જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલાની ઘટના સામે આવી છે. કુલગામમાં આજે આતંકવાદીઓએ નિવૃત સૈનિકના પરિવાર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં નિવૃત સૈનિકનું મોત થઈ ગયું છે અને તેમની પત્ની અને પુત્રી ઘાયલ થયા છે. આ આતંકવાદીઓને પકડવા માટે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લેવામાં આવી છે અને સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
આ ઘટના દક્ષિણ કાશ્મીરમાં કુલગામના બેહીગામ વિસ્તારમાં બની છે. આતંકવાદીઓએ નિવૃત સૈનિક મંજૂર અહેમદના પરિવાર પર આજે બપોરે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં ઘાયલ ત્રણેયને શ્રીનગર હોલ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. જ્યાં નિવૃત સૈનિકનું મોત નીપજ્યું છે. જ્યારે બીજી તરફ તેમની પત્ની અને પુત્રીની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો :-