HomeInternationalVIDEO: કેપ ટાઉનમાં સ્ટેડિયમની છતથી માત્ર 12-14 મીટર ઉપરથી પસાર થયા બે...

VIDEO: કેપ ટાઉનમાં સ્ટેડિયમની છતથી માત્ર 12-14 મીટર ઉપરથી પસાર થયા બે પેસેન્જર જેટ!

Date:

Related stories

ચકલાસી નગરપાલિકામાં ભાજપને વધુ એક ઝટકો, પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામું

ખેડા જિલ્લાના ચકલાસી નગરપાલિકામાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ભાજપને વધુ...

ધરપકડ બાદ અભિજીત દીપકેને જેલમાં મોકલાશે? કોર્ટમાં થશે રજૂઆત, સુરક્ષા વધારાઈ

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ‘લહેરા દો તિરંગા માર્ચ’...

આજનું રાશિફળ 17 ઑક્ટોબર 2026: શનિવારે જાણો મેષથી મીન રાશિનું ભવિષ્યફળ

​મેષ (Aries): શનિવાર અને મા કાલરાત્રિની આરાધનાથી શત્રુભય, નકારાત્મક...

વાગરા GIDCની ફાર્મા કંપનીના રિએક્ટરમાં ભયાનક બ્લાસ્ટ, 5 શ્રમિકોનાં મોત, 6 ઘાયલ

ભરૂચ જિલ્લાના વાગરા GIDCમાં આવેલી સેનઝીલ ફાર્માકેમ પ્રા. લિ....
spot_img

દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં એક ચોંકાવનારો નજારો જોવા મળ્યો હતો. શહેરના DHL સ્ટેડિયમ ખાતે પ્રખ્યાત રગ્બી ટીમો સ્પ્રિંગબોક્સ (Springboks) અને ઓલ બ્લેક્સ (All Blacks) વચ્ચે રોમાંચક મેચ ચાલી રહી હતી. આ દરમિયાન સ્ટેડિયમની છતથી માત્ર 12થી 14 મીટર જેટલી ઊંચાઈએથી બે પેસેન્જર જેટ વિમાન પસાર થયા હતા.

આ બંને વિમાન Airlink કંપનીના Embraer પેસેન્જર જેટ હતા. વિમાનો સ્ટેડિયમની આટલી નજીકથી પસાર થતાં સ્ટેડિયમમાં હાજર દર્શકોનું પણ ધ્યાન તેમની તરફ ખેંચાયું હતું.

વિમાનના આ અદ્ભુત નજારાનો વીડિયો કેમેરામાં કેદ થયો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સામાન્ય રીતે પેસેન્જર વિમાનો ખૂબ ઊંચાઈએ ઉડાન ભરતા હોય છે, ત્યારે સ્ટેડિયમની છતથી આટલી નજીકથી બે વિમાન પસાર થવાનું દૃશ્ય લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યું છે.

ખાસ વાત એ હતી કે આ ઘટના રગ્બીની હાઈ-પ્રોફાઇલ મેચ દરમિયાન બની હતી, જેના કારણે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં દર્શકો હાજર હતા. આ અનોખા દૃશ્યને જોઈને લોકોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી હતી.

Subscribe

Latest stories