આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા પર જામનગરમાં થયેલા જૂતું ફેંકવાના બનાવને પગલે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. AAPના પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠીયાએ આ સમગ્ર ઘટનાને રાજકીય ષડયંત્ર ગણાવીને ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ બંનેની સાંઠગાંઠનો ગંભીર આરોપ મૂક્યો છે.
મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં AAP જે રીતે લોકોનો અવાજ ઉઠાવી રહી છે અને લોકપ્રિયતા મેળવી રહી છે, તેનાથી ભાજપ અને કોંગ્રેસ બંનેના પેટમાં તેલ રેડાયું છે. તેમણે આ ઘટનાને આખું ષડયંત્ર ગણાવ્યું હતું, જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ મળીને કથિત રીતે ભાજપની પોલીસ સાથે મળીને આ કૃત્ય કરાવ્યું હતું.
મનોજ સોરઠીયાએ પોલીસની ભૂમિકા પર સીધા સવાલ ઉઠાવતા કહ્યું કે, સામાન્ય રીતે નેતા પર ડુમલો થાય ત્યારે પોલીસ રક્ષણ માટે આવે છે, પરંતુ જામનગરમાં પોલીસે જૂતું ફેંકતાની સાથે જ કોંગ્રેસના કાર્યકરને તુરંત જ કોર્ડન કરી લીધો હતો અને તેને સુરક્ષિત રીતે સભા સ્થળ પરથી લઈ ગઈ હતી. સોરઠીયાએ દાવો કર્યો કે, “આખી ઘટના પોલીસને ખબર હતી. પોલીસને એડવાન્સમાં જાણ હતી કે આવી ઘટના ઘટવાની છે, અને આ ઘટના ભાજપ-કોંગ્રેસને થયેલી સૌથી મોટી તકલીફનું પરિણામ છે.
ગોપાલ ઇટાલીયાએ માફી આપી
ફરિયાદ નોંધાવવાના મુદ્દે સોરઠીયાએ સ્પષ્ટ કર્યું કે, ફરિયાદ દાખલ કરવાનું કામ પોલીસનું અને કાયદો-રક્ષણ કરવાનું કામ સરકારનું છે. જોકે, અન્ય કિસ્સાઓની જેમ આમાં પણ કદાચ ફરિયાદ ન થાય તેવી શક્યતા છે, પરંતુ ગોપાલ ઈટાલીયાએ મોટું મન રાખીને ડુમલો કરનાર યુવાનને માફ કરવાની વાત કરી છે. AAP આ ષડયંત્ર સામે શાંતિથી બેસવાને બદલે આક્રમક રીતે લોકો સુધી હકીકત પહોંચાડશે.
અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસે
આ તમામ ઘટનાક્રમ વચ્ચે AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે બે દિવસના ગુજરાતના પ્રવાસે આવવાના છે. કેજરીવાલ ગુજરાતમાં ખેડૂતોની આત્મઽત્યાના કિસ્સાઓમાં તેમના પરિવારજનોને મળીને સડાનુભૂતિ આપશે. આ ઉપરાંત, તાજેતરમાં ડડદ કેસમાં જે ખેડૂતોને જેલમાં જવું પડયું હતું. તેમને અને તેમના પરિવારજનોને મળીને તેમનું સન્માન કરવાનો કાર્યક્રમ પણ ગોઠવવામાં આવ્યો છે. આ મુલાકાત દરમિયાન કેજરીવાલ પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને મળીને આગળની રણનીતિ પર પણ ચર્ચા કરશે.