‘પૂર્વી ભારતીય ચીની જેવા તો દક્ષિણના આફ્રિકી જેવા’, સામ પિત્રોડાનું નિવેદન

Share this story

લોકસભા ૨૦૨૪ની ચૂંટણીના પ્રચાર દરમિયાન નેતાઓ પોતાની જીભ પર કાબુ રાખી શક્યા નથી અને બેફામ નિવેદન આપી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ વધુ એક વિવાદિત નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સામ પિત્રોડાના નિવેદનથી વિવાદ ઉભો થયો હતો. ત્યારે હવે વધુ એક નિવેદનથી ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.

Imageઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ કહ્યું, ‘અમે અત્યાર સુધીની જેમ વિવિધતામાં એકતા જાળવી શકીએ છીએ. છેલ્લા ૭૫ વર્ષોમાં, અમે એક સારું વાતાવરણ બનાવ્યું છે જ્યાં દરેક વ્યક્તિ રહી શકે. તેમણે કહ્યું, ‘ભારત જેવા વૈવિધ્યસભર દેશને આપણે સાથે રાખી શકીએ છીએ. પૂર્વ ભારતના લોકો ચીન જેવા દેખાય છે. પશ્ચિમના લોકો આરબો જેવા દેખાય છે, ઉત્તરના લોકો ગોરા જેવા અને દક્ષિણ ભારતીયો આફ્રિકન જેવા દેખાય છે. આ વાતોથી કંઈક ફરક પણ નથી પડતો. આપણે બધા એક છીએ અને ભાઈ-બહેન છીએ. સામ પિત્રોડાએ ધ સ્ટેટ્સમેનને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી છે, જે હવે વાયરલ થઈ રહી છે.

તેમણે કહ્યું કે ભારતના લોકો ભાષાકીય, ધાર્મિક અને ખાદ્ય વિવિધતાનું સન્માન કરે છે, જે દરેક પ્રદેશમાં બદલાય છે. હું ફક્ત આ ભારતમાં જ માનું છું. જ્યાં દરેક માટે જગ્યા હોય અને તેમને પોતાની રીતે જીવન જીવવાનો મોકો મળે. તેમણે એમ પણ કહ્યું કે રામ મંદિર દ્વારા આજે ભારતના લોકશાહી, સ્વતંત્રતા અને ઉદારતાના વિચારને પડકારવામાં આવી રહ્યો છે.

સામ પિત્રોડાના ઈન્ટરવ્યુની આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમના નિવેદન પર આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ પણ ટિપ્પણી કરી છે. તેણે કહ્યું, ‘સામ ભાઈ, હું પૂર્વોત્તરનો છું અને ભારતીય દેખાઉં છું. અમે વિવિધતામાં માનીએ છીએ. આપણે ભલે જુદા દેખાઈએ, પણ આપણે બધા એક છીએ. અમારા દેશ વિશે થોડું તો સમજી લો. જણાવી દઈએ કે, વારસાગત વેરાના મામલામાં સામ પિત્રોડા એટલા ઘેરાયા હતા કે કોંગ્રેસે તેમના નિવેદનથી દૂરી લીધી હતી.

આ પણ વાંચો :-