Home Blog Page 175

હોળી ટાણે કમોસમી વરસાદની ચેતવણી: ગુજરાતના 8 જિલ્લામાં ‘યલો એલર્ટ’, ખેડૂતોમાં ચિંતા

ગુજરાતમાં હોળી ટાણે અષાઢી માહોલ સર્જાતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. ગઇકાલે ગુજરાતના અનેક ભાગમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ગત મોડી રાતે અમદાવાદમાં પણ વરસાદ ખબક્યો હતો. ત્યારે આજે પણ રાજ્યના અમુક જિલ્લામાં વરસાદ પાડવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહેશે.

મળતી વિગતો અનુસાર, રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના ઘણા જિલ્લામાં કમોસમી વરસાદ પડે તેવી આગાહી કરી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે રાજ્યના 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને પોરબંદર તેમજ ઉત્તર, પૂર્વ-મધ્ય ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુર જિલ્લામાં નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી સેલ્સિયસ અને ન્યુનત્તમ તાપમાન 19.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતું. અમરેલીમાં મહત્તમ તાપમાન 35.3 ડિગ્રી સેલ્સિયસ અને ન્યુનત્તમ તાપમાન 19.2 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી સેલ્સિયસ અને ન્યુનત્તમ તાપમાન 18.5 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી સેલ્સિયસ અને ન્યુનત્તમ તાપમાન 22.2 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં મહત્તમ તાપમાન 36.3 ડિગ્રી સેલ્સિયસ અને ન્યુનત્તમ તાપમાન 19.2 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી સેલ્સિયસ અને ન્યુનત્તમ તાપમાન 19.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

અમેરિકા સાથેના તણાવ વચ્ચે ઈરાનનું લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ, પાઇલટ સહિત 4 લોકોના મોત

અમેરિકા સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે મંગળવારે મધ્ય ઈરાનમાં એક લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ થયું. મધ્ય ઈરાનમાં ફળ અને શાકભાજી બજારમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયાના અહેવાલ છે. ઈરાની રાજ્ય ટેલિવિઝન અનુસાર, આ અકસ્માત ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ 330 કિલોમીટર (205 માઇલ) દક્ષિણમાં આવેલા ઇસ્ફહાન પ્રાંતના દોરચેહ શહેરમાં થયો હતો.

ઈરાની વાયુસેનાનો બેઝ ઈરાનના મુખ્ય પરમાણુ સ્થળ ઈસ્ફહાન નજીક આવેલો છે. જૂનમાં ઈરાન-ઈઝરાયલ યુદ્ધ દરમિયાન અમેરિકાએ આ પરમાણુ સ્થળ પર હુમલો કર્યો હતો. તેણે ફોર્ડો અને નાતાન્ઝ પરમાણુ સ્થળો પર પણ બોમ્બમારો કર્યો હતો. સરકારી ટીવી અનુસાર, લશ્કરી હેલિકોપ્ટર તાલીમ ઉડાન દરમિયાન ક્રેશ થયું હતું.

આ દુર્ઘટનામાં પાઇલટ અને કો-પાઇલટનું મોત થયું છે. ફૂટેજમાં હેલિકોપ્ટરનો કાટમાળ અને બજારમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો છે. ઈરાનની અર્ધ-સત્તાવાર સમાચાર એજન્સી ફાર્સે અહેવાલ આપ્યો છે કે બજારમાં જમીન પર બે લોકો માર્યા ગયા છે. એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં ઈરાનમાં આ બીજો અકસ્માત છે. તાજેતરમાં, પશ્ચિમી ઈરાની શહેર હમાદાન નજીક એક F-4 ફાઇટર જેટ ક્રેશ થયું હતું, જેમાં એક પાઇલટનું મોત થયું હતું. ઈરાનમાં જીવલેણ ક્રેશનો ઇતિહાસ રહ્યો છે. પશ્ચિમી પ્રતિબંધોએ ઈરાનમાં વિમાનના ભાગોનો પુરવઠો બંધ કરી દીધો છે. ઈરાન તેની સરકારી અને વાણિજ્યિક એરલાઇન્સ બંને માટે જૂના હેલિકોપ્ટર અને વિમાનોના કાફલા પર આધાર રાખે છે.

ગોંડલમાં આપના પ્રદેશ સંયુક્ત સચિવ પર હુમલો, સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ

રાજકોટ જિલ્લાના ગોંડલમાં આમ આદમી પાર્ટીનાં પ્રદેશ સંયુક્ત સચિવ જિગીષા પટેલ પર હુમલો થયો છે. મહિલાઓના ટોળાએ જિગીષા પટેલની કારને ઘેરી લીધી હતી. અચાનક એક મહિલાએ મોટો પથ્થર લઈને કારનો કાચ ફોડી નાખ્યો હતો, જેથી જિગીષા પટેલને ઈજા પહોંચી હતી.

દરમિયાન હુમલાખોર મહિલાએ લાફાવાળી પણ કરી હતી, જોકે ડ્રાઈવરે સ્થિતિને પારખીને કાર ભગાડી મૂકી હતી. જીવલેણ હુમલો કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલાં મહિલા નેતાને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, જોકે ગોંડલ સિવિલ હોસ્પિટલમાંથી ટૂંકી સારવાર બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ પથ્થરમારાની ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ગોંડલના ઘોઘાવદર રોડ પર આવેલા સરગમ પાર્ક પાસે બની હતી. જિગીષા પટેલ પોતાની કારમાં જઈ રહ્યાં હતાં ત્યારે અજાણ્યા શખસોએ તેમની કારને આંતરી હતી. સ્થાનિક પ્રશ્નોની રજૂઆત સાંભળવા ગયેલાં નેતા પર અજાણ્યા શખસોએ હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. જ્યારે જિગીષા પટેલ લોકોની રજૂઆતો સાંભળી રહ્યાં હતાં ત્યારે અચાનક 4થી 5 અજાણી મહિલાઓ અને બે પુરુષોએ તેમના પર હુમલો કર્યો હતો.

હુમલાના કારણે જિગીષા પટેલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાથમાં પણ ફેક્ચર જેવી ઈજાની આશંકા છે. ઘટના બાદ લોહીલુહાણ હાલતમાં તેમને સ્થાનિકોની મદદથી ગોંડલ સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતાં. તેમની હાલત નાજુક જણાતાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

કોંગ્રેસ એટલે નિષ્ફળ ગયેલી પ્રોડક્ટ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો પ્રહાર

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજ્યપાલના સંબોધન પરની ચર્ચામાં ભાગ લેતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કોંગ્રેસની કાર્યશૈલી, પરિવારવાદ અને ભૂતકાળના શાસનકાળની સરખામણી વર્તમાન સ્થિતિ સાથે કરતા ગૃહમાં અનેક ગંભીર કટાક્ષ કર્યા હતા.

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ કોંગ્રેસને એક ‘નિષ્ફળ ગયેલી પ્રોડક્ટ’ સાથે સરખાવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ દર વખતે નવા પેકિંગમાં જૂની પ્રોડક્ટ લોન્ચ કરે છે પરંતુ તે સતત નિષ્ફળ જાય છે. રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમણે પ્રહાર કરતા કહ્યું કે, ‘કોંગ્રેસમાં માત્ર એક જ પરિવારનું શાસન ચાલે છે. પરિવાર રાત કહે તો રાત અને દિવસ કહે તો દિવસ -તેવું વાતાવરણ ત્યાં જોવા મળે છે.’ વધુમાં તેમણે ઉમેર્યું કે, ચૂંટણી સમયે ક્યારેક ટોપી પહેરીને તો ક્યારેક જનોઈધારી બનીને જનતાને છેતરવાના પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ કેમેરા હટતા જ અસલી ચહેરો સામે આવી જાય છે.

કોંગ્રેસના શાસનકાળને યાદ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ કહ્યું કે, તે સમયે વિકાસ ક્યાંક ખૂણામાં બેસીને ડુસકાં ખાતો હતો. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની વિકટ સ્થિતિ હતી. મહિલાઓને બે-બે બેડાં માથે લઈને કિલોમીટરો સુધી ભટકવું પડતું હતું. તેમણે ભાવુકતા સાથે ઉમેર્યું કે, ‘જો ઘરમાં બે ભાઈ-બહેન હોય, તો એકનું આખું જીવન માત્ર પાણી લાવવામાં જ વીતી જતું હતું.’ તે સમયે ટ્રેનો દ્વારા પાણી પહોંચાડવાની નોબત આવતી હતી, જે સ્થિતિ વર્ષ 2001માં નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળ્યા બાદ બદલાઈ છે.

નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસની નકારાત્મક માનસિકતા પર નિશાન સાધતા જણાવ્યું કે, કોંગ્રેસે હંમેશા રાષ્ટ્રહિતના કાર્યોનો વિરોધ કર્યો છે. કલમ 370 હટાવવી હોય કે રામ મંદિરનું નિર્માણ કોંગ્રેસે દરેક તબક્કે અવરોધો ઊભા કર્યા છે. રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ ઠુકરાવીને કોંગ્રેસે પોતાની વિચારધારા સ્પષ્ટ કરી દીધી છે. અંતમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ ટોપી પહેરે તેની સામે વાંધો નથી, પરંતુ દિલ્હીથી આવીને ગુજરાતની જનતાને ‘ઊંધી ટોપી’ પહેરાવવાનો જે પ્રયાસ કરે છે તે ચિંતાનો વિષય છે.

ગુજરાત સરકાર સામે ડ્રગ્સ-દારૂ મુદ્દે NSUI નો અર્ધનગ્ન દેખાવ

ગુજરાતમાં સતત પકડાઈ રહેલા ડ્રગ્સના જથ્થા અને દારૂબંધીના અમલીકરણ સામે સવાલો ઊઠાવી આજે (24મી ફેબ્રુઆરી) રાજકોટમાં નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના કાર્યકરો દ્વારા દેખાવ કરવામાં આવ્યો હતો. શહેરના વ્યસ્ત એવા કિશાનપરા ચોક ખાતે કાર્યકરોએ અર્ધનગ્ન હાલતમાં રસ્તા પર ઉતરી આવી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યાં હતા. આ દરમિયાન ચક્કાજામનો પ્રયાસ કરતા પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી.

અર્ધનગ્ન હાલતમાં દેખાવ
રાજ્યના યુવાધનને બરબાદ કરી રહેલા ડ્રગ્સ અને દારૂના દૂષણને રોકવામાં સરકાર નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે NSUIના કાર્યકરો મંગળવારે રસ્તા પર ઉતર્યા હતા. આ દેખાવને વધુ તેજ બનાવવા માટે કાર્યકરોએ કપડાં ઉતારી અર્ધનગ્ન હાલતમાં દેખાવ કર્યો હતો. કાર્યકરોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં શિક્ષણના ધામો સુધી નશો પહોંચી રહ્યો છે, જે ચિંતાનો વિષય છે.

કિશાનપરા ચોક જેવા વ્યસ્ત વિસ્તારમાં કાર્યકરોએ રસ્તા પર બેસી જઈ ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. દેખાવ કરી રહેલા NSUIના હોદ્દેદારો અને કાર્યકરોને પોલીસે બળજબરીપૂર્વક હટાવ્યા હતા. પોલીસે શિસ્તભંગ અને જાહેર માર્ગ પર અવરોધ ઉભો કરવા બદલ તમામ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. અટકાયત દરમિયાન પણ કાર્યકરોએ ‘ડ્રગ્સ મુક્ત ગુજરાત’ ના નારા લગાવ્યા હતા.

ભારત મંડપમ વિરોધ કેસમાં IYC પ્રમુખ ઉદય ભાનુ ચિબને 4 દિવસના પોલીસ રિમાન્ડ

0

દિલ્હીમાં એઆઈ સમિટ દરમિયાન ભારત મંડપમમાં થયેલા વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં ધરપકડનો સિલસિલો ચાલુ છે. મંગળવારે દિલ્હી પોલીસે ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ છિબની ધરપકડ કરી હતી. કોર્ટમાં હાજર થયા બાદ ઉદય ભાનુ છિબને ચાર દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ભારત મંડપમના વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં અત્યાર સુધીમાં કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પટિયાલા હાઉસ કોર્ટમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
તેમની ધરપકડ બાદ, દિલ્હી પોલીસે ઉદય ભાનુ છિબને કોર્ટમાં રજૂ કર્યા. પટિયાલા હાઉસ કોર્ટની અંદર અને બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા હતા. કોર્ટની બહાર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો એકઠા થયા હતા.

આ ધરપકડ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે – કોંગ્રેસ
ઉદય ભાનુ છિબની ધરપકડ પર કોંગ્રેસ પાર્ટીએ પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કોંગ્રેસે લખ્યું, “દિલ્હી પોલીસે IYC ના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ છિબની ધરપકડ કરી છે. આ ધરપકડ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. ભારતનું બંધારણ દરેક નાગરિકને વિરોધ કરવાનો અધિકાર આપે છે. અમે આ યુક્તિઓથી ડરીશું નહીં. અમે લોકોનો અવાજ ઉઠાવતા રહીશું અને તેમના માટે લડતા રહીશું.”

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રીએ આકરી નિંદા કરી
ભારતીય યુવા કોંગ્રેસના પ્રમુખની ધરપકડ પર કોંગ્રેસના નેતાઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે. છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું, “દિલ્હી પોલીસ દ્વારા ઉદય ભાનુ ચિબ અને અન્ય યુવા સાથીદારોની ગેરકાયદેસર ધરપકડની હું સખત નિંદા કરું છું.”

શાંતિપૂર્ણ પ્રદર્શન
ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “સરકાર ભૂલી રહી છે કે લોકશાહીમાં, યુવાનો દ્વારા અવાજ ઉઠાવવો, પ્રશ્નો પૂછવા અને વિરોધ કરવો એ ગુનો નથી, પરંતુ લોકશાહીનું સૌથી શક્તિશાળી શસ્ત્ર છે. અમારા યુથ કોંગ્રેસના કાર્યકરોએ હિંસા કે ઉશ્કેરણી વિના, શાંતિપૂર્ણ રીતે વડા પ્રધાનના સમાધાનો અને યુવાનોની અગમ્ય વેદનાનો પર્દાફાશ કર્યો છે.”

સરકાર પોલીસ દમનનો આશરો લઈ રહી છે
બઘેલે કહ્યું કે આ એક હિંમતવાન, કાયદેસર અને લોકશાહી કાર્યવાહી હતી, જેને દબાવવા માટે સરકાર હવે પોલીસ દમનનો આશરો લઈ રહી છે. આ કાર્યવાહી માત્ર ગેરકાયદેસર જ નથી પણ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને લોકશાહી પર સીધો હુમલો પણ છે.

IYC કાર્યકરોને તાત્કાલિક મુક્ત કરવા જોઈએ
ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે અમે માંગણી કરીએ છીએ કે ઉદય ભાનુ ચિબ સહિત ધરપકડ કરાયેલા તમામ IYC કાર્યકરોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને તેમની સામેના તમામ ખોટા આરોપો પાછા ખેંચવામાં આવે અને આવી દમનકારી કાર્યવાહી તાત્કાલિક બંધ કરવામાં આવે.

સુરતની જય શ્રી રામ ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, 18થી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે

સુરત શહેરના સહારા દરવાજા વિસ્તારમાં આવેલી જયશ્રી રામ ટેક્સટાઈલ માર્કેટમાં વધુ એક આગની ગંભીર ઘટના સામે આવી છે. માર્કેટની ટેરેસ પર બનાવાયેલા પતરાના શેડમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, જય શ્રી રામ ટેક્સટાઈલ માર્કેટના ચોથા માળ ઉપર અગાશી પર બનાવાયેલા પતરાના ગોડાઉનમાં કોઈ કારણસર આગ લાગી હતી. અંદર મોટા પ્રમાણમાં ટેક્સટાઈલનો માલ હોવાને કારણે ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને વેપારીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો.

ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. માનદરવાજા, ડુંભાલ, ઘાંચી શેરી, કતારગામ અને પુણા સહિત 10થી વધુ ફાયર સ્ટેશનમાંથી 18થી વધુ ફાયર ગાડીઓ દોડી આવી હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો સતત ચાલી રહ્યા છે.

આગ કયા કારણોસર લાગી તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ઘટનામાં જાનહાનિ અંગે પણ હાલમાં કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી.

ઓડિશામાં સગીર વિદ્યાર્થિની પર ત્રણ શિક્ષકો અને પટાવાળાનો સામૂહિક બળાત્કાર

0

ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લામાં એક મહિલા શિક્ષિકા સહિત ચાર શિક્ષકોની શાળાના પરિસરમાં બે વર્ષ સુધી વારંવાર જાતીય હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. શાળાના એક પટાવાળા પર પણ છોકરી સાથે જાતીય ગેરવર્તણૂકનો આરોપ મૂકવામાં આવ્યો હતો. વાલીઓ અને વિદ્યાર્થીઓએ શાળા સામે દેખાવો કર્યા હતા.

વિદ્યાર્થીની એક અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરતી હતી. કેન્દ્રપાડા જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી શિક્ષકોની ઓળખ ચંદન કુમાર પ્રુસ્ટી (37), બિસ્વ રંજન સાહૂ (31), રશ્મિકાંત બિસ્વાલ (47) અને મીનાતી બાઈ (34) તરીકે કરવામાં આવી છે. શાળાના પટાવાળા રશ્મિ રંજન રાણા (32) પાંચમા આરોપી હતા. પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

પીડિતાની માતાએ રાજકનિકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. જાન્યુઆરીમાં જ્યારે બાળકીએ શાળામાં જવાનો ઇનકાર કર્યો ત્યારે માતા-પિતાને તેની પુત્રીની કઠોરતા વિશે ખબર પડી હતી. તેણીએ તેના પરિવારના સભ્યોને જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં શાળાના પરિસરમાં તેના પર અનેક વખત જાતીય હુમલો કરવામાં આવ્યો છે. કેન્દ્રપાડાના પોલીસ અધિક્ષક સિદ્ધાર્થ કટારિયાએ જણાવ્યું હતું કે કેસ સંવેદનશીલ હોવાથી, તેના પર રેડ રિમાર્ક કરવામાં આવ્યા છે. કટારિયાએ જણાવ્યું હતું કે કેસને ઝડપથી તાર્કિક નિષ્કર્ષ પર લઈ જવા માટે એક ખાસ સરકારી વકીલની નિમણૂક કરવામાં આવશે.

આ દરમિયાન, પીડિતાનું વિડીયો નિવેદન ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (ઇગજજ) ની કલમ 180 હેઠળ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. આરોપી પુરુષ શિક્ષકો અને પટાવાળાની તબીબી તપાસ કરવામાં આવી હતી, જ્યારે સગીર છોકરીને તબીબી સારવાર માટે મોકલવામાં આવી હતી. કથિત જાતીય હુમલાને ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) હેઠળ સગીર પર સામૂહિક બળાત્કાર અને ફોજદારી ધાકધમકી તરીકે ગણવામાં આવશે, તેમજ જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ (ઙઘઈજઘ) કાયદાની સંબંધિત કલમો પણ સામેલ કરવામાં આવશે.

Holashtak 2026: હોળાષ્ટક પર ભૂલથી પણ આ ચીજવસ્તુઓ ન ખરીદતા, નહીંતર મૂકાશો મુશ્કેલીમાં!

0

હોળાષ્ટક ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ શરૂ થયો હતો અને ૩ માર્ચે સમાપ્ત થશે. હોળાષ્ટકને ધાર્મિક રીતે અશુભ સમય માનવામાં આવે છે, અને તેથી, આ સમય દરમિયાન ઘણી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે. આ સમય દરમિયાન, લગ્ન, મુંડન સમારોહ અને ગૃહસ્થી સમારોહ કરવામાં આવતા નથી. તો, ચાલો જોઈએ કે જો તમે હોળાષ્ટક દરમિયાન પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં જોડાઓ છો તો તમારા જીવન પર તેની શું અસર પડી શકે છે.

હોલાષ્ટક દરમિયાન પ્રતિબંધિત પ્રવૃત્તિઓ
હોળાષ્ટકના આઠ દિવસો દરમિયાન શુભ પ્રસંગો પર પ્રતિબંધ છે. આ સમયગાળા દરમિયાન લગ્ન, મુંડન વિધિ, પવિત્ર દોરા વિધિ અને ગૃહસ્થી વિધિ કરવામાં આવતી નથી. વધુમાં, ઘર, વાહન અથવા જમીન ખરીદવા પર પણ પ્રતિબંધ છે. વધુમાં, આ સમય દરમિયાન સોના, ચાંદી અને રત્નોની ખરીદી પર પણ પ્રતિબંધ છે, જેમ કે ધાર્મિક વિધિઓ પર પણ પ્રતિબંધ છે.

જો હોળાષ્ટક દરમિયાન પ્રતિબંધિત પ્રવૃત્તિઓ કરવામાં આવે તો શું થશે?
ધાર્મિક દ્રષ્ટિકોણથી હોળાષ્ટકને શુભ માનવામાં આવતું નથી. આ સમય દરમિયાન, આસુરી શક્તિઓનો પ્રભાવ વધે છે. એવું પણ માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન ભગવાન શિવે કામદેવને બાળીને રાખ કરી દીધા હતા, જેના કારણે સમગ્ર વિશ્વમાં શોક ફેલાયો હતો. આ કારણે, આજે પણ હોળાષ્ટક દરમિયાન શુભ કાર્યો ટાળવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ગ્રહો પણ આક્રમક બની જાય છે. તેથી, પ્રતિબંધિત કાર્યોમાં જોડાવાથી અત્યંત પ્રતિકૂળ અસરો થઈ શકે છે.

  • જો તમે હોળાષ્ટક દરમિયાન પ્રતિબંધિત કાર્યો કરશો, તો તમને ગ્રહોના શુભ આશીર્વાદ પ્રાપ્ત થશે નહીં અને તમારા કાર્યમાં અવરોધો આવી શકે છે.
  • જો તમે હોળાષ્ટક દરમિયાન લગ્ન, મુંડન અને ગૃહસ્થી સમારોહ જેવી પ્રતિબંધિત પ્રવૃત્તિઓ કરો છો, તો પ્રતિકૂળ ગ્રહોનો પ્રભાવ તમારા પારિવારિક જીવનને વિક્ષેપિત કરી શકે છે અને તમારા સંબંધોને પણ બગાડી શકે છે.
  • હોળાષ્ટક દરમિયાન, આસુરી શક્તિઓ સક્રિય થાય છે, તેથી આ નકારાત્મક શક્તિઓનો પ્રભાવ શુભ કાર્યો પર પણ વધે છે અને તમારા દરેક કાર્યમાં અવરોધો ઉભા થઈ શકે છે.
  • જો તમે હોળાષ્ટક દરમિયાન પ્રતિબંધિત પ્રવૃત્તિઓ કરો છો, તો તમારું સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ પણ બગડી શકે છે.
  • હિન્દુ ધર્મમાં, દરેક શુભ પ્રસંગ દરમિયાન ગ્રહોની સ્થિતિનો પણ વિચાર કરવામાં આવે છે. જ્યારે સૂર્ય, ગુરુ અને શુક્ર જેવા ગ્રહો શુભ સ્થિતિમાં ન હોય ત્યારે શુભ કાર્યો કરવામાં આવતા નથી. હોળાષ્ટક દરમિયાન, બધા ગ્રહો આક્રમક બની જાય છે, તેથી આ સમય દરમિયાન શુભ કાર્યો કરવાથી તમારા જીવન પર નકારાત્મક અસર પડી શકે છે.
  • હોળાષ્ટક દરમિયાન કરવામાં આવતી ધાર્મિક અને શુભ પ્રવૃત્તિઓ તમારા જીવનમાં કોઈ સકારાત્મક પરિવર્તન લાવશે નહીં, પરંતુ તેના વિપરીત પરિણામો લાવી શકે છે. તેથી, દરેક વ્યક્તિએ હોળાષ્ટક દરમિયાન પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું ટાળવું જોઈએ.

ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીથી IT ઇન્ડેક્સમાં 1000 પોઇન્ટનું ગાબડું

0

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાન્ડ ટ્રમ્પના ટેરીફ ધમકી અને એઆઇના વધી રહેલા ખોફને કારણે ગઇકાલે રાત્રે ડાઉજોન્સમાં 821 પોઇન્ટ અને નાસ્ડકમાં 258 પોઇન્ટના કડાકા બાદ આજે તેની અસર ભારતીય શેર બજાર પર પણ જોવા મળી હતી. આજે સવારે માર્કેટ ખુલતાની સાથે જ આઇટી ઇન્ડેકસ ધરાશાયી થતા જ સેન્સેકસ અને નીફટીમાં ગાબડા પડયા હતા.

બજાર ખુલતાની સાથે જ એઆઇના વધતા જતા ખોફને કારણે ભારતની તમામ આઇટી કંપનીના શેરોમાં મોટા ગાબડા પડયા હતા. આઇટી ઇન્ડેકસમાં 3.50નો ઘટાડો નોંધાતા રોકાણકારોના અબજો રૂપીયાનું ધોવાણ થયું છે. આઇ.ટી. ઇન્ડેકસમાં 1010 પોઇન્ટનું ગાબડુ પડયું છે. આઇટી કંપનીના શેરોમાં પણ ચોતરફ વેચવાલી જોવા મળી રહી છે. છેલ્લા પાંચ સત્રથી આઇટી ઇન્ડેકસ નીચે પડી રહ્યો છે અને છેલ્લા પાંચ દિવસમાં આઇટી ઇન્ડેકસ 7 ટકા ઘટયો છે. ઇન્ફોસીસ 45 રૂપીયા ઘટીને 1281 રૂપીયા પર પહોંચી ગયો છે.

ટીસીએસ આજે 90 રૂપિયા ઘટયો છે અને હાલ બાવન વિકના તળીયે 2586 રૂપીયા પર ટ્રેડ કરી રહ્યો છે. એચસીએલ 1364 પર પહોંચ્યો છે. આજે આ કંપનીમાં પણ 64 રૂા.નું ગાબડુ પડયું છે. વિપ્રો 6 રૂપીયા ઘટીને 200 રૂા. પર પહોંચ્યું છે. પર્સીસ્ટન્ટ સિસ્ટમમાં 123 રૂપીયા ઘટયો છે.

નીફટી આઇટી ક્રેસ થતા તેની અસર બજાર પર પણ જોવા મળી છે. આજે સેન્સેકસ 750 પોઇન્ટ અને નીફટી 200 પોઇન્ટ તુટયા છે. સોના-ચાંદીમાં પણ આજે ઘટાડો નોંધાયો છે. ચાંદીમાં 1200 રૂપીયા ઘટીને 264150 પર જોવા મળ્યો છે. જયારે રાજકોટમાં હાજર ભાવ 273650 જોવા મળી રહ્યો છે. જયારે સોનાનો ભાવ 160600 રૂપિયા અને રાજકોટમાં હાજર ભાવ 164500 પર જોવા મળી રહ્યો છે.