Monday, Dec 8, 2025

મહારાષ્ટ્રમાં ટ્રેનમાંથી કુદેલા લોકો બીજી ટ્રેનમાં કચડાય, 14નાં મોત

2 Min Read

લખનૌથી મુંબઈ જઈ રહેલી પુષ્પક એક્સપ્રેસ બુધવારે સાંજે 5:47 વાગ્યે જલગાંવ નજીક અકસ્માતનો ભોગ બની હતી. હકીકતમાં, ટ્રેન મહારાષ્ટ્રના ભુજવાલ સ્ટેશનથી નીકળી અને જલગાંવના પરાંડે સ્ટેશન પર પહોંચતાની સાથે જ ટ્રેનમાં આગ લાગી હોવાની અફવા ફેલાઈ ગઈ. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ અફવા પછી લોકોએ ટ્રેનની ચેઈન ખેંચી લીધી.

આ દુર્ઘટના ઉત્તર મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પચોરા નજીક માહેજી અને પરધાડે સ્ટેશનની વચ્ચે થઈ હોવાનું કહેવાય છે. ટ્રેન નંબર 2533 લખનઉ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાઈ હતી. મુસાફરો જીવ બચાવવા માટે બાજુના પાટા પર કુદવા લાગ્યા અને બેંગલુરુથી દિલ્હી જઈ રહેલી કર્ણાટક એક્સપ્રેસની ચપેટમાં આવી ગયા. મધ્ય રેલવેના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં કમસે કમ 15 મુસાફરો ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે રાજ્ય સરકાર સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. ફડણવીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું, ‘જલગાંવ જિલ્લાના પચોરા પાસે બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના જેમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો તે ખૂબ જ દુઃખદ છે. હું તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. મારા સાથી મંત્રી ગિરીશ મહાજન અને પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને જિલ્લા કલેક્ટર ટૂંક સમયમાં ત્યાં પહોંચશે.

સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર રેલવે પ્રશાસન સાથે સંકલનમાં રહીને કામ કરી રહ્યું છે અને ઘાયલોની સારવાર માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 8 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે. જનરલ હોસ્પિટલની સાથે નજીકની અન્ય ખાનગી હોસ્પિટલોને ઘાયલોની સારવાર માટે તૈયાર રાખવામાં આવી છે. કાચ કટર, ફ્લડલાઇટ વગેરે જેવા ઇમરજન્સી સાધનો પણ તૈયાર રાખવામાં આવ્યા છે. અમે સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને તમામ જરૂરી મદદ તાત્કાલિક પૂરી પાડવામાં આવી રહી છે. હું જિલ્લા વહીવટીતંત્રના સંપર્કમાં છું.

આ પણ વાંચો :-

Share This Article