HomeGujaratઆણંદમાં બોટાદ DYSPની કારનો કહેર, શેરડીનો રસ પીતા 2ના મોત; 3 ઘાયલ

આણંદમાં બોટાદ DYSPની કારનો કહેર, શેરડીનો રસ પીતા 2ના મોત; 3 ઘાયલ

Date:

Related stories

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...

તમારા સવાલ જવાબ આપવાના બદલે આ AI સિસ્ટમએ કરી ત્રણ કંપની હેક!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)...

ઓલપાડના અમીષ પટેલનું મોત અકસ્માત કે ષડયંત્ર? ઓડિયો ક્લિપથી ખૂલ્યું રહસ્ય

શું સુરતના ઓલપાડમાં સર્જાયેલો એક ભયાનક 'અકસ્માત' હકીકતમાં એક...
spot_img

આણંદ જિલ્લાના અડાસ ગામ નજીક એક માર્ગ દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં બોટાદ જિલ્લાના DySP એ.એ. સૈયદની કાર બેફામ રીતે લોકો પર ફરી વળતા બે લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાથમિક વિગતો મુજબ DySP એ.એ. સૈયદ વડોદરાથી આણંદ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન અડાસ ગામ નજીક હાઇવે પર રસ્તાની સાઇડમાં કેટલાક લોકો શેરડીનો રસ પી રહ્યા હતા. તે સમયે અચાનક DySPની કાર બેકાબૂ બની ગઈ અને સીધી લોકો પર ચડી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે, રસ કાઢવાનું મશીન લગભગ 40 ફૂટ દૂર ફંગોળાઈ ગયું હતું.

આ દુર્ઘટનામાં શીતલ તળપદા અને સંજય તળપદાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકોના ટોળા સ્થળ પર એકત્ર થઈ ગયા હતા અને ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો.

વાસદ પોલીસે પ્રાથમિક તપાસ દરમિયાન જણાવ્યું હતું કે, કાર ચલાવતા સમયે DySP એ.એ. સૈયદને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાની શક્યતા છે. અકસ્માતમાં DySP પોતે પણ ઈજાગ્રસ્ત બન્યા હતા, જેને પગલે તેમને વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે વાસદ પોલીસે DySP એ.એ. સૈયદ વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Subscribe

Latest stories

spot_img