Home Blog Page 137

‘માલદા કાંડ પૂર્વનિયોજિત સાજિશ’: સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારને ફટકાર, 10 મુદ્દામાં ખુલાસો

0

માલદામાં ન્યાયિક અધિકારીઓના નવ કલાકના ઘેરાબંધી અંગે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને કડક ઠપકો આપ્યો છે, તેને ચૂંટણી પ્રક્રિયામાં વિક્ષેપ પાડવા અને અધિકારીઓનું મનોબળ નીચું કરવાનો “પૂર્વયોજિત, સુનિયોજિત અને પ્રેરિત” પ્રયાસ ગણાવ્યો છે. મતદારોના નામ કાઢી નાખવાનો વિરોધ કરી રહેલા વિરોધીઓ દ્વારા મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) માં રોકાયેલા ત્રણ મહિલા અધિકારીઓ સહિત સાત ન્યાયિક અધિકારીઓને બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરની ઓફિસમાં બંધક બનાવવામાં આવ્યા હતા. કોર્ટે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય સશસ્ત્ર દળોને તૈનાત કરવાનો પણ આદેશ આપ્યો છે.

જાણો કોર્ટે શું ટિપ્પણી કરી

  • કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, આ ઘટના માત્ર ન્યાયિક અધિકારીઓને ડરાવવાનો સ્પષ્ટ પ્રયાસ નથી પરંતુ તે કોર્ટની સત્તાને પણ પડકારે છે.
  • કોર્ટે કહ્યું કે, આ કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ ન્યાયિક અધિકારીઓનું મનોબળ ઓછું કરવા અને પેન્ડિંગ કેસોમાં વાંધાઓના નિકાલની ચાલુ પ્રક્રિયાને રોકવા માટે ઇરાદાપૂર્વક અને પ્રેરિત પગલું હોવાનું જણાય છે.
  • આ પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા ફરજમાં બેદરકારી દર્શાવે છે, અને તેના અધિકારીઓએ સમજાવવું જોઈએ કે તેઓ જાણ કરવા છતાં ન્યાયિક અધિકારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં કેમ નિષ્ફળ ગયા.
  • મુખ્ય ન્યાયાધીશે આગળ કહ્યું, “તમારા કલેક્ટર રાત્રે ૧૧ વાગ્યા સુધી ત્યાં નહોતા. મારે રાત્રે ખૂબ જ કઠોર મૌખિક આદેશો આપવા પડ્યા.”
  • “અમે કોઈને પણ કાયદો પોતાના હાથમાં લેવાની અને તેમની ગંભીર ફરજો બજાવતા ન્યાયિક અધિકારીઓમાં માનસિક ભય પેદા કરવાની મંજૂરી આપીશું નહીં,” બેન્ચે ચેતવણી આપતા ઉમેર્યું હતું કે આવા કૃત્યો ગુનાહિત અવમાન સમાન હોઈ શકે છે. તેણે ગુનાહિત નિષ્ફળતા માટે રાજ્ય વહીવટીતંત્રની પણ ટીકા કરી.
  • “દુર્ભાગ્યવશ, તમારા રાજ્યમાં, દરેક વ્યક્તિ રાજકીય ભાષા બોલે છે અને તે સૌથી વધુ ધ્રુવીકરણ પામેલ રાજ્ય છે. તમે અમને અવલોકનો કરવા દબાણ કરી રહ્યા છો,” કોર્ટે કહ્યું.
  • ચીફ જસ્ટિસે પશ્ચિમ બંગાળના એડવોકેટ જનરલને પૂછ્યું, “શું તમને લાગે છે કે અમને ખબર નથી કે તોફાનીઓ કોણ છે? હું સવારના 2 વાગ્યા સુધી બધું જ જોઈ રહ્યો હતો. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે.”
  • બધા નેતાઓએ એક થઈને આની નિંદા કરવી જોઈએ. અમે અધિકારીઓનું રક્ષણ કરવા માટે અહીં છીએ. તેમના આદેશોને અમારી કોર્ટના આદેશો ગણવામાં આવશે.
  • કોર્ટે કહ્યું કે, તેનો હેતુ ન્યાયાધીશોને ડરાવવાનો, વાંધા-સુનાવણી પ્રક્રિયામાં વિક્ષેપ પાડવાનો અને કોર્ટની સત્તાને પડકારવાનો છે અને આ ઘટના કોર્ટના ગુનાહિત અવમાનનાના દાયરામાં આવે છે.
  • સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય દળો દ્વારા ન્યાયિક અધિકારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો, કોર્ટે બંગાળના ઉચ્ચ અધિકારીઓને કારણદર્શક નોટિસ જારી કરી અને કહ્યું કે આ ઘટનાની તપાસ CBI અથવા NIA દ્વારા કરવામાં આવે, પ્રારંભિક તપાસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવે.

રાઘવ ચઢ્ઢાને મોટો ઝટકો: AAPએ રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યા, નવી જવાબદારી કોને મળી?

0

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીએ મોટો ફેરફાર કરતાં રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડર પદેથી હટાવી દીધા છે. હવે તેમના સ્થાને લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના ચાન્સેલર અને પાર્ટી સાંસદ ડૉ. અશોક કુમાર મિત્તલ રાજ્યસભામાં પાર્ટીના નવા ડેપ્યુટી લીડર બનશે. રાઘવ ચઢ્ઢા અંગે રાજ્યસભા સચિવાલયને એક પત્ર મોકલવામાં આવ્યો છે. તેમને લઈને આ પહેલા પણ ઘણી અટકળો લગાવવામાં આવી રહી હતી. આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને કહ્યું છે કે, રાઘવ ચઢ્ઢાને ગૃહમાં પાર્ટીના નેતા તરીકે બોલવાનો મોકો ના આપવામાં આવે. એટલે હવે તેમના રાજ્યસભામાં બોલવાની ટાઇમિંગ પર કાતર ફેરવી દેવાશે.

રાઘવ ચઢ્ઢાએ છેલ્લા કેટલાક દિવસોથી આમ આદમી પાર્ટી અને તેના ટોપ લીડર્સ સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર મૌન સાધી રાખ્યું હતું. હવે પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડર પદેથી હટાવી દીધા છે.

રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડર પદ પરથી હટાવવું એ પાર્ટીમાં એક મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે તાજેતરમાં જ પાર્ટીના ટોચના નેતાઓને એક્સાઇઝ પોલિસી કેસમાં રાહત મળી છે, પરંતુ રાઘવ ચઢ્ઢાએ ન તો અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી અને ન તો સોશિયલ મીડિયા પર આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી. તેમના આ મૌનને પાર્ટીની અંદર અંતરના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.

નવા ડેપ્યુટી લીડર, ડૉ. અશોક કુમાર મિત્તલ એક અનુભવી અને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા સાંસદ છે. તેમને વર્ષ 2022માં પંજાબથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. સંસદના અગાઉના સત્રોમાં તેમણે કૃષિ અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. હવે એ જોવાનું રહેશે કે, અશોક મિત્તલની શાંત અને તાર્કિક કાર્યશૈલી ઉપલા ગૃહમાં પાર્ટીના એજન્ડાને કેટલી અસરકારક રીતે આગળ ધપાવવામાં મદદ કરી શકે છે.

ONGC, OILએ ગેસની કિંમત વધારતાં CNG, PNGના ભાવ વધશે

0

સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી) અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ઉત્પાદિત કુદરતી ગેસની (એડમિનિસ્ટર્ડ પ્રાઇસ મિકેનિઝમ) કિંમતમાં વધારો કર્યો છે. હવે આ કિંમત ૬.૭૫ ડોલરથી વધારીને ૭ ડોલર પ્રતિ ૧૦ લાખ બ્રિટિશ થર્મલ યુનિટ (એમએમબીટીયુ) કરવામાં આવી છે. આ અંગે સરકારે સત્તાવાર સૂચના જાહેર કરી છે. નવી કિમત જૂના અને હેરિટેજ ગેસ ક્ષેત્રોમાંથી મળતી ગેસ પર લાગુ પડશે, જે ભ્ય વ્યવસ્થા હેઠળ આવે છે.

આ ભાવવધારાની સીધી અસર સામાન્ય લોકો સાથે જોડાયેલાં અનેક મહત્વનાં ક્ષેત્રો પર પડી શકે છે. ખાસ કરીને ખાતર ઉત્પાદન, CNG (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) અને પાઇપ દ્વારા ઘર સુધી પહોંચાડાતી રસોઈ ગેસ PNG મોંઘો થવાની શક્યતા છે, કારણ કે આ તમામ ક્ષેત્રોમાં APM ગેસનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. દેશમાં કુલ ઘરેલુ ગેસ ઉત્પાદનમાંથી આશરે ૬૦ ટકા હિસ્સો ખભ્ય ગેસનો છે, જેનું ઉત્પાદન લગભગ ૯.૨ કરોડ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પ્રતિ દિવસ છે.

સરકારે ૨૦૨૩માં નવી પ્રાઇસિગ સિસ્ટમ અમલમાં મૂકી હતી. તેના મુજબ જૂના ગેસ ક્ષેત્રોમાંથી મળતી ગેસની કિમત ભારતીય કાચા તેલની સરેરાશ કિમતના ૧૦ ટકા જેટલી નક્કી થાય છે. આ કિંમત દર મહિને અપડેટ કરવામાં આવે છે. અગાઉ ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયાના જૂના બ્લોકમાંથી મળતી ગેસની કિંમત ૪થી ૬.૫ ડોલર પ્રતિ MMBTU વચ્ચે નક્કી હતી. આ મર્યાદા બે વર્ષ સુધી સ્થિર રાખવામાં આવી અને ત્યાર બાદ દર વર્ષે ૦.૨૫ ડોલર વધારો કરવાની જોગવાઈ કરવામાં આવી હતી.

સરકારે ૨૦૨૫-૨૬ માટે મહત્તમ કિમત ૬.૭૫ ડોલર નક્કી કરી હતી, જેને હવે વધારીને ૭ ડોલર પ્રતિ we કરવામાં આવી છે. પેટ્રોલિયમ પ્લાનિગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC) મુજબ એપ્રિલ મહિના માટે ઘરેલુ કુદરતી ગેસની કિમત ૧૦.૭૬ ડોલર પ્રતિ MMBTU નક્કી કરવામાં આવી છે, પરંતુ APM ગેસની કિમત આ નક્કી કરેલી ઉપરની મર્યાદામાં જ રહેશે.

આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે જ્યારે ૫^મિ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠા પર દબાણ વધ્યું છે. કાચા તેલના ભાવોમાં પણ તેજી આવી છે અને છેલ્લા એક મહિનામાં તે લગભગ ૫૦ ટકા વધીને ૧૧૦ ડોલર પ્રતિ બેરલથી ઉપર પહોંચી ગયા છે. તેની સીધી અસર ગેસના ભાવ પર પણ જોવા મળી રહી છે.

સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત: બેકાબૂ ટ્રકે મહિલાઓને કચડ્યાં, 6નાં મોત

0

મહારાષ્ટ્રના જાલનામાં મોટી દુર્ઘટના થઈ. સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ફુલ સ્પીડમાં આવી રહેલી ટ્રકે 12 મહિલાને કચડી નાખી, તેમાંથી 6 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. 6 મહિલાઓ ગંભીર રીતે ઘાયલ છે. તમામ મહિલા સમૃદ્ધિ એક્સપ્રેસવે પર કામ કરી રહી હતી, જ્યારે ટ્રક તેમના પર ફરી વળી હતી. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. કેમ કે ઘાયલોમાં કેટલીય મહિલાઓની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે સમયે આ દુર્ઘટના થઈ, તે સમયે મોટી સંખ્યામાં મજૂરો રોડ પર કામ કરી રહ્યા હતા.

ટ્રક નાગપુરથી મુંબઈ તરફ જઈ રહી હતી અને સમૃદ્ધિ એક્સપ્રેસવે પર કામ કરી રહેલી મહિલા મજૂરોને કચડીને આગળ નીકળી ગઈ હતી. ઘટનાની સૂચના મળતા જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર પહોંચી. સમૃદ્ધિ રાજમાર્ગ પર રોડની સાઈડમાં મહિલાઓની લાશો પડી હતી. આ દ્રશ્ય જોઈ ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસને આ ઘટનાની સૂચના આપી આવી. જાલના તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. આ દુર્ઘટના બાદ સ્થાનિક લોકોએ રાહત કાર્ય શરૂૂ કરી દીધું. અમુક ઘાયલ મહિલા મજૂરોને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવી છે. આ ઘટનાને લઈને લોકોમાં ભારે આક્રોશ છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

દુર્ઘટનામાં પિકઅપ ટ્રકનો ચાલક ઘાયલ થઈ ગયો છે. શરૂૂઆતી જાણકારી અનુસાર, ટ્રક મજૂરોને લઈ જઈ રહ્યો હતો, ત્યારે તેમણે પિકઅપને ટક્કર મારી હતી. સરકારી હોસ્પિટલના ડોક્ટરને સૂચના આપી અને તાત્કાલિક મેડિકલ વ્યવસ્થા કરવામાં આવી. ધારાસભ્ય અર્જૂન ખોટકરે જણાવ્યું કે, મૃતકોના પરિવારને નગર વિકાસ મંત્રાલય પાસેથી મદદની માગ કરી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, 26 એપ્રિલના રોજ મતદાન 28 એપ્રિલે પરિણામ

ગુજરાતમાં લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું ચિત્ર આખરે સ્પષ્ટ થઈ ગયું છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે બુધવારે(1 એપ્રિલ, 2026) સાંજે ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યની 15 મહા નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે.

રાજ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીક્રિષ્નાએ જણાવ્યું કે, ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન 26 એપ્રિલ 2026ના રોજ યોજાશે. જ્યારે મત ગણતરી 28 એપ્રિલ 2026ના રોજ હાથ ધરાશે. આ વખતની ચૂંટણીમાં ઓબીસી (OBC) અનામત બેઠકોના નવા રોટેશનનો અમલ કરાશે.

રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા અનુસાર મહાનગરપાલિકામાં કુલ 262 વોર્ડ, નપામાં 656 વોર્ડ, જિલ્લા પંચાયતમાં 1090 વોર્ડ, તાલુકા પંચાયતમાં 5234 વોર્ડ, નગરપાલકિાઓમાં 2624 વોર્ડમાં ચૂંટણી યોજાશે. તેમજ મતદાનનો સમય સવારે 7થી સાંજના 6 સુધીનો રહેશે. તેમજ જરૂર જણાશે તો 27 એપ્રિલના રોજ પુન:મતદાન હાથ ધરવામાં આવશે. તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 30 એપ્રિલના રોજ પૂર્ણ થશે.

નિર્ધારિત 14 ડોક્યુમેન્ટના આધારે મતદાન
આ ચૂંટણીમાં નિર્ધારિત 14 ડોક્યુમેન્ટના આધારે મતદાન કરવામાં આવશે. જેમાં મહાનગરપાલિકા- નગરપાલિકા માટે 23667 મલ્ટી ચોઈસ કંટ્રોલ યુનિટ અને 47102 બેલેટ યુનિટ, જિલ્લા અને તાલુકા પંચાયત માટે 23665 કંટ્રોલ યુનિટ અને 28841 બેલેટ યુનિટની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીની જાહેરાત

  • મનપા: 15 (જૂનાગઢ અને ગાંધીનગર સિવાય તમામ)
  • જિલ્લા પંચાયત: 34
  • તાલુકા પંચાયત: 260 (17 નવી તાલુકા પંચાયત સહિત)
  • નગર પાલિકા: 84
  • મતદારો: 4 કરોડ 18 લાખ 91 હજાર 700
  • આચાર સંહિતા: આજથી અમલી

ચૂંટણી કાર્યક્રમ પર એક નજર

  • રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ ચૂંટણીનું શિડ્યુલ
  • ચૂંટણીનું જાહેરનામું: 6 એપ્રિલ, 2026
  • ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 11 એપ્રિલ, 2026
  • ફોર્મની ચકાસણી: 13 એપ્રિલ, 2026
  • ઉમેદવારી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ: 15 એપ્રિલ
  • મતદાનની તારીખ: 26 એપ્રિલ, 2026
  • મતગણતરી અને પરિણામ: 28 એપ્રિલ, 2026

કેટલી બેઠકો પર ચૂંટણી?

  • 15 મહાનગરપાલિકા: 1044 બેઠકો
  • 84 નગરપાલિકા: 2632 બેઠકો
  • 260 તાલુકા પંચાયત: 5271 બેઠકો
  • 34 જિલ્લા પંચાયત: 1092 બેઠકો
  • કુલ બેઠકો: 10,039 બેઠકો

નવી મહાનગરપાલિકાઓમાં પ્રથમ વખત યોજાશે ચૂંટણી
ગુજરાત સરકારે હાલમાં જે 8 નવી નગરપાલિકાને ‘મહાનગરપાલિકા’નો દરજ્જો આપ્યો છે, ત્યાં પ્રથમ વખત કોર્પોરેશન સ્તરે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં આણંદ-કરમસદ, ગાંધીધામ, મહેસાણા, મોરબી, નડિયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, અને વાપી શહેરનો સમાવેશ થાય છે. આ નવા રચાયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી માળખું બદલાયા બાદ આ પ્રથમ મોટી રાજકીય કસોટી છે, જેના પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.

OBC અનામતનું નવું સમીકરણ
આ વખતની ચૂંટણીની સૌથી મોટી વિશેષતા ઓબીસી (OBC) અનામત બેઠકોનું નવું રોટેશન છે. ઝવેરી કમિશનના રિપોર્ટ બાદ અમલી બનેલી નવી જોગવાઈઓ મુજબ, આ વખતે જિલ્લા પંચાયત પ્રમુખની 7 બેઠકો OBC માટે અનામત રાખવામાં આવી છે. આ નવા જ્ઞાતિ સમીકરણો રાજકીય પક્ષો માટે નવી રણનીતિ ઘડવા મજબૂર કરશે.

વહીવટદારોના શાસનનો આવશે અંત
ઉલ્લેખનીય છે કે, રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં સીમાંકન અને અનામતના પ્રશ્નોને કારણે ચૂંટણીમાં વિલંબ થયો હતો. હાલમાં આ સંસ્થાઓમાં વહીવટદારો કાર્યરત છે. હવે ચૂંટણીની જાહેરાત થતાં જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે અને લોકશાહી ઢબે નવા જનપ્રતિનિધિઓની પસંદગીનો માર્ગ મોકળો થશે.

અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં વધારો: CBIએ બેંક છેતરપિંડી કેસમાં નવી FIR નોંધાવી

0

ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ અનિલ અંબાણી અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. CBIએ એક મોટા બેંકિંગ અને રોકાણ કૌભાંડના સંદર્ભમાં નવી એફઆઈઆર દાખલ કરી છે. રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, તેના ભૂતપૂર્વ ચેરમેન અનિલ અંબાણી અને અનેક અજાણ્યા વ્યક્તિઓ સામે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, આ સમગ્ર મામલો ભારતીય જીવન વીમા નિગમ (LIC) સાથે સંકળાયેલા કથિત છેતરપિંડી સાથે સંબંધિત છે.

CBI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, LIC ને આશરે ₹3,750 કરોડનું મોટું નુકસાન થયું છે. LIC એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ દ્વારા જારી કરાયેલા સિક્યોર્ડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) માં કુલ ₹4,500 કરોડનું રોકાણ કર્યું હતું. 2009 માં ₹3,000 કરોડ અને 2012 માં ₹1,500 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. જોકે, ₹3,750 કરોડ બાકી છે, જેના કારણે છેતરપિંડીના આરોપો છે.

શું છે આરોપ?
CBI દ્વારા દાખલ કરાયેલી એફઆઈઆરમાં જણાવાયું છે કે LICના પ્રાદેશિક મેનેજર (કાનૂની) મનોજ કુમાર તેજનની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો હતો. કેસમાં આરોપ છે કે છેતરપિંડીભર્યા રોકાણ વ્યવહારો થયા હતા અને એલઆઈસીને ઇરાદાપૂર્વક નાણાકીય નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

આ LIC કેસમાં કેટલાક અજાણ્યા સરકારી અધિકારીઓની ભૂમિકા પણ શંકાસ્પદ છે, અને તેમની તપાસ કરવામાં આવશે. CBI હવે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી નક્કી કરી શકાય કે આટલું મોટું રોકાણ કેવી રીતે ખોવાઈ ગયું અને તેના માટે કોણ જવાબદાર છે.

સાન ફ્રાન્સિસ્કો ખાડીમાં વિન્ડસર્ફર વ્હેલ સાથે અથડાતાં હવામાં ઉછળ્યો

સાન ફ્રાન્સિસ્કોમાં એક વિન્ડસર્ફરને પાછળથી “એક દિવસનો ‘વ્હેલ” તરીકે વર્ણવવામાં આવ્યો હતો, જયારે તે સપાટી પર દેખાતી ગ્રે વ્હેલ સાથે અથડાઈ ગયો હતો, આ મુલાકાત હવે કાઢી નાખવામાં આવેલા એક વિડિઓમાં કેદ થઈ ગઈ હતી જે ત્યારથી વ્યાપકપણે ઓનલાઈન પ્રસારિત થઈ રહી છે.

આ ઘટના ક્રિસી ફિલ્ડ ખાતે બની હતી, જ્યાં એરિક કેમર પાણીમાં ગ્લાઈડિંગ કરી રહ્યો હતો ત્યારે અચાનક વ્હેલ તેના રસ્તામાં આવી ગઈ. પ્રતિક્રિયા આપવાનો સમય ન મળતાં, તેણે પ્રાણીને ટક્કર મારી અને તેના બોર્ડ પરથી નીચે પડી ગયો અને પાણીમાં પડી ગયો.

આ ક્ષણના ફૂટેજ, જે મૂળ ક્રેમર દ્વારા પોસ્ટ કરવામાં આવ્યા હતા પરંતુ પછીથી કાઢી નાખવામાં આવ્યા હતા, તેમાં શાંત ખાડીનું દ્રશ્ય દેખાય છે, પૃષ્ઠભૂમિમાં એક માલવાહક જહાજ સતત આગળ વધી રહ્યું છે, દરિયા કિનારા પર વિખેરાયેલા લોકો, વિન્ડસર્ફર ઝડપથી ફ્રેમમાં આવે તે પહેલાં. થોડીક સેકંડ પછી, વ્હેલ સપાટી તોડે છે, અને ટક્કર તેને ઉડાન ભરે છે. પ્રાણી મોટાભાગે બેભાન દેખાય છે, પાણીની નીચે ગાયબ થઈ જાય છે, જ્યારે ક્રેમર તરતો, હચમચી ગયેલો પરંતુ દેખીતી રીતે અકબંધ રહે છે.

ન્યૂ યોર્ક પોસ્ટ દ્વારા ટાંકવામાં આવેલા ક્લિપ સાથેના કેપ્શનમાં, કેમરે લખ્યું: “તે એક દિવસનો ‘વ્હેલ’ હતો.. કૃપા કરીને સાવચેત રહો અને વન્યજીવનનો આદર કરો, મેં મારી ગતિ ખૂબ જ ઓછી કરી દીધી હતી કારણ કે મેં આ વિસ્તારમાં બે વ્હેલ જોઈ હતી, પરંતુ મારા છેલ્લા દોડમાં તે મારી સામે જ દેખાઈ આવી.

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના પાર્થિવદેહ કોચ્ચી પહોંચ્યા

કુવૈતમાં વિવિધ કારણોસર જીવ ગુમાવનારા 20 ભારતીયોના પાર્થિવ દેહ મંગળવારે લાંબી રાહ જોયા બાદ કેરળના કોચ્ચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિને કારણે વિમાન સેવાઓમાં મોટો વિક્ષેપ પડ્યો હતો, જેના લીધે આ મૃતદેહોને ભારત લાવવામાં ઘણો સમય લાગ્યો હતો. કુવૈત એરવેઝની વિશેષ ઉડાન KU5632 કોલંબો થઈને કોચ્ચી પહોંચી હતી. આ એક ખાસ ફ્લાઇટ હતી જેમાં કોઈ મુસાફરો નહોતા, તે માત્ર પાર્થિવ દેહ લાવવા માટે જ ઓપરેટ કરવામાં આવી હતી.

એરપોર્ટ પ્રશાસનના જણાવ્યા અનુસાર, વિમાન લેન્ડ થતાની સાથે જ તમામ 20 મૃતદેહોને તેમના વતન મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મૃતકોમાં મોટાભાગના લોકો કેરળના કોઝીકોડ, અલાપ્પુઝા અને કોટ્ટાયમ જિલ્લાના રહેવાસી હતા. આ ઉપરાંત, કેટલાક મૃતદેહોને સડક માર્ગે તમિલનાડુ મોકલવા માટે એમ્બ્યુલન્સ અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ અગાઉથી જ પૂર્ણ કરી લેવામાં આવી હતી.

મહત્ત્વની વાત એ છે કે, આ મૃત્યુને ત્યાં ચાલી રહેલા યુદ્ધ સાથે કોઈ સીધો સંબંધ નથી, પરંતુ યુદ્ધના કારણે પેદા થયેલી વ્યુહરચના અને ફ્લાઇટના ખોરવાયેલા શેડ્યૂલને કારણે આ વિલંબ થયો હતો. લાંબા સમયથી પડતર રહેલી તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ હવે તમામ પાર્થિવ દેહ તેમના પરિજનોને સોંપવામાં આવ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે આંતરરાષ્ટ્રીય સંઘર્ષોની અસર માત્ર જીવતા લોકો પર જ નહીં, પણ માનવીય સંવેદનાઓ અને અંતિમ સંસ્કાર જેવી પ્રક્રિયાઓ પર પણ પડે છે.

કાનપુરમાં તાંત્રિક કાંડ: વહુને નિર્વસ્ત્ર કરી પૂજા કરાવવાનો આક્ષેપ, સસરા-પતિ સામે FIR નોંધાઈ

0

ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક શ્રીમંત ઝવેરી પરિવાર સામે નવપરિણીત મહિલાએ દહેજ ઉત્પીડન, માનસિક અને શારીરિક ત્રાસ તથા તંત્ર-મંત્રની આડમાં અમાનવીય વર્તનના ગંભીર આક્ષેપ લગાવ્યા છે. મહિલાનો આરોપ છે કે લગ્નના થોડા જ દિવસોમાં તેના સાસરિયાઓએ તેને તાંત્રિક વિધિમાં ભાગ લેવા માટે દબાણ કર્યું. વિરોધ કરતા તેના પતિ અને સસરાએ બળજબરીથી કપડાં ઉતારી તેને પરિવાર સામે નગ્ન બેસાડી તાંત્રિક પૂજા કરાવી હતી.

મહિલાના જણાવ્યા મુજબ, સાસરિયાઓ કહેતા હતા કે “નગ્ન રહીને તાંત્રિક વિધિ કરવાથી જ સંપત્તિ મળે છે.” આ ગંભીર મામલે મહિલાએ કાનપુર પોલીસ કમિશનરને ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

આ ઘટના કાનપુરના પાંડુ નગર વિસ્તારમાં રહેતા ઝવેરી પરિવાર સાથે સંકળાયેલી છે. 25 વર્ષની પીડિતાના લગ્ન માર્ચ 2024માં થયા હતા. લગ્નમાં તેના પરિવાર દ્વારા 5 કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો, જેમાં ફોર્ચ્યુનર કાર, સોના-ચાંદીના દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓ આપવામાં આવી હતી. તેમ છતાં સાસરિયાઓ વધુ દહેજની માંગણી કરતા રહ્યા હતા. તેઓએ 2 કિલો સોનું અને 2 કરોડ રૂપિયા રોકડા ન મળતા સતત દબાણ કર્યું હતું.

મહિલાએ જણાવ્યું કે લગ્ન પછી થોડા જ સમયમાં સાસરિયાઓના ઘરમાં તાંત્રિક વિધિઓ થતી હોવાની જાણ થઈ. મધરાત્રિથી સવાર સુધી ચાલતી આ વિધિઓમાં પરિવારના સભ્યો નગ્ન રહેતા હતા. સાસુ સહિતના લોકોએ મહિલાને પણ તેમાં જોડાવા કહ્યું, પરંતુ તેણે ઇનકાર કર્યો. ત્યારબાદ તેના પતિ અને સસરાએ બળજબરીથી કપડાં ઉતારી દીધા અને તેને અપમાનજનક સ્થિતિમાં મૂકી દીધી.

આ દરમિયાન સાસુએ તેને માર માર્યો અને કહ્યું કે તેના પર “છાયો” છે. મહિલાના જણાવ્યા મુજબ, તેના શરીર પર રાખ લગાવવામાં આવી અને તેને ધમકી આપવામાં આવી કે જો તે આ વિધિઓમાં ભાગ નહીં લે તો તેને તાંત્રિક રીતે નુકસાન પહોંચાડવામાં આવશે. પતિએ તેને સસરા સાથે રૂમમાં બંધ કરી દીધી અને કલાકો સુધી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો.

મહિલાએ વધુમાં જણાવ્યું કે આ પછી પણ ત્રાસ બંધ થયો નહોતો. તેને અનેકવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. જ્યારે તે પોતાના પિયરમાં પરત ફરી અને સમગ્ર ઘટના જણાવી, ત્યારે પણ સાસરિયાઓએ વધારાના દહેજ રૂપે એક કિલો સોનું અને ઘર લાવવા માટે દબાણ કર્યું. અંતે તેને માત્ર બે કપડાંમાં જ ઘરની બહાર કાઢી મુકવામાં આવી.

30 માર્ચે પીડિતાએ પોલીસ કમિશનર રઘુબીર લાલને મળી સમગ્ર ઘટના વર્ણવી હતી. તેમની સૂચનાથી સિવિલ લાઇન્સ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સસરા, સાસુ અને અન્ય પરિવારજનો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

આ મામલે આરોપી પરિવાર સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમના મોબાઇલ ફોન બંધ મળ્યા હતા. મહિલા અધિકાર સંગઠનો પણ આ કેસ પર નજર રાખી રહ્યા છે અને તાંત્રિક વિધિના નામે મહિલાઓ પર થતા અત્યાચાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ 2026 અંતર્ગત 422 વર્ષ પ્રાચીન મહાવીર સ્વામી જિનાલય

શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ 2026ના પાવન અવસર પર સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલ 422 વર્ષ જૂના મહાવીર સ્વામી જિનાલયમાં ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરને દેવ વિમાન જેવી આકર્ષક સજાવટથી સજાવવામાં આવ્યું હતું, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

મંદિર પરિસરમાં પુષ્પો, ઝગમગતા દીવડા અને ઝવેરાતની આંગી દ્વારા કરવામાં આવેલી શોભા અદભુત લાગી રહી હતી. આ અનોખી સજાવટના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. હજારો શ્રદ્ધાળુઓએ ભાવભીની શ્રદ્ધા સાથે ભગવાન મહાવીરના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

આ પ્રસંગે સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયો હતો. મંદિરમાં ધાર્મિક વિધિઓ, પ્રાર્થનાઓ અને પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગોપીપુરાનો આ પ્રાચીન જિનાલય ફરી એકવાર શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બની ઊભર્યું હતું.