HomeGujaratજાપાનના ઓસાકામાં ગુજરાતમાં રોકાણ માટે હર્ષ સંઘવીએ યોજી હાઈલેવલ બેઠક, જાપાની ઉદ્યોગપતિઓને...

જાપાનના ઓસાકામાં ગુજરાતમાં રોકાણ માટે હર્ષ સંઘવીએ યોજી હાઈલેવલ બેઠક, જાપાની ઉદ્યોગપતિઓને આપ્યું આમંત્રણ

Date:

Related stories

ફ્રાન્સમાં તોફાનીઓનો તાંડવ : ઐતિહાસિક ધરોહરોને આગ ચાંપી, દુકાનોમાં લૂંટફાટ; 2,400 લોકોની ધરપકડ

પેરિસ: ફ્રાન્સમાં મોંઘવારી, જીવનનિર્વાહના વધતા ખર્ચ અને યુવાનોના ભવિષ્યને...

ગુજરાતમાં દશેરા 2026 ક્યારે ? જાણો રાવણ દહન અને શસ્ત્ર પૂજાનું શુભ મુહૂર્ત

ગુજરાતમાં દશેરા 20 ઓક્ટોબરે ઉજવાશે, શસ્ત્ર પૂજા માટે બપોરનો...

દશેરા 2026 : આ દિવસે ભૂલથી પણ ન કરશો આ 5 કામ, ધાર્મિક માન્યતા અનુસાર અશુભ મનાય છે !

હિન્દુ ધર્મમાં દશેરા એટલે કે વિજયાદશમીના પર્વનું વિશેષ મહત્ત્વ...
spot_img

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાપાનના ઓસાકા ખાતે અગ્રણી જાપાની ઉદ્યોગપતિઓ અને રોકાણકારો સાથે ‘ઇન્વેસ્ટ ઇન ગુજરાત’ વિષય પર ઉચ્ચસ્તરીય રાઉન્ડટેબલ બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત અને જાપાન વચ્ચેના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો તેમજ રાજ્યમાં મોટા પાયે વિદેશી રોકાણ આકર્ષવાનો હતો.

બેઠક દરમિયાન હર્ષ સંઘવીએ ગુજરાત વતી વૈશ્વિક ઉદ્યોગજગતના પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જાપાન ‘ઉગતા સૂર્યની ભૂમિ’ છે, જ્યારે ગુજરાત ‘નવી તકોની ભૂમિ’ છે. ભારત અને જાપાન વચ્ચેના સંબંધો માત્ર વેપાર પૂરતા સીમિત નથી, પરંતુ પરસ્પર વિશ્વાસ, સન્માન, સહિયારાં મૂલ્યો અને સાંસ્કૃતિક વારસાથી પણ જોડાયેલા છે.

ભારતના ઔદ્યોગિક વિકાસમાં ગુજરાતનું મહત્ત્વપૂર્ણ યોગદાન

ગુજરાતની આર્થિક તાકાત અને ઔદ્યોગિક વિકાસની વિગતો રજૂ કરતાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દેશની કુલ વસ્તીના માત્ર 5 ટકા લોકો ગુજરાતમાં વસે છે, તેમ છતાં દેશના જીડીપીમાં રાજ્યનો ફાળો 8 ટકાથી વધુ છે. ભારતના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 18 ટકા છે, જ્યારે દેશની કુલ નિકાસનો લગભગ એક તૃતીયાંશ હિસ્સો ગુજરાતમાંથી થાય છે.

આ ઉપરાંત, દેશના કુલ કાર્ગો હેન્ડલિંગમાં ગુજરાતનાં બંદરોનો હિસ્સો 40 ટકા જેટલો છે. રાજ્યની ઊર્જાની જરૂરિયાતમાં 65 ટકા હિસ્સો નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતો દ્વારા પૂરો થતો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી અને EV ક્ષેત્રમાં રોકાણની તકો

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતની ઓળખ ‘સ્પીડ, સ્કેલ અને સ્ટેબિલિટી’ એટલે કે ઝડપી નિર્ણયો, મોટા પાયે વિકાસ અને સ્થિરતા માટે છે. રાજ્યની નીતિઓ પારદર્શક અને સ્પષ્ટ છે, જે રોકાણકારો માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, ઇલેક્ટ્રિક વાહનો (EV) અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઊભરી રહ્યું છે. જાપાન પાસે અદ્યતન ટેક્નોલોજી છે, જ્યારે ગુજરાત પાસે કુશળ માનવબળ અને પ્રતિભા છે. બંનેની ક્ષમતાઓના સંયોજનથી વૈશ્વિક સ્તરે નવી તકોનું સર્જન થઈ શકે છે.

જાપાનના રોકાણકારોને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં જોડાવા આમંત્રણ

ગુજરાત અને જાપાન વચ્ચેના ઔદ્યોગિક સંબંધોનો ઉલ્લેખ કરતાં હર્ષ સંઘવીએ સુઝુકી, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને જાપાની ઔદ્યોગિક પાર્કને બંને વચ્ચેની મજબૂત ભાગીદારીનાં ઉદાહરણો ગણાવ્યાં હતાં.

તેમણે જાપાની રોકાણકારોને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપતાં કહ્યું હતું કે, “આવો, ગુજરાતને જુઓ, રોકાણ કરો અને અમારી સાથે વિકાસ કરો.”

ઉલ્લેખનીય છે કે ઓસાકામાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવી વિવિધ ક્ષેત્રોના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે 11 મહત્ત્વપૂર્ણ વન-ટુ-વન બેઠકો પણ યોજવાના છે. આ બેઠકોમાં ગુજરાતમાં મોટા પાયે રોકાણ આકર્ષવા, નવા ઔદ્યોગિક સહયોગ સ્થાપવા અને બંને પક્ષો માટે લાભદાયી ભાગીદારી વિકસાવવા પર ચર્ચા કરવામાં આવશે.

Subscribe

Latest stories