જાપાનનો પ્રથમ ખાનગી ઉપગ્રહ લોન્ચ થયાની સેકન્ડોમાં વિસ્ફોટ થયો

Share this story

જાપાનમાં પ્રથમ વખત ખાનગી ક્ષેત્રની કંપનીએ રોકેટ બનાવ્યું. પરંતુ જાપાનની પ્રથમ ખાનગી કંપનીનું રોકેટ લૉન્ચ થયાના થોડા સમય બાદ જ વિસ્ફોટથી તૂટી પડ્યું હતું. આ ઘટના લાઇવ સ્ટ્રીમ વિડિયો પર કેપ્ચર કરવામાં આવી હતી, જેમાં નજીકના પર્વતીય વિસ્તાર અને સમુદ્રમાં પડેલા અવશેષો દર્શાવવામાં આવ્યા હતા. તે આગળ જમીન પર પડેલા રોકેટના ટુકડાઓ દર્શાવે છે, કારણ કે ફાયર હોસીસ મોટી આગને ઓલવવાનો પ્રયાસ કરી રહી હતી.

ટોક્યો સ્થિત સ્ટાર્ટઅપ ‘સ્પેસ વન‘ ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મૂકનારી જાપાનની પ્રથમ ખાનગી કંપની બનવામાં નિષ્ફળ ગઈ જ્યારે તેનું ૧૮ મીટર લાંબુ ઘન–ઈંધણ કૈરોસ રોકેટ વિસ્ફોટ થયો, વિસ્ફોટ બાદ, સ્થાનિક અગ્નિશામકોને ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા હતા. કેબિનેટ સેટેલાઇટ ઇન્ટેલિજન્સ સેન્ટરના જણાવ્યા અનુસાર, રોકેટ પરનો ઉપગ્રહ ઉત્તર કોરિયામાં લશ્કરી સુવિધાઓ પર દેખરેખ રાખવા માટે હાલના સરકારી ઉપગ્રહના કેટલાક કાર્યો કરવા માટે સક્ષમ હતો.

રોકેટ વિસ્ફોટ થયા બાદ આકાશમાં ધુમાડો અને આગની જ્વાળાઓ દેખાઈ રહી હતી. હાલ આ દુર્ઘટના અંગે તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, જાપાનમાં આ પહેલીવાર બન્યું હતું કે જ્યારે કોઈ ખાનગી કંપનીએ રોકેટ બનાવીને તેને અવકાશ ભ્રમણકક્ષામાં છોડ્યું હતું, પરંતુ લૉન્ચિંગના થોડા જ સમયમાં તે વિસ્ફોટ થયો હતો. ગયા વર્ષે જુલાઈમાં અન્ય એક જાપાની રોકેટ એન્જિનમાં લગભગ ૫૦ સેકન્ડની આગ બાદ વિસ્ફોટ થયો હતો.

આ પણ વાંચો :-