HomeGujaratપર્યુષણ એટલે માત્ર ધાર્મિક આરાધના નહીં, પરંતુ પોતાની જાત સુધી પહોંચવાની પવિત્ર...

પર્યુષણ એટલે માત્ર ધાર્મિક આરાધના નહીં, પરંતુ પોતાની જાત સુધી પહોંચવાની પવિત્ર યાત્રા : શ્રેણિક વિદાણી

Date:

Related stories

નવસારીમાં દેશનું પ્રથમ AI સુવિધા સાથેનું નમો કમલમનું વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીના નેશનલ હાઇવે ગ્રીડ નજીક ભાજપના...

મુંબઈના અંબાણી સેન્ટર ખાતે PM મોદીના કાર્યક્રમ પહેલા 2 શંકાસ્પદોની નકલી PMO ID અને બંદૂક સાથે અટકાયત

મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ...

વડોદરામાં PM મોદીએ હજારો યુવાનો સાથે કર્યો સંવાદ, ₹35 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ

વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હજારો યુવાનો સાથે સંવાદ કરી...

આશા ભોસલેનું છેલ્લું ફિલ્મી ગીત તેમની 93મી જન્મ તિથીએ રિલીઝ થયું

આશા ભોસલે હવે દુનિયામાં રહ્યા નથી છતાં પણ તેમના...
spot_img

પર્યુષણ એટલે માત્ર ધાર્મિક આરાધનાના આઠ દિવસ નહીં, પરંતુ પોતાની જાત સુધી પહોંચવાની એક પવિત્ર યાત્રા છે. આખું વર્ષ માણસ બહારની દુનિયામાં દોડતો રહે છે. ધન, વ્યવસાય, પ્રતિષ્ઠા, સબંધો અને સુખ, સગવડની પાછળ… પર્યુષણ તેને થોડા સમય માટે થોભવાનું અને પોતાના અંતરમાં જોવાનું આમંત્રણ આપે છે.

પર્યુષણ આત્મશુદ્ધિ, સંયમ, સ્વાધ્યાય, તપ અને પ્રતિક્રમણનું પર્વ છે. આ બધી આરાધનાનો અંતિમ હેતુ પોતાની જાતને વધુ શુદ્ધ અને પવિત્ર બનાવવાનો છે. આપણે ઘરની ધૂળ સાફ કરીએ છીએ, શરીરની સ્વચ્છતા રાખીએ છીએ, પરંતુ મનમાં વર્ષોથી જમા થયેલા ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા અને દ્વેષના જાળા સાફ કરીએ છીએ ખરા.. ? પર્યુષણ ભીતરની આ સફાઈ માટેનું પર્વ છે. આ દિવસોમાં જો આપણે પોતાની જાતને પૂછીએ કે મારા વિચાર, વાણી અને વર્તણૂંકથી કોણ દુભાયું છે..? કોને અન્યાય થયો છે..? તો પર્યુષણનું ચિંતન જીવંત બને.

આજના ઝડપી જીવનમાં માણસ પાસે દુનિયા માટે ઘણો સમય છે. પરંતુ પોતાની સાથે બેસવાનો સમય ઓછો છે. પર્યુષણ એ ખાલી જગ્યા પૂરી કરે છે.

આઠ દિવસની આરાધનાના અંતે જો આપણો ક્રોધ થોડો ઓછો, કરૂણા થોડી વધારે અને અહંકાર થોડો નાનો થયો હોય તો સમજવું કે આરાધના સાર્થક થઈ છે.

પર્યુષણ એટલે ઉત્સવ નહીં, પરંતુ આત્માને મળવાનો સોનેરી અવસર છે. આ મહાપર્વના પ્રથમ ત્રણ દિવસ શ્રાવકોના આચાર ઉપરના પ્રવચનો અને પછીના પાંચ દિવસ પવિત્ર કલ્પસૂત્ર ગ્રંથ ઉપરના પ્રવચનોની અવિરત ધારા મુનિ ભગવંતોના શ્રીમુખેથી ચાતુર્વિધ શ્રીસંઘ સાંભળશે.

Subscribe

Latest stories

spot_img