રામનગરી અયોધ્યાનો વિકાસ ધાર્મિક સાથે હવે પર્યટનની દૃષ્ટિએ પણ કરવામાં આવી રહ્યો છે. રામઘાટ ક્ષેત્રમાં એક વૅક્સ મ્યુઝિયમનું નિર્માણ થઈ રહયું છે જે ભગવાન રામની કથા પર આધારિત હશે, એને રામાયણ વૅક્સ મ્યુઝિયમ એવું નામ આપવામાં આવ્યું છે.
અયોધ્યામાં દૂર-દૂરથી આવતા ભાવિકો રામમંદિર સિવાય બીજાં મઠ અને મંદિરોમાં જાય છે પણ આવા મ્યુઝયિમમાં પણ જાય તો ધાર્મિક યાત્રા સાથે પર્યટનનો આનંદ પણ માણી શકે એવી સુવિધા તૈયાર કરવામાં આવી રહી છે.
રામાયણ વૅક્સ મ્યુઝયિમમાં રામચરિત માનસની કથા પર આધારિત 50 -સંગના મૉડલ વિકસાવવામાં આવશે અને આ માટે પરિક્રમા માર્ગ પર રામઘાટ વિસ્તારમાં 10,000 ચોરસ ફીટ પર આ પ્રોજેક્ટ ઊભો કરવામાં આવશે. એમાં બે કિક્વન્ટલ વૅક્સનો ઉપયોગ થશે. આ મ્યુઝિયમ બનાવવાની યોજના 2023માં તૈયાર કરવામાં આવી હતી. આ મ્યુઝિયમ માટે બિલ્ડિંગ તૈયાર થઈ ચૂક્યું છે. પ્રતિમાઓ બનાવવા માટે સારી ક્વૉલિટીના વૅક્સનો ઉપયોગ કરવામાં આવશે. એક-એક મૉડલ બનાવવામાં ૩૦થી ૩૫ કિલો વૅક્સ વપરાશે. આ યોજના પાછળ પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયા સુધીમાં આ પ્રોજેક્ટ તૈયાર થશે. ઉત્તર પ્રદેશમાં એક પણ વૅક્સ મ્યુઝયિમ નથી તેથી આ પહેલું વૅક્સ મ્યુઝયિમ બની રહેશે.
આ પણ વાંચો :-