HomeNationalદિલ્હીની 10 શાળાઓ અને સંસદને બોમ્બની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

દિલ્હીની 10 શાળાઓ અને સંસદને બોમ્બની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

Date:

Related stories

સપ્તાહના અંતે કોનું ભાગ્ય ખૂલશે? ૨૭ સપ્ટેમ્બરનું મેષથી મીન સુધીનું રાશિફળ વાંચો

૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટે ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

એશિયન ગેમ્સમાં ભારતનો દબદબો, કબડ્ડીમાં પુરુષ ટીમે જીત્યું ગોલ્ડ મેડલ

એશિયન ગેમ્સમાં ભારતીય કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કરતાં દેશના...

2027 વર્લ્ડ કપ જ બનશે વિરાટનો અંતિમ મહાસંગ્રામ? સામે આવી મોટી વાત

ભારતીય ક્રિકેટના ચાહકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા...
spot_img

ફરી એકવાર દિલ્હીની કેટલીક સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે, આ સાથે સંસદમાં પણ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. અહેવાલ મુજબ આજે સોમવારે સવારે આશરે 10 શાળાઓને ધમકી ભર્યા ઈમેઈલ મળ્યા હતાં, આ ઈમેલમાં આતંકવાદી અફઝલ ગુરુના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

બોમ્બ બ્લાસ્ટની ધમકી સાથેનો ઈમેઈલ મળતા શાળાઓ ખાલી કરાવવામાં આવી છે, વાલીઓમાં ગભરાટ ફેલાયો છે. શાળા પરિસરોમાં મોટી સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

શાળાઓના મેનેજમેન્ટ તરફથી ઈમેલ અંગે જાણ કરવામાં આવતા દિલ્હી પોલીસ, ફાયર બ્રિગેડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને શાળા પરિસરોની તાપસ શરુ કરી હતી. હજુ સુધી કોઈપણ શાળામાં શંકાસ્પદ વસ્તુઓ મળી નથી.

સંસદ ભવનમાં બ્લાસ્ટની ધમકી:
અહેવાલ મુજબ શાળાઓને જે ઈમેઈલ મળ્યા છે, તેમાં સંસદ ભવનમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી પણ આપવામાં આવી છે. ઈમેઈલમાં લખવામાં આવ્યું કે 13 ફેબ્રુઆરીએ બપોરે 1:11 વાગ્યે સંસદમાં બોમ્બ બ્લાસ્ટ થશે. ઈમેલમાં ખાલિસ્તાન ચળવળ અને આતંકવાદી અફઝલ ગુરુ સાથે જોડવામાં આવી. ઈમેઈલમાં લખવામાં આવ્યું, “પંજાબ ખાલિસ્તાન છે, દિલ્હી ખાલિસ્તાન બનશે. અફઝલ ગુરુની યાદમાં.”

નોંધનીય છે કે વર્ષ 2001 ભારતની સંસદ પર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલાની તારીખ 13મી હતી, જોકે મહિનો ડિસેમ્બર હતો. આ હુમલા પાછળના માસ્ટર માઈન્ડ અફઝલ ગુરુને 9 ફેબ્રુઆરી 2013ના રોજ ફાંસી આપવામાં આવી હતી.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી દિલ્હી અને દેશના અન્ય શહેરોની શાળા અને કોલેજોમાં બોમ્બબ્લાસ્ટની સતત ધમકીઓ મળી રહી છે, જેને કારણે શાળાઓ ઉડાવી ખાલી કરાવવામાં આવે છે. વાલીઓ અને શાળા સંચાલકોની ચિંતામાં સતત વધારો થઇ રહ્યો છે.

Subscribe

Latest stories