Home Blog Page 160

દુષ્કર્મ કેસમાં કર્ણાટક હાઈકોર્ટની ટિપ્પણી: ‘કોઈનું દિલ તોડવું અપરાધ નથી’

0

એક મહત્વપૂર્ણ ચુકાદામાં, કર્ણાટક હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જે સંમતિથી બનેલા સંબંધો લગ્નમાં પરિણમતા નથી તેને બળાત્કાર તરીકે વર્ગીકૃત કરી શકાય નહીં. કોર્ટે જણાવ્યું હતું કે કાયદો હૃદયભંગને ગુનાહિત ગણતો નથી.

શું વાત હતી?
એક મહિલાએ તેના ભૂતપૂર્વ જીવનસાથી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 376 (બળાત્કાર) હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ દંપતી આયર્લેન્ડમાં મળ્યું હતું અને લગભગ બે વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં હતું. મહિલાના અગાઉ છૂટાછેડા થયા હતા અને તેને એક બાળક પણ હતું. જ્યારે આરોપી ભારત પાછો ફર્યો અને તેની સાથે સંપર્ક તોડી નાખ્યો, ત્યારે તેણે છેતરપિંડી અને બળાત્કારનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો.

કોર્ટમાં શું થયું

આ મામલે જસ્ટિસ એમ નાગપ્રસન્ના સુનાવણી કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, જ્યાં બે પુખ્ત વયના લોકો લાંબા સમય સુધી પરસ્પર સંમતિથી શારીરિક સંબંધો બાંધે છે, અને ત્યારબાદ જો પુરુષ મહિલા સાથે લગ્ન કરવાનો ઈનકાર કરી દે તો આ કૃત્ય ગમે તેટલું ખેદજનક કેમ ન હોય, તે સંબંધને માત્ર એ જ આધાર પર IPCની કલમ 376 હેઠળ દુષ્કર્મના ગુનામાં રૂપાંતરિત ન કરી શકાય.

કોર્ટે કહ્યું કે, ‘ફરિયાદને સંપૂર્ણ રીતે વાંચવાથી ક્યારેય પણ બળજબરી, શરૂઆતથી છેતરપિંડી અથવા બળપ્રયોગનો કોઈ ઉલ્લેખ જોવા નથી મળતો. આ ફરિયાદ બે વર્ષ સુધી ચાલેલો સાથ, લિવ-ઈન રિલેશનશિપ, શેર કરેલ ઘરેલુ જીવન અને સંમતિથી બનેલા સંબંધ વિશે વાત કરે છે. આ સંબંધ આયર્લેન્ડમાં બંધાયો હતો, તેઓ આયર્લેન્ડમાંસાથે રહ્યા અને પોતાનું જીવન શેર કર્યું. ત્યારબાદ જે બન્યું તે હિંસાનો આરોપ નથી, પરંતુ વિશ્વાસઘાતનો આરોપ છે. તેથી આ શરૂઆતથી જ ધોખાથી શારીરિક સંબંધ બાંધવાનો કેસ નથી. આ કાયદાનો એક સ્થાપિત સિદ્ધાંત છે કે ‘કાયદો દિલ તોડવાને અપરાધ નથી માનતો.’

ન્યાયાધીશે કહ્યું, “ફોજદારી ન્યાય પ્રણાલી એ રાજ્ય શક્તિનું એક સાધન છે. નિષ્ફળ સંબંધોના વ્યક્તિગત વિવાદોમાં તેનો ઉપયોગ હથિયાર તરીકે કરવાની મંજૂરી આપી શકાતી નથી.” કોર્ટે એ પણ નોંધ્યું કે આખી વાર્તા આયર્લેન્ડમાં બને છે, જ્યાં તેઓ સાથે રહેતા હતા અને જીવન વિતાવતા હતા. આ કેસ હિંસાનો નથી પરંતુ વિશ્વાસઘાતનો છે, અને વિશ્વાસઘાત કાયદેસર રીતે બળાત્કાર નથી.

યુદ્ધ વચ્ચે ઓઈલ-ગેસ બાદ હવે દવાઓ પર સંકટ, ભારતની ચિંતા વધી

0

પશ્ચિમ એશિયામાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની અસર હવે સીધી ભારતીયોના ખિસ્સા પર પડવાની તૈયારીમાં છે. અમેરિકી અને ઈઝરાયલી હુમલા બાદ સર્જાયેલી યુદ્ધની સ્થિતિને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. જેની ગંભીર અસર ભારતના દવા ઉદ્યોગ પર જોવા મળી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, દવા બનાવવા માટે વપરાતા કાચા માલની કિંમતોમાં તોતિંગ વધારો થયો છે.

ફાર્મા ઉદ્યોગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દવા બનાવવા માટે અનિવાર્ય એવા ‘કી સ્ટાર્ટિંગ મટિરિયલ’ અને ‘એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ’ (API) ના ભાવમાં છેલ્લા એક અઠવાડિયામાં 5% થી લઈને 100% સુધીનો ઉછાળો આવ્યો છે. વૈશ્વિક અસ્થિરતા અને ડોલરના ભાવમાં વધઘટને કારણે આયાત કરવી મોંઘી બની રહી છે.

ફાર્મા ઉદ્યોગમાં કાચા માલનો વેપાર ડોલરમાં થાય છે. યુદ્ધની સ્થિતિમાં ડોલર મજબૂત થતા આયાત પાછળનો ખર્ચ વધી ગયો છે. આટલું ઓછું હોય તેમ મુખ્ય દરિયાઈ રસ્તાઓ યુદ્ધને કારણે બંધ અથવા જોખમી બન્યા છે. જહાજો અને કન્ટેનરો સમયસર બંદરો પર પહોંચી રહ્યા નથી, જેના કારણે લોજિસ્ટિક્સ ખર્ચમાં પણ 20 થી 25 ટકાનો વધારો થયો છે. ભારત તેની જરૂરિયાતનું 65 થી 70 ટકા API અને ઇન્ટરમીડિએટ્સ ચીનથી મંગાવે છે, પરંતુ વૈશ્વિક પરિવહન ઠપ્પ થતા આ સપ્લાય ખોરવાયો છે.

ઉદ્યોગ જગતના અગ્રણીઓએ ચેતવણી આપી છે કે, જો યુદ્ધ લાંબુ ચાલશે તો બજારમાં જીવનરક્ષક દવાઓની અછત સર્જાઈ શકે છે. હાલમાં નાના વેપારીઓ અને સપ્લાયરો પાસે સ્ટોક હોવા છતાં તેઓ યુદ્ધની સ્થિતિનો ફાયદો ઉઠાવી કિંમતો વધારી રહ્યા છે. અનેક ટ્રેડરોએ નવા ઓર્ડર લેવાનું પણ બંધ કરી દીધું છે. જો સ્થિતિ જલ્દી કાબૂમાં નહીં આવે, તો સામાન્ય માણસ માટે તાવ, શરદીથી લઈને ગંભીર બીમારીઓની દવાઓ ખરીદવી મોંઘી સાબિત થશે.

મિનિમમ બેલેન્સ ન રાખતાં ગ્રાહકો પાસેથી બેન્કોએ ત્રણ વર્ષમાં 19,083 કરોડની પેનલ્ટી વસૂલી

0

છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં ભારતીય બેંકોએ માત્ર ’મિનિમમ એવરેજ બેલેન્સ’ (MAB) જાળવી ન રાખવાના બહાને ગ્રાહકો પાસેથી અંદાજે ₹19,083 કરોડ જેટલી મોટી રકમ પેનલ્ટી તરીકે વસૂલ કરી છે. દેશના સામાન્ય ખાતા ધારકો માટે આ સૌથી મોટો આઘાત છે. ડિજીટલ ઇન્ડીયાની આ કરૂણતા છે.

લોકસભામાં નાણા મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓ દર્શાવે છે કે આર્થિક રીતે સધ્ધર ગણાતી ખાનગી બેંકો અને સરકારી બેંકો બંને આ લૂંટમાં સક્રિય છે. આ આંકડાઓ એ વાત પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે કે શું બેંકિંગ સેવાઓ સામાન્ય ગ્રાહકો માટે એટલી મોંઘી થઈ ગઈ છે કે નાની રકમની ગેરહાજરીમાં પણ તેમના પર દંડનો બોજ નાખવામાં આવે છે?

આંકડાઓની સરખામણી કરીએ તો સ્પષ્ટ થાય છે કે ખાનગી બેંકો આ મામલે સરકારી બેંકો કરતા અનેકગણી આગળ છે. ત્રણ વર્ષના ગાળામાં સરકારી બેંકોએ ₹8,092.83 કરોડ વસૂલ્યા છે, જ્યારે ખાનગી બેંકોએ આ સમયગાળામાં ₹10,990.91 કરોડ જેટલી માતબર રકમ ગ્રાહકોના ખાતામાંથી દંડના સ્વરૂૂપમાં કાપી લીધી છે. ખાનગી બેંકોમાં પણ HDFC બેંક આ યાદીમાં સૌથી મોખરે છે, જેણે માત્ર FY 2024-25 માં જ ₹1,518 કરોડથી વધુની પેનલ્ટી વસૂલી છે. તેની પાછળ Axis બેંક અને ICICI બેંક જેવી મોટી સંસ્થાઓ પણ સામેલ છે.

બેંકો જ્યારે ગ્રાહકનું ખાતું ખોલે છે, ત્યારે તેઓ ‘મિનિમમ બેલેન્સ’ રાખવાની શરત મૂકે છે. મોટાભાગના ગ્રાહકો, ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગ્રામીણ વિસ્તારોના લોકો, ઘણીવાર તેમના ખાતામાં જરૂૂરી રકમ જાળવી શકતા નથી. બેંકના નિયમો મુજબ, જો સરેરાશ બેલેન્સ મર્યાદાથી નીચે જાય, તો બેંક ઓટોમેટિક પેનલ્ટી કાપી લે છે. અનેકવાર ગ્રાહકને જાણ પણ નથી હોતી કે તેમના ખાતામાંથી કયા કારણોસર પૈસા કપાયા છે.

બેંકોનો તર્ક હંમેશા એવો હોય છે કે ‘મિનિમમ બેલેન્સ’ જાળવવું એ ખાતાના નિભાવ માટે જરૂૂરી છે અને જો ગ્રાહક તે નિયમ પાળી ન શકે, તો વહીવટી ખર્ચ કાઢવા માટે પેનલ્ટી વસૂલવી પડે છે. પરંતુ, આટલી જંગી રકમ એક અત્યાચાર છે.

ગ્રાહકો માટે માર્ગદર્શિકા
આટલી મોટી રકમની પેનલ્ટી બાદ હવે ગ્રાહક સુરક્ષા અંગે અવાજ ઉઠાવવાની જરૂૂર છે. રિઝર્વ બેંકે પણ સમય-સમય પર બેંકોને સલાહ આપી છે કે તેઓ ગ્રાહકો પર બિનજરૂૂરી દંડ ન લાદે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. ગ્રાહકોએ હવે વધુ સ્માર્ટ બનવાની જરૂૂર છે.

નિષ્ણાંતોના કેટલાક સુચનો ધ્યાનમાં લેવા જેવા છે.

  • ઓછા ખાતા રાખો: માત્ર જરૂૂરી હોય તેટલા જ ખાતા રાખો, જેથી મિનિમમ બેલેન્સ જાળવવાનું સરળ રહે.
  • નિયમો વાંચો: જ્યારે પણ બેંક નવા નિયમો કે ચાર્જમાં ફેરફાર કરે ત્યારે તે વાંચો.
  • ડિજિટલ એલર્ટ: તમારા મોબાઈલ પર બેંકના મેસેજ એલર્ટ ચાલુ રાખો જેથી નાની કપાતની પણ તમને જાણ થાય.
  • ફરિયાદ કરો: જો તમને લાગે કે ખોટી રીતે ચાર્જ વસૂલાયો છે, તો બેંકના ગ્રીવન્સ રિડ્રેસલ સેલમાં ફરિયાદ કરો.

ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં ગરમીનો કહેર, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર

ગુજરામાંથી હવે શિયાળાએ વિદાય લઈ લીધી હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે અને માર્ચ મહિનાની શરુઆતમાં જ આકરી ગરમી પડવાની ચાલું થઈ ગઈ છે. ગરમીને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોચી ગયું છે. જેના કારણે ખાસ કરીને બપોરના સમયના લોકોને ભારે હાલાંકી પડી રહી છે. ગરમીના કારણે લૂં લાગવાના કેસમાં પણ વધારો નોંધાયો છે.

ગરમીથી લોકો તોબા પોકારી ગયા
ગુજરાતમાં હાલ ગરમી એવી છે કે લોકો તોબા પોકારી ગયા છે. મોટા ભાગના લોકો ગરમીથી ત્રસ્ત થઈ ગયા છે. બપોરના સમયે તો તાપ એટલી હદે પડી રહ્યો છે કે લોકો બહાર નીકળતા ડરી રહ્યા છે. ગરમીને કારણે લોકોને લૂં લાગવાની સમસ્યા વધી રહી છે. ગરમી પડવાની સાથે જ સ્વાસ્થ્યને લગતી અન્ય પરિસ્થિતીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.
ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યો

ગરમીએ છેલ્લા ત્રણ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને શરુઆતના 10 દિવસમાં જ પારો 40ને પાર પહોંચી ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 16મી માર્ચ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદીઓ તો ગરમીમાં બરાબરના શેકાયા છે, તાપમાનનો પારો 41 સુધી પહોંચી ચૂક્યો છે.

આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
મોરબી, રાજકોટ અને કચ્છ સહિત છ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને સુરત સહિત બાર જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર થયું છે. હીટ વેવની ઇફેક્ટ તથા ઉત્તર-પશ્ચિમ તરફથી ફૂંકાતા ગરમ અને સુકા પવનોના કારણે આગામી થોડા દિવસોમાં તે 43 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ માર્ચની શરુઆતમાં જ આટલી ગરમી પડી રહી છે તો મે જૂનમાં તો ગરમી ભૂક્કા કાઢે તેવી શક્યતા છે. હીટવેવની આગાહીને પગલે સરકારે લોકોને પણ સાવચેત રહેવાની સૂચના આપી છે. મોટા ભાગના વિસ્તારમાં ગરમીના પગલે બપોરના સમયે લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે.

સુરત મહાનગર પાલિકાની કચેરીનું નામ બદલાયું, નવું નામ ‘તાપી ભવન’ કરાયુ

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા પૂર્ણ થયા બાદ ભાજપ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો વચ્ચે ભારે હોબાળો અને ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. સભા પૂર્ણ થયા પછી બંને પક્ષના કોર્પોરેટરો વચ્ચે તીવ્ર વાદવિવાદ શરૂ થયો હતો, જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું. આ દરમિયાન ‘આપ’ના કોર્પોરેટર મહેશ અણઘણનું લેપટોપ તૂટી જતાં વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. આરોપ લગાવવામાં આવ્યો કે ભાજપના કેટલાક કોર્પોરેટરોએ લેપટોપ તોડ્યું હતું, કારણ કે તેની ડિસ્પ્લે પર ભાજપની નિષ્ફળતાઓ દર્શાવવામાં આવી રહી હતી.

ગરમાગરમી એટલી વધી ગઈ કે ‘આપ’ના કુંદન કોઠીયા અને ભાજપના ઉર્વશીબેન વચ્ચે હાથાપાઈ થવાની નોબત આવી ગઈ હતી. બીજી તરફ ભાજપના કોર્પોરેટર વૃજેશ ઉનડકટ અને કૃણાલ સેલરે વળતો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કુંદન કોઠીયાએ ભાજપના સભ્યો સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે વિવાદ વધુ ભડક્યો હતો. અંતે સુરક્ષા કર્મચારીઓ વચ્ચે પડીને પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો.

આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પક્ષ અને વિપક્ષ વચ્ચે નારાબાજી પણ જોવા મળી હતી. ભાજપના કોર્પોરેટરો દ્વારા “હાય રે આપ્યા હાય હાય”ના નારા લગાવવામાં આવ્યા હતા, જ્યારે જવાબમાં આપના સભ્યો દ્વારા “હાય રે ભાજપ હાય”ના નારા લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન આપના એક મહિલા કોર્પોરેટરના નિવેદનને લઈને પણ તણાવ વધ્યો હતો, જ્યારે ભાજપના કોર્પોરેટર ઉર્વશીબેન ઉગ્ર પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા.

આ ગડબડ વચ્ચે સુરત મહાનગરપાલિકાની વર્તમાન ટર્મની છેલ્લી સામાન્ય સભામાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. મનપાના મુખ્યાલય ‘મુઘલસરાઈ’નું નામ બદલીને હવે ‘તાપી ભવન’ રાખવામાં આવ્યું છે, જ્યારે આસપાસના વિસ્તારનું નામ ‘તાપીપુરા’ રાખવાની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. મેયર દક્ષેશ માવાણી દ્વારા રજૂ કરાયેલી આ દરખાસ્તને શાસક પક્ષ અને વિપક્ષ બંનેએ “સનાતન ધર્મની જય”ના નારા સાથે અને બેન્ચ થપથપાવીને સમર્થન આપ્યું હતું.

તાપી નદીના મહિમાને ઉજાગર કરવાનો પ્રયાસ

સુરતના ગૌરવશાળી સાંસ્કૃતિક વારસા અને તાપી નદીના મહત્વને ઉજાગર કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. આ સાથે સાત વર્ષથી ચાલી રહેલી માંગણી પણ સંતોષાઈ છે. અગાઉ ભાજપના નગરસેવક વિજય ચોમાલે પણ આ નામ બદલવાની રજૂઆત કરી હતી.

‘મુગલીસરા’ હવે ‘શ્રી તાપી પુરા’ તરીકે ઓળખાશે

મેયરની દરખાસ્ત મુજબ સુરતના સેન્ટ્રલ ઝોનમાં આવેલો અને વર્ષોથી ‘મુગલીસરા’ તરીકે ઓળખાતો વિસ્તાર હવે ‘શ્રી તાપી પુરા’ તરીકે ઓળખાશે. આ નિર્ણય પાછળ તાપી નદીની પવિત્રતા અને પૌરાણિક ગ્રંથ ‘શ્રી તાપી મહાપુરાણ’નો સંદર્ભ આપવામાં આવ્યો છે. માન્યતા અનુસાર તાપી નદી સૂર્યપુત્રી અને શનિદેવની બહેન માનવામાં આવે છે અને સુરતના વિકાસ અને સમૃદ્ધિમાં તેનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

સુરત મનપા બિલ્ડિંગનો ઇતિહાસ પણ નોંધપાત્ર રહ્યો છે. વર્ષ 1868માં 33,080 રૂપિયાના ખર્ચે સરાઈને મ્યુનિસિપાલિટી બિલ્ડિંગમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું. આ નિર્માણ સુરત બંદરગાહમાંથી મળતી આવકમાંથી કરવામાં આવ્યું હતું અને તેમાં કોઈ બાદશાહના પૈસા લાગેલા નહોતા. અંગ્રેજોના સમયમાં આ મિલકતનો ઉપયોગ મિલિટરી હથિયારો અને શસ્ત્રોના ગોડાઉન તરીકે પણ કરવામાં આવતો હતો.

Hyundai Venueનું ડીઝલ વેરિએન્ટ લોન્ચ: જાણો કિંમત, ફિચર્સ અને શું છે ખાસ

0

ભારતીય બજારમાં કોમ્પેક્ટ SUV ની માંગ ઝડપથી વધી રહી છે. આ સેગમેન્ટમાં હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાની લોકપ્રિય SUV, હ્યુન્ડાઇ Venue એ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. કંપનીએ જણાવ્યું હતું કે નવી Venue ને ભારતમાં 100,000 થી વધુ બુકિંગ મળ્યા છે. આ સિદ્ધિની ઉજવણી કરવા માટે કંપનીએ એક નવું HX8 ડીઝલ ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. આ નવા વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત ₹13,69,900 રાખવામાં આવી છે.

હ્યુન્ડાઇની આ SUV ની કિંમત
હ્યુન્ડાઇ Venue ભારતીય બજારમાં 8 લાખ થી 15.69 લાખ રુપિયા (એક્સ-શોરૂમ) ની કિંમત રેન્જમાં ઉપલબ્ધ છે. અગાઉ Venue ના ડીઝલ વેરિઅન્ટ HX2, HX5, HX7 અને HX10 ટ્રીમમાં ઉપલબ્ધ હતા. હવે નવી HX8 ડીઝલ AT ના ઉમેરાથી ગ્રાહકોને અન્ય એક વિકલ્પ મળ્યો છે. ખાસ કરીને તે લોકો માટે જેઓ ડીઝલ એન્જિન સાથે ઓટોમેટિક ટ્રાન્સમિશન પસંદ કરે છે.

નવા વેરિઅન્ટમાં ઘણા પ્રીમિયમ ફિચર્સ
નવું વેરિઅન્ટ ઘણા પ્રીમિયમ ફિચર્સ સાથે આવે છે, જેમાં ફ્રન્ટમાં વેન્ટિલેટેડ સીટો, ડ્યુઅલ-ટોન લેધરેટ અપહોલ્સ્ટરી, 4-વે ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, હ્યુન્ડાઇ બ્લુલિંક કનેક્ટેડ કાર ટેકનોલોજી અને OTA સપોર્ટ અપડેટેડ સપોર્ટનો સમાવેશ થાય છે.

તેમાં સેન્ટર કન્સોલ પર ક્રેશ પેડ પર એમ્બિયન્ટ લાઇટિંગ જોવા મળે છે. આ સિવાય તે ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક અને ઓટો હોલ્ડ, રિઅર ડિસ્ક બ્રેક, ઇકો, નોર્મલ અને સ્પોર્ટ જેવા ડ્રાઇવ મોડ્સ, ટ્રેક્શન કંટ્રોલ મોડ્સ અને પેડલ શિફ્ટર્સ જેવા ફિચર્સ મળે છે.

એન્જિન અને પર્ફોમન્સ
નવું HX8 વેરિઅન્ટ કંપનીના વિશ્વસનીય 1.5-લિટર U2 CRDi ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે. 1.5L CRDi ડીઝલ સાથે 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ મળે છે. આ એન્જિન મજબૂત ટોર્ક અને સરળ ડ્રાઇવિંગ અનુભવ પ્રદાન કરે છે. તે શહેર અને હાઇવે બંને માટે સારું પ્રદર્શન આપે છે.

કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં મજબૂત પકડ
ભારતમાં કોમ્પેક્ટ SUV સેગમેન્ટ સૌથી ઝડપથી વિકસતા સેગમેન્ટમાંથી એક છે. હ્યુન્ડાઇ વેન્યુને 100,000 થી વધુ બુકિંગ મળ્યા છે, જે એ વાતનો સંકેત છે કે ગ્રાહકોમાં તેની લોકપ્રિયતા સતત વધી રહી છે.

ઈરાન પર હુમલાના પહેલા 48 કલાકમાં અમેરિકાએ ₹470 અબજના શસ્ત્રોનો નાશ કર્યો

અમેરિકા અને ઈઝરાયલે ઈરાન સામે સંયુક્ત લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે. ત્રણ અમેરિકન અધિકારીઓએ લશ્કરી કાર્યવાહી અંગે એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે. ઈરાન પર લશ્કરી હુમલાના પહેલા 48 કલાકમાં, પેન્ટાગોને $5.6 બિલિયન (470 બિલિયન રૂપિયા) ના શસ્ત્રો ખર્ચ્યા હતા. ઈરાન સામે લશ્કરી કાર્યવાહી 28 ફેબ્રુઆરી, 2026 ના રોજ શરૂ થઈ હતી. હાલમાં, આ આંકડો કેપિટોલ હિલ પર કેટલાક લોકોમાં વધતી ચિંતા દર્શાવે છે કે યુએસ સૈન્ય તેના અદ્યતન શસ્ત્રોના ભંડારને કેટલી ઝડપથી ખતમ કરી રહ્યું છે.

સોમવારે કોંગ્રેસ સમક્ષ રજૂ કરાયેલા આ અંદાજે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા કાયદા ઘડનારાઓની ચિંતાઓને નકારી કાઢવા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે, જેમણે દાવો કર્યો હતો કે ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશનની યુએસ લશ્કરી તૈયારી પર બહુ ઓછી અસર પડી રહી છે, એમ વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં જણાવાયું છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્ર તેના અભિયાનને ટકાવી રાખવા માટે આ અઠવાડિયે કોંગ્રેસને પૂરક સંરક્ષણ બજેટ વિનંતી રજૂ કરે તેવી શક્યતા છે. આ બજેટનો વિરોધ ઘણા ડેમોક્રેટ્સ દ્વારા કરવામાં આવી શકે છે, જેમણે અગાઉ ટ્રમ્પ વહીવટીતંત્રને લશ્કરી કાર્યવાહી કરતા અટકાવવાનો પ્રયાસ કર્યો છે.

“રાષ્ટ્રપતિ પસંદ કરેલા કોઈપણ મિશનને પાર પાડવા માટે સંરક્ષણ વિભાગ પાસે જરૂરી બધું છે,” પેન્ટાગોનના મુખ્ય પ્રવક્તા સીન પાર્નેલે ધ વોશિંગ્ટન પોસ્ટ દ્વારા યુએસ શસ્ત્રોના ભંડાર અંગેના પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું.

વોશિંગ્ટન પોસ્ટે અગાઉ અહેવાલ આપ્યો હતો કે 28 ફેબ્રુઆરીથી લડાઈ શરૂ થઈ ત્યારથી સૈન્યએ સેંકડો સચોટ હથિયારો છોડ્યા છે, જેમાં અદ્યતન હવાઈ સંરક્ષણ ઇન્ટરસેપ્ટર અને ટોમાહોક ક્રુઝ મિસાઇલોનો સમાવેશ થાય છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે ઈરાનમાં અત્યાર સુધીમાં 5,000 થી વધુ લક્ષ્યો પર હુમલો કરવામાં આવ્યો છે, જેમાં 2,000 થી વધુ શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ વચ્ચે, વિશ્લેષકો ઈરાનના બદલો લેવાના હુમલાઓથી આશ્ચર્યચકિત છે, જેમાં યુએસ અને ઇઝરાયલી હવાઈ સંરક્ષણ પ્રણાલીઓના ચોક્કસ ઘટકોને નિશાન બનાવવાની અને ક્યારેક તેને દબાવી દેવાની તેની ક્ષમતાનો સમાવેશ થાય છે. એવા અહેવાલો પણ છે કે રશિયા યુએસ દળો સામે તેના હુમલાઓની ચોકસાઈ વધારવા માટે ઈરાનને ગુપ્ત માહિતી પૂરી પાડી રહ્યું છે.

કેન્દ્રના મોટા નિર્ણયો: મદુરાઈ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો, જલ જીવન મિશન 2028 સુધી લંબાયું

0

કેન્દ્રીય મંત્રીમંડળે મદુરાઈ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે એક બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે મંત્રીમંડળે જલ જીવન મિશનને ડિસેમ્બર 2028 સુધી લંબાવવાની પણ મંજૂરી આપી છે. તેમણે ઉમેર્યું હતું કે સરકારે કુલ ₹8.8 લાખ કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે.

કેન્દ્રીય મંત્રીમંડળના મુખ્ય નિર્ણયો-

  • કેન્દ્ર સરકારે તેના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ, જળ જીવન મિશન 2.0 ને લીલી ઝંડી આપી દીધી છે. આ નવા તબક્કાનો ઉદ્દેશ ડિસેમ્બર 2028 સુધીમાં 126 મિલિયન ગ્રામીણ ઘરોને નળના પાણીના જોડાણો પૂરા પાડવાનો છે. સરકારે તેનું કુલ બજેટ વધારીને ₹8.69 લાખ કરોડ કર્યું છે.
  • તમિલનાડુના ઐતિહાસિક શહેર મદુરાઈમાં આવેલા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવાનો પણ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મદુરાઈ એક મુખ્ય સાંસ્કૃતિક અને ધાર્મિક કેન્દ્ર છે. આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાથી માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અને યાત્રાળુઓને જ સુવિધા મળશે નહીં, પરંતુ સ્થાનિક વેપાર અને નિકાસને પણ વેગ મળશે.
  • રેલ્વે ક્ષેત્રમાં, સંતરાગાછી-ખડગપુર અને સંથિયા-પાકુર વચ્ચે ચોથી લાઇન નાખવા માટે 4,400 કરોડ રૂપિયાથી વધુનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે.
  • રોડ નેટવર્કને સુધારવા માટે, બદનવર-થાંડલા-તિમરવાની (NH 752D) ને 4-લેન બનાવવા અને જેવર એરપોર્ટને ફરીદાબાદ સાથે જોડતા એલિવેટેડ રોડને મંજૂરી આપવામાં આવી છે.
  • કેબિનેટે જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સાથે જોડતા 31.42 કિમી લાંબા ગ્રીનફિલ્ડ રોડ માટે ₹3,630.77 કરોડને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો સૌથી મહત્વપૂર્ણ ઘટક 11 કિમી લાંબો એલિવેટેડ રોડ છે. આ દક્ષિણ દિલ્હી, ફરીદાબાદ અને ગુરુગ્રામના રહેવાસીઓને જેવર એરપોર્ટ સાથે હાઇ-સ્પીડ કનેક્ટિવિટી પ્રદાન કરશે.

ચૈત્ર નવરાત્રી 2026 : નવા વર્ષમાં ક્યારથી શરૂ થશે ચૈત્ર નવરાત્રી? કલશ સ્થાપનનો શુભ મુહૂર્ત, પૂજા વિધિ

0

હિંદુ ધર્મના પવિત્ર તહેવારોમાંનું એક ચૈત્ર નવરાત્રીમાં 19 માર્ચ, ગુરુવારથી શરૂ થશે અને તેનો સમાપન 27 માર્ચ, શુક્રવારે થશે. નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપના (કળશ સ્થાપના) કરવામાં આવે છે, જે માતા દુર્ગાની આરાધનાની શરૂઆત માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને ભક્તો ઉપવાસ રાખીને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે.

વર્ષમાં ચાર વખત આવે છે નવરાત્રી
હિંદુ પંચાંગ મુજબ વર્ષમાં કુલ ચાર વખત નવરાત્રી આવે છે –

  • ચૈત્ર નવરાત્રી
  • શારદીય નવરાત્રી
  • માઘ નવરાત્રી
  • અષાઢ નવરાત્રી

આમાંથી ચૈત્ર અને શારદીય નવરાત્રી સૌથી વધુ ધૂમધામથી ઉજવવામાં આવે છે. જ્યારે માઘ અને આષાઢની નવરાત્રીને સામાન્ય રીતે ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે, જેમાં ખાસ કરીને સાધના અને તંત્રસાધના કરનાર લોકો પૂજા કરે છે.

ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત
દ્રિક પંચાંગ મુજબ 19 માર્ચ 2026ના રોજ સવારે 6:52 વાગ્યાથી 7:53 વાગ્યા સુધી ઘટસ્થાપનાનો શુભ મુહૂર્ત રહેશે. આ સમય દરમિયાન કલશ સ્થાપના કરીને માતા દુર્ગાની પૂજા શરૂ કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

જો કોઈ ભક્ત આ મુહૂર્તમાં ઘટસ્થાપના ન કરી શકે તો તે અભિજીત મુહૂર્તમાં પણ કરી શકે છે. આ મુહૂર્ત બપોરે 12:05 થી 12:53 વાગ્યા સુધી રહેશે.

પ્રતિપદા તિથિ
ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ નવરાત્રી શરૂ થાય છે. આ વર્ષે પ્રતિપદા તિથિ 19 માર્ચ સવારે 6:52 વાગ્યે શરૂ થશે અને 20 માર્ચ સવારે 4:52 વાગ્યા સુધી રહેશે.

નવરાત્રીના પહેલા દિવસે કળશ સ્થાપના કેવી રીતે કરવી?
નવરાત્રીના પ્રથમ દિવસે ઘરમાં અથવા મંદિરમાં સાફ જગ્યાએ એક ચોકી રાખીને તેના પર લાલ કે પીળું કપડું બિછાવો. ત્યારબાદ એક વાસણમાં માટી નાખીને તેમાં જૌ (જવાર) વાવો. પછી તાંબાના અથવા માટીના કલશમાં પાણી ભરી તેમાં ચોખા, સુપારી વગેરે મૂકો.

કલશના મોઢા પર આંબાના પાન મૂકી ઉપર લાલ કપડામાં લપેટેલો નાળિયેર સ્થાપિત કરો. ત્યારબાદ દીવો અને ધૂપ પ્રગટાવી માતા દુર્ગાનું સ્મરણ કરીને પૂજા કરો. માન્યતા મુજબ યોગ્ય રીતથી કરેલી કલશ સ્થાપનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા આવે છે.

વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા પર BCCI મહેરબાન, આપશે 131 કરોડ રૂપિયા

0

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે ₹131 કરોડના ઇનામનું એલાન કર્યું છે. BCCI એ ફરી એકવાર T-20 વર્લ્ડ કપ 2026 જીતવા બદલ ખેલાડીઓ માટે પોતાનો ખજાનો ખોલ્યો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ફરી એકવાર ટીમ ઇન્ડિયા માટે પોતાનો ખજાનો ખોલ્યો છે. BCCI એ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે T-20વર્લ્ડ કપ ચેમ્પિયન રહેવા બદલ ₹131 કરોડના ઇનામનું એલાન કર્યું છે. 8 માર્ચે, ટીમ ઇન્ડિયાએ ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને ત્રીજી વખત T-20 વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી. દરમિયાન, 10 માર્ચ, મંગળવારની સવારે, BCCI એ T-20 વર્લ્ડ કપ 2026 વિજેતા ટીમ માટે ભવ્ય ઇનામનું એલાન કર્યું.

BCCI એ ઈનામો અંગે સત્તાવાર માહિતી આપી છે. એક મીડિયા રિલીઝમાં, BCCI એ જણાવ્યું હતું કે ઈંઈઈ મેન્સ T-20 વર્લ્ડ કપ 2026 માં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ બોર્ડ ટીમ ઈન્ડિયા માટે ₹131 કરોડના રોકડ ઈનામની જાહેરાત કરી રહ્યું છે. ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે T-20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને પ્રતિષ્ઠિત ટ્રોફી જીતીને સફળતાપૂર્વક ટાઇટલનો બચાવ કર્યો. ભારત ટુર્નામેન્ટના ઇતિહાસમાં ICC મેન્સ T-20 વર્લ્ડ કપ જાળવી રાખનાર પ્રથમ દેશ બન્યો.

આ ટાઇટલ જીત સાથે, ભારત ઈંઈઈ મેન્સ T-20 વર્લ્ડ કપ ત્રણ વખત જીતનાર પ્રથમ ટીમ પણ બન્યું, જેણે ફોર્મેટના ઇતિહાસમાં સૌથી સફળ ટીમોમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બોર્ડ ફરી એકવાર ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને પસંદગીકારોને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન આપે છે અને ભવિષ્યમાં તેમની સતત સફળતાની શુભેચ્છા પાઠવે છે.

તમારી માહિતી માટે, BCCI એ 2024 માં T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ટીમ માટે ₹125 કરોડની મોટી ઈનામી રકમની જાહેરાત કરી હતી. આ રકમ ફક્ત ખેલાડીઓમાં જ નહીં પરંતુ કોચિંગ સ્ટાફ અને અન્ય સપોર્ટ સ્ટાફમાં પણ વહેંચવામાં આવી હતી. પસંદગી સમિતિને પણ આ ઈનામનો હિસ્સો મળ્યો હતો. ટીમ ઈન્ડિયાએ માર્ચ 2025 માં ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી. BCCI એ તે ખિતાબ જીતવા બદલ ₹58 કરોડના રોકડ ઈનામની જાહેરાત કરી હતી. તે સમયે રોહિત શર્મા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો. રોહિતની કેપ્ટનશીપ હેઠળ, ભારતે 2007 પછી પહેલીવાર T-20 વર્લ્ડ કપ જીત્યો હતો.