ઋષિકેશ AIIMSમાં દર્દીઓથી ભરેલાં ઈમરજન્સી વૉર્ડમાં પહોંચી પોલીસ વાન

Share this story

ઋષિકેશ એઈમ્સનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પોલીસ દર્દીઓની વચ્ચે ગાડી લઈને ઈમરજન્સી વોર્ડમાં પ્રવેશી ગઈ હતી. ખરેખર અહીં મહિલા ડોક્ટરની છેડતીનો મામલો સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો હતો. ફરિયાદ મળતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. આરોપીને પકડવા માટે પોલીસ કાર લઈને હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ થઈ ગઇ હતી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

હકીકતમાં આ આખો મામલો ઋષિકેશ સ્થિત એઈમ્સનો છે, જ્યાં મહિલા ડોક્ટરની છેડતીના આરોપમાં નર્સિંગ ઓફિસરની ધરપકડ કરવા માટે પોલીસ વાહન લઈને હોસ્પિટલના ત્રીજા માળે પહોંચી હતી અને આ માટે પોલીસ અને સુરક્ષાકર્મીઓએ યોગ્ય રસ્તો બનાવ્યો હતો. . આ સમગ્ર ઘટના ગત મંગળવારે બની હતી, પરંતુ આ વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. આખો મામલો એ છે કે, AIIMSની એક મહિલા ડોક્ટરે સર્જરી વિભાગના ઓપરેશન થિયેટરમાં તૈનાત નર્સિંગ ઓફિસર સતીશ કુમાર પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. પોલીસે મંગળવારે કેસ નોંધ્યો હતો. પરંતુ કોઈ ધરપકડ થઈ ન હતી. પોલીસના આ વલણથી નારાજ તબીબોએ કામના બહિષ્કારની જાહેરાત કરી હતી અને આરોપીની ધરપકડ કરવા માટે આગ્રહ કર્યો હતો.

ડોક્ટરોના ગુસ્સાને ગંભીરતાથી લેતા પોલીસ એઈમ્સ ખાતે પહોંચી હતી. મામલાની તાકીદને સમજીને પોલીસ વાહન સાથે તે માળે પહોંચી જ્યાં આરોપી ફરજ બજાવતો હતો. ત્રીજા માળે પોલીસ વાહન જોઈ દર્દીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. લોકો અહીં-તહીં દોડવા લાગ્યા. જોકે, ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ પોલીસના વાહનને રસ્તો બનાવીને પહોંચાડ્યો હતો. આરોપીને પકડ્યા બાદ પોલીસ તેને કારમાં લઈ ગઈ અને ઈમરજન્સી મારફતે બહાર આવી.

આ પણ વાંચો :-