‘Make in India’ સારો વિચાર, પણ PMના પ્રયાસ ફેલ..’ લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી

Share this story

સંસદના બજેટ સત્રમાં ત્રીજા દિવસે રાષ્ટ્રપતિના અભિભાષણ મુદ્દે ચર્ચા થઈ. ભાજપના સાંસદ રામવીર સિંહ બિધૂરીએ ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાની શરૂઆત કરી હતી. હવે રાહુલ ગાંધી રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપી રહ્યા છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરકારને આડેહાથ લીધી હતી.

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન કહ્યું કે રાષ્ટ્રપતિના સંબોધનમાં કંઈ નવું નથી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આભાર માન્યો અને કેમેરા માટે ડબલ થેંક્સ પણ કહ્યું. રાષ્ટ્રપતિના સંબોધન અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમાં કંઈ નવું નથી. અમે વિચારી રહ્યા હતા કે જો INDIA ગઠબંધનની સરકાર હોત તો રાષ્ટ્રપતિનું સંબોધન કેવું હોત. આમાં બેરોજગારીનો કોઈ ઉલ્લેખ નથી. UPA કે NDAએ યુવા રોજગારના પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપ્યો નથી. વડાપ્રધાને મેક ઇન ઇન્ડિયા વિશે જે વાત કરી તે સારો વિચાર છે. પરંતુ ઉત્પાદન નિષ્ફળ રહ્યું છે. અમે વડાપ્રધાન પર દોષારોપણ નથી કરી રહ્યા, વડાપ્રધા મોદીએ પ્રયાસ કર્યો, વિચાર સાચો હતો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, મેન્યુફેક્ચરિંગ 60 વર્ષમાં સૌથી નીચા સ્તરે છે. મેક ઇન ઇન્ડિયાનો ઉલ્લેખ કરતાં તેમણે ફોન બતાવ્યો અને કહ્યું કે, ભલે આપણે કહીએ કે તે ભારતમાં બને છે, તેના પાર્ટ્સ ચીનથી આવ્યા છે અને અહીં એસેમ્બલ કરવામાં આવ્યા છે. આપણે વપરાશ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, અસમાનતા વધી. તેમણે કહ્યું કે, દુનિયા સંપૂર્ણપણે બદલાઈ રહી છે. આપણે પેટ્રોલિયમથી બેટરી અને ન્યુક્લિયર એનર્જી તરફ આગળ વધી રહ્યા છીએ. બધું બદલાઈ રહ્યું છે. છેલ્લી વખત જ્યારે ક્રાંતિ થઈ ત્યારે ભારત સરકારે કમ્પ્યુટર ક્રાંતિ જોઈ હતી અને તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આજે તેનું પરિણામ દેખાઈ રહ્યું છે. કોમ્પ્યુટર આવ્યા ત્યારે લોકો હસતા હતા. હું વાજપેયીજીનું સન્માન કરું છું પરંતુ તેમણે તેની વિરુદ્ધ પણ વાત કરી હતી. યુક્રેનમાં યુદ્ધ ચાલી રહ્યું છે. ઇલેક્ટ્રિક મોટર અને એન્જિન બનાવવામાં આવે છે. તેણે રોબોટ્સથી લઈને ડ્રોન સુધીની દરેક વસ્તુનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આજે લોકો AI વિશે વાત કરી રહ્યા છે. AI ડેટા પર કામ કરે છે. ડેટા વિના આ કંઈ નથી. સવાલ એ છે કે, AI કયા ડેટાનો ઉપયોગ કરી રહ્યું છે? ભારત પાસે કોઈ ડેટા નથી. કાં તો AI ચાઈનીઝ અથવા અમેરિકન ડેટાનો ઉપયોગ કરશે.

રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારને દુનિયામાં થઈ રહેલા પરિવર્તનોની જાણ નથી. આપણે પ્રાથમિક શિક્ષણના લેવલથી જ બેટરી અને એન્જિન વિશે બાળકોને શીખવાડવાનું શરૂ કરવું જોઇએ. આ મામલે ચીન આપણા કરતાં 10 વર્ષ આગળ છે. આપણે તેનાથી ઘણા પાછળ છીએ. આપણી પાસે બચત અને વપરાશનો ડેટા પણ નથી. ચીન પર ભારતીય જમીન પર કબજો કરવાનો આરોપ લગાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમએ તેને નકારી કાઢ્યું પરંતુ સેનાએ કહ્યું કે ચીને 4,000 ચોરસ કિલોમીટર જમીન પર કબજો કર્યો છે. આ અંગે વાંધો વ્યક્ત કરતાં શાસક પક્ષના સાંસદોએ વિરોધ કર્યો અને કહ્યું કે આ એક ગંભીર મુદ્દો છે. રાહુલ ગાંધીએ આવું ન કહેવું જોઈએ, આ દેશ માટે સારું નથી.

આ પણ વાંચો :-