HomeNationalહિમાચલના સોલનમાં ભીષણ ગેસ બ્લાસ્ટ: આગમાં બાળકીનું કરુણ મોત, 8-9 મોતની આશંકા

હિમાચલના સોલનમાં ભીષણ ગેસ બ્લાસ્ટ: આગમાં બાળકીનું કરુણ મોત, 8-9 મોતની આશંકા

Date:

Related stories

બારડોલી પરિવાર હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા : મહારાષ્ટ્રમાંથી એક આરોપી ઝડપાયો, અન્ય 3ની શોધખોળ તેજ

સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં શ્રમજીવી પરિવારના છ સભ્યોને ઉકાઈ...

રેલવે ટ્રેક ઓળંગતી વખતે અકસ્માતમાં મોત થાય તો પણ પરિવારને મળશે વળતર, ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે રેલવે અકસ્માતમાં મૃત્યુ પામેલા મુસાફરના પરિવારને રાહત...
spot_img

હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં રવિવારે એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. અર્કી બજાર વિસ્તારમાં મધરાતે આશરે 2:30 વાગ્યે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં એક બાળકી જીવતી સળગી ગઈ છે. તેમજ આ ભયાનક દુર્ઘટનામાં હજુ પણ 8-9 લોકોના મોતની આશંકા છે. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે આખા બજારને બાનમાં લીધું હતું, જેના કારણે 6થી વધુ મકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા અને અનેક દુકાનોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.

એક મકાનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ લીધું
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આગ એક રહેણાંક મકાનમાં આગી હતી, તેમજ ઘરમાં રાખેલા એલપીજી સિલિન્ડરો એક પછી એક ફાટવાને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સાંકડી ગલીઓ અને સતત થતા ધડાકાઓને કારણે ફાયર બ્રિગેડ માટે બચાવ કામગીરી કરવી અત્યંત પડકારજનક બની હતી. ગભરાયેલા રહીશો જીવ બચાવવા માટે ઘરની બહાર દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરો, પોલીસ અને સ્થાનિક સ્વયંસેવકોની કલાકોની મહેનત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો, પરંતુ ત્યાં સુધીમાં બજારનો મોટો હિસ્સો રાખમાં ફેરવાઈ ગયો હતો.

સર્ચ ઓપરેશન તેજ
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં સિલિન્ડર બ્લાસ્ટ મુખ્ય કારણ જણાય છે. હાલમાં મૃત્યુ પામેલા લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર અર્કી પંથકમાં શોક અને ભયનો માહોલ છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પીડિત પરિવારોને રાહત પહોંચાડવાની કામગીરી અને આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે.

Subscribe

Latest stories