HomeGujaratરાજકોટની સોની બજારમાં ભીષણ આગથી હાહાકાર, ગેસ સિલિન્ડરના ધડાકાથી લોકોમાં દહેશત

રાજકોટની સોની બજારમાં ભીષણ આગથી હાહાકાર, ગેસ સિલિન્ડરના ધડાકાથી લોકોમાં દહેશત

Date:

Related stories

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...

તમારા સવાલ જવાબ આપવાના બદલે આ AI સિસ્ટમએ કરી ત્રણ કંપની હેક!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)...

ઓલપાડના અમીષ પટેલનું મોત અકસ્માત કે ષડયંત્ર? ઓડિયો ક્લિપથી ખૂલ્યું રહસ્ય

શું સુરતના ઓલપાડમાં સર્જાયેલો એક ભયાનક 'અકસ્માત' હકીકતમાં એક...
spot_img

રાજકોટની સોની બજારમાં ગતરાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ એસીના કમ્પ્રેસરમાં શોર્ટ સર્કિટ થતાં આગ ફાટી નીકળી હતી, ત્યારબાદ કારખાનામાં રાખેલા ગેસ સિલિન્ડરોમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. ધડાકો એટલો પ્રચંડ હતો કે જાણે બોમ્બ બ્લાસ્ટ થયો હોય તેવો માહોલ સર્જાયો હતો. જુના રાજકોટની સાંકડી ગલીઓના કારણે ફાયર બ્રિગેડને ઘટનાસ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલી પડી હતી. જોકે, ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ લગભગ 3 કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે ઈદની રજા હોવાના કારણે કારખાનામાં કોઈ કારીગર હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

મળતી માહિતી મુજબ રાજકોટના સોની બજાર વિસ્તારમાં આવેલી દેરા શેરીમાં ‘દિયા ગોલ્ડ પોલિશિંગ’ નામના સોનાના દાગીના પોલિશિંગ કારખાનામાં 28 મેની મોડીરાત્રે અચાનક આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે કાળા ધુમાડાના ગોટેગોટા લગભગ 1 કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતા. આગ લાગ્યા બાદ થોડા જ સમયમાં કારખાનામાં રહેલા ગેસ સિલિન્ડર એક પછી એક બ્લાસ્ટ થવા લાગ્યા હતા, જેના કારણે સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ટીમો, ‘એ’ ડિવિઝન પોલીસ, પીજીવીસીએલનો સ્ટાફ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાવચેતીના ભાગરૂપે પીજીવીસીએલે સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. પોલીસે સાંકડી ગલીઓમાં ટ્રાફિક નિયંત્રણ રાખીને ફાયર વાહનોને રસ્તો અપાવ્યો હતો. જૂના રાજકોટના વિસ્તારની સાંકડી શેરીઓના કારણે ફાયર ફાઈટરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આખરે સતત 3 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આગની શરૂઆત એસીના કમ્પ્રેસરમાં થયેલા શોર્ટ સર્કિટથી થઈ હતી. કારખાનામાં સોનાના ઘરેણાં બનાવવા અને પોલિશિંગ માટે ગેસના 3 સિલિન્ડર રાખવામાં આવ્યા હતા. આગ સિલિન્ડર સુધી પહોંચતા 2 સિલિન્ડરમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો, જ્યારે એક સિલિન્ડરને ફાયર વિભાગે સમયસૂચકતા દાખવી સુરક્ષિત બહાર કાઢી લીધો હતો.

તહેવારની રજા હોવાના કારણે કારખાનામાં કોઈ કર્મચારી હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી, જોકે આગમાં મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Subscribe

Latest stories

spot_img