HomeSportsભારત માટે ગર્વની ક્ષણ! વેલાવન સેંથિલકુમારે બૂડાપેસ્ટ ઓપનમાં રચ્યો વિજયનો ઇતિહાસ

ભારત માટે ગર્વની ક્ષણ! વેલાવન સેંથિલકુમારે બૂડાપેસ્ટ ઓપનમાં રચ્યો વિજયનો ઇતિહાસ

Date:

Related stories

શુભમન ગિલે રચ્યો ઇતિહાસ, અભિષેક શર્માને પાછળ છોડી જીત્યો ICCનો મોટો એવોર્ડ

ICCએ સપ્ટેમ્બર મહિનાના પ્લેયર ઑફ ધ મન્થ તરીકે ભારતીય...

આજનું રાશિફળ 13 ઑક્ટોબર 2026: જાણો તમામ 12 રાશિઓનું ભવિષ્ય અને કેવો રહેશે તમારો દિવસ!

♈ મેષ: આજે કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી અથવા મહત્વપૂર્ણ તક...
spot_img

ભારતના સ્ટાર સ્ક્વોશ ખેલાડી વેલાવન સેંથિલકુમારે ફરી એકવાર પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. હંગેરીમાં રમાયેલી બૂડાપેસ્ટ ઓપન સ્ક્વોશ ટૂર્નામેન્ટની ફાઇનલમાં સેંથિલકુમારે યજમાન દેશના બાલાઝ ફરકાસને સીધી ત્રણ ગેમમાં હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો.

ફાઇનલ મુકાબલામાં સેંથિલકુમારે ફરકાસ સામે શાનદાર નિયંત્રણ અને આક્રમક રમત દર્શાવી હતી. ભારતીય ખેલાડીએ મેચ 11-4, 11-2 અને 11-3થી જીતી હતી. શરૂઆતથી જ સેંથિલકુમારે દબદબો જાળવી રાખ્યો હતો અને ફરકાસને પુનરાગમન કરવાની કોઈ તક આપી નહોતી.

ખિતાબ સુધીની સફરમાં પણ સેંથિલકુમારનો દેખાવ દમદાર રહ્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં તેણે મલેશિયાના ઈન યો એનજીને હરાવ્યો હતો. ત્યારબાદ સેમિફાઇનલમાં ભારતના જ વીર ચોટરાણી સામે પાંચ ગેમ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં 11-9, 8-11, 11-7, 1-11 અને 12-10થી જીત મેળવી હતી.

ફરકાસ સામે આ સેંથિલકુમારની ત્રીજી ટક્કર હતી. અગાઉ બંને ખેલાડીઓ એક-એક વખત જીત્યા હતા. જોકે બૂડાપેસ્ટ ઓપનની નિર્ણાયક મેચમાં સેંથિલકુમારે સ્પષ્ટ વર્ચસ્વ જમાવીને ટ્રોફી પર કબજો કર્યો હતો.

Subscribe

Latest stories