HomeSurat Cityસુરતમાં 11 વર્ષના વિધાર્થીએ સહપાઠી પર ચપ્પુ વડે હુમલો કર્યો, હોસ્પિટલમાં સારવાર...

સુરતમાં 11 વર્ષના વિધાર્થીએ સહપાઠી પર ચપ્પુ વડે હુમલો કર્યો, હોસ્પિટલમાં સારવાર હેઠળ

Date:

Related stories

VIDEO:એક-બે નહીં, 1 કરોડ બંગડીઓ! બાપ્પાની આ ભવ્ય મૂર્તિ બની સૌના આકર્ષણનું કેન્દ્ર

ગણેશોત્સવમાં દર વર્ષે બાપ્પાને અનોખી રીતે સજાવવાની હોડ જોવા...

બંધ બંગલામાં ઘૂસવું પડ્યું ભારે, સ્ટીલની ગ્રીલમાં ફસાયો ચોર

સુરતમાં ચોરી કરવા ગયેલા એક શખ્સ સાથે એવું બન્યું...

VIDEO: બે ટાયરવાળી બાઇક નહીં આ તો છ ટાયરવાળું અચરજ!

રસ્તા પર સામાન્ય બાઇક નહીં, પરંતુ છ ટાયરવાળી અજીબોગરીબ...

કરોડોની મિલકતનો વારસદાર દીકરો નહીં, વાંદરો!

કરોડોની મિલકતનો વારસદાર કોઈ દીકરો કે દીકરી નહીં, પરંતુ...
spot_img

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી એક મનપા સંચાલિત શાળામાંથી અત્યંત ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શાળામાં સાથે અભ્યાસ કરતા બે 11 વર્ષીય વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ વિવાદે બાદમાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. શાળા છૂટવાના સમયે એક વિદ્યાર્થીએ પોતાની પાસે રહેલું તીક્ષ્ણ ચપ્પુ કાઢી અન્ય વિદ્યાર્થી પર આડેધડ ઘા ઝીંકી દીધા હતા.

ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો

અચાનક થયેલા હુમલામાં વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેના શરીર પર અનેક ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે શાળા પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોહીલુહાણ હાલતમાં વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ હોસ્પિટલમાં તેની સઘન સારવાર ચાલી રહી છે.

ઉધના પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો

ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસનો કાફલો ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. માત્ર 11 વર્ષની ઉંમરના વિદ્યાર્થીના સ્કૂલ બેગમાંથી ચપ્પુ મળી આવવાની ઘટના વાલીઓ અને શિક્ષણ જગત માટે ચિંતાનો વિષય બની છે. આ બનાવે બાળકોના વર્તન, મિત્રવર્તુળ અને તેમની પ્રવૃત્તિઓ અંગે વધુ સજાગ રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

ઈજાગ્રસ્ત બાળકની માતાના જણાવ્યા અનુસાર તેમનો પુત્ર ઉધનાની મરાઠી શાળામાં અભ્યાસ કરે છે. બપોરે અંદાજે 12:30 થી 12:45 વાગ્યાના સમયગાળા દરમિયાન આ ઘટના બની હતી. હુમલો કરનાર વિદ્યાર્થી પણ એ જ શાળામાં અભ્યાસ કરે છે, પરંતુ પીડિત પરિવાર તેને વ્યક્તિગત રીતે ઓળખતો નથી. હુમલો કર્યા બાદ આરોપી વિદ્યાર્થી ત્યાંથી ભાગી ગયો હોવાનું જણાવવામાં આવ્યું છે.

માતાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે ઘટનાના સમયે શાળાની કેટલીક શિક્ષિકાઓ પણ હાજર હતી, છતાં તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવામાં આવી નહોતી અને સવારે આવીને વાત કરવાની વાત કહી મામલો ટાળવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે વાલીઓ પાસેથી વિગતો મેળવી તપાસ હાથ ધરી છે.

હાલ ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીને ઓપરેશન થિયેટરમાં લઈ જઈ સર્જરી કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોએ બાળકને ન્યાય મળે તેવી માંગ ઉઠાવી છે. 11 વર્ષના બાળકના સ્કૂલ બેગમાંથી ચપ્પુ મળી આવવું અને આવી હિંસક ઘટના બનવી તે ખરેખર ચિંતાજનક છે અને પીડિત માતાએ પોતાના બાળકને ન્યાય મળે તેવી ઉગ્ર માંગ કરી છે.

આ ઘટના માત્ર એક શાળા પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર સમાજ અને વાલીઓ માટે ચેતવણીરૂપ છે. નાની ઉંમરમાં બાળકોમાં વધતી હિંસક માનસિકતા અને શાળામાં હથિયાર લઈને પહોંચવાની ઘટના ગંભીર ચિંતાનો વિષય બની છે. પીડિત વિદ્યાર્થીની માતાએ દોષિત સામે કડક કાર્યવાહી કરવાની અને પોતાના બાળકને ન્યાય અપાવવાની માંગ કરી છે.

Subscribe

Latest stories

spot_img