ઝારખંડમાં ચૂંટણી પહેલા IT એક્શનમાં, મુખ્યમંત્રીના પર્સનલ સેક્રેટરીના ઘરે દરોડા

Share this story

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના આડે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેનની પર્સનલ સેક્રેટરી સુનીલ શ્રીવાસ્તવના ઘર ઉપર કેન્દ્રીય એજન્સી ઇનકમ ટેક્સે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહીમાં એજન્સીના અધિકારીઓએ આવાસની તપાસ કરી અને દસ્તાવેજો તપાસ્યા.

ઝારખંડ હાઇકોર્ટે જૂનમાં ઝારખંડ મુક્તિ મોરચા (ઝામુમો) નેતા હેમંત સોરેનને કથિત જમીન કૌભાંડ કેસમાં જામીન આપ્યા હતા. ઇડીએ 31 જાન્યુઆરી 2024 ના રોજ સીએમ હેમંત સોરેન સાથે સાત કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કર્યા બાદ તેમની ધરપકડ કરી હતી. ત્યારબાદ હેમંત સોરેન રાજભવન ગયા અને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું.

કોંગ્રેસ નેતા રાકેશ સિન્હાએ હેમંત સોરેનના ઘરે રેડ મુદ્દે કહ્યું હતું કે આ કાર્યવાહી ફક્ત વિપક્ષી નેતાઓ પર દબાણ બનાવવા માટે કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે ‘ઝારખંડ માટે આ કોઇ નવી વાત નથી. રાજ્યમાં વિપક્ષી નેતાઓ અને તેમના અંગત કર્મચારીઓ પર સતત ઇન્કમ ટેક્સ રેડ પાડવામાં આવે છે. ભાજપ હવે ફક્ત ઇન્કમ ટેક્સ અને ઇડી રેડ દ્વારા પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહી છે. અહીં જનતા પહેલાં જ તેમને નકારી ચૂકી છે. આ પ્રકારની કાર્યવાહીથી ફક્ત વિપક્ષી નેતાઓ પર દબાણ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.’

આ પણ વાંચો :-