અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને પાછા વતન મોકલવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે યુએસ મિલિટ્રી એરક્રાફ્ટ 104 ભારતીયોને અમૃતસરના શ્રી ગુરુ રામદાસજી ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર ઉતાર્યા છે. જેમાં 33 ગુજરાતીઓ સામેલ છે. પંજાબના 30 લોકો સામેલ છે. આ 104 ભારતીયોમાં 25 મહિલાઓ અને 13 સગીરો અને 72 પુરુષ છે. 33 ગુજરાતીઓને અમૃતસર ઍરપોર્ટ પર જ રાખવામાં આવશે, જ્યાંથી તેમને ગુજરાત મોકલવામાં આવશે.
અમેરિકાએ ગેરકાયદે રહેતા હરિયાણા, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના રહેવાસીઓનો દેશ નિકાલ કરવાનો આદેશ આપ્યો હતો. આજે પરત મોકલવામાં આવેલા 104 ભારતીયોમાં 33 ગુજરાતના છે. જેમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના 12-12 લોકો પરત આવ્યા છે. જ્યારે સુરતના 4 અને અમદાવાદના 2 લોકો સામેલ હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા, ખેડા અને પાટણની 1-1 વ્યક્તિ પણ આ વિમાનમાં સામેલ હતા. પાછા આવેલા 104 ભારતીયોમાં પંજાબના 30, હરિયાણા અને ગુજરાતના 33-33 જ્યારે મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશના 3-3, ચંડીગઢના 2 લોકો સામેલ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
અમૃતસર પોલીસે અમૃતસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એવિએશન ક્લબ તરફ જતા રસ્તા પર બેરિકેડ લગાવી દીધી છે અને સુરક્ષા વધારી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવી રહેલા ભારતીયોને પહેલા એવિએશન ક્લબમાં લાવવામાં આવશે. જ્યાં તેમની સંપૂર્ણ પૃષ્ઠભૂમિની તપાસ કરવામાં આવશે અને તેમના સમગ્ર ગુનાહિત રેકોર્ડ અને ઇમિગ્રેશન રેકોર્ડની તપાસ કર્યા પછી જ તેમને જવા દેવામાં આવશે. આ દેશનિકાલ કરાયેલા લોકો જે રાજ્યોના છે ત્યાંના રાજ્ય અધિકારીઓને પણ તેમના આગમન વિશે જાણ કરવામાં આવી છે. મીડિયાને પ્રવેશવાની મંજૂરી નથી.
અમેરિકાથી પરત ફરેલા ગુજરાતના લોકો
- વ્યકિતનું નામ જિલ્લો
- જયેન્દ્રસિંહ મહેસાણા
- હિરલબેન મહેસાણા
- સતંવતસિંહ પાટણ
- કેતુલકુમાર મહેસાણા
- પ્રેક્ષા ગાંધીનગર
- જિગ્નેશકુમાર ગાંધીનગર
- રૂચી ગાંધીનગર
- પિન્ટુકુમાર અમદાવાદ
- ખુશ્બુબેન વડોદરા
- સ્મિત ગાંધીનગર
- શિવાની આણંદ
- જીવણજી ગાંધીનગર
- નિકિતાબેન મહેસાણા
- એશા ભરૂચ
- જયેશભાઈ અમદાવાદ
- બીનાબેન બનાસકાંઠા
- એન્નીબેન પાટણ
- કેતુલકુમાર પાટણ
- મંત્રા પાટણ
- કિરણબેન મહેસાણા
- માયરા ગાંધીનગર
- રિશિતાબેન ગાંધીનગર
- કરણસિંહ ગાંધીનગર
- મિતલબેન ગાંધીનગર
- હેયાંશસિંહ મહેસાણા
- ધ્રુવગીરી ગાંધીનગર
- હેમલ મહેસાણા
- હાર્દિકગીરી મહેસાણા
- હિમાનીબેન ગાંધીનગર
- એંજલ ગાંધીનગર
- અરુણાબેન મહેસાણા
- માહી ગાંધીનગર
- જિગ્નેશકુમાર ગાંધીનગર
પંજાબના પોલીસ મહાનિર્દેશક (DGP) ગૌરવ યાદવે મંગળવારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સ્થળાંતર કરનારાઓનું સ્વાગત કરશે અને એરપોર્ટ પર કાઉન્ટર સ્થાપશે. પંજાબના બિન-નિવાસી ભારતીય (NRI) બાબતોના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે મંગળવારે યુએસ સરકારના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી અને કહ્યું કે આ લોકો જેમણે દેશની અર્થવ્યવસ્થામાં યોગદાન આપ્યું છે તેમને દેશનિકાલ કરવાને બદલે કાયમી રહેઠાણ મળવું જોઈએ. તેમણે કહ્યું કે ઘણા ભારતીયો ‘વર્ક પરમિટ’ પર અમેરિકામાં પ્રવેશ કરે છે અને તેની મુદત પૂરી થયા પછી, તેઓ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ બની જાય છે.
આ પણ વાંચો :-