોલેરોએ અડફેટે લેતા 3 યુવાનોના મોત, એકની હાલત ગંભીર

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરી ગામના પાટીયા પાસે મોડી રાત્રે અકસ્માતનો બનાવ બન્યો હતો. માર્ગ પર ઉભેલી બોલેરો પીકપ વાનનું ટાયર બદલાવી રહેલા યુવાનોને અન્ય એક પૂરપાટ ઝડપે આવતા વાહને અડફેટે લેતા ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

મળતી માહિતી મુજબ, ગત મોડી રાત્રે લાલપુરના સણોસરી ગામના પાટીયા પાસે એક બોલેરો પીકપ વાનનું ટાયર પંચર પડ્યું હતું. આ સમયે વાહનમાં સવાર યુવાનો નીચે ઉતરીને ટાયર બદલાવવાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી અન્ય એક બોલેરો ગાડીના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટાયર બદલી રહેલા યુવાનોને જોરદાર ટક્કર મારી હતી.
જાગરણ સ્પેશિયલ

આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર લાગતાની સાથે જ ત્રણ યુવાનોના શરીરના ફુરચા ઉડી ગયા હતા અને તેઓએ ઘટનાસ્થળે જ દમ તોયો હતો. જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

મૃતક યુવાનો પૈકી બે યુવાનો લાલપુર પાસે આવેલા ખાયડી ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ થતા જ ખાયડી ગામ સહિત સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારોમાં આક્રંદ છવાયો છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વેનેઝુએલાના નવા રાષ્ટ્રપતિનો ભારત સાથે ખાસ સંબંધ, બે વર્ષથી દિલ્હી આવે છે

0

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની અમેરિકા દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેમને ન્યૂયોર્ક લઈ જવામાં આવ્યા છે. આ દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી એલોઇના રોડ્રિગ્ઝને ત્યાંના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વેનેઝુએલામાં સર્વોચ્ચ પદ પર પહોંચેલા ડેલ્સી રોડ્રિગ્ઝનો ભારત સાથે ખાસ સંબંધ છે અને તેઓ સતત બે વર્ષમાં બે વાર ભારતની મુલાકાત લઈ ચૂક્યા છે.

તમને જણાવી દઈએ કે નિકોલસ માદુરોની જેમ ડેલ્સી રોડ્રિગ્ઝ પણ આધ્યાત્મિક ગુરુ સત્ય સાંઈ બાબાના કટ્ટર ભક્ત છે. નિકોલસ માદુરો યુએસ દરોડામાં પકડાયા બાદ, તેઓ હવે કાર્યકારી રાષ્ટ્રપતિ છે. તેઓ ભારત સાથે સંબંધિત તેમની આધ્યાત્મિક માન્યતાઓ માટે પ્રખ્યાત છે. તેમણે આંધ્રપ્રદેશમાં સત્ય સાંઈ બાબાના આશ્રમ પ્રશાંતી નિલયમની ઘણી વખત મુલાકાત લીધી છે અને તેમના સ્મારક પર શ્રદ્ધાંજલિ આપી છે.

સુપ્રીમ કોર્ટના નિર્દેશો પર આ પદ સંભાળ્યું
વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને દેશના સર્વોચ્ચ પદ સંભાળવાનો નિર્દેશ આપ્યો હતો, ત્યારબાદ તેમણે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે માદુરો શારીરિક અને અસ્થાયી રૂપે તેમની ફરજો બજાવવામાં અસમર્થ છે. તેથી, રોડ્રિગ્ઝ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે રાષ્ટ્રપતિ પદના તમામ અધિકારો, ફરજો અને સત્તાઓ સંભાળશે.

ડેલ્સી સત્ય સાંઈ બાબાના આશ્રમમાં ગયો હતો
રોડ્રિગ્ઝે 2018 થી વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. તેમણે છેલ્લે ઓક્ટોબર 2024 માં ભારતની મુલાકાત લીધી હતી. ડેલ્સી કાઝાનમાં બ્રિક્સ સમિટમાં હાજરી આપ્યા પછી તરત જ નવી દિલ્હી આવી હતી. તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર સાથે મુલાકાત કર્યા પછી, તેમના સાથીઓએ સત્ય સાંઈ બાબાના આશ્રમના સ્થળ, સત્ય સાંઈ બાબા સ્મારકમાં શ્રદ્ધાંજલિ આપવા માટે પુટ્ટપર્થીનો ખાનગી પ્રવાસ કર્યો હતો.

પ્રશાંતિ નિલયમની મુલાકાત લીધી
ડેલ્સી રોડ્રિગ્ઝે ઓક્ટોબર 2019 માં વેનેઝુએલાના મંત્રીઓ સાથે પ્રશાંતી નિલયમની મુલાકાત પણ લીધી હતી. ત્યારબાદ, ઓગસ્ટ 2023 માં, જ્યારે તેઓ નવી દિલ્હીમાં G20 સમિટમાં હાજરી આપવા માટે વેનેઝુએલાના પ્રતિનિધિમંડળના ભાગ રૂપે ભારતમાં હતા, ત્યારે તેમની સાથે વિદેશ મંત્રી કાપાયા રોડ્રિગ્ઝ પણ હતા.

પ્રિયંકા ચોપરા–મહેશ બાબુની ‘વારાણસી’ રામ નવમી પર રીલિઝ થવાની શક્યતા

0

મુંબઇમાં પ્રિયંકા ચોપરા તથા મહેશબાબુની ફિલ્મ ‘વારાણસી’ આગામી વર્ષે રામ નવમી વખતે રીલિઝ થાય તેવી સંભાવના છે. આ ફિલ્મમાં રામાયણનાં કથાનક સાથે સંબંધ ધરાવતી વાર્તા હોવાથી રાજામૌલીએ આ રીલિઝ ડેટ નક્કી કરી હોવાનું કહેવાય છે. પૃથ્વીરાજ સુકુમારનની પણ મહત્વની ભૂમિકા ધરાવતી ફિલ્મનું બજેટ 1300 કરોડ હોવાનો દાવો થઈ રહ્યો છે.

ફિલ્મનું શૂટિંગ અગાઉ હૈદરાબાદ તથા ઓરિસ્સામાં તથા વિદેશમાં પણ થઈ ચૂક્યું છે. હજુ આ વર્ષે પણ ઘણું શૂટિંગ થવાનું હોવાનું કહેવાય છે. ફિલ્મમાં એમ.એમ. કિરવાની મ્યુઝિક આપશે. જ્યારે પટકથા વિજયેન્દ્ર પ્રસાદે લખી છે.

નેપાળના બીરગંજમાં હિંસા: રક્સૌલ સરહદ સીલ, બજારો બંધ

0

નેપાળના પારસા અને ધનુષા ધામ જિલ્લામાં ધાર્મિક વિવાદ બાદ પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે. પારસા જિલ્લાના બીરગંજમાં ધનુષા મસ્જિદમાં તોડફોડ અને પવિત્ર પુસ્તક સળગાવવાના સમાચારથી વિરોધ પ્રદર્શનો શરૂ થયા, જે ઝડપથી હિંસક બન્યા. ધાર્મિક સામગ્રી વાળો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તણાવ વધુ વધ્યો.

ભારત-નેપાળ સરહદ સીલ
પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે, વહીવટીતંત્રે બીરગંજમાં કર્ફ્યુ લાદ્યો છે. ભારત-નેપાળ સરહદ સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે, અને મૈત્રી પુલ સહિત તમામ સરહદી સ્થળોએ અવરજવર બંધ કરી દેવામાં આવી છે. ફક્ત કટોકટી સેવાઓને જ મંજૂરી છે. સરહદ સુરક્ષા દળ (SSB) એ વધારાના સુરક્ષા દળો તૈનાત કર્યા છે અને તમામ આવતા જતા લોકોનું કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

પથ્થરમારા બાદ પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસ છોડ્યા હતા. ઘણા પોલીસ અધિકારીઓ ઘાયલ થયાના અહેવાલ છે. સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે સરહદ પર એક ડોગ સ્ક્વોડ પણ તૈનાત કરવામાં આવી છે.

SSB અધિકારીઓ અને અન્ય સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, માત્ર મૈત્રી બ્રિજ પર જ નહીં, પરંતુ સહદેવ, મહદેવ, પંતોકા, સિવાન ટોલા અને મુશહરવા જેવા અન્ય સરહદી વિસ્તારો પર પણ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે આ વિસ્તારોમાં દરેક ગતિવિધિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

કેવી રીતે ભડકી હિંસા?
ધનુષા જિલ્લાના કમલા મ્યુનિસિપાલિટીમાં પણ પરિસ્થિતિ તંગ છે. અહીં, તોડફોડ અને મસ્જિદને સળગાવવાના અહેવાલોથી આક્રોશ ફેલાયો હતો. ત્યારબાદ મુસ્લિમ સમુદાયે વિરોધ પ્રદર્શન કર્યા, જે હિંસક બન્યા. હિન્દુ સંગઠનોએ પણ પ્રતિક્રિયા આપી, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી.

વહીવટીતંત્રે શાંતિ જાળવવા અપીલ કરી છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અને તપાસ ચાલી રહી છે.

બીરગંજ અને આસપાસના વિસ્તારોમાં બગડતી પરિસ્થિતિને કારણે, નેપાળમાં કામ કરતા ઘણા ભારતીય કામદારોએ ઘરે પાછા ફરવાનું શરૂ કરી દીધું છે. નેપાળથી પરત ફરતા ભારતીય નાગરિક રાકેશે કહ્યું કે બિરગંજમાં બધી દુકાનો અને બજારો સંપૂર્ણપણે બંધ છે. આવી પરિસ્થિતિઓમાં ત્યાં રોકાવાનો કોઈ અર્થ નથી. તેમણે કહ્યું કે પરિસ્થિતિ સામાન્ય થયા પછી તેઓ પોતાના કામ પર પાછા ફરશે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા નેપાળના ધનુષા જિલ્લાના કમલા મ્યુનિસિપાલિટીના સખુવા મનાર ગામમાં એક મસ્જિદમાં તોડફોડ અને પવિત્ર ગ્રંથોને બાળી નાખવાના અહેવાલો સામે આવ્યા હતા. આ ઘટના બાદ બીરગંજમાં તણાવ ફેલાયો હતો અને વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન, હિન્દુ સંગઠનોએ આરોપ લગાવ્યો હતો કે તેમના દેવી-દેવતાઓ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી, જેનાથી પરિસ્થિતિ વધુ વણસી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે, વહીવટીતંત્રે કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે.

સોનિયા ગાંધીની અચાનક તબિયત બગડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ

0

આજે સવારે (મંગળવારે) કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની અચાનક તબિયત બગડી. તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિગ્ગજ નેતાઓ હોસ્પિટલ પહોંચી રહ્યા છે. ડોકટરોની એક ટીમ તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે. જોકે, કોંગ્રેસ પાર્ટીએ હજુ સુધી સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યુ નથી.

જણાવી દઈએ કે, કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધી ઘણા સમયથી બીમાર છે. તેઓ નિયમિતપણે ચેકઅપ માટે હોસ્પિટલ જાય છે. આ વખતે તેમની તબિયત વધુ ખરાબ થઈ જતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.

સોનિયા ગાંધીને રાજકારણમાં લાંબો સમય થઈ ગયો છે. તેમના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીએ સતત બે લોકસભા ચૂંટણી જીતી હતી. 2000 ના દાયકા દરમિયાન, કોંગ્રેસે 16 રાજ્યો પર શાસન કર્યું. સોનિયા ગાંધીએ 2017 માં કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું. હાલમાં, તેઓ રાજ્યસભાના સદસ્ય છે.

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા, છેલ્લા 24 કલાકમાં બીજી ઘટના

બાંગ્લાદેશમાં સાંપ્રદાયિક તણાવ સતત વધી રહ્યો છે. ભીડ દ્વારા લઘુમતી હિન્દુઓ વિરુદ્ધ હિંસાના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં બે હિન્દુ યુવકોની હત્યાના કેસ પ્રકાશમાં આવ્યા છે. જેમાં નરસિંદી જિલ્લામાં એક વેપારીની હત્યા કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસમાં હિન્દુની હત્યાનો આ છઠ્ઠો કેસ છે. જે બાદ બાંગ્લાદેશમાં લઘુમતીઓની સલામતીને લઈને ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે.

માર્કેટમાં હિન્દુ વેપારીની હત્યા
5 જાન્યુઆરીએ રાત્રિના 10 વાગ્યા બાદ હિન્દુ વેપારી મોની ચક્રવર્તી પર અજ્ઞાત હુમલાખોરોએ ધારદાર હથિયારોથી હુમલો કર્યો. ઈજાગ્રસ્ત મોનીને હોસ્પિટલ લઈ જવાયો. પણ સારવાર દરમિયાન તેણે જીવ ગુમાવ્યો. ગઇકાલે જ બાંગ્લાદેશમાં હિન્દુ પત્રકાર રાણા પ્રતાપ વૈરાગીની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જશોર જિલ્લામાં મનીરામપુર વિસ્તારમાં સોમવારે સાંજે બાઈક સવાર હુમલાખોરો રાણા પ્રતાપ વૈરાગીને ગોળી મારીને ફરાર થઈ ગયા.

બાંગ્લાદેશમાં 6 હિન્દુઓની હત્યા થઈ ચૂકી છે. જેમાં મોની અને રાણા પ્રતાપ સિવાય દીપુ દાસ, અમૃત મંડલ, બજેન્દ્ર વિશ્વાસ, ખોકન દાસ સામેલ છે. દીપુ દાસ પર ઈશનિંદાના આરોપમાં ભીડે હુમલો કર્યો હતો અને હત્યા બાદ તેના દેહને વૃક્ષ પર લટકાવી પેટ્રોલથી આગ લગાવી દેવાઈ હતી. હિન્દુઓ પર સતત વધી રહેલી હિંસા બાદ લઘુમતીઓમાં ભયનો માહોલ છે. આ તમામ કેસમાં કોઈ મોટી ધરપકડની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.