દિલ્હીના નજીકના યુપીના નોએડામાં અનેક પ્રખ્યાત શાળાને ધમકી ભરેલો ઇમેઇલ મળ્યા છે. ઇમેઇલમાં શાળાને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. તેમાં હેરિટેજ સ્કુલ અને મયુર સ્કુલના નામનો સમાવેશ થાય છે. શાલામાં બાળકોના પેરેન્ટ્સને ઇમરજન્સી કોલ કરવામાં આવ્યો અને તમામ બાળકોને ઘરે મોકલવામાં આવી રહ્યા છે.
આજે સવારે આ શાળાઓને ધમકીભર્યો ઈમેલ મળ્યો, જેના પછી તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી. નોઈડા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને વિગતવાર તપાસ શરૂ કરી. પોલીસ, ફાયર બ્રિગેડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ શાળાઓમાં પહોંચી ગયા છે અને સાવચેતીના પગલા તરીકે વિદ્યાર્થીઓને સલામત સ્થળોએ એકત્રિત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કોઈપણ શાળામાં કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. બોમ્બ સ્ક્વોડ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ શાળાઓમાં તપાસ કરી રહ્યા છે.
સ્ટેપ બાય સ્ટેપ સ્કૂલ, ધ હેરિટેજ સ્કૂલ, જ્ઞાનશ્રી સ્કૂલ અને મયુર સ્કૂલમાં સ્પામ ઈ-મેલ દ્વારા બોમ્બની ધમકી મળ્યા બાદ, વિવિધ પોલીસ ટીમો, બોમ્બ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ, ડોગ સ્ક્વોડ અને બીડીડીએસ ટીમ દ્વારા તાત્કાલિક તમામ સ્થળોની તપાસ કરવામાં આવી હતી. બધી જગ્યાએ પરિસ્થિતિ સામાન્ય છે. ઘણી શાળાઓમાં વર્ગો ફરી શરૂ થયા છે. સાયબર ટીમ દ્વારા ઈ-મેલની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે કહ્યું છે કે જનતાને અફવાઓ પર ધ્યાન ન આપવા અને સંયમ જાળવવા વિનંતી છે.
અગાઉ ડિસેમ્બર 2024 ના રોજ પણ નોએડાના પોલીસ સેક્ટર 126 ક્ષેત્રમાં લોટસ વૈલી ઇન્ટરનેશન સ્કુલને મોડી રાત્રે 12 વાગ્યે એક મેઇલ મળ્યો હતો. તેમાં શાળાને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી. સવારે શાળા પહોંચીની પ્રિન્સિપાલે જ્યારે મેઇલ ચેક કર્યો તો બોમ્બથી ઉડાવવાની ધમકીનો ઇમેઇલ વાંચ્યો હતો. મેઇલ વાંચીને ગભરાઇ ગયા અને શાળાના સ્ટાફને બોલાવી મેલ અંગે માહિતી આપી હતી.
આ પણ વાંચો :-