HomeSurat Cityસુમુલની સોનગઢ બેઠક પર ભાજપ ના વિજેતા કરતાં અમાન્ય બેઠક વધુ

સુમુલની સોનગઢ બેઠક પર ભાજપ ના વિજેતા કરતાં અમાન્ય બેઠક વધુ

Date:

Related stories

VIDEO: 6 વર્ષના ટેણીયાના મોદી સામે ધરણા!

GEN-Z પછી GEN-ALPHA એક્શનમાં! પટનાના ગર્દનીબાગમાં છ વર્ષનો આદિત્ય...

VIDEO: રશિયન સેના તરફથી યુદ્ધ કરતાં ભારતીયો કેટલા ભારતીયોના મોત થયા તે જાણો!

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયન સેનામાં સેવા આપી રહેલા ભારતીય...

નેપાળમાં પ્રિન્સિપાલની સતર્કતાથી 900 વિદ્યાર્થીઓના જીવ બચ્યા

નેપાળમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે એક પ્રિન્સિપાલની...

VIDEO: કેપ ટાઉનમાં સ્ટેડિયમની છતથી માત્ર 12-14 મીટર ઉપરથી પસાર થયા બે પેસેન્જર જેટ!

દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં એક ચોંકાવનારો નજારો જોવા મળ્યો...
spot_img

સુમુલ ડેરી ની ચૂંટણીમાં મતદાન થયા બાદ આજે પરિણામ જાહેર થતાં 15 બેઠકો ઉપર ભાજપ નો વિજય થયો હતો, જ્યારે એક બેઠક પર અપક્ષ નો વિજય થયો હતો. આ પહેલાં જ 8 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિન હરીફ વિજેતા જાહેર થયા હતા. બેઠક પ્રમાણે પરિણામ ઉપર નજર કરીએ તો ઓલપાડ બેઠક ઉપર ભાજપના ધનસુખ પટેલનો 27 મત મળતાં વિજય થયો હતો. જ્યારે માંડવી બેઠક પર ભાજપના રેશાભાઈ ચૌધરી ને 114 મત મળતાં, મહુવા તાલુકા ની બેઠક પર અપક્ષ ના ધનંજય પટેલનો 33 મત મળતાં, ઉમરપાડા બેઠક પર ભાજપના અમિષ વસાવાનો 56 મત મળતાં વિજય થયો હતો.
જ્યારે નિઝર બેઠક પર રસા કસી થઈ હતી. ફક્ત એક જ મતે ભાજપના યોગેશ રાજપૂતે કોંગ્રેસના ભરત પટેલને પરાજિત કર્યા હતા.જ્યારે કુકરમુંડા બેઠક પર ભાજપના સંજય સૂર્યવંશીને 19 મત મળતાં વિજય થયો હતો. એ બેઠક પર બળવાખોર મણિલાલ પટેલ નો ફક્ત એક મતે પરાજય થયો હતો, વ્યારા બેઠક પર ભાજપના હસમુખ ગામીતનો ફક્ત 2 મતે વિજય થયો હતો. સોનગઢ બેઠક પર ભાજપના કાંતિ ગામીતને 139 મત મળતાં વિજય થયો હતો. જો કે આ બેઠક પર સૌથી વધુ અમાન્ય મતો નોંધાયા હતા. આ બેઠક પર 175 મત અમાન્ય ઠર્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે ભાજપના વિજેતા ઉમેદવાર કરતાં પણ અમાન્ય મતોની સંખ્યા વધુ છે. જ્યારે ડોલવણ બેઠક પર ભાજપના શૈલેશ પટેલને 42 મતો મળતાં વિજય થયો હતો.

Subscribe

Latest stories

spot_img