દિલ્હી એરપોર્ટ પર ટર્મિનલ-૧ની છત પડી, ૧ લોકોનું મોત, ૫ ઘાયલ

Share this story

દિલ્હીમાં મોડી રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં ખરાબ હવામાનને કારણે સ્પાઈસ જેટ અને ઈન્ડિગોએ દિલ્હીના એરપોર્ટના ટર્મિનલ ૧ થી બપોરે ૨ વાગ્યા સુધીની તેમની ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-૧માં છતનો એક ભાગ તૂટી પડ્યો હતો. જેના કારણે ટર્મિનલ-1 આંશિક રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. સ્પાઈસ જેટે ફ્લાઈટ્સ કેન્સલ થવાને કારણે થયેલી અસુવિધા બદલ માફી માંગી છે.

દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના અધિકારીઓએ જણાવ્યું કે, સવારે ટર્મિનલ-૧ પર ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે પાર્કિંગ એરિયામાં વાહનોની લાંબી લાઈનો હતી. આ દરમિયાન પાર્કિંગની છત તૂટી પડી હતી. છતનો ભારે ભાગ અને ત્રણ લોખંડના આધાર બીમ વાહનો પર પડ્યા હતા. આ દરમિયાન અહીં પાર્ક કરેલી કાર નીચે દબાઈ ગઈ હતી.

નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે X પર લખ્યું, ‘હું વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું. તમામ એરલાઈન્સને ટર્મિનલ ૧ પર અસરગ્રસ્ત મુસાફરોને મદદ કરવાની સલાહ આપવામાં આવી છે. રેસ્ક્યુ ટીમ સ્થળ પર કામ કરી રહી છે. બચાવકાર્ય હજુ પણ ચાલુ છે.

કેટલાક કલાકોના વરસાદ બાદ દિલ્હીના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા. ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દિલ્હીના પાણી ભરાઈ જવાનો વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે લખ્યું છે કે દિલ્હી વેનિસ જેવું લાગે છે. તેણે એમ પણ કહ્યું કે રિંગરોડમાં ૨ કલાક લાંબા જામને કારણે તે તેમની ફ્લાઈટ ચૂકી ગયા.

આ પણ વાંચો :-