HomeInternationalઓમાન નજીક ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલો, 9 ભારતીય નાવિકોનો બચાવ, 2...

ઓમાન નજીક ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલો, 9 ભારતીય નાવિકોનો બચાવ, 2 લાપતા નાવિકોની શોધખોળ ચાલુ

Date:

Related stories

IPLમાંથી ધોનીની વિદાય! હવે ખેલાડી નહીં, CSKના મેન્ટર તરીકે સંભાળશે નવી જવાબદારી

ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીના IPL કરિયરને...

ઉત્તરાખંડમાં ભયાનક બસ દુર્ઘટના: પુલ પરથી 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી બસ, 10નાં મોત અને 26 ઘાયલ

ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર ગૂલર બજાર નજીક વહેલી સવારે અકસ્માત;...

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા: કુલગામ એન્કાઉન્ટરમાં લશ્કરનો મોસ્ટ વોન્ટેડ કમાન્ડર લતીફ ભટ સહિત બે આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના દક્ષિણ કાશ્મીરમાં આવેલા કુલગામ જિલ્લાના લારૂ વિસ્તારમાં સુરક્ષાદળો...
spot_img

ઓમાનના દરિયાકાંઠા નજીક ઓઇલ ટેન્કર MT Petro Dolphin પર ડ્રોન હુમલાની ઘટના સામે આવી છે. ટેન્કરમાં સવાર 11 ભારતીય નાવિકોમાંથી 9ને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય 2 નાવિકો હજુ લાપતા છે. કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે લાપતા નાવિકોની શોધ માટે સ્થાનિક કોસ્ટ ગાર્ડની મદદથી સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

હુમલા બાદ બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે અને સંબંધિત અધિકારીઓ સતત સંપર્કમાં રહીને લાપતા નાવિકોને શોધવાના પ્રયાસો કરી રહ્યા છે. હાલમાં સમગ્ર ધ્યાન લાપતા બંને ભારતીય નાવિકોને સુરક્ષિત શોધી કાઢવા પર કેન્દ્રિત છે.

Subscribe

Latest stories