HomeNational‘માફ કરજો મમ્મી-પપ્પા…’ ત્રણ બહેનોએ નવમા માળેથી કૂદી પહેલાં છોડી સુસાઇડ નોટ

‘માફ કરજો મમ્મી-પપ્પા…’ ત્રણ બહેનોએ નવમા માળેથી કૂદી પહેલાં છોડી સુસાઇડ નોટ

Date:

Related stories

સપ્તાહના અંતે કોનું ભાગ્ય ખૂલશે? ૨૭ સપ્ટેમ્બરનું મેષથી મીન સુધીનું રાશિફળ વાંચો

૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટે ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

એશિયન ગેમ્સમાં ભારતનો દબદબો, કબડ્ડીમાં પુરુષ ટીમે જીત્યું ગોલ્ડ મેડલ

એશિયન ગેમ્સમાં ભારતીય કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કરતાં દેશના...

2027 વર્લ્ડ કપ જ બનશે વિરાટનો અંતિમ મહાસંગ્રામ? સામે આવી મોટી વાત

ભારતીય ક્રિકેટના ચાહકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા...
spot_img

વર્તમાન સમયમાં સ્માર્ટફોન અને ઓનલાઇન ગેમ્સ બાળકોના માનસપટ પર કેવી ગંભીર અસર કરી શકે છે, તેનો એક અત્યંત હૃદયદ્રાવક કિસ્સો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી સામે આવ્યો છે. જે ઉંમરે બાળકોનું ભવિષ્ય ઘડાતું હોય છે, તે ઉંમરે ત્રણ સગી બહેનોએ એક ઓનલાઇન ગેમના રવાડે ચડીને મધ્યરાત્રિએ મરણિયું પગલું ભરી લીધું. આ ઘટનાએ વાલીઓ અને સમાજ માટે લાલબત્તી સમાન ચેતવણી આપી છે.

ગાઝિયાબાદના ટીલા મોડ વિસ્તારમાં આવેલી ભારત સિટી સોસાયટીમાં મંગળવારે રાત્રે આશરે 2 વાગ્યે કંપારી છૂટી જાય તેવી ઘટના બની. અહીં રહેતી ત્રણ સગી બહેનો—નિશિકા (16 વર્ષ), પ્રાચી (14 વર્ષ) અને પાખી (12 વર્ષ)—એ બી-1 ટાવરના 9મા માળે આવેલા પોતાના ફ્લેટની ગેલેરીમાંથી એકસાથે છલાંગ લગાવી દીધી હતી. આ ત્રણેય બહેનો એટલી હદે એકબીજા સાથે જોડાયેલી હતી કે તેઓ જમવાનું, સૂવાનું અને શાળાએ જવાનું પણ સાથે જ કરતી હતી, અને કમનસીબે મોતનો માર્ગ પણ તેમણે સાથે જ પસંદ કર્યો.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ત્રણેય બહેનોને ઓનલાઇન ગેમ્સની ગંભીર લત હતી. તેઓ ‘કોરિયન લવ ગેમ’ જેવી ટાસ્ક-બેઝ્ડ ગેમ્સ રમતી હતી. કોરોનાકાળ દરમિયાન લાગેલા મોબાઈલના વળગણને કારણે તેઓ અભ્યાસમાં પણ અનિયમિત થઈ ગઈ હતી. પરિવાર દ્વારા મોબાઈલ ગેમ રમવાની મનાઈ કરવામાં આવતા તેઓ માનસિક રીતે વિચલિત થઈ હતી અને આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું મનાય છે.

આ આત્મહત્યા પાછળનું કારણ પોલીસને ઘટનાસ્થળેથી મળેલી 8 થી 10 પાનાની ડાયરીમાં છુપાયેલું હતું. આ સુસાઈડ નોટમાં ત્રણેય બહેનોએ પોતાની વેદના ઠાલવતા લખ્યું હતું કે, “મમ્મી-પપ્પા સોરી, અમે આ ગેમ છોડી શકતા નથી. આ કોરિયન ગેમ જ અમારી જિંદગી અને અમારો જીવ છે.” મૃતક બાળકિઓના પિતાએ મીડિયાને જણાવ્યું કે, તેમની ત્રણેય દીકરીઓ છેલ્લા 3 વર્ષથી આ ગેમની લતે ચઢી હતી અને તેઓ કોરિયા જવાની વાતો કરતી હતી. વધુ તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, મોટી બહેન અન્ય બે બહેનોને ટાસ્ક આપતી હતી અને તેઓ એટલી હદે માનસિક ગુલામ બની ગઈ હતી કે ખાવા-પીવાથી લઈને નહાવા સુધીના તમામ કામો સાથે જ કરતી હતી. પિતાએ અન્ય વાલીઓને આજીજી કરતા કહ્યું છે કે, જે તેમના બાળકો સાથે થયું તે કોઈની સાથે ન થાય, મહેરબાની કરીને બાળકોને મોબાઈલ ગેમથી દૂર રાખજો.

આ દુર્ઘટના બાદ પિતા ચેતન કુમાર સહિત આખો પરિવાર ઊંડા આઘાતમાં સરી પડ્યો છે. ઘરમાં એકસાથે ત્રણ દીકરીઓના મોતથી આખી સોસાયટીમાં માતમ છવાઈ ગયો છે. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને મામલો નોંધ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ ગેમમાં તેમને કોઈ ચોક્કસ ‘ડેથ ટાસ્ક’ આપવામાં આવ્યો હતો કે કેમ, જેના કારણે તેમણે 9મા માળેથી મોતની છલાંગ લગાવી.

Subscribe

Latest stories