ભારતીય અમેરિકન સંગીતકાર ચંદ્રિકા ટંડનને ગ્રૅમી ઍવૉર્ડ મળ્યો

Share this story

ભારતના સૌથી અગ્રણી મેનેજમેન્ટ સંસ્થા IIM અમદાવાદમાંથી માસ્ટર્સ ડિગ્રી મેળવેલી ભારતીય મૂળ અમેરિકન ગાયક ચંદ્રિકા ટંડને આલ્બમ ‘ત્રિવેણી’ માટે બેઝ્ડ ન્યુ એજ, એમ્બિયન્ટ કે ચેન્ટ આલ્બમ’ કેટેગરીમાં ગ્રેમી એવોર્ડ જીત્યો છે. તેમણે રિકી કેજ અને અનુષ્કા શંકરને પછાડીને આ સન્માન જીત્યું છે.

અમેરિકાના લૉસ એંજલસમાં 67મા ગ્રૅમી ઍવૉર્ડની જાહેરાત કરાઈ રહી છે. આ સમારોહમાં ક઼ુલ 95 પુરસ્કાર અપાશે.

ભારતીય અમેરિકન સંગીતકાર ચંદ્રિકા ટંડનના આલબમ ત્રિવેણીને બેસ્ટ ન્યૂ ઍજ આલબમ ચૅન્ટ કૅટગરીમાં ગ્રૅમી મળ્યો છે. આ સિવાય સિતારવાદક પંડિત રવિશંકરનાં પુત્રી અનુષ્કા શંકરને પણ ગ્રૅમીમાં નૉમિનેશન મળેલું છે.

ચંદ્રિકા ટંડનનો જન્મ ચેન્નઈ ના એક પારંપરિક અને રૂઢિવાદી મધ્યમવર્ગીય પરિવારમાં થયો છે. તેમની કે ઓળખ એ પણ છે એક તે ગ્લોબલ બિઝનેસ લીડર ને ‘પેપ્સી કો’ ના પૂર્વ ચેરમેન ઇન્દ્રા નુઈની મોટી બહેન છે. ચંદ્રિકાએ IIM અમદાવાદમાંથી માસ્ટર્સ ડિગ્રી મેળવેલી છે. તેમનું પૂરું નામ ચંદ્રિકા કૃષ્ણમૂર્તિ ટંડન છે. બાળપણથી જ ચંદ્રિકા અને ઇન્દ્રા સંગીતના વાતાવરણમાં ઉછેરાયા છે. તેમના પરિવારની પરંપરામાં કર્ણાટક સંગીત, સામવેદની શિક્ષા, વૈદિક મંત્રોનો પાઠ છે.

આ પણ વાંચો :-