HomeNationalદારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવિંગ બદલ ડેવિડ વોર્નર મુશ્કેલીમાં, સિડનીમાં ધરપકડ

દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવિંગ બદલ ડેવિડ વોર્નર મુશ્કેલીમાં, સિડનીમાં ધરપકડ

Date:

Related stories

સપ્તાહના અંતે કોનું ભાગ્ય ખૂલશે? ૨૭ સપ્ટેમ્બરનું મેષથી મીન સુધીનું રાશિફળ વાંચો

૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટે ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

એશિયન ગેમ્સમાં ભારતનો દબદબો, કબડ્ડીમાં પુરુષ ટીમે જીત્યું ગોલ્ડ મેડલ

એશિયન ગેમ્સમાં ભારતીય કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કરતાં દેશના...

2027 વર્લ્ડ કપ જ બનશે વિરાટનો અંતિમ મહાસંગ્રામ? સામે આવી મોટી વાત

ભારતીય ક્રિકેટના ચાહકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા...

બાપ્પાની વિદાય વચ્ચે તેલંગાણામાં માતમ! ગણેશ વિસર્જન દરમિયાન આટલા લોકોના મોત અને આટલા લોકો ઈજાગ્રસ્ત

તેલંગાણામાં ગણેશોત્સવની ભક્તિ અને વિસર્જનના ઉત્સવ વચ્ચે અનેક પરિવારો...
spot_img

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ અને વિવાદાસ્પદ ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર ફરી એકવાર મેદાન બહારની હરકતોને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. પાકિસ્તાન સુપર લીગ (PSL) 2026 માં કરાચી કિંગ્સની કેપ્ટનશીપ કરી રહેલા વોર્નર લીગમાંથી ટૂંકો બ્રેક લઈને પોતાના વતન સિડની પરત ફર્યા હતા, જ્યાં રવિવારે રાત્રે દારૂૂ પીને વાહન ચલાવવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા ક્રિકેટ ચાહકોમાં ભારે ચર્ચા જાગી છે. મળતી વિગતો મુજબ, આ ઘટના સિડનીના મારૌબા વિસ્તારમાં બની હતી.

ડેવિડ વોર્નર પોતાની કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે સામે પોલીસનું ચેકિંગ જોઈને તેમણે સમયસૂચકતા વાપરી કાર સાઈડમાં પાર્ક કરી દીધી હતી. જોકે, સતર્ક પોલીસ અધિકારીઓએ શંકાના આધારે તેમની પાસે જઈને તપાસ કરી હતી.

પ્રાથમિક શ્વાસ પરીક્ષણમાં નિષ્ફળ ગયા બાદ વોર્નરની અટકાયત કરી તેમને મારૌબા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલા બ્લડ આલ્કોહોલ ટેસ્ટમાં ચોંકાવનારું રીડિંગ સામે આવ્યું છે. વોર્નરના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ 0.104 નોંધાયું હતું, જે કાયદેસરની નિર્ધારિત મર્યાદા કરતા ઘણું વધારે છે.

પોલીસે તાત્કાલિક ધોરણે તેમની ધરપકડ કરી ગુનો નોંધ્યો હતો. જોકે, કાયદાકીય પ્રક્રિયા બાદ હાલ તેમને જામીન પર છોડવામાં આવ્યા છે, પરંતુ તેમની મુસીબત હજુ પૂરી થઈ નથી. તેમને મે 2026 માં સ્થાનિક કોર્ટમાં હાજર રહેવા માટે નોટિસ ફટકારવામાં આવી છે.

Subscribe

Latest stories