HomeSurat Cityસુરતમાં એક જ પરિવારના ત્રણ સભ્યની સામૂહિક આત્મહત્યા

સુરતમાં એક જ પરિવારના ત્રણ સભ્યની સામૂહિક આત્મહત્યા

Date:

Related stories

શુભમન ગિલે રચ્યો ઇતિહાસ, અભિષેક શર્માને પાછળ છોડી જીત્યો ICCનો મોટો એવોર્ડ

ICCએ સપ્ટેમ્બર મહિનાના પ્લેયર ઑફ ધ મન્થ તરીકે ભારતીય...

આજનું રાશિફળ 13 ઑક્ટોબર 2026: જાણો તમામ 12 રાશિઓનું ભવિષ્ય અને કેવો રહેશે તમારો દિવસ!

♈ મેષ: આજે કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી અથવા મહત્વપૂર્ણ તક...
spot_img

સુરતમાંથી ફરી એકવાર સામૂહિક આત્મહત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા એન્ટેલિયા ફ્લેટમાં માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ ઝેરી દવા ગટગટાવીને જીવનનો અંત આણ્યો છે. આમહત્યાની જાણ થતાં સોસાયટીના રહીશોએ તમામને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં હાજર ડૉક્ટરોની ટીમે તેમને મૃત જાહેર કર્યા હતાં.

પ્રાથમિક મળતી માહિતી મુજબ, આર્થિક સંકડામણના લીધે ભરતભાઇ સસાંગિયા (પુત્ર), વનિતા સસાંગિયા (પત્ની) અને પુત્ર હર્ષ સસાંગિયાએ આ પગલું ભર્યું હતું. ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લેણદારો હેરાન કરતાં હોવાથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પુત્ર બેંક લોનનું કામ કરતો હોવાથી દેવું થતાં આર્થિક સંકડામણને કારણે પગલું ભર્યાનું હાલમાં પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. મૃતકોના ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લેણદારો હેરાન કરતા હતા, જેથી આપઘાત કર્યાનો ઉલ્લેખ છે. આ મામલે અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

સમગ્ર મામલે જાણ થતાં પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં તપાસ દરમિયાન તેમને સુસાઇડ નોટ મળી હતી. આ સુસાઇડ નોટમાં પરિવારને પરેશાન કરતાં અનેક લોકોના નામ પણ લખવામાં આવ્યા છે. આ સિવાય પોલીસે તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી સુસાઇડ નોટ કબ્જે કરી છે. સુસાઇડ નોટ તેમજ આસપાસના લોકો સાથે પૂછપરછ સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.

મૃતકોનાં નામ

(1) ભરતભાઈ દિનેશભાઈ સસાંગિયા (પિતા)
(2) વનિતાબેન ભરતભાઈ સસાંગિયા (માતા)
(3) હર્ષ ભરતભાઈ સસાંગિયા (પુત્ર)

Subscribe

Latest stories