આઈસ્ક્રીમ ખાતા પહેલા ચેતજો! મિલ્ક ફેટ અને સોડિયમની માત્રા આપી શકે આવી ગંભીર બીમારી

Share this story

surat-news-a-quantity-87-5-kg-of-seized-ice-cream-was-destroyed-328064સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ૮ દિવસ અગાઉ શહેરની ૨૮ દુકાનોમાંથી આઇસક્રીમનાં નમૂનાં લેવાયા હતાં. પાલિકાની વેસુ ખાતેની લેબમાં ચકાસણી માટે મોકલ્યાં હતાં. જેમાંથી ૧૦ દુકાનોનાં આઇસક્રીમનાં નમૂનાં ફેલ નીકળ્યા છે. જેથી દંડ ફટકારવામાં આવ્યો છે. પરંતુ આ ઓછી ગુણવતા વાળા આઈસક્રિમ ગંભીગ બીમારી આપી શકે છે.

ઉનાળાની સિઝનમાં લોકો આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરતા હોય છે ત્યારે સુરતમાં મનપાના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા ગત ૩૦ એપ્રિલથી ૨ મે સુધી સુરતના અલગ અલગ વિસ્તારમાં આઈસ્ક્રીમનુ વેચાણ કરતી સંસ્થાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી અને આઈસ્ક્રીમના નમુના લઈને પુથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગર પાલિકા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા જે પૈકી ૧૦ નમુના ધારા ધોરણ મુજબ માલુમ પડયા નથી.

10 દુકાનોનાં નમૂનાં ફેલ ગયાં

  • સંતકૃપા નેચરલ કોઠી આઈસ્ક્રીમ- ગાયત્રી નગરની સામે એલએચ રોડ
  • માધવ આઈસ્ક્રીમ- નાના વરાછા ચોપાટી સામે
  • ચાંદામામા આઈસ્ક્રીમ – સિદ્ધેશ્વર સોસાયટી પાસે વેડરોડ
  • સંતકૃપા આઈસ્ક્રીમ – જનતા નગર સોસાયટી પાસે, એલએચરોડ
  • પ્રાઈમ નેચરલ-પરસુરામ ગાર્ડન પાસે અડાજણ
  • રાધે પાર્લર – પરસુરામ ગાર્ડન પાસે અડાજણ
  • શ્રી રાધે નેચરલ કોઠી આઈસ્ક્રીમ-નવજીવન સોસાયટી પાસે વેડરોડ
  • ઉમિયા એજન્સી – વરીયાવ રોડ, ગોકુલધામ સોસાયટી પાસે
  • વાડીલાલ એન્ટરપ્રાઈઝ લી. કતારગામ કાંસા નગર
  • બોમ્બે સુપર આઈસ્ક્રીમ અને કોલેટી-કલ્યાણ નગર સોસાયટી પાસે પુણા સીમાડા રોડ

આ ઉપરાંત કુલ ૮૭૫ કી.ગ્રા. સીઝ કરેલા આઈસ્ક્રીમના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. જે આઈસ્ક્રીમના નમુના ધારાધોરણ મુજબ માલુમ પડયા નથી તેમાં મિલ્ક ફેટની માત્રા ૧૦ ટકા હોવી જોઈએ જે ઓછી જણાય આવેલ છે તેમજ આઈસ્ક્રીમના નમુનામાં ટોટલ સોલીડની માત્રા ૩૬ ટકા હોવી જોઈએ જે ઓછી જણાય આવી છે.

આ પણ વાંચો :-