HomeNationalસીમાંકન બિલને DMKનું સમર્થન, સ્ટાલિને કહ્યું- 3 વર્ષની લડત સફળ; આગામી 25...

સીમાંકન બિલને DMKનું સમર્થન, સ્ટાલિને કહ્યું- 3 વર્ષની લડત સફળ; આગામી 25 વર્ષ સુધી તમિલનાડુનું પ્રતિનિધિત્વ સુરક્ષિત

Date:

Related stories

IND vs NZ: ન્યૂઝીલેન્ડના બોલરો સામે ભારતીય બેટિંગ ધરાશાયી, બીજા દિવસના અંતે ટીમ ઈન્ડિયાએ 6 વિકેટ ગુમાવી

ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડનો દબદબો, ભારત હજુ 240 રન પાછળ ક્રાઇસ્ટચર્ચના...

Royal Enfield Himalayan 750 ભારતમાં લોન્ચ: 743ccનું પાવરફુલ એન્જિન, 5 રાઇડિંગ મોડ્સ અને Google Mapsની સુવિધા

ભારતીય ટૂ-વ્હીલર માર્કેટમાં Royal Enfield એ પોતાની નવી એડવેન્ચર...

સ્પેન નજીક દરિયામાં ફસાઈ બોટ: ખાવા-પીવાના અભાવે 15 પ્રવાસીઓનાં મોત, 100ના જીવ જોખમમાં મુકાયા

સ્પેનના કેનેરી ટાપુઓ નજીક એટલાન્ટિક મહાસાગરમાં પ્રવાસીઓથી ભરેલી બોટમાં...
spot_img

લોકસભા સીમાંકન બિલને લઈને તમિલનાડુના રાજકારણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિને કેન્દ્ર સરકારના સુધારેલા સીમાંકન બિલને સમર્થન આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. સ્ટાલિનના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે પાર્ટીની બે મુખ્ય માંગણીઓ સ્વીકારી છે, જેના કારણે તમિલનાડુનું સંસદમાં પ્રતિનિધિત્વ આગામી 25 વર્ષ સુધી સુરક્ષિત રહેશે.

DMKના સાંસદોની બેઠક બાદ સ્ટાલિને જણાવ્યું હતું કે, પાર્ટીની ત્રણ વર્ષથી ચાલી રહેલી લડતને સફળતા મળી છે. તેમણે સાંસદોને સંસદના વિશેષ સત્ર દરમિયાન પાર્ટીનું વલણ સ્પષ્ટ રીતે રજૂ કરવા અને તમિલનાડુના હિતોનું રક્ષણ કરવા સૂચના આપી છે.

DMKની બે મુખ્ય માંગણીઓ સ્વીકારાઈ

સ્ટાલિને જણાવ્યું કે પાર્ટીની પ્રથમ માંગ હતી કે લોકસભાની બેઠકોમાં વધારો થાય તો પણ તમિલનાડુનો હાલનો 7.18 ટકા હિસ્સો ઘટવો જોઈએ નહીં.

બીજી માંગ હતી કે 1971ની વસ્તી ગણતરીના આધારે રાજ્યો વચ્ચે લોકસભાની બેઠકોનું જે પ્રમાણ નક્કી કરવામાં આવ્યું છે, તેને આગામી 25 વર્ષ સુધી યથાવત રાખવામાં આવે.

સ્ટાલિનના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારના નવા પ્રસ્તાવમાં આ બંને બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી DMKએ બિલને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.

ઉત્તર ભારતના રાજ્યોને વધુ બેઠકો મળવાની આશંકા દૂર થઈ?

DMK લાંબા સમયથી સીમાંકનનો વિરોધ નહીં, પરંતુ વસ્તીના આધારે થનારા અસમાન સીમાંકનનો વિરોધ કરતી આવી છે.

પાર્ટીનું માનવું હતું કે દક્ષિણ ભારતનાં રાજ્યોએ વસ્તી નિયંત્રણમાં સફળતા મેળવી છે. જો લોકસભાની બેઠકો માત્ર નવી વસ્તી ગણતરીના આધારે વધારવામાં આવે, તો ઉત્તર ભારતનાં રાજ્યોની બેઠકોમાં વધુ વધારો થઈ શકે અને દક્ષિણનાં રાજ્યોનું પ્રમાણ ઘટી શકે.

સ્ટાલિને કહ્યું કે જો DMKએ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો ન હોત, તો તમિલનાડુના સંસદીય પ્રતિનિધિત્વને નુકસાન થઈ શક્યું હોત.

કોંગ્રેસ પર પણ સાધ્યું નિશાન

DMKએ કોંગ્રેસ પર સીમાંકન મુદ્દે પોતાનું વલણ બદલવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીના ઠરાવમાં કોંગ્રેસ અગાઉ ‘ન્યાયપૂર્ણ સીમાંકન’ની વાત કરતી હતી, પરંતુ હવે રાજકીય કારણોસર ‘સીમાંકન નહીં’ના વલણ તરફ જઈ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

DMKએ સ્પષ્ટ કર્યું છે કે તે સીમાંકનના વિરોધમાં નથી, પરંતુ રાજ્યો વચ્ચે સમાન અને ન્યાયપૂર્ણ પ્રતિનિધિત્વ જળવાઈ રહે તે જરૂરી છે.

30 નવેમ્બરથી સંસદનું વિશેષ સત્ર

સીમાંકન બિલ અને મહિલા આરક્ષણના મુદ્દે સંસદનું વિશેષ સત્ર 30 નવેમ્બરથી શરૂ થવાનું છે. કેન્દ્ર સરકાર લોકસભાની બેઠકોમાં 50 ટકા વધારો કરવાની યોજના ધરાવે છે.

DMKના 22 લોકસભા સાંસદોનું સમર્થન કેન્દ્ર સરકાર માટે મહત્વપૂર્ણ બની શકે છે, કારણ કે બંધારણીય સુધારા માટે સંસદમાં વિશેષ બહુમતી જરૂરી છે.

Subscribe

Latest stories