HomeNational26/11 મુંબઈ આતંકી હુમલાની 18મી વરસીએ શહીદોને અપાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ, રાજ્યપાલ અને...

26/11 મુંબઈ આતંકી હુમલાની 18મી વરસીએ શહીદોને અપાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ અર્પી પુષ્પાંજલિ

Date:

Related stories

૨૬ નવેમ્બર ૨૦૨૬ રાશિફળ: ગુરુવારે ૧૨ રાશિના જાતકો માટે કેવો રહેશે દિવસ? જાણો આજનું રાશિભવિષ્ય

મેષ (Aries):ગુરુવાર અને દેવગુરુ બૃહસ્પતિના સાનુકૂળ પ્રભાવથી તમારા આત્મવિશ્વાસ...

Video : પુણે કોર્ટની બહાર ફિલ્મી ઢબે હુમલો: હત્યાના આરોપી પર ધારદાર હત્યારથી જીવલેણ હુમલો, હાથ કાપી નાખ્યો

મહારાષ્ટ્રના પુણેમાં શિવાજીનગર કોર્ટની બહાર બુધવારે બપોરે ધોળા દિવસે...

શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1800 પોઈન્ટથી વધુ ઉછળ્યો, નિફ્ટી 25,900ને પાર

મુંબઈ: ભારતીય શેરબજારમાં બુધવાર, 25 નવેમ્બર 2026ના રોજ જોરદાર...

વૈભવ સૂર્યવંશીનો ઐતિહાસિક ધમાકો! 53 બોલમાં 204 રન ફટકાર્યા, ભારત-Aએ UAEને 7 વિકેટે હરાવ્યું

દોહામાં રમાયેલી રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026ની મેચમાં ભારત-Aએ...
spot_img

મુંબઈ: વર્ષ 2008માં મુંબઈમાં થયેલા ભયાનક 26/11 આતંકી હુમલાની આજે 18મી વરસી નિમિત્તે શહીદો અને નિર્દોષ નાગરિકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

મહારાષ્ટ્રના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્મા અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે મુંબઈ પોલીસ હેડક્વાર્ટર ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવાર, પોલીસ મહાનિર્દેશક સદાનંદ દાતે, મુંબઈ પોલીસ કમિશનર દેવેંન ભારતી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ દરમિયાન રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ 26/11ના હુમલામાં શહીદ થયેલા પોલીસકર્મીઓના પરિવારજનો સાથે પણ મુલાકાત કરી હતી.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મુંબઈની રક્ષા કરતાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા બહાદુર જવાનો અને જીવ ગુમાવનારા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

26 નવેમ્બર 2008ના રોજ પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આવેલા લશ્કર-એ-તૈયબાના 10 ભારે હથિયારધારી આતંકવાદીઓએ મુંબઈમાં અનેક સ્થળોએ હુમલા કર્યા હતા. આ ભયાનક હુમલામાં વિદેશી નાગરિકો સહિત કુલ 166 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા હતા.

આ હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું હતું. ત્યારબાદ ભારતે આતંકવાદ સામે લડવા માટે સુરક્ષા વ્યવસ્થામાં અનેક મહત્ત્વપૂર્ણ ફેરફારો કર્યા હતા.

Subscribe

Latest stories