Home Blog Page 190

થાઈલેન્ડમાં ભયાનક ગોળીબાર, 22 બાળકો સહિત 34 લોકોના મોત

શાંતિપ્રિય અને પ્રવાસીઓના સ્વર્ગ તરીકે ઓળખાતા થાઈલેન્ડમાં આજે માનવતા શરમાઈ ગઈ છે, કારણ કે દેશમાં એક જ દિવસે બે અલગ-અલગ સ્થળોએ થયેલી ભયાનક ગોળીબારની ઘટનાઓમાં કુલ 34 લોકોના કરુણ મોત થયા છે, જેમાં 22 માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. સૌથી મોટી ઘટના એક ડે-કેર સેન્ટરમાં બની હતી, જ્યાં નોકરીમાંથી કાઢી મૂકાયેલા પૂર્વ પોલીસ કર્મચારીએ બાળકો સૂઈ રહ્યા હતા ત્યારે ગોળીબાર અને ચાકુથી હુમલો કરી 22 બાળકો સહિત 34 લોકોની હત્યા કરી હતી.

મૃતકોમાં 22 જેટલા નાના ફૂલ જેવા માસૂમ બાળકોનો સમાવેશ થાય છે, જે આંકડો સાંભળીને જ કોઈનું પણ કાળજું કંપી ઉઠે. આ ઘટનાને થાઈલેન્ડના ઈતિહાસનો સૌથી ભયાનક અને ‘ઘાતક સામૂહિક ગોળીબાર’ ગણવામાં આવી રહ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, સૌથી મોટી જાનહાનિ એક ડેકેર સેન્ટરમાં થઈ છે. એક બરતરફ કરાયેલા એટલે કે નોકરીમાંથી કાઢી મૂકાયેલા ‘ભૂતપૂર્વ પોલીસ અધિકારી’ એ ડેકેર સેન્ટરમાં ઘૂસીને આડેધડ ગોળીબાર કર્યો હતો અને બાળકો પર ચાકુથી પણ હુમલો કર્યો હતો. આ પાશવી હુમલામાં 22 બાળકો અને 12 પુખ્ત વયના નાગરિકો સહિત કુલ 34 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.

હત્યારાએ બપોરના સમયે જ્યારે બાળકો સૂઈ રહ્યા હતા ત્યારે તેમને નિશાન બનાવતા સમગ્ર દેશમાં શોક અને ગુસ્સાની લહેર પ્રસરી ગઈ છે. આ ઘટના પાછળનો હેતુ શું હતો, તે જાણવા પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે હુમલાખોર ડ્રગ્સના કેસમાં કોર્ટમાં હાજરી આપીને આવ્યો હતો અને માનસિક રીતે અસ્થિર જણાતો હતો.

આ કરુણાંતિકા ઓછી હતી ત્યાં દક્ષિણ થાઈલેન્ડના ‘હાટ યાઈ’ વિસ્તારમાંથી પણ વધુ એક હુમલાના સમાચાર આવ્યા છે. અહીં એક 18 વર્ષીય યુવકે શાળામાં ઘૂસીને ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અહેવાલો મુજબ, હુમલાખોરે શાળાની એક મહિલા કર્મચારીને થોડા સમય માટે ‘બંધક’ બનાવી લીધી હતી, જોકે પોલીસે બાદમાં સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

સ્થાનિક અધિકારીઓએ આ ઘટનાને ‘રાષ્ટ્રીય ત્રાસદી’ ગણાવી છે. સામાન્ય રીતે પ્રવાસીઓ માટે સુરક્ષિત ગણાતા થાઈલેન્ડમાં આ પ્રકારની ‘આતંકવાદ’ જેવી ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે મોટા પ્રશ્નો ઉભા કર્યા છે. થાઈલેન્ડમાં બંદૂક રાખવાના કાયદા કડક હોવા છતાં ગેરકાયદેસર હથિયારોનું પ્રમાણ ચિંતાજનક છે.

રાજપાલ યાદવને જેલમાંથી બહાર લાવવા બોલિવૂડ એકજૂટ, સલમાન ખાન અને અજય દેવગણે કરી મોટી આર્થિક મદદ

અભિનેતા રાજપાલ યાદવ એકવાર ફરી કાયદાકીય મામલાને લઈને ચર્ચામાં છે. દેવા સાથે જોડાયેલા જૂના વિવાદમાં કોર્ટના નિર્દેશ બાદ તેમને ન્યાયિક કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ દરમિયાન બોલિવૂડના ઘણા મોટા નામ તેમના સમર્થનમાં સામે આવ્યા છે અને આર્થિક તથા પ્રોફેશનલ મદદનો ભરોસો આપ્યો છે.

રાજપાલ યાદવના મેનેજર ગોલ્ડીના જણાવ્યા અનુસાર, ફિલ્મ જગતના ઘણા કલાકારોએ આ મુશ્કેલ સમયમાં તેમનો સાથ આપ્યો છે. તેમણે જણાવ્યું કે સોનુ સૂદ, સલમાન ખાન અને અજય દેવગણ જેવા કલાકારોએ સમર્થન દર્શાવ્યું છે. નિર્દેશક ડેવિડ ધવન, નિર્માતા રતન જૈન અને અભિનેતા વરુણ ધવન સહિત અન્ય લોકો પણ મદદ માટે આગળ આવ્યા છે.મેનેજરે કહ્યું કે ઘણા લોકોએ આર્થિક સહયોગની ખાતરી આપી છે, પરંતુ આ પ્રકારની નાણાકીય પ્રક્રિયાઓ તરત પૂર્ણ થતી નથી. તેમણે એમ પણ ઉમેર્યું કે અભિનેતાનો પરિવાર માનસિક રીતે મજબૂત છે અને સૌને આશા છે કે કાયદાકીય પ્રક્રિયા ટૂંક સમયમાં સકારાત્મક દિશામાં આગળ વધશે.

શું છે આખો મામલો?

આ મામલો વર્ષ 2010 સાથે જોડાયેલો છે, જ્યારે રાજપાલ યાદવે તેમના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘અતા પતા લાપતા’ ના નિર્માણ માટે એક ખાનગી કંપની પાસેથી આશરે ₹5 કરોડનું દેવું લીધું હતું. ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ ન રહી અને ચુકવણીમાં વિલંબ થયો. ત્યારબાદ આપવામાં આવેલા ચેક બાઉન્સ થયા, જેના પછી કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ.

2018 માં કોર્ટે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ રાજપાલ યાદવ અને તેમની પત્નીને દોષિત ઠેરવી સજા સંભળાવી હતી. બાદમાં હાઈકોર્ટે સજા પર સ્ટે આપીને બાકી રકમ ચૂકવવાની તક આપી હતી. સમય જતાં વ્યાજ સાથે આ રકમ વધીને લગભગ ₹9 કરોડ સુધી પહોંચી ગઈ છે.અહેવાલો અનુસાર, અભિનેતાએ અત્યાર સુધી આંશિક ચુકવણી કરી છે, પરંતુ પૂરેપૂરી રકમ જમા ન થવાને કારણે કોર્ટે કડક વલણ અપનાવ્યું. તાજેતરમાં વધારાના સમયની માંગ કરતી અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ તેમને આત્મસમર્પણ કરવું પડ્યું હતું.

આર્થિક મદદની ઓફર

સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક કલાકારો અને જાહેર હસ્તીઓએ નાણાકીય સહયોગની જાહેરાત કરી છે. જાણવા મળ્યું છે કે સોનુ સૂદએ તેમને પોતાની આગામી ફિલ્મમાં રોલ અને એડવાન્સ રકમ આપવાની ઓફર કરી છે. આ સિવાય અન્ય કેટલાક લોકોએ પણ લાખો રૂપિયાની મદદની જાહેરાત કરી છે, જેથી બાકી રકમ ચૂકવવામાં અને જામીન પ્રક્રિયામાં મદદ મળી શકે.

હવે સૌની નજર કોર્ટની આગામી સુનાવણી પર ટકેલી છે. જો જામીન મળે છે, તો રાજપાલ યાદવને કામચલાઉ રાહત મળી શકે છે, જોકે દેવા સાથે જોડાયેલો મૂળ વિવાદ હજુ પૂરો થયો નથી.

નવા લેબર કોડના વિરોધમાં ‘ભારત બંધ’ની હાકલ, ગુજરાતમાં ₹15,000 કરોડના વેપાર પર અસરની આશંકા

કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવેલા નવા લેબર કોડના વિરોધમાં દેશભરના વિવિધ ટ્રેડ યુનિયનોએ મોરચો માંડ્યો છે. આ કાયદાઓને ‘મજૂર વિરોધી’ ગણાવીને આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેની વ્યાપક અસર ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદ સહિત રાજ્યભરમાં જોવા મળી રહી છે.

ગુજરાતમાં કરોડોના ટ્રાન્ઝેક્શન અટવાશે

નિષ્ણાતો અને વેપારી સંગઠનોના અંદાજ મુજબ, આ હડતાલને કારણે ગુજરાતમાં અંદાજે 15,000 કરોડ રૂપિયાના આર્થિક વ્યવહારો પ્રભાવિત થઈ શકે છે.બેન્કિંગ અને પરિવહન સેવાઓને અસરઆ હડતાલમાં બેંકિંગ યુનિયનો પણ જોડાયા હોવાથી ચેક ક્લિયરન્સ અને અન્ય બેંકિંગ કામગીરી ખોરવાઈ છે. આ ઉપરાંત, ટેક્સટાઈલ માર્કેટ, હીરા ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટ સેક્ટરના કર્મચારીઓ પણ વિરોધમાં હોવાથી માલસામાનની હેરફેર પર માઠી અસર પડી છે.

ટ્રાન્સપોર્ટ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર સાથે જોડાયેલા યુનિયનો આ બંધમાં જોડાયા હોવાથી બજારમાં મોટી નાણાકીય લેવડ-દેવડ અટકી જવાની શક્યતા છે.

શા માટે થઈ રહ્યો છે વિરોધ?

ટ્રેડ યુનિયનોનો આરોપ છે કે નવા લેબર કોડમાં કામદારોના અધિકારોમાં કાપ મૂકવામાં આવ્યો છે. તેમની મુખ્ય માગણીઓ નીચે મુજબ છે:

  • નવા ચાર લેબર કોડ તાત્કાલિક રદ કરવામાં આવે.ખાનગીકરણની પ્રક્રિયા રોકવામાં આવે.
  • મોંઘવારી પર અંકુશ મેળવવામાં આવે અને લઘુત્તમ વેતનમાં વધારો કરવામાં આવે.
  • કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરી કાયમી રોજગારી આપવામાં આવે.

અમદાવાદના મજૂર સંગઠનોનું કહેવું છે કે સરકાર જો તેમની માંગણીઓ નહીં સંતોષે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. અત્યારે તો આ બંધને કારણે વેપારીઓ અને સામાન્ય જનતાએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

બિગ બજેટ મુવી રામાયણમાં શું ખરેખર વિક્રાંત મેસીને રિપ્લેસ કરવામાં આવ્યો?

0

દિગ્દર્શક નિતેશ તિવારીની ₹4000 કરોડના બજેટની ફિલ્મ “રામાયણ” ને લગતી અફવાઓનો અંત લાવતા અભિનેતા વિક્રાંત મેસીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી એક વાતનો ખુલાસો કર્યો છે.

વિક્રાંત મેસી જણાવ્યું હતું કે તે ક્યારેય આ પ્રોજેક્ટનો ભાગ નહોતો. “રામાયણ” ના કાસ્ટિંગ અંગેના તાજેતરના મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિક્રાંત મેસીને ફિલ્મમાંથી દૂર કરવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ બીજા અભિનેતાને લેવામાં આવ્યા છે, જેના કારણે તે ખૂબ જ દુઃખી થયા છે.

પોસ્ટમાં વિક્રાંત મેસીએ સ્પષ્ટતા કરી કે “રામાયણ” માં તેના રોલ સંબંધિત કોઈપણ સમાચાર ખોટા અને ભ્રામક છે. તેણે મીડિયાને આવા સમાચાર ફેલાવતા પહેલા સાચી માહિતીની ચકાસણી કરવા અપીલ કરી હતી. વિક્રાંત મેસીએ ફિલ્મના કલાકારો અને ક્રૂને શુભેચ્છાઓ અને પ્રેમ પણ પાઠવ્યો હતો.

વિક્રાંત મેસીએ અફવાઓ શું કહ્યું?
વિક્રાંત મેસીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું, “અફવાઓનો અંત લાવવા માટે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે હું ક્યારેય નિતેશ તિવારીની રામાયણનો ભાગ નહોતો. મારા ‘રિપ્લેસમેન્ટ’ની જાણ કરી રહેલા વિવિધ મીડિયા પોર્ટલોએ જરૂરી બેકગ્રાઉન્ડ તપાસ કરવી જોઈતી હતી. આ ખૂબ જ નિરાશાજનક છે, પરંતુ ફિલ્મનો ભાગ રહેલા દરેકને શુભેચ્છાઓ અને પ્રેમ.”

રામાયણમ મુવી
નિતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત, “રામાયણ” માં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી સીતા અને KGF સ્ટાર યશ રાવણ તરીકે છે. આ ફિલ્મનું શૂટિંગ ઝડપથી ચાલી રહ્યું છે. “રામાયણ” માં ઘણા અન્ય સ્ટાર્સ પણ જોવા મળશે, જેમાં હનુમાન તરીકે સની દેઓલ, જટાયુ તરીકે અમિતાભ બચ્ચન અને કૈકેયી તરીકે લારા દત્તાનો સમાવેશ થાય છે.

ફિલ્મનું સંગીત એ.આર. રહેમાન અને હોલીવુડ સંગીતકાર હંસ ઝિમર દ્વારા કંપોઝ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ બે ભાગમાં બનાવવામાં આવી રહી છે, જેમાં ભવ્ય સેટ છે. હોલીવુડના ટોચના સ્ટંટ ડિરેક્ટર ટેરી નોટરી અને ગાય નોરિસે એક્શન સિક્વન્સ કોરિયોગ્રાફ કર્યા છે. “રામાયણ” IMAX ફોર્મેટમાં ફિલ્માવવામાં આવી રહી છે.

અમેરિકા સાથેના વેપાર સોદામાં ભારતને બેવડી રાહત

ભારત-અમેરિકા વેપાર સોદા માટેની ફેક્ટશીટ બહાર પાડ્યાના એક દિવસ પછી, વ્હાઇટ હાઉસે શાંતિથી અગાઉ લાગુ કરેલી શરતોમાં સુધારો કરી ભારતને વધુ રાહત આપી છે.

ભારત-અમેરિકા વેપાર સોદા અંગે ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ, તેમણે ગયા અઠવાડિયે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. હવે અમેરિકાએ ફેક્ટશીટમાં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. સૌથી મોટો ફેરફાર એ છે કે આ સોદા હેઠળ ભારત દ્વારા 500 અબજ ડોલરના માલસામાનની ખરીદી કરવી હવે બંધનકર્તા નથી. મતલબ કે 500 અબજ ડોલરથી વધુ મૂલ્યના અમેરિકાના ઉત્પાદનો ખરીદવા માટેની ભારતની શરતને પહેલા “પ્રતિબદ્ધ” તરીકે વર્ણવવામાં આવી હતી, પરંતુ હવે આ શબ્દપ્રયોગને “ખરીદી કરવાનો ઇરાદો” તરીકે બદલી દેવામાં આવ્યો છે, જે કરારને ભારત માટે વધુ રાહત આપે છે.

અમેરિકાના વ્હાઇટ હાઉસની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, બીજો મોટો સુધારો એ કરવામાં આવ્યો છે કે સોદા હેઠળ લાગુ પડતી ઉત્પાદન શ્રેણીઓની સૂચિમાંથી કૃષિ શબ્દને દૂર કરે છે. કેટલીક કઠોળ સહિત કેટલીક વસ્તુઓને ટેરિફ સૂચિમાંથી દૂર કરવામાં આવી છે.

ભારત-અમેરિકા વેપાર સોદાની ફેક્ટશીટના પહેલાના સંસ્કરણમાં જણાવાયું હતું કે ભારત તમામ યુએસ ઔદ્યોગિક માલ અને યુએસ ખાદ્ય અને કૃષિ ઉત્પાદનોની વિશાળ શ્રેણી પરના ટેરિફને દૂર કરશે અથવા ઘટાડશે, જેમાં સૂકા ડિસ્ટિલર્સના અનાજ (DDG), લાલ જુવાર, બદામ, તાજા અને પ્રોસેસ્ડ ફળો, કેટલાક કઠોળ, સોયાબીન તેલ, વાઇન અને સ્પિરિટ અને અન્ય ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

₹3000થી શરૂ થયેલી સફર, આજે આલિશાન ઘર સુધી પહોંચેલી ટીવી સ્ટારની પ્રેરણાદાયી કહાની

ટેલિવિઝન જગતમાં પોતાની દમદાર એક્ટિંગ અને ખાસ કરીને નેગેટિવ પાત્રોથી ઘરે-ઘરેમાં જાણીતા બનેલા અભિનેત્રી સુધા ચંદ્રન આજે કોઈ ઓળખના મોહતાજ નથી. ફિલ્મો હોય કે નાના પડદાના લોકપ્રિય શો, તેમણે દરેક જગ્યાએ પોતાની એક્ટિંગ સ્કીલથી લોકો મંત્રમુગ્ધ કર્યા છે. જોકે, ગ્લેમરની આ દુનિયામાં ટોચ પર પહોંચવા માટે તેણે જે સંઘર્ષ કર્યો છે, તે ખરેખર પ્રેરણાદાયી છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેણે પોતાના શરૂઆતના દિવસો અને મળતી મામૂલી ફી વિશે ખુલાસો કરીને ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

સુધા ચંદ્રને જણાવ્યું કે, જ્યારે તેણે એકતા કપૂરના લોકપ્રિય શોમાં ‘રમોલા સિકંદ’ જેવું આઇકોનિક પાત્ર ભજવ્યું હતું, ત્યારે તેને દિવસના માત્ર 3,000 રૂપિયા મળતા હતા. તે સમયે ટીવી ઇન્ડસ્ટ્રીમાં અત્યાર જેવું મોટું બજેટ કે ઊંચી ફીનું માળખું નહોતું. પરંતુ તેણે મહેનત ચાલુ રાખી અને એ મામૂલી કમાણીમાંથી જ ધીરે-ધીરે મુંબઈમાં પોતાનું ઘર અને સપનાઓ સાકાર કર્યા. આજે રિપોર્ટ્સ અનુસાર, તેઓ એક એપિસોડ માટે અંદાજે 3 લાખ રૂપિયા સુધીની ફી વસૂલે છે, જે તેની શરૂઆતની ફી કરતા 100 ગણી વધારે છે.

પોતાના અંગત જીવન વિશે વાત કરતા સુધાજીએ જણાવ્યું કે, જ્યારે તેણે મોટા શૉ સાઇન કર્યા ત્યારે જ તેના લગ્ન થયા હતા. તે સમયે લોકો એવી અટકળો લગાવતા હતા કે તેનું કામ એટલું વધારે છે કે તેઓ ઘરને સમય નહીં આપી શકે અને જલ્દી છૂટાછેડા થઈ જશે. પરંતુ તેમના પતિએ તેને પૂરો સાથ આપ્યો અને આ તકનો લાભ લેવા પ્રોત્સાહિત કરી. પરિણામે, તેણે લગભગ 8 વર્ષ સુધી સતત દિવસ-રાત કામ કર્યું અને ઈન્ડસ્ટ્રીમાં પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું.

અભિનેત્રીનું માનવું છે કે આજે તેઓ જે કંઈ પણ કમાઈ રહ્યા છે, તે તે સમયના સંઘર્ષ અને પાત્રોને આભારી છે. તેણે ઉમેર્યું કે, “વાત માત્ર પૈસાની નથી, પરંતુ તે પૈસાથી જે માન-સન્માન અને ખ્યાતિ મળી છે તે સૌથી મોટી મૂડી છે.” સુધા ચંદ્રનની આ સફર એ વાતની સાબિતી છે કે જો મનમાં દ્રઢ નિશ્ચય હોય, તો નાની શરૂઆત પણ તમને સફળતાના શિખરો સુધી પહોંચાડી શકે છે. આજે તેઓ નવી પેઢીના કલાકારો માટે એક આદર્શ સમાન છે.

રોકડ જમા કરવા અને મકાન વાહન ખરીદવા માટે પાન કાર્ડ લિમિટ વધી, જાણો નવા નિયમ

આવકવેરા નિયમો 2026ના ડ્રાફ્ટમાં કેટલાક વિશેષ ફેરફારો સૂચવવામાં આવ્યા છે. તેમા વાહન ખરીદતી વખતે, બેંકમાં રોકડ જમા કરાવતી વખતે અથવા ઉપાડતી વખતે પાન કાર્ડ રજૂ કરવાની લિમિટ વધારવામાં આવશે. આ સિવાય એમ્પ્લોયર દ્વારા કર્મચારીને આપવામાં આવતી સુવિધાઓ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. ઉપરાંત સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) જેવા વર્ચ્યુઅલ ડિજિટલ પેમેન્ટને નોન-કેશ કેટેગરીમાં સામેલ કરવામાં આવશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ નવા આવકવેરા અધિનિયમ, 2025 (જે 1 એપ્રિલ, 2026થી અમલમાં આવશે) અનુસાર જાહેર સૂચનો માટે ડ્રાફ્ટ નિયમો અને ફોર્મ બહાર પાડ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, હિતધારકોના પ્રતિસાદ બાદ સીબીડીટી માર્ચના પ્રથમ અઠવાડિયામાં અંતિમ નિયમો અને ફોર્મ જાહેર કરી શકે છે.

જો કોઈ વ્યક્તિ નાણાકીય વર્ષમાં એક કે તેનાથી વધુ બેંક ખાતામાં કુલ 10 લાખ રૂપિયા અથવા તેથી વધુ રોકડ જમા કરે છે અથવા ઉપાડે છે તો પાન કાર્ડની વિગત રજૂ કરવી ફરજિયાત છે. હાલના નિયમ મુજબ, જો તમે બેંક, કંપની અથવા કો-ઓપરેટિવ બેંકમાં એક દિવસમાં 50,000 રૂપિયાથી વધુ રોકડ જમા કરો છો તો પાન કાર્ડ બતાવવું જરૂરી છે.

તેવી જ રીતે વાહન ખરીદવાના કિસ્સામાં (બાઇક સ્કૂટર સહિત) પાન જાહેર કરવાની મર્યાદા 5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. હાલના આવકવેરા નિયમો હેઠળ, મોટરબાઇક અથવા ટુ વ્હીલર સિવાયના વાહનના ખરીદ વેચાણ માટે પાન કાર્ડ દેખાડવું જરૂરી છે.

હોસ્પિટાલિટી સેક્ટરમાં, હોટલ અથવા રેસ્ટોરન્ટના બિલ, અથવા કન્વેન્શન સેન્ટર અથવા બેન્ક્વેટ હોલ અથવા ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા વ્યક્તિને 1 લાખ રૂપિયાથી વધુની ચુકવણી કરવા માટે પાન કાર્ડની વિગત આપવી આવશ્યક બનશે. હાલના નિયમો અનુસાર, હોટલ અથવા રેસ્ટોરન્ટના બિલના કિસ્સામાં 50,000 રૂપિયાથી વધુની ચુકવણી પર પાન કાર્ડ આપવું પડે છે.

ઘર, મકાન કે ઓફિસ જેવી પ્રોપર્ટી ખરીદવા માટે પણ પાન કાર્ડની વિગત આપવી જરૂરી છે. જો ટ્રાન્ઝેક્શન કોસ્ટ 20 લાખ રૂપિયાથી વધુ છે, તો કોઈપણ સ્થાવર સંપત્તિનું ખરીદ – વેચાણ અથવા ભેટ અથવા જોઇન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટના કિસ્સામાં પાન કાર્ડની વિગત આપવાની જરૂર પડશે. હાલ આ મર્યાદા 10 લાખ રૂપિયા છે.

એમ્પ્લોયર દ્વારા અપાતા લાભોના મૂલ્યમાં વધારો કરવાનો પ્રસ્તાવ
ઇન્કમ ટેક્સ એક્ટ ડ્રાફ્ટમાં એમ્પ્લોયરો દ્વારા આપવામાં આવતા લાભોનું મૂલ્ય વધારવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બજારની વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને, સરકારી વાહનો અને ફ્રી મીલ માટે કરમુક્ત લાભોનું મૂલ્ય વધારવાનો પ્રસ્તાવ છે.

એમ્પ્લોયર દ્વારા કર્મચારીને આપવામાં આવતા મફત ભોજન અને નોન આલ્કોહોલિક ડ્રિંક્સ માટે, બેનિફિટ વેલ્યુ 200 રૂપિયા પ્રતિ ભોજન નક્કી કરવામાં આવી છે. મોટર કાર મામલે 1.6 લિટરથી ઓછી ક્ષમતાવાળી કાર માટે દર મહિને 8,000 રૂપિયા મળશે, જ્યારે અન્ય માટે ડ્રાઇવર ભથ્થું સહિત 10,000 રૂપિયા પ્રતિ માસ મળશે.

ડ્રાફ્ટ નિયમોમાં હાઉસ રેન્ટ એલાઉન્સ (એચઆરએ) ક્લેમ કરવા હેતુ બેંગલુરુ, પુણે, અમદાવાદ અને હૈદરાબાદનો સમાવેશ કરવા માટે કેટેગરી 1 મેટ્રોપોલિટન શહેરોની યાદી પણ લંબાવવામાં આવી છે. હાલમાં આ યાદીમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈના ચાર મહાનગરોનો સમાવેશ થાય છે.

વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ પર, નવા નિયમો ક્રિપ્ટો એસેટ સર્વિસ પ્રોવાઇડર્સ માટે રિપોર્ટિંગ અને ડ્યુ-ડિલિજન્સ જવાબદારીઓની દરખાસ્ત કરે છે.

CBDTએ જણાવ્યું હતું કે ડ્રાફ્ટ આવકવેરા નિયમો, 2026માં અગાઉના 511 નિયમોની સામે 333 નિયમો છે, જ્યારે બિનજરૂરી બાબતોને દૂર કરાઇ છે અને જ્યાં પણ શક્ય હોય ત્યાં નિયમો એકસાથે જોડવામાં આવે છે. ડ્રાફ્ટ રૂલસ અને ફોર્મ 22 ફેબ્રુઆરી સુધી 15 દિવસ માટે પબ્લિક ડોમેનમાં રહેશે.

કેનેડાની હાઈસ્કૂલમાં ગોળીબાર: શૂટર સહિત 10 લોકોના મોત, 10થી વધુ ઘાયલ

કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના ઉત્તર-પૂર્વીય ભાગમાં મંગળવારે એક હાઈસ્કૂલમાં ભયાનક ગોળીબાર થયો. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં અત્યાર સુધીમાં શૂટર સહિત 10 લોકોના મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.

પીસ રિવર સાઉથ સ્કૂલ પ્રશાસને તરત જ સેકન્ડરી સ્કૂલ અને ટમ્બલર રિજ એલિમેન્ટરી સ્કૂલને સાવચેતીના ભાગરૂપે બંધ કરી દીધી. તમામ બાળકો અને સ્ટાફને શાળાની અંદર સુરક્ષિત રાખવામાં આવ્યા હતા.

વિસ્તારના ધારાસભ્ય લેરી ન્યુફેલ્ડે જણાવ્યું કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. તેમણે કહ્યું કે હાલમાં વધુ માહિતી શેર કરી શકાતી નથી, કારણ કે ઓપરેશન હજુ ચાલુ છે અને સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા છે.

તેમણે લોકોને અપીલ કરી કે જે લોકો પોતાના પરિવારજનોને શોધવા માટે બહાર આવ્યા છે, તેઓ પોતાના ઘરે પાછા ફરે અને ત્યાં જ સુરક્ષિત રહે, જેથી પોલીસ પોતાનું કામ બરાબર કરી શકે.

ટમ્બલર રિજ સેકન્ડરી સ્કૂલમાં ધોરણ 7 થી 12 સુધીના કુલ 175 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) ના નોર્થ ડિસ્ટ્રિક્ટ કમાન્ડર કેન ફ્લોયડે જણાવ્યું કે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી હતી અને સ્થિતિ ઘણી ગંભીર હતી. તેમણે જણાવ્યું કે શાળા પ્રશાસન, ઇમરજન્સી ટીમો અને સ્થાનિક લોકોના સહયોગથી પોલીસને કાર્યવાહી કરવામાં મદદ મળી.

પોલીસના જણાવ્યા અનુસાર, બપોરે લગભગ 1 વાગીને 20 મિનિટે શાળામાં ગોળીબારની સૂચના મળી હતી. સૂચના મળતા જ પોલીસ શાળાની અંદર દાખલ થઈ. ત્યાં ઘણા લોકો ઘાયલ અને મૃત હાલતમાં મળ્યા.એક વ્યક્તિ જેને હુમલાખોર માનવામાં આવી રહ્યો છે તે પણ મૃત હાલતમાં મળી આવ્યો. તેના શરીર પર પોતાને ઇજા પહોંચાડવાના નિશાન મળ્યા છે.

યોગી આદિત્યનાથનું મોટું નિવેદન: ‘બાબરી ઢાંચો હવે કયામત સુધી ફરી નહીં બને’

0

બાબરી જીની ફરી એકવાર બોટલમાંથી બહાર આવી ગયો છે. બંગાળના મુર્શિદાબાદમાં આવતીકાલે બાબરી મસ્જિદનું બાંધકામ શરૂ થવાનું છે. હિન્દુ સંગઠનોએ વિરોધમાં લખનૌથી મુર્શિદાબાદ સુધી કૂચ કરવાની જાહેરાત કરી છે. આ દરમિયાન, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટો હુમલો કર્યો છે, અને જાહેરાત કરી છે કે બાબરીનું માળખું ક્યારેય ફરીથી બનાવવામાં આવશે નહીં, કયામત સુધી નહીં.

હકીકતમાં, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મંગળવારે રાજ્યના બારાબંકી જિલ્લામાં શ્રી રામ જાનકી મંદિરમાં આયોજિત દશમ શ્રી હનુમાન વિરાટ મહાયજ્ઞ અને શ્રી રામર્ચ પૂજનમાં ભાગ લઈ રહ્યા હતા. તેમના સંબોધન દરમિયાન, સીએમ યોગીએ કહ્યું, “આ સરકાર જે કહે છે તે કરે છે; તે જેટલી વાત કરે છે તેટલી જ વાત કરે છે. અમે કહ્યું, ‘રામ લલ્લા, અમે ત્યાં આવીને મંદિર બનાવીશું.’ શું કોઈ શંકા છે? અમે આજે ફરીથી કહી રહ્યા છીએ કે કયામત સુધી પણ તે દિવસ ક્યારેય નહીં આવે, તેથી બાબરી માળખું ક્યારેય ફરીથી બનાવવામાં આવશે નહીં.”

સીએમ યોગીએ આગળ કહ્યું- “જેઓ કયામતના સપના જોઈ રહ્યા છે તેઓ આ રીતે સડી જશે, તે દિવસ ક્યારેય આવવાનો નથી. આપણે તેમના સપના આ રીતે પૂરા કરીશું, આપણા વારસાને, ભારતની ભવ્ય પરંપરાને, સનાતન ધર્મની આ પરંપરાને માન આપીને, જેમ પ્રધાનમંત્રી 25 નવેમ્બરના રોજ અયોધ્યા ધામ આવ્યા હતા અને સનાતનના પ્રતીક શ્રી રામ મંદિરમાં ભવ્ય ભગવો ધ્વજ ફરકાવ્યો હતો, આ ભગવો ધ્વજ હંમેશા ભારતના આ ગૌરવને આગળ લઈ જતો રહેશે.”

સીએમ યોગીએ કહ્યું, “કેટલાક લોકો એવા છે જે તકવાદી વલણ અપનાવે છે. જ્યારે કોઈ સંકટ આવે છે, ત્યારે તેઓ રામને યાદ કરે છે, પરંતુ બાકીનાને ભૂલી જાય છે. એટલા માટે ભગવાન રામ પણ તેમને ભૂલી ગયા છે. રામના આ દેશદ્રોહીઓ માટે હવે કોઈ જગ્યા બાકી નથી, જેઓ રામ ભક્તો પર ગોળીબાર કરી રહ્યા હતા, રામના કાર્યમાં અવરોધ ઉભો કરી રહ્યા હતા. જે લોકો બાબરીના માળખાના સપના જોઈ રહ્યા છે, અમે તેમને કહી રહ્યા છીએ કે વિનાશનો દિવસ ક્યારેય નહીં આવે.”

સીએમ યોગીએ કહ્યું- “પ્રલયના દિવસ માટે ન જીવો, ભારતમાં નિયમો અનુસાર જીવતા શીખો, જો તમે અહીંના કાયદાનું પાલન કરશો, જો તમે નિયમો અનુસાર જીવશો, તો તમને ફાયદો થશે. નહીં તો, આગળનો રસ્તો ક્યાં લઈ જાય છે, જો કોઈ કાયદો તોડે છે તો રસ્તો સીધો નર્ક તરફ લઈ જાય છે. જો કોઈ કાયદો તોડીને સ્વર્ગમાં જવાનું સ્વપ્ન જોતો હોય, તો આ સ્વપ્ન ક્યારેય પૂરું થવાનું નથી.”

મણિપુરમાં ફરી ભારેલો અગ્નિ: ઉખરુલમાં હિંસા બાદ કર્ફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઇન્ટરનેટ બંધ

0

મણિપુરમાં ફરી એકવાર તણાવ વધ્યો છે. જેમાં ઉખરુલના લિટન સરીખોંગ ગામમાં ઉપદ્રવીઓએ અનેક ઘરોમાં આગ લગાવી દીધી હતી. તેમજ પરિસ્થિતિ વધુ વણસે તે પૂર્વે અધિકારીઓએ સમગ્ર જિલ્લામાં કર્ફ્યુ લાદ્યો છે. આ ઘટનામાં તાંગખુલ નાગા સમુદાયના એક સભ્ય પર હુમલાને લઇને તણાવ વધ્યો છે. આ હાલતને જોતા રાજ્ય સરકારે જિલ્લામાં પાંચ દિવસ ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.

પોલીસના જણાવ્યા અનુસાર લિટન સરીખોંગ વિસ્તારમાં ગોળીબાર અને આગજનીની ઘટના બે તાંગખુલ ​​નાગા સંગઠનો દ્વારા ઉખરુલ અને કામજોંગ જિલ્લામાં કુકી સમુદાયની હિલચાલ પર પ્રતિબંધ લાદવામાં આવ્યાના એક દિવસ પછી બની હતી. જેના પગલે વહીવટીતંત્રે સમગ્ર જિલ્લામાં કર્ફ્યુ લાદ્યો છે.

લિટન સરીખોંગમાં સશસ્ત્ર ઉપદ્રવીઓએ કેટલાક ખાલી મકાનોમાં આગ લગાવી અને ગોળીબાર કર્યો હતો. તેમજ હાલ પરિસ્થિતિ તંગ છે અને સુરક્ષા દળો પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મણિપુર સરકારે સાવચેતીના પગલા તરીકે ઉખરુલ જિલ્લાના મહેસૂલ વિસ્તારમાં બ્રોડબેન્ડ, VPN અને V-Sat ઇન્ટરનેટ સેવાઓ પાંચ દિવસ માટે સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે.

છેલ્લા બે દિવસથી ભડકેલી હિંસાના પગલે કુકી અને તાંગખુલ ​​નાગાના સેંકડો ગ્રામજનો લિટન સરીખોંગ અને આસપાસના કુકી-પ્રભુત્વ ધરાવતા ગામોમાંથી સુરક્ષિત સ્થળોએ ભાગી રહ્યા છે. તેમજ ઘણા ગ્રામજનોએ કુકી-પ્રભુત્વ ધરાવતા કાંગપોકપી જિલ્લાના મોટબુંગ અને સૈકુલના કેટલાક ભાગોમાં આશરો લીધો છે. જોકે, ઘર છોડીને ભાગી રહેલા લોકો વિસ્તારમાં ગોળીબાર રોકવામાં સુરક્ષા દળોની નિષ્ફળતા બદલ ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

મણિપુરના મંત્રી ગોવિંદદાસ કોન્થોઉજમે સોમવારે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 21 ઘરો સળગાવી દેવામાં આવ્યા છે અને પરિસ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.